Search for a command to run...
2 Feb 1976
ભક્તો અને પાંડવો નો પોતામેલ
2 February 1976 · ગુજરાતી
આજે બાપ-દાદા પોતાનાં ત્રણ પ્રકાર નાં બાળકોનાં પોતામેલ જોઈ રહ્યાં હતાં. ત્રણ પ્રકાર કયાં? એક - મુખ-વંશાવલી બ્રાહ્મણ જે બાપ-દાદા ની સાથે-સાથે નવી દુનિયાની સ્થાપના નાં કાર્ય માં સહયોગી છે. બીજા - બાપ-દાદા નાં, બ્રાહ્મણો નાં સુમિરણ માં કે પોકારવામાં સદા મસ્ત રહેવા વાળા ભક્ત. ત્રીજા - જૂની દુનિયાને પરિવર્તન કરવા અર્થ નિમિત્ત બનેલાં યાદવ. આ ત્રણેય નાં સંબંધ થી સ્થાપના નું કાર્ય સંપન્ન થવાનું છે. એટલે ત્રણેય નાં કાર્ય નો પોતામેલ જોઈ રહ્યાં હતાં. તો શું જોયું? કાર્ય-અર્થ નિમિત્ત બનેલાં ત્રણ પ્રકારનાં બાળકો પોત-પોતાના કાર્યમાં લાગેલાં તો જરુર છે પરંતુ ત્રણેય કાર્યકર્તાઓ નાં કાર્ય માં જ્યાં સુધી તીવ્રતા માં અતિ નથી થઈ ત્યાં સુધી અંત નથી થઈ શકતો. કારણ કે અંત ની નિશાની અતિ છે. ત્રણેય માં કાર્ય નો ફોર્સ છે, પરંતુ ફુલ ફોર્સ જ કાર્ય નાં કોર્સ ને સમાપ્ત કરશે.
ભક્તોનાં પોતામેલ માં ભક્તિનાં અલ્પકાળ નું ફળ જે ભક્તો ને પ્રાપ્ત થાય છે એમાં જોયું કે ૭૫% ભક્ત ફક્ત પોતાનું નામ, માન અને શાન પ્રતિ સ્વાર્થ સ્વરુપ નાં ભક્ત છે. એટલે એમનાં કર્મનાં ફળ નું ખાતું સમાપ્ત થયેલું છે. બાપે ફળ આપવાની આવશ્યકતા નથી. બાકી ૨૫% ભક્ત નંબર વાર લગન પ્રમાણે ભક્તિ કરી રહ્યાં છે. એમની ભક્તિ નું ફળ આ જૂની દુનિયામાં પ્રાપ્ત થવાનું છે કારણ કે ભક્તિ નું ખાતું હવે અડધાં કલ્પ માટે સમાપ્ત થવાનું છે. એમની ગતિ વિધિ શું જોઈ કે ભક્તો ને પણ પોતાની ભક્તિનું ફળ - હમણાં-હમણાં કર્યું, હમણાં-હમણાં મળ્યું. અર્થાત્ અલ્પકાળ ની લગન નું ફળ હમણાં જ અલ્પકાળ માં પ્રાપ્ત થઈ જાય છે, ભવિષ્ય જમા નથી થતું. ભક્તો ની પ્રાપ્તિ નું રુપ એવું છે કે જેમ વરસાદ ની ઋતુ માં કીડીઓ ને પાંખ લાગી જાય છે અને તેઓ ખૂબ જ ખુશી માં ઉડવા લાગે છે. પરંતુ એ અલ્પકાળ ની ઉડાન એ જ ઋતુ માં એમને સમાપ્ત કરી દે છે. ત્યાં જ પ્રાપ્તિ અને ત્યાં જ સમાપ્તિ. એમ જ હમણાનાં ભક્ત અર્થાત્ કળયુગી તમોપ્રધાન ભક્ત અલ્પકાળ ની ફળ ની પ્રાપ્તિ માં ખુશ થઈ જવા વાળા છે. એટલે એમની ફળ ની પ્રાપ્તિ નું કાર્ય ડ્રામા અનુસાર જેમ કે સમાપ્ત થયેલું જ છે. ફક્ત ૫% પ્રાપ્તિ નું કાર્ય હવે રહેલું છે, જે હવે અતિ અર્થાત્ ફુલ ફોર્સ થી ચિલ્લાવશે. એમાં પણ વિશેષ શક્તિઓને પોકારશે કે “વરદાન આપો, શક્તિ આપો, સાહસ અને હિંમત આપો.” હવે આ અતિ માં જઈને પછી સમાપ્ત થવાનું છે. તો ભક્તો નાં પોતામેલ નું રજિસ્ટર સમાપ્ત થયેલું જ છે. જે થોડું- ઘણું રહ્યું છે એ હમણાં-હમણાં કર્મ અને હમણાં-હમણાં ફળ નાં રુપ માં સમાપ્ત થઈ જશે. આ હતાં ભક્તો નાં સમાચાર.
બીજા - યાદવ સેના નાં સમાચાર. એમનાં પોતામેલ માં શું જોયું? દરેક કદમ માં એમના પ્રશ્ન ચિન્હ (?) જોયાં. ઝડપ તીવ્ર કરવાનાં ખૂબ જ ચાત્રક જોયાં. પરંતુ જેટલી ઝડપ ને તીવ્ર કરતાં, એટલાં જ પ્રશ્ન ચિન્હ ની દિવાલ વારંવાર આવવાનાં કારણે ઝડપ ને તીવ્ર નથી કરી શકતાં. પ્રશ્ન ચિન્હ કયાં? એક તો શરુઆત કોણ કરે - હું કરું કે તે કરે? બીજું - હમણાં કરીએ કે ક્યારે કરીએ? ત્રીજું - આનું પરિણામ શું હશે? ક્યારેક ક્રોધ અગ્નિ પ્રજ્વલિત થાય, ક્યારેક પછી ‘શું થશે’ નાં સંકલ્પ રુપી પાણી છાંટા સમાન અગ્નિ ને શીતળ કરી દે છે. ચોથો પ્રશ્ન આ બધું કરાવવા વાળા કોણ, પ્રેરક કોણ? એમાં મૂંઝાઈ થઈ જતાં. એમની ગતિ વિધિ શું જોઈ? પોતાની જાતને જ નથી સમજી રહ્યાં. હોશ અને જોશ - એ જ દુવિધામાં છે. એટલે સ્વયં થી જ હેરાન થઈ જાય છે. એકાંતવાસી બનવાં ઈચ્છે છે, પરંતુ બુદ્ધિ એકાગ્ર નથી થતી. એટલે વારંવાર જોશ માં આવી જતાં. ખૂબ જ ઝડપ થી યોજનાઓ બનાવતાં, પૂરી તૈયારી પણ કરી લેતાં, સમય, સેના, શસ્ત્ર અને સ્થાન બધું સેટ કરી લે છે, એમ જ સમજે છે કે હવે થયું કે થયું. ખુબજ ઝડપ થી તૈયારી માં રહેતાં. પરંતુ છેલ્લે પ્રેક્ટિકલ નાં સમયમાં મૂંઝવણ રુપી ચિન્હ લાગી જતું. એટલે એમની તૈયારીમાં ફક્ત પ્રેરકની પ્રેરણા નો એક સેકન્ડ નો ફરક છે. વ્યવસ્થા છે પરંતુ તેઓ તે સેકન્ડ ની પ્રેરણાની પ્રતીક્ષા માં છે. એમની ગતિ વિધિ સેકન્ડ સુધી પહોંચી છે. તૈયારી સમાપ્ત કરી પ્રતીક્ષા કરી રહ્યાં છે. તો એમનો પોતામેલ સંપન્ન તૈયારીઓ નો જોયો. હમણાં ફક્ત એક જ કાર્યમાં લાગેલાં છે - રિફાઈન છે પરંતુ પોતાનાં વિવેક દ્વારા પોતાની તૈયારી ને ફાઈનલ કરી રહ્યાં છે. ફાઈનલ કરવાની એક ફાઈલ હજું રહેલી છે. આ હતાં યાદવો નાં સમાચાર. હવે પોતાનાં સાંભળવાની ઈચ્છા છે?
પ્રેરણા લેવા વાળા તો તૈયાર છે પરંતુ પ્રેરણા આપવા વાળાનાં શું હાલ છે? આમ તો કહેવત છે - ‘આપવા વાળા આપે, લેવા વાળા થાકી જાય.’ પરંતુ આ વાત માં લેવા વાળા, ન મળવાનાં કારણે થાકી રહ્યાં છે. લેવા વાળા લેવા માટે તૈયાર છે અને આપવા વાળા સ્વયં માં જ હજી સુધી લાગેલાં છે. તો બ્રહ્મા મુખવંશાવલી બ્રાહ્મણોનો પોતામેલ શું થયો? એ જાણો છો કે સંભળાવે? બ્રાહ્મણો નાં રજિસ્ટર માં વિશેષતા શું જોઈ? વિશ્વ-પરિવર્તન અથવા વિશ્વ-કલ્યાણ ની શુભ ભાવના અધિકાંશ ની પાસે ઈમર્જ (જાગૃત) છે, પરંતુ ચાલતાં-ચાલતાં જેમ યાદવો ની ઝડપ પ્રશ્ન-ચિન્હ (?) નાં કારણે તીવ્ર નથી થતી, એમ બ્રાહ્મણોની શ્રેષ્ઠ ભાવના નું પ્રત્યક્ષ ફળ પ્રાપ્ત થવાનું જ હોય છે કે વચમાં કોઈ-ને-કોઈ રોયલ રુપ ની કામના શુભ કામના ને મર્જ (વિસ્મૃત) કરી દે છે. તો બ્રાહ્મણોની ગતિ વિધિ માં શુભ ભાવના અને રોયલ રુપ ની કામના - આ બંનેની કળાબાજી ચાલી રહી છે. જેમ પાકેલા ફળ ને પંખી સમાપ્ત કરી દે છે એમ ભાવના નાં પ્રાપ્ત થયેલા ફળ ને કામના રુપી પંખી સમાપ્ત કરી દે છે. તો બ્રાહ્મણોની પરિવર્તન કરવાની વિધિ સિદ્ધિ-સ્વરુપ ન બનવાનાં કારણે ભાવના બદલાઈ ‘કામના’ થઈ જાય છે. એટલે પુરુષાર્થ જ્વાળા રુપ માં નથી થતો. બ્રાહ્મણો નું જ્વાળા-રુપ વિનાશ જ્વાળા ને પ્રજ્વલિત કરશે. એટલે બ્રાહ્મણો નાં પોતામેલ માં હવે લાસ્ટ સો ફાસ્ટ પુરુષાર્થ જ્વાળા-રુપ નો જ રહેલો છે. યાદવો નું કાર્ય જેમ સંપન્ન થયેલું જ છે, પાંડવો નું કાર્ય સંપન્ન થવાનું છે. પાંડવો નાં કારણે યાદવ રોકાયેલાં છે. પાંડવોની શ્રેષ્ઠ શાન, રુહાની શાન ની સ્થિતિ યાદવો ની પરેશાની વાળી પરિસ્થિતિ ને સમાપ્ત કરશે. તો પોતાની શાન થી પરેશાન આત્માઓ ને શાંતિ અને ચેન નું વરદાન આપો. સમજ્યાં? ત્રણેય નાં પોતામેલ સાંભળ્યાં? અચ્છા!
એવાં જ્વાળા-સ્વરુપ સર્વ વિનાશી કામનાઓને શ્રેષ્ઠ અને શુભ ભાવના માં પરિવર્તન કરવા વાળા, ભક્તો ને અલ્પ-કાળ નું અંતિમ ફળ મહાદાની, વરદાની રુપ માં આપવા વાળા દાતા અને વરદાતા બાપ સમાન સદા આપવા વાળી અને સર્વની મનોકામનાઓ ને સંપન્ન કરવાવાળી સંપૂર્ણ ફરિશ્તા આત્માઓ ને બાપ-દાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.