Search for a command to run...
24 Apr 1974
હવે ત્રિમૂર્તિ લાઈટ નાં સાક્ષાત્કાર-મૂર્ત બનવાની તારીખ નક્કી કરો
24 April 1974 · ગુજરાતી
આજે આ સંગઠનની કઈ વિશેષતા બાપદાદા જોઈ રહ્યાં છે? શું દરેક પોતાની વિશેષતા ને જાણે છે? ત્રિમૂર્તિ બાપથી ત્રિમૂર્તિ વંશાવલી દરેકમાં આજે ત્રણ લાઇટ જોઈ રહી છે કે ત્રણેય લાઈટ પોતાની તરફ આકર્ષિત કરવાવાળી છે કે નંબરવાર છે? જ્યારે ત્રણેય લાઈટ ઝગમગતી દેખાશે ત્યારે જ બધાંને સાક્ષાત્કાર કરાવી શકશો. પ્યોરિટી (પવિત્રતા) ની લાઈટ, સતોપ્રધાન દિવ્ય દૃષ્ટિની લાઈટ અને મસ્તક મણિની લાઈટ, આ ત્રણેય સંપૂર્ણ બનાવવાની મુખ્ય વાતો છે. તો સ્વયં પોતાને પૂછો કે સદા સતોપ્રધાન આત્મિક દૃષ્ટિ, સદા દરેક સંકલ્પ, દરેક બોલ તથા કર્મમાં પવિત્રતાની ઝલક ક્યાં સુધી આવી છે? શું સદા સ્મૃતિ સ્વરુપ બન્યાં છો? જો તમારામાં એક વાતની પણ કમી હશે તો ત્રિમૂર્તિ લાઈટ નો સાક્ષાત્કાર નહીં કરાવી શકશો. આ પવિત્રતા જ સૌથી શ્રેષ્ઠ અને સહજ પબ્લિસિટી (પ્રચાર) છે અને આ અંતિમ પબ્લિસિટી નું રુપ છે, જે બીજી કોઈ પણ આત્માઓ કરી નથી શકતી. વિશ્વ પરિવર્તનનાં કાર્યમાં સૌથી પાવરફુલ (શક્તિશાળી) પબ્લિસિટીનું સાધન આપ વિશેષ આત્માઓનું આ જ છે. તો શું આવો પ્રચાર કરી રહ્યાં છો કે કોઈ એવી યોજના બનાવી છે કે એવી કોઈ વિચિત્ર ફિલ્મ બનાવી છે? જેમ સ્થૂળ ફિલ્મ જોઈને આજનાં લોકો પ્રભાવિત થાય છે, તેવી જ રીતે તમારાં બધાનાં મસ્તક અને નયન એવાં વિચિત્ર અનુભવ કરાવવાની ફિલ્મ બતાવે, તો શું લોકોમાં પરિવર્તન નહીં આવે? જેમ પડદાની સામે બેસવાથી ભિન્ન-ભિન્ન દૃશ્ય પડદા ઉપર દેખાય છે તેવી જ રીતે તમારી સામે આવવાથી અનેક પ્રકારની દિવ્ય દૃષ્ટિ દેખાશે. શું આવી રીલ તૈયાર કરી રહ્યાં છો? આ જ પુરુષાર્થમાં લાગી ગયાં છો કે હજી સુધી પોતાને જ સીટ પર સેટ (સ્થિર) કરવામાં લાગ્યાં છો?
દુનિયાની આત્માઓને આજકાલ કંઈક નવી વાત જોઈએ છે જે ક્યારેય કોઈનાં સંકલ્પ માં પણ ન હોય. એવાં કર્તવ્ય દેખાડવા માટે કોણ નિમિત્ત બનશે?- મહારથી. દરેક પોતાને મહારથી તો સમજો છો ને? જયારે ભવિષ્ય માં સદા શ્રીલક્ષ્મી, શ્રીનારાયણ બનવાની હિંમત રાખો છો અને ચંદ્રવંશી માં કોઈ પણ હાથ નથી ઉઠાવતાં, તો સૂર્યવંશી બનવાવાળા મહારથી થયાં ને? જ્યારે બધાં મહારથી આવું મહાન કાર્ય કરવામાં લાગી જાય, તો વિશ્વ પરિવર્તન કેટલાં સમય માં થશે? મહારથીઓનું સંગઠન સમય-પ્રતિ-સમય થતું જ રહે છે. હમણાનાં સંગઠન માં પણ શું વીતી ગયેલાં સંગઠન પ્રમાણે જ પ્લાન (યોજના) બનાવશો કે પછી પ્રેક્ટીકલ (વ્યવહારિક) પ્રભાવની ડેટ (તારીખ) પણ નક્કી કરશો? જેમ અન્ય બધી વાતો માટે યોજના અને ડેટ નક્કી કરો છો તેવી જ રીતે સંપૂર્ણ સફળતા ત્રિમૂર્તિ લાઈટનાં સાક્ષાત્કાર-મૂર્ત બનવાની યોજના અને તારીખ આ વખતે નક્કી કરશો કે એનાં માટે કોઈ બીજી મીટીંગ થશે? સાયન્સ વાળા (વૈજ્ઞાનિકો) ટાઈમ-બોમ્બ બનાવે છે તો શું તમે ટાઈમ-બોમ્બસ નથી બનાવતાં? તમે માત્ર બોમ્બસ જ બનાવો છો શું? કે વિચારો છો કે હજી તો ધરણી (ભૂમિ) નથી બની કે જે પ્રત્યક્ષ ફળ નીકળી આવે.
આજકાલનાં જમાનામાં ધરણી ને પરિવર્તન કરવી કોઈ મુશ્કેલ વાત નથી. કેવી પણ ધરણી (ધરતી) માં આજકાલ વિજ્ઞાન ફળ પેદા કરી દે છે ને? નિરાશાવાદી ને પણ આશાવાદી બનાવી દે છે ને? તો આપ માસ્ટર સર્વશક્તિમાન, તાજ, તખ્ત અને તિલકધારી શું નિરાશાવાદી ને આશાવાદી નથી બનાવી શકતાં? અસંભવને સંભવ કરવાની આ ચેલેન્જ (પડકાર) આપ બ્રાહ્મણોનો સ્વધર્મ છે અર્થાત્ ધારણા છે, તો સ્વધર્મ માં સ્થિત થવું સહજ છે કે મુશ્કેલ છે? જે બોર્ડ લગાવો છો એમાં શું લખો છો? એક સેકન્ડમાં જન્મસિદ્ધ-અધિકાર પ્રાપ્ત કરો. તો જરુર એક સેકન્ડમાં પ્રાપ્ત કરવાનો પ્લાન પ્રેક્ટિકલ (વ્યવહાર) માં છે, ત્યારે જ તો લખો છો ને? તો આ જ અસંભવ ને સંભવ કરવાની ચેલેન્જ કરો છો ને? તો આવું ફાસ્ટ (ઝડપી) કર્તવ્ય ક્યારથી શરું કરશો? પરંતુ બોર્ડની નીચે બીજાં પણ શબ્દ લખો છો - ‘અભી નહીં તો કભી નહીં’ (હમણાં નહિં તો ક્યારેય નહિં). પછી તો હમણાંથી જ થવું જોઈએ ને? તો આ વર્ષમાં કોઈ એવી અનોખી યોજના બનાવો. શું પહેલાં સાક્ષાત્કાર-મૂર્ત તૈયાર છો? કારણ કે ભક્તિમાં પણ નિયમ છે કે જરા પણ ખંડિત મૂર્તિ, પૂજા અથવા મંદિર યોગ્ય નથી બની શકતી, અને ન તો દર્શનીય-મૂર્ત બની શકે છે. ડ્રામા (નાટક) નો પડદો ખુલી જાય અને મૂર્તિ સંપન્ન નહીં હશે, તો શું આ શોભશે? જેમ શણગારમાં સોળ શણગાર પ્રસિદ્ધ છે, તો શું એવાં જ સંપૂર્ણ સોળે કળા સંપન્ન બન્યાં છો? અથવા સમય પર જે કળાની આવશ્યકતા હોય, શું એ સમયે તે કળા સ્વરુપ માં નથી લાવી શકતાં? જો સ્મૃતિ માં આવે છે પણ સ્વરુપ માં નથી લાવી શકતાં તો તમને સફળતા કેવી રીતે મળશે? જો યુદ્ધ સ્થળમાં સમય પર શસ્ત્ર ઉપયોગમાં ન લાવી શકો, તો શું વિજય થશે? પહેલાં સ્વયં ને સંપન્ન બનાવવાનો પ્રેક્ટિકલ પ્લાન બનાવો તો સહજ સફળતા તમારી સામે આવી જશે.
હમણાં સુધી પરિણામ શું જોયું છે? સ્વયં ની અને અન્ય આત્માઓની બંનેની સેવા સાથે-સાથે અને સદા રહી. બંનેનું બેલેન્સ (સંતુલન) સમાન રહ્યું એવું દેખાય છે? બંનેનું સંતુલન વિશ્વની દરેક આત્મા ને બ્લિસ (આનંદ) અપાવવા માટે નિમિત્ત બનશે. આમ તો બધાં કાર્ય બાપ નાં છે પરંતુ જેમ બીજાં કાર્યમાં નિમિત્ત બનેલાં છો, તો આમાં કેમ ભૂલી જાઓ છો? જેવી રીતે ભક્ત લોકો ને જ્યારે કોઇ કાર્ય મુશ્કેલ લાગે છે, તો ભગવાન ઉપર છોડી દે છે ને? સહજ માં સ્વયં અને મુશ્કેલ માં ભગવાન. હવે તો બાપે સર્વ શક્તિઓનાં અને સર્વ કર્તવ્યનાં તમને નિમિત્ત બનાવી દીધાં છે ને? કારણ કે બાપે પોતાને વાનપ્રસ્થી બનાવીને તમને બધાંને તખ્તનશીન અને તાજધારી બનાવી દીધાં છે. જે બાપની જવાબદારીઓ રહેલી છે તે હવે તમારાં બાળકોની છે. હા, બાપ મદદગાર અવશ્ય છે. પરંતુ સાકારી સ્વરુપ માં, અને નામ રોશન કરવામાં સન શોઝ ફાધર (પુત્ર બાપને પ્રત્યક્ષ કરે) છે. એટલાં માટે તમે બધાં જવાબદાર આત્માઓ છો, પરંતુ સાધારણ આત્માઓ નથી. તમે જ્ઞાની તું આત્માઓ અને વિજયી રત્ન છો, સમજ્યાં!- આ છે મહારથીઓનું કાર્ય.
પ્રત્યક્ષ ફળ નો પ્રેક્ટિકલ પ્લાન બનાવવાવાળા, સદા વિજય અમારો જન્મસિદ્ધ અધિકાર છે, એવો અધિકાર પ્રાપ્ત કરવાવાળા, ચેલેન્જ (પડકાર) ને પ્રેક્ટિકલ માં લાવવાવાળા, સદા સંપન્ન, સાક્ષાત્કાર-મૂર્ત ત્રિમૂર્તિ લાઈટ ધારણ કરવાવાળા ત્રિમૂર્તિવંશી, એક સેકન્ડમાં ત્રણેય શક્તિઓ દ્વારા સાથે-સાથે કામ કરવાવાળા અને બાપદાદા નાં સદા સાથી, એવાં મહાવીરો ને બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડ નાઈટ. અચ્છા.
અવ્યક્ત વાણીનો સાર
* સ્વયમાં એ જોતાં રહો કે સદા સ્મૃતિ સ્વરુપ, સદા સતોપ્રધાન આત્મિક દૃષ્ટિ, સદા દરેક સંકલ્પ, બોલ અને કર્મમાં પવિત્રતાની ઝલક ક્યાં સુધી આવી છે ત્યારે જ ત્રિમૂર્તિ લાઈટનો સાક્ષાત્કાર કરાવી શકશો.