Search for a command to run...
15 Sept 1974
પુરુષાર્થ નું અંતિમ લક્ષ્ય છે - અવ્યક્ત ફરિશ્તાપણું
15 September 1974 · ગુજરાતી
હમણાં આપ બાળકો નો અંતિમ સ્થિતિ બનાવવાનો અંતિમ પુરુષાર્થ ચાલી રહ્યો છે. જે મહારથી બાળકો નિમિત્ત બનેલાં છે, તેમને પોતાનાં પુરુષાર્થની ગતિમાં પણ બધાંની આગળ નિમિત્ત બનવાનું છે. શ્રેષ્ઠ પુરુષાર્થ કયો હોય છે? તે કોને જોઇને ફોલો કરશે (અનુસરશે)? જેમ કે સાકાર માં પુરુષાર્થ કેવી રીતે કરવાનો છે અને પુરુષાર્થ કોને કહેવામાં આવે છે? પહેલાં તો પુરુષાર્થનું સિમ્બલ (પ્રતીક) અર્થાત્ સાકાર બ્રહ્મા બાબા ને જોઈને બધાં આગળ વધતાં હતાં પરંતુ આ સમયે સાકાર માં, સિમ્બલ કોણ છે - મહારથી. શું મહારથીઓનો એવો પુરુષાર્થ ચાલી રહ્યો છે કે જેમને જોઈને અન્ય આત્માઓનો પુરુષાર્થ પણ સેમ્પલ (ઉદાહરણ) બની જાય. અંતિમ પુરુષાર્થ કયો છે, શું તેને જાણો છો? જેમ શરુ-શરુ માં દેહ-અભિમાન ને ખતમ કરવા પુરુષાર્થ રાખ્યો કે ‘હું ચતુર્ભુજ છું.’ એનાથી સ્ત્રી ભાન, કમજોરી, કાયરતા, વગેરે બધું જ નીકળી ગયું અને તમે નિર્ભય અને શક્તિશાળી બની ગયાં. તો જેમ આદિ માં દેહ-અભિમાન સમાપ્ત કરવા માટે, કે ‘હું ચતુર્ભુજ છું’, આ પ્રેક્ટિકલ પુરુષાર્થ ચાલ્યો ને? હરતાં-ફરતાં તથા વાત કરતાં આ નશો રહેતો હતો કે ‘હું નારી નથી, હું ચતુર્ભુજ છું’ તો એ બન્ને સંસ્કાર અને તે બંને શક્તિઓ ભેગી થઈ ગઈ જેમ કે તે બંને કાર્ય અમે કરી શકીએ છીએ, તો તેવી રીતે જ અંતિમ લક્ષ્ય કયું સ્મૃતિમાં રહે, જેનાથી ઓટોમેટિકલી (આપોઆપ) તે લક્ષણ આવી જાય?
તે અંતિમ લક્ષ્ય પુરુષાર્થ માટે કયું છે? તે છે-અવ્યક્ત ફરિશ્તા થઈને રહેવું. અવ્યક્ત રુપ શું છે?- ફરિશ્તાપણું. તેમાં પણ લાઈટ રુપ (પ્રકાશ રુપ) સામે છે-પોતાનું લક્ષ્ય. તે સામે રાખવાથી જેમ લાઈટ નાં કાર્ભ (પ્રકાશનાં આભામંડળ) માં આ મારો આકાર છે. જેમ વતન માં પણ અવ્યક્ત-રુપ જુઓ છો, તો અવ્યક્ત અને વ્યક્ત માં શું અંતર જુઓ છો? વ્યક્ત પાંચ તત્વોનાં કાર્ભ માં છે અને અવ્યક્ત, લાઈટ નાં કાર્ભ માં છે. લાઈટ નું રુપ તો છે, પરંતુ આસપાસ ચારેબાજુ લાઈટ જ લાઈટ છે, જેમ કે લાઈટ નાં કાર્ભ માં આ આકાર દેખાય છે. જેમ સૂર્ય જુઓ છો તો ચારેબાજુ ફેલાયેલી સૂર્યની કિરણો ની લાઈટ ની વચમાં, સૂર્ય નું રુપ દેખાતું હોય છે. સૂર્ય ની લાઈટ તો છે, પરંતુ તેની ચારે બાજુ પણ સૂર્યની લાઈટ પડછાયા નાં રુપમાં, ફેલાયેલી દેખાતી હોય છે. અને લાઇટમાં વિશેષ લાઈટ દેખાય છે. આ જ પ્રકાર થી હું આત્મા જ્યોતી રુપ છું - આ તો લક્ષ છે જ. પરંતુ હું આકારમાં પણ કાર્ભ માં છું. ચારેબાજુ પોતાનું સ્વરુપ લાઈટ જ લાઈટ ની વચ્ચે સ્મૃતિમાં રહે અને દેખાય પણ તો એવો અનુભવ થાય. જેમ કે અરીસામાં જુઓ છો તો સ્પષ્ટ રુપ દેખાય છે, તેમ જ નોલેજરુપી દર્પણ માં, પોતાનું આ રુપ સ્પષ્ટ દેખાય અને અનુભવ થાય. હરતાં-ફરતાં અને વાતો કરતાં, એવું લાગે કે ‘હું લાઈટ-રુપ છું, હું ફરિશ્તા ચાલી રહ્યો છું અને હું ફરિશ્તા વાત કરી રહ્યો છું.’ તો જ તમારા લોકોની સ્મૃતિ અને સ્થિતિ નો પ્રભાવ બીજાઓ ઉપર પડશે.
કર્તવ્ય કરતાં પણ હું ફરિશ્તા નિમિત્ત આ કાર્ય અર્થ પૃથ્વી પર પગ રાખી રહ્યો છું, પરંતુ હું છું અવ્યક્ત દેશ નો વાસી, બસ હવે આ સ્મૃતિ ને હજું વધારો. “હું આ કાર્ય-અર્થ અવતરિત થઈ છું અર્થાત્ જેમ કે હું આ કાર્ય-અર્થ પૃથ્વી પર વતન થી આવી છું, કારોબાર પૂરો થયો, પછી પાછું પોતાનાં વતનમાં. જેમ કે બાપ આવે છે, તો બાપને સ્મૃતિ છે ને કે હું વતન થી આવ્યો છું, કર્તવ્યનાં નિમિત્ત અને પછી મારે પાછું જવાનું છે. એમ જ તમારાં બધાંની પણ આ સ્મૃતિ વધવી જોઇએ કે હું અવતાર છું અર્થાત્ હું અવતરિત થઈ છું, હમણાં હું બ્રાહ્મણ છું અને પછી હું દેવતા બનીશ - આ પણ હકીકત માં મોટું રુપ છે. આ સ્ટેજ (અવસ્થા) પણ સાકારી છે. હવે તમારાં લોકોની સ્ટેજ આકારી જોઈએ, કારણ કે આકારી થી પછી નિરાકારી સહજ બનાશે. જેમ બાપ પણ સાકારી થી આકારી બન્યાંં, આકારી થી પછી નિરાકારી અને પછી પાછાં સાકારી બનશે.”
હવે આપ સૌએ પણ અવ્યક્ત વતનવાસી સ્ટેજ સુધી પહોંચવાનું છે, ત્યારે જ તો તમે સાથે ચાલી શકશો. હવે આ સાકારી થી અવ્યક્ત રુપ નો પાર્ટ કેમ થયો? - બધાંને અવ્યક્ત સ્થિતિ માં સ્થિત કરાવવાં, કારણ કે હજું તે સ્ટેજ સુધી નથી પહોંચ્યાં. હવે અંતિમ પુરુષાર્થ આ રહી ગયો છે. એનાથી જ સાક્ષાત્કાર થશે. સાકારી સ્વરુપ નાં નશાનાં પોઇન્ટસ (મુદ્દાઓ) તો ઘણાં છે કે હું શ્રેષ્ઠ આત્મા છું, હું બ્રાહ્મણ છું અને હું શક્તિ છું. આ સ્મૃતિ થી તો તમને નશો અને ખુશી નો અનુભવ થશે. પરંતુ જ્યાં સુધી આ અવ્યક્ત રુપ માં, લાઈટ નાં કાર્ભ માં સ્વયંને અનુભવ નથી કર્યાં, ત્યાં સુધી બીજા ને તમારો સાક્ષાત્કાર નહીં થઈ શકે. કારણ કે જે દેવી સ્વરુપ નો સાક્ષાત્કાર ભક્તો ને થશે, તે લાઈટ રુપનાં કાર્ભ માં હરતાં-ફરતાં રહેવાથી જ થશે. સાક્ષાત્કાર પણ લાઈટ વગર નથી થતો. સ્વયં જ્યારે લાઇટ-રુપ માં સ્થિત થશો, તમારાં લાઈટ રુપનાં પ્રભાવ થી જ તેમને સાક્ષાત્કાર થશે. જેને શાસ્ત્રોમાં દેખાડે છે કે કંસને કુમારીએ માર્યો, તો તે ઉડી ગઈ, સાક્ષાત્-રુપધારી થઇ ગઇ અને પછી આકાશવાણી કરી. તેવી જ રીતે તમારા લોકોનો સાક્ષાત્કાર થાય, તો એવો અનુભવ થશે કે જાણે આ દેવી દ્વારા આકાશવાણી થઇ રહી છે. તે સાંભળવાને આતુર હશે કે આ દેવી કે શક્તિ મારા પ્રત્યે શું આકાશવાણી કરે છે. તમારામાં હવે આ નવીનતા દેખાય. સાધારણ બોલ નજર ન આવે, ઉપર થી આકાશવાણી થઇ રહી છે, બસ એવો અનુભવ થાય. એટલાં માટે કહ્યું કે હવે જ્વાળામુખી બનવાનો સમય છે. હવે તમારો ગોપીપણા નો પાર્ટ સમાપ્ત થયો. મહારથી જે આગળ વધતાં જઈ રહ્યાં છે, તેમનો આ રીતે સર્વિસ (સેવા) કરવાનો પાર્ટ પણ ઓટોમેટિકલી (આપોઆપ) બદલાઈ જાય છે. પહેલાં તમે લોકો ભાષણ વગેરે કરતાં હતાં અને કોર્સ કરાવતાં હતાં. હવે ચેયરમેન (સભાપતિ) નાં રુપ માં થોડું બોલો છો, કોર્સ વગેરે તમારાં જે સાથી છે, તે કરાવે છે. હવે આ સમયે, કોઈને આકર્ષણ કરવાં, હિંમત અને ઉલ્લાસ માં લાવવાં, આ સેવા રહી ગઈ છે, તો ફર્ક આવી જાય છે ને? એનાથી પણ આગળ વધીને આ અનુભવ થશે જેમ કે આકાશવાણી થઇ રહી છે. કહેશે આ કોઈ અવતાર છે - અને આ કોઈ સાધારણ શરીરધારી નથી. અવતાર પ્રગટ થયાં છે. જેમકે સાક્ષાત્કારમાં અનુભવ કરતાં-કરતાં દેવી પ્રગટ થઈ છે. મહાવાક્ય બોલ્યાં અને પ્રાયઃલોપ. હવે ની સ્ટેજ તથા પુરુષાર્થ નું લક્ષ્ય આ થવાનું છે.
હવે સ્થૂળ કારોબાર થી પણ, જેમ કે ઉપરામ થતાં જશો. ઈશારા માં સાંભળ્યું, ડાયરેક્શન (માર્ગદર્શન) દીધું અને પછી અવ્યક્ત વતન માં. જેમ સાકાર માં જોયું, અનુભવ કર્યો, નીચે આવ્યાં, માર્ગદર્શન દીધું, સાંભળ્યું અને પછી ઉપર. શરુઆત અને અંત નાં કારોબાર માં રાત અને દિવસ નું અંતર દેખાય. હવે જવાબદારીઓ તો હજું પણ વધશે. એવું નહીં, કે જવાબદારીઓ ઓછી થશે, ત્યારે ફરિશ્તા બનશું, નહીં! જવાબદારીઓ અને સેવા નો વિસ્તાર તો ચારે બાજુ વધારે વધશે. જેમ હમણાં વિદેશની પણ સેવા વધી ને વધારે વિસ્તાર પણ થયો ને? એમ જ અલગ-અલગ પ્રકારની જે સેવાઓ થઈ રહી છે, તે વધશે જરુર. વિશ્વની દરેક પ્રકારની આત્માઓનો ઉદ્ધાર થવાનું ગાયન પણ શાસ્ત્રમાં છે ને? પ્રેક્ટિકલ માં થયું ને? ત્યારે તો તેનું શાસ્ત્રોમાં ગાયન છે? આ બધું જ થશે. હવે તો એક-એક સ્થાન પર બેઠાં છો, પછી દસ-દસ સ્થાન, સંભાળવાં પડશે પછી તો એક જગ્યાએ બેસી પણ નહીં શકો. હમણાં તો છ-આઠ મહિના એક જ જગ્યા પર બેસો છો, પરંતુ પછી તો લાઇટ હાઉસ ની જેમ ચારે બાજુ સર્વિસ કરતાં રહેશો.
જે નિમિત્ત બનેલાં મુખ્ય છે, સર્વિસેબલ (સેવાધારી) છે અને રાજ્યભાગ્ય ની ગાદી લેવાવાળા છે, એવાં અનન્ય રત્ન લાઈટ હાઉસ ની જેમ ચારેબાજુ લાઈટ (પ્રકાશ) આપતાં રહેશે. લાઈટ હાઉસ નું પણ પ્રેક્ટિકલ રુપ જોઈએ ને? એક અનેકો ને લાઈટ આપશે. બેહદ વિશ્વનાં માલિક, પછી તે કોઈ એક જગ્યાનાં હદનાં જ જવાબદાર હોય, એવું તો થઈ ન શકે. ભલે નિમિત્ત-માત્ર જ તેમનું એક ઠેકાણું હોય, જેમ લાઈટ હાઉસ નું નિમિત્ત ઠેકાણું તો એક છે ને? પરંતુ સર્વિસ એક ઠેકાણાંની નથી કરતાં પરંતુ ચારેબાજુ લાઈટ ફેલાવે છે. એવી રીતે સ્થાન ભલે એક જ હશે, પરંતુ જે પોતાનામાં વિશેષતાઓ હશે કે શક્તિઓ છે, તેનો લાભ ચારેબાજુ થાય. હમણાં સુધી માત્ર એક સ્થાન પર જ તમારી વિશેષતા નો લાભ છે. સૂર્ય એક સ્થાન ને જ પ્રકાશ આપે છે શું? તો તમારાં પણ વિશેષ શક્તિરુપી કિરણો ચારે બાજુ ફેલાવાં જોઈએ ને? નહીં તો માસ્ટર સર્વશક્તિમાન્ અને જ્ઞાન તારાઓ તમે કેવી રીતે સિદ્ધ થશો? માસ્ટર જ્ઞાનસૂર્ય અર્થાત્ બાપ-સમાન. તારા હોવા છતાં પણ બાપ-સમાન સ્ટેજ (સ્થિતિ). તે તો અષ્ટ રત્ન જ પ્રાપ્ત કરશે ને? જો કોઈ તારો એક જ સ્થાન પર, પોતાનો પ્રકાશ ફેલાવે છે અને તે ટીમટીમાતો તે પોતાની જગ્યામાં જ પ્રકાશ આપે છે તો તેને માસ્ટર જ્ઞાનસૂર્ય તથા બાપ-સમાન નહીં કહેશે. જ્યાં સુધી તે બાપ-સમાન ની સ્ટેજ પર નથી આવ્યાં, ત્યાં સુધી બાપ-સમાન તખ્ત નથી લઈ શકતાં. એટલા માટે પોતાની સ્ટેજ એવી બનાવો કે સર્વિસ વધે.
ચક્રધારી બનવાથી જ ચક્રવર્તી મહારાજા બનશો. અહીંયા ચક્રધારી, ત્યાં ચક્રવર્તી. જેમાં પ્રકાશનું પણ ચક્ર હોય અને સેવામાં પ્રકાશ ફેલાવવાવાળુ ચક્ર પણ હોય, ત્યારે જ કહેવાશે- ‘ચક્રધારી’. આવાં ચક્રધારી જ ચક્રવર્તી બની શકે છે. હરતાં-ફરતાં લાઈટ નું ચક્ર દરેકને દેખાશે, જેમ આ આંખો થી દેખાઈ રહ્યું છે. આશ્ચર્ય થશે કે આ સાચે જ છે કે હું જ જોઈ રહ્યો છું? તમારું લાઈટનું રુપ અને લાઈટ નો ક્રાઉન (તાજ) એવાં કોમન (સામાન્ય) થઈ જશે કે હરતાં-ફરતાં બધાંને દેખાશે. આ લાઈટનાં તાજધારી છે. જેમ સાકાર માં લાઈટ નો અનુભવ કરવો સામાન્ય વાત હતી અને ઇચ્છા કરવી નહોતી પડતી. બધાંને તે રુપથી નજર આવતાં હતાં, જેમ કે આ આંખોથી જોઈ રહ્યાં છે. એવી રીતે આપ લોકોને અનુભવ થશે. જોતાં-જોતાં તે પોતે ખોવાઈ જવા લાગશે - હું ક્યાં છું અને શું જોઈ રહ્યો છું? જેમ સાકાર દ્વારા અનુભવ કરતાં હતાં કે સ્વયંથી જ ક્યારેક-ક્યારેક આશ્ચર્ય પામતાં હતાં; કે શું મારા પગ અહીંયા છે, અથવા મૂળવતન કે સૂક્ષ્મ વતનમાં છે? જેમ સાકાર દ્વારા તમને અનુભવ થતો હતો, તેવી જ રીતે પછી તમારાં દ્વારા બધાંને અનુભવ થશે. ત્યારે તો સમાન ની સ્ટેજ માં આવશો. તે ત્યારે થશે, જ્યારે વચમાં-વચમાં પોતાનાં આ સ્વરુપની સ્મૃતિ લાવતાં રહેશો. સાકારએ પણ ગુપ્ત-પુરુષાર્થ કર્યો. એ પ્રકારે તમારે લોકોએ પણ આ ગુપ્ત પુરુષાર્થ તથા ગુપ્ત મહેનત કરવાની છે. આટલું અટેન્શન (ધ્યાન) છે? ટેન્શન (ચિંતા) હોવાં છતાં પણ ધ્યાન રહે.
હમણાં તો હજી પણ રાત અને દિવસ માં આરામ કરવાનો સમય મળે છે, પરંતુ પછી તો આ રેસ્ટ (આરામ) લેવો, એ પણ સમાપ્ત થઈ જશે. પરંતુ જેટલાં અવ્યક્ત લાઈટ રુપમાં સ્થિત થશો, તેટલાં જ શરીર થી પરે નો અભ્યાસ હોવાનાં કારણે જો બે-ચાર મિનિટ પણ જેમ કે અશરીરી બની જશો, તો જાણે કે ચાર કલાક નો આરામ કરી લીધો. એવો સમય આવશે જેમ કે નિંદર ને બદલે ચાર-પાંચ મિનિટ અશરીરી બની જશો, જેમ કે નિંદર થી શરીર ને ખોરાક મળી જાય છે, તેમ જ આ પણ ખોરાક મળી જશે. શરીર તો જૂનું જ રહેશે. હિસાબ-કિતાબ તો જૂનાં જ હશે. માત્ર તેમાં આ એડિશન (વધારો) થશે. લાઈટ સ્વરુપ ની સ્મૃતિ ને મજબૂત કરવાથી હિસાબ-કિતાબ ચૂકતું કરવામાં પણ લાઈટ રુપ થઈ જશો. જેમ ઇન્જેક્શન લગાવવાથી પાંચ મિનિટમાં જ ફરક પડી જાય છે, તેમ જ નિંદર ની ગોળી લેવાથી પણ પરેશાની સમાપ્ત થઈ જાય છે. તમે પણ એમ જ સમજો કે આ અમે નિંદરનો ખોરાક લઇએ છીએ. એવી સ્ટેજ લાવવા માટે જ આ અભ્યાસ છે.
અમૃતવેલા પણ જેમ આ અભ્યાસ કરવાનો છે - અમે જેમ કે અવતરિત થયાં છીએ. ક્યારેક એવું સમજો કે હું અશરીરી અને પરમધામ નિવાસી છું અથવા અવ્યક્ત રુપમાં અવતરિત થઈ છું અને પછી સ્વયં ને ક્યારેક નિરાકાર સમજો. આ ત્રણ સ્ટેજ (સ્થિતિઓ) પર જવાની એવી પ્રેક્ટિસ (અભ્યાસ) થઈ જાય જેમ કે એક રુમ માંથી બીજા રુમમાં જવાનું હોય છે. તો અમૃતવેલા આ વિશેષ ‘અશરીરી-ભવ’ નું વરદાન લેવું જોઈએ હમણાં વિશેષ આ અનુભવ થાય. અચ્છા! ચઢતી કળા સર્વનું ભલું. ચઢતી કળા નું, પ્રેક્ટિકલ સ્વરુપ શું હોય છે? તેમાં બધાનું ભલું હોય છે. એનાથી જ ચઢતી કળા નો પોતાનો પુરુષાર્થ જોઈ શકશો. સર્વનું ભલું જ સિદ્ધ કરે છે કે ચઢતી કળા છે. હકીકત માં આ થર્મોમીટર છે.
તમારાં લોકોનો શરુઆત માં હતો શીતળા દેવી નો પાર્ટ. હમણાં છે - જ્વાળા દેવી નો પાર્ટ. પહેલાં સ્નેહ થી, સમીપ સંબંધમાં આવ્યાં અને હવે પછી, શક્તિ સ્વરુપ બનવાનું છે. હમણાં ફક્ત ગુણ અને સ્નેહ નો પ્રભાવ છે કે નોલેજ (જ્ઞાન) નો પ્રભાવ છે, પરંતુ સાક્ષાતમૂર્ત અનુભવ કરે કે આ કોઈ સાધારણ શક્તિ નથી. જેમ સૂર્ય ની કિરણો ફેલાય છે, તેમ જ માસ્ટર સર્વશક્તિમાન્ ની સ્ટેજ પર શક્તિઓ તથા વિશેષતાઓ રુપી કિરણો ચારેબાજુ ફેલાતી અનુભવ કરે. ‘હું વિઘ્નવિનાશક છું’, આ સમૃતિ ની સીટ પર સ્થિત થઈને કારોબાર ચલાવશો તો વિઘ્ન સામે સુધી પણ નહીં આવી શકે. અચ્છા!
આ અવ્યક્ત વાણીનો સાર
* જે પ્રકારે પ્રારંભ માં દેહઅભિમાન ને ખતમ કરવા માટે આ અભ્યાસ કર્યો કે ‘હું ચતુર્ભુજ છું’, તેમ જ પુરુષાર્થ નું અંતિમ લક્ષ્ય છે-અવ્યક્ત ફરિશ્તા થઈને રહેવું.
* કર્તવ્ય કરતાં પણ, આ સ્મૃતિ ને હજું વધારો કે હું ફરિશ્તા નિમિત્ત આ કાર્ય-અર્થ પૃથ્વી ઉપર પગ રાખી રહ્યો છું પરંતુ હું છું અવ્યક્ત દેશ નો. હું આ કાર્ય-અર્થ અવતરિત થયો છું.
* જે દેવી સ્વરુપ નો સાક્ષાત્કાર ભક્તો ને થશે તે લાઈટ રુપ નાં કાર્ભ (આભામંડળ) માં હરતાં-ફરતાં રહેવાથી થશે.
* તમારે લોકોએ અવ્યક્ત વતનવાસી સ્ટેજ સુધી પહોંચવાનું છે, ત્યારે જ તો સાથે ચાલી શકશો.
* જે નિમિત્ત બનેલાં મુખ્ય છે, સેવાધારી છે, રાજ્યભાગ્ય ની ગાદી લેવાવાળા છે, એવાં અનન્ય રત્ન લાઈટ હાઉસ ની જેમ ફરતાં ચારેબાજુ લાઈટ ફેલાવતાં રહેશે.
* પવિત્રતાની લાઇટનું પણ ચક્ર હોય અને સેવાનો પ્રકાશ ફેલાવવાનું પણ ચક્ર હોય ત્યારે કહેશે - ‘ચક્રધારી’. આવાં ચક્રધારી જ ચક્રવર્તી બની શકે છે.