Search for a command to run...
8 June 1973 · ગુજરાતી
સર્વ શક્તિઓમાં વિશેષ શક્તિ ને જાણો છો? પોતાને માસ્ટર સર્વશક્તિવાન તો સમજો છો ને? સર્વ શક્તિઓમાં સર્વશ્રેષ્ઠ શક્તિ કઈ છે? જેવી રીતે ભણવામાં અનેક વિષયો હોય છે પરંતુ તેમાંથી એક વિશેષ હોય છે. એવી જ રીતે સર્વ શક્તિઓ આવશ્યક તો છે પરંતુ આ શક્તિઓમાં પણ શ્રેષ્ઠ શક્તિ કઈ છે? જે આવશ્યક છે, જેનાં વગર મહારથી કે મહાવીર બનવું મુશ્કેલ છે. છે તો બઘી આવશ્યક. એક નો બીજા થી સંબંધ છે પરંતુ છતાં પણ નંબરવન જે સર્વ શક્તિઓ ને નજીક લાવવા વાળી છે એ કઈ છે? (પરખવાની શક્તિ).
સેલ્ફ રીયલાઇઝેશન (આત્મ-દર્શન) કરવું પણ પરખવાની શક્તિ છે. સેલ્ફ રીયલાઇઝેશન નો અર્થ જ છે - પોતે પોતાને પારખવું કે જાણવું. પહેલાં બાપને પારખશો ત્યારે જાણશો કે ઓળખી શકશો. અને જ્યારે ઓળખશો ત્યારે બાપની સમીપ અને સમાન બની શકશો. પરખવાની શક્તિ છે નંબરવન. પારખવું જેને કોમન (સામાન્ય) શબ્દ માં ઓળખવું કહે છે. પહેલાં-પહેલાં જ્ઞાનનો આધાર જ છે બાપને ઓળખવા અર્થાત્ પારખવાં કે હમણાં બાપનું કર્તવ્ય ચાલી રહ્યું છે. પહેલાં પરખવાની શક્તિ આવશ્યક છે. પરખવાની શક્તિ ને નોલેજફુલ (સંપૂર્ણ જ્ઞાન) ની સ્ટેજ (સ્થિતિ) કહેવાય છે.
પરખવાની શક્તિ નો વિસ્તાર શું છે અને એનાથી પ્રાપ્તિ કઈ-કઈ થાય છે? આ વિષય પર એકબીજા થી રુહ-રુહાન કરી શકો છો. પરસ્પર એકબીજા એક સરખા રમવા વાળા હોય તો રમતમાં મજા આવે છે. રમત-રમત માં મેળાપ પણ થઈ જાય છે. આ રમત માં પણ એકબીજા રમતાં-રમતાં દોસ્ત બની પણ જાય છે. તે થઈ સ્થૂળ રમત. અહીંયા પણ રમત-રમતમાં આત્માઓની સમીપતા નો મેળ થાય છે. આત્માઓનાં સંસ્કાર સ્વભાવ નું મિલન થાય છે. રમતનાં સાથી બહુજ પાક્કા હોય છે, જીવન નાં અંત સુધી પોતાનો સાથ નિભાવે છે. રુહાની રમતની સાથે અંત સુધી એકબીજા ની સાથે મેળ નિભાવો છો, ત્યારે તો આ મેળની નિશાની ‘માળા’ બનેલી છે. બધી વાતોમાં જ્યારે અંતમાં એકબીજા નાં સમીપ થઈ જાય, મેળ થઇ જાય ત્યારે દાણા, દાણા થી મળી માળા બને છે. આ મેળની નિશાની (માળા) છે. અચ્છા! ઓમ્ શાંતિ.
મુરલી નો સાર
* પરખવાની શક્તિ વગર મહારથી બનવું મુશ્કેલ છે.
* સેલ્ફ રિયલાઇઝેશન કરવું પણ પરખવાની શક્તિ છે. સેલ્ફ રિયલાઇઝેશન નો અર્થ જ છે - પોતે પોતાને પારખવું કે જાણવું. પહેલાં બાપ ને પારખશો, ત્યારે જાણશો કે ઓળખી શકશો. અને જ્યારે ઓળખશો ત્યારે બાપની સમીપ અને સમાન બની શકશો.
* પરખવાની શક્તિ નો વિસ્તાર શું છે અને એનાથી પ્રાપ્તિ શું થાય છે? આ વિષય પર એકબીજાથી રુહ-રુહાન કરી શકો છો. આનાથી રમત-રમતમાં આત્માઓનો સમીપતા નો મેળ થાય છે. જ્યારે અંતમાં બધી વાતોમાં - એકબીજાનાં સમીપ થઈ જાઓ છો, મેળ થઈ જાય છે ત્યારે દાણા, દાણા થી મળી ‘માળા’ બને છે.