Search for a command to run...
13 Jun 1973
રુહાની યોદ્ધા
13 June 1973 · ગુજરાતી
પોતાને રુહાની સેનાનાં મહારથી સમજો છો? સેનાનાં મહારથી કોને કહેવાય છે? એમનાં લક્ષણ શું હોય છે? મહારથી અર્થાત્ આ રથ પર સવાર, પોતાને રથી સમજે. મુખ્ય વાત છે કે પોતાને રથી સમજીને રથને ચલાવવાં વાળા પોતાને અનુભવ કરો છો? જો યુદ્ધનાં મેદાનમાં કોઈ મહારથી પોતાનાં રથ અર્થાત્ સવારીને વશ થઈ જાય તો શું એ મહારથી, વિજયી બની શકે છે કે પોતાની સેનાનાં વિજયી રુપ બનવાનાં બદલે વધારે જ વિઘ્નરુપ બની જશે. હલચલ મચાવવાનાં નિમિત્ત બની જશે. તો જે પણ અહિયાં રુહાની સેનાનાં સૈનિક છો, શું એ જ આ રથ નાં રથી બન્યાં છો?
જેવી રીતે યોદ્ધા સર્વ વ્યક્તિઓ, સર્વ વૈભવો નો કિનારો કરી “યુદ્ધ અને વિજય” ફક્ત આ બે વાતોને બુદ્ધિમાં રાખીને લક્ષ ને પૂર્ણ કરવામાં લાગેલા હોય છે. એવી જ રીતે પોતે-પોતાને પૂછો કે આ બે વાતો નું લક્ષ્ય છે? કે પછી બીજી પણ કોઈ વાતો સ્મૃતિમાં રહે છે? એવાં યોદ્ધા બન્યાં છો? ક્યાંય પણ રહો પણ સદૈવ એ સ્મૃતિ રહે કે અમે યુદ્ધનાં મેદાન પર ઉપસ્થિત થયેલાં યોદ્ધા છીએ. યોદ્ધા ક્યારેય પણ આરામ-પસંદ ન હોય. યોદ્ધા ક્યારેય પણ આળસ અને અલબેલાપણા ની સ્થિતિમાં ન રહે, યોદ્ધા ક્યારેય પણ શસ્ત્રનાં વગર ન રહે, સદૈવ શસ્ત્રધારી હોય છે. યોદ્ધા ક્યારેય પણ ડર નાં વશીભૂત ન હોય, નિર્ભય હોય છે, યોદ્ધા ક્યારેય પણ સિવાય યુદ્ધનાં બીજી કોઈ પણ વાત ને બુદ્ધિમાં ન રાખે. સદૈવ યોધ્ધાપણા ની વૃત્તિ અને વિજયી બનવાની સ્મૃતિમાં રહે છે. શું અમે બધાં પણ એકબીજા સાથે વિજયી રહીએ છીએ? એ દૃષ્ટિથી એકબીજાને જોઈએ છીએ. એમ જ રુહાની યોદ્ધા ની દૃષ્ટિમાં સદૈવ એ રહે છે કે અમે બધાં એકબીજા સાથે મહાવીર છીએ, વિજયી છીએ. અમે દર સેકન્ડ દરેક કદમમાં યુદ્ધનાં મેદાન પર ઉપસ્થિત છીએ. ફક્ત એક જ લગન વિજયી બનવાની રહે છે. સર્વ સંબંધ કે સર્વ પ્રકૃતિનાં સાધનોથી પોતાની બુદ્ધિને ડીટેચ (ન્યારી) કરી નાખી છે? કિનારો કરી લીધો છે? કે પછી યુદ્ધનાં મેદાનમાં છો પણ બુદ્ધિનાં તાર, સંબંધ કે કોઈ પ્રકૃતિનાં સાધનોમાં લાગેલા છે? પોતાને સંપૂર્ણ સ્વતંત્ર સમજો છો? કે કોઇ વાતમાં પરતંત્ર પણ છો?
સંપૂર્ણ સ્વતંત્ર અર્થાત્ જ્યારે ઈચ્છો ત્યારે દેહનો આધાર લો, જ્યારે ઈચ્છો ત્યારે દેહ નાંં ભાન થી એવાં ન્યારા થઈ જાઓ, જરા પણ આ દેહ પોતાની તરફ ખેંચી ન શકે. એવી રીતે પોતાનાં દેહ નું ભાન અર્થાત્ દેહ નાં લગાવ થી સ્વતંત્ર, પોતાનાં કોઈ પણ જૂનાં સ્વભાવ થી પણ સ્વતંત્ર, સ્વભાવ થી પણ બંધાયેલાં ન હોય, પોતાનાં સંસ્કારો થી પણ સ્વતંત્ર, પોતાનાં સર્વ લૌકિક સંપર્ક અથવા અલૌકિક પરિવારનાં સંપર્ક નાં બંધનો થી પણ સ્વતંત્ર. એવાં સ્વતંત્ર બન્યાં છો? એવાં ને કહેવાય છે - “સંપૂર્ણ સ્વતંત્ર”. એવી સ્ટેજ પર પહોંચ્યા છો કે હજું સુધી એક નાની કર્મેન્દ્રિય પણ પોતાને બંધનમાં બાંધી લે છે?
જો નાની કીડી સિંહ ને અથવા મહારથી ને હેરાન કરી દે તો એવાં મહારથી કે સિંહ ને શું કહેશું? સિંહ કહેશું? એક વ્યર્થ સંકલ્પ માસ્ટર સર્વશક્તિમાન ને હેરાન કરી દે કે એક જૂનાં ૮૪ જન્મોનાં જડજડીભૂત સંસ્કાર, માસ્ટર સર્વશક્તિવાન, મહાવીર, વિધ્નવિનાશક, ત્રિકાળદર્શી, સ્વદર્શન ચક્રધારી ને હેરાન કરી દે, પુરુષાર્થ માં કમજોર બનાવી દે, એવાં માસ્ટર સર્વશક્તિવાન ને શું કહેશો? જે સમયે આ સ્થિતિમાં હોવ છો તે સમયે પોતાનાં ઉપર આશ્ચર્ય નથી લાગતું? આ શબ્દ નીકળવાં કે મને વ્યર્થ સંકલ્પ આવે છે અથવા જૂનાં સંસ્કાર અને સ્વભાવ વશીભૂત કરી લે છે અથવા બાપની યાદ નો અનુભવ નથી, બાપ દ્વારા કોઈ પ્રાપ્તિ નથી અથવા તો નાનાં વિઘ્ન થી ડરી જઈએ છીએ, નિરંતર અતીન્દ્રિય સુખ અથવા હર્ષ નથી રહેતો, ખુશીનો અનુભવ નથી થતો, શું આ બોલ બ્રાહ્મણ કુળ ભૂષણનાં છે? આવાં બ્રાહ્મણો ને કયા બ્રાહ્મણ કહેશું - “નામધારી બ્રાહ્મણ”. જો સાચાં બ્રાહ્મણ કહેવડાવે અને આવું બોલે તો દ્વાપરયુગી બ્રાહ્મણ અને આવું કહેડાવવાં વાળા બ્રાહ્મણો માં શું અંતર?
વર્તમાન સમયમાં બ્રાહ્મણ બનવાવાળી આત્માઓ પોતે-પોતાને જુએ કે શું બ્રાહ્મણપણાનું પહેલું લક્ષણ પોતાનાં જીવનમાં લાવ્યાં છે? બ્રાહ્મણપણા નું પહેલું લક્ષણ કયું છે? “ઓર સંગ તોડ એક સંગ જોડ” (બીજો સંગ તોડી એક સંગ જોડો) જો પોતાની કર્મેન્દ્રિયો તરફ પણ લગાવ છે તો શું આ બ્રાહ્મણો નું પહેલું લક્ષણ છે? જ્યારે પહેલી-પહેલી પ્રતિજ્ઞા અથવા પહેલો-પહેલો મરજીવા જન્મનો બોલ બ્રાહ્મણો નો એ જ છે કે “એક બાપ બીજું ન કોઈ”. આ જ પહેલી પ્રતિજ્ઞા છે. અથવા પહેલું લક્ષણ છે. તો પહેલાં આ લક્ષણ કે પ્રતિજ્ઞા ને કે પહેલાં બોલ ને નિભાવ્યો છે કે પછી એક કહેવાં છતાં અનેકો તરફ જોડાયેલાં છો? તો શું આવાં નામધારી બ્રાહ્મણ વિજયી કહેવાશે? બ્રાહ્મણોનાં માટે તો આટલાં મોટા વિશ્વની અંદર પોતાનો જ નાનો સંસાર છે, એવાં બ્રાહ્મણ આવાં નાનાં સંસારમાં દરેક કાર્ય કરતાં વિશ્વની જે પણ આત્માઓને જુએ છે એને ફક્ત એક કલ્યાણની ભાવનાથી જ જુએ છે. સંબંધ અને લગાવની ભાવના થી નહીં. પરંતુ ફક્ત ઈશ્વરીય સેવાનાં ભાવ થી. પાંચ તત્વો ને જોતાં, પ્રકૃતિ ને જોતાં, પ્રકૃતિ ને વશ નહીં થશે. પરંતુ પ્રકૃતિ ને પણ સતોપ્રધાન બનાવવાનાં કર્તવ્યમાં સ્થિત થશે. જે સ્વયં પ્રકૃતિને પરિવર્તન કરવાવાળા છે શું એ પોતે પ્રકૃતિ ને વશ થશે? જે હમણાં પ્રકૃતિ ને વશ નથી કરી શકતાં એ ભવિષ્ય માં સતોપ્રધાન પ્રકૃતિનું સુખ પામી નથી શકતાં. તો પ્રકૃતિ ને વશ તો નથી થતાં? આ તો એવું થશે જેમ કોઈ ડોક્ટર રોગીને બચાવવા જાય, પરંતુ સ્વયં જ રોગી બની જાય. કર્તવ્ય છે પ્રકૃતિ ને પરિવર્તન કરવાનું અને એનાં બદલે પ્રકૃતિ ને વશ થઈ જાય તો શું એને બ્રાહ્મણ કહેશું? બ્રાહ્મણ તો બધાં બન્યાં છો ને? કોઈ કહેશે શું કે હું બ્રાહ્મણ નથી. બ્રાહ્મણ બનવું અર્થાત્ એવાં લક્ષણ ધારણ કરવાનાં. તો એવાં લક્ષણધારી છો કે નામધારી છો? એ પોતે-પોતાનાથી પૂછે.
બ્રાહ્મણ જન્મની વિશેષતા શું છે જે બીજા કોઈ જન્મમાં નથી હોતી? બ્રાહ્મણ જન્મની વિશેષતા આ છે કે અન્ય બીજા સર્વ જન્મ, આત્માઓ દ્વારા આત્માઓનાં થાય છે પરંતુ એક જ આ બ્રાહ્મણ જન્મ છે જે પરમપિતા પરમાત્મા દ્વારા ડાયરેક્ટ (સીધો) જન્મ થાય છે. દેવતા જન્મ પણ શ્રેષ્ઠ આત્માઓ દ્વારા થાય છે. પરમાત્મા દ્વારા નહીં. તો બ્રાહ્મણ જન્મની વિશેષતા જે આખાં કલ્પમાં અન્ય કોઈ જન્મ માં નથી. એવો વિશેષતા સંપન્ન જન્મ છે, તો આ આત્માઓની વિશેષતા પણ શું હોવી જોઈએ? જે બાપનાં ગુણ છે, એ જ બ્રાહ્મણ આત્માઓનાં ગુણ હોવાં જોઈએ. એ ગુણ પણ આ બ્રાહ્મણ જન્મનાં સિવાય બીજા કોઈ જન્મમાં નથી મળી શકતાં. જેવી રીતે આ બ્રાહ્મણ જીવનમાં ત્રિકાળદર્શી, ત્રિનેત્રી, જ્ઞાનસ્વરુપ બનો છો એમ બીજા જન્મ માં બનશું શું? તો જે ફક્ત બ્રાહ્મણ જીવનનાં ગુણ છે, વિશેષતાઓ છે, તો એને આ બ્રાહ્મણ જીવનમાં અનુભવ નહીં કરો તો પછી ક્યારે કરશો? બ્રાહ્મણ બનીને બ્રાહ્મણ જીવનની વિશેષતાનો અનુભવ નથી કર્યો તો બ્રાહ્મણ બનીને શું કર્યું?
જેવી રીતે બીજી આત્માઓને કહો છો ને કે પરમાત્મા ની સંતાન થઈ ને બાપ ને નથી જાણ્યાં તો કોડીતુલ્ય છો. તમે એમ કહો છો ને બધાં ને? પરંતુ કોઈ હીરા જેવો જન્મ લઈને પણ હીરા સમાન જીવન નથી બનાવતાં. હીરો હાથમાં મળે અને એને પથ્થર સમજીને એનું મૂલ્ય ન જાણે, એવાં ને શું કહેશું ? - “મહાન સમજદાર”. બીજો શબ્દ તો ન બોલવો જોઈએ, ઉલ્ટા રુપનાં મહાન સમજદાર, ક્યારેક આવાં તો નથી બની જતાં? તો બ્રાહ્મણ જન્મનાં મૂલ્ય ને જાણો. સાધારણ વાત નથી. બસ આપણે પણ બ્રાહ્મણ બની ગયાં. સદૈવ પોતાને ચેક કરો કે બ્રાહ્મણ જીવનને નિભાવી રહ્યો છું? અચ્છા.
એવાં શ્રેષ્ઠ જન્મ, શ્રેષ્ઠ કર્મ, શ્રેષ્ઠ જીવન, શ્રેષ્ઠ સેવા માં સદા ચાલવા વાળા શ્રેષ્ઠ આત્માઓ, વિશ્વકલ્યાણકારી આત્માઓ અને સર્વ બંધનો થી સંપૂર્ણ સ્વતંત્ર આત્માઓને બાપદાદાનાં યાદ-પ્યાર, નમસ્તે.
આ મુરલી નો સાર
* જેવી રીતે યોદ્ધાઓ સર્વ વ્યક્તિઓ, સર્વ વૈભવો થી કિનારો કરીને ફક્ત બે જ વાતોને બુદ્ધિમાં રાખે છે, “યુદ્ધ અને વિજય”. એવી જ રીતે પોતે-પોતાને પૂછો કે આ બે વાતોનું લક્ષ્ય રાખ્યું છે કે બીજી કોઈ વાત સ્મૃતિમાં રહે છે! સદૈવ યાદ રાખો કે અમે દર સેકન્ડ, દરેક કદમ યુદ્ધનાં મેદાન પર ઉપસ્થિત છીએ.
* જો નાની કીડી સિંહ ને અથવા મહારથી ને હેરાન કરી દે તો એ મહારથી કે સિંહ ને મહારથી કહેશું? શું એવી જ રીતે જો એક વ્યર્થ સંકલ્પ માસ્ટર સર્વશક્તિવાન ને હેરાન કરી દે કે પુરુષાર્થમાં કમજોર બનાવી દે તો એવાં લોકોને માસ્ટર સર્વશક્તિવાન કહેશું?