Search for a command to run...
7 Dec 1978
બાપ સમાન સંપૂર્ણ બનવા નાં ચિન્હ
7 December 1978 · ગુજરાતી
સદા પોતાની સ્મૃતિ ની સમર્થી થી પોતાનાં ત્રણેય સ્થાન અને ત્રણે સ્થિતિ, નિરાકારી, આકારી અને સાકારી ત્રણે સ્થિતિ માં સહજ જ સ્થિત થઈ શકો છો? જેમ આદિ સ્થિતિ સાકાર સ્વરુપ માં સહજ જ સ્થિત રહો છો, એમ અનાદિ નિરાકારી સ્થિતિ એટલી જ સહજ અનુભવ થાય છે? હમણાં-હમણાં અનાદિ, હમણાં-હમણાં આદિ સ્મૃતિ ની સમર્થી દ્વારા બન્ને સ્થિતિ માં સમાનતા અનુભવ થાય - એવો અનુભવ કરો છો? જેમ સાકાર સ્વરુપ પોતાનો અનુભવ થાય છે, સ્થિત થવું નેચરલ અનુભવ કરો છો - એમ પોતાનાં અનાદિ નિરાકારી સ્વરુપ માં, જે સદા એક અવિનાશી છે, એ સદા એક અવિનાશી સ્વરુપ માં સ્થિત થવું પણ નેચરલ હોય. સંકલ્પ કર્યો અને સ્થિત થયાં - એને કહેવાય છે બાપ સમાન સંપૂર્ણ અવસ્થા, કર્માતીત અંતિમ અવસ્થા. તો સ્વયં પોતાને પૂછો-અંતિમ સ્ટેજ ની કેટલાં સમીપ પહોંચ્યાં છો? જેટલાં સંપૂર્ણ અવસ્થા ની નજીક હશો અર્થાત્ બાપ ની નજીક હશો એ જ અનુસાર ભવિષ્ય પ્રાલબ્ધ માં પણ રાજ્ય અધિકારી હશો. સાથે-સાથે આદિ ભક્ત જીવનમાં પણ સમીપ સંબંધ માં હશો. પૂજ્ય અથવા પુજારી બંને જીવનમાં સાકાર બાપ ની સમીપ હશો અર્થાત્ આખા કલ્પ માં આદિ આત્માનાં સંબંધ-સંપર્ક માં રહેશો. હીરો પાર્ટધારી આત્મા ની સાથે-સાથે આપ આત્માઓ નો પણ ભિન્ન નામ રુપ થી વિશેષ પાર્ટ હશે. હમણાં ની સંપૂર્ણ સ્થિતિ ની નજીક થી અર્થાત્ બાપદાદા ની સમીપતા નાં આધાર થી આખાં કલ્પની સમીપતા નો આધાર છે એટલે જેટલું ઈચ્છો એટલું પોતાની કલ્પની પ્રાલબ્ધ બનાવો. સમીપતા નો આધાર શ્રેષ્ઠતા છે. શ્રેષ્ઠતા નો આધાર પોતાનાં મરજીવા જીવનમાં વિશેષ બે વાતોની ચેકિંગ કરો - એક સદા પરોપકારી રહયાં છીએ. બીજું આદિ થી હમણાં સુધી સદા બાલ-બ્રહ્મચારી રહ્યાં છીએ? મરજીવા જીવન નાં આદિકાળ થી અર્થાત્ બાળપણ થી હમણાં સુધી સદા બ્રહ્મચારી રહ્યાં છીએ? બ્રહ્મચારી જીવન અર્થાત્ બ્રહ્મા સમાન પવિત્ર જીવન. જેને બ્રહ્મચારી કહો કે બ્રહ્માચારી કહો - આદિ થી અંત સુધી અખંડ રહ્યાં છો? જો વારંવાર ખંડિત રહ્યાં છો, તો બાલ-બ્રહ્મચારી કે સદા બ્રહ્મચારી ન કહી શકાય. કોઈ પણ પ્રકારની પવિત્રતા અર્થાત્ સ્વચ્છતા ખંડિત થઈ છે તો પરમ પૂજનીય નથી બની શકતાં. બાપ સમાન ન હોવાનાં કારણે સમીપ સંબંધ માં નથી આવી શકતાં. એટલે શ્રેષ્ઠતા નો આધાર, સમીપતા નો આધાર બાલ-બ્રહ્મચારી અર્થાત્ સદા બ્રહ્મચારી, જેને જ ફોલો ફાધર પણ કહેવાય છે. તો સ્વયં ને ચેક કરો, અખંડ છે? અખંડ રહેવા વાળા ને સર્વ પ્રાપ્તિઓ પણ અખંડ અનુભવ થાય છે. ખંડિત પુરુષાર્થી ને પ્રાપ્તિઓ પણ અલ્પકાળ અનુભવ થાય છે. પોતાનું રજીસ્ટર ચેક કરો સદા સાફ રહયું છે? કોઈ પણ પ્રકાર નાં ડાઘ થી રજીસ્ટર ને ખરાબ તો નથી કર્યું? સદા બ્રહ્મચારી અર્થાત્ સંકલ્પ માં પણ કોઈ પ્રકાર ની અપવિત્રતા વૃત્તિ ને ચંચળ ન બનાવે. પહેલી હાર વૃત્તિ ની ચંચળતા, પછી દૃષ્ટિ અને કૃતિ ની ચંચલતા હોય છે. વૃતિ ની ચંચળતા રજીસ્ટર ને ડાઘ વાળું બનાવી દે છે એટલે વૃત્તિ થી પણ સદા બ્રહ્મચારી.
આજે બાપદાદા બાળકોનાં આ રજીસ્ટર ને જોઈ રહ્યાં હતાં કે કેટલાં બાળકો સદા બ્રહ્મચારી છે અને કેટલાં બ્રહ્મચારી છે? બાળ બ્રહ્મચારી નું મહત્વ હોય છે, બાલ બ્રહ્મચારી વર્તમાન સમયે પણ પૂજ્ય અર્થાત્ શ્રેષ્ઠ છે. બાપદાદા પણ એવાં બાળકોને પૂજ્ય બાળકો નાં રુપમાં જુએ છે. વિશ્વ ની આગળ પણ હજી અંત માં પૂજ્ય નાં રુપમાં પ્રત્યક્ષ થશે. બાપ ની આગળ પૂજ્ય પ્રસિદ્ધ થવા વાળા સદા સમીપ સંબંધ માં રહે છે. આમ પોતાનું રજીસ્ટર જોજો. બીજી વાત-પરોપકારી આનો પણ વિસ્તાર બહુ જ ગુહ્ય છે. આનો વિસ્તાર સ્વયં વિચારજો. વિશ્વ નાં પ્રતિ અને બ્રાહ્મણ પરિવાર નાં પ્રતિ બંને સંબંધ માં સદા ઉપકારી બન્યાં છો કે ક્યારેક સ્વ-ઉપકારી અથવા ક્યારેક પરોપકારી. હકીકત માં પરોપકાર જ સ્વ-ઉપકાર છે. આ રીતે આ વાત માં પણ પોતાનું રજીસ્ટર ચેક કરજો પછી બાપદાદા પણ સંભળાવશે. સમજ્યાં, અચ્છા.
સદા પોતાનાં અનાદિ અને આદિ સ્વરુપ માં સહજ સ્થિત થવા વાળી, સદા સ્વચ્છ અને સ્પષ્ટ રહેવા વાળી પૂજ્ય આત્માઓ, આખા કલ્પમાં સમીપ સંબંધ માં આવવા વાળી આત્માઓ, સદા બ્રહ્મચારી બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
ટીચર્સ થી મુલાકાત:-
શિક્ષકો ને વિશેષ લિફ્ટ છે કારણ કે શિક્ષક નું કામ જ છે સર્વ આત્માઓને માર્ગદર્શન કરાવવું. તો દિવસ-રાત એક જ લગન માં રહેવા વાળા, એક ની જ યાદ અને એક જ કાર્ય - આનાથી એકરસ સ્થિતિ સહજ જ બની જાય છે. એક ની લગન માં રહેવાથી સહજ મંઝિલ નો અનુભવ થાય છે. એક જ એક છે તો સહજ માર્ગ થઈ ગયો ને? સેકન્ડ માં બટન ચાલુ કર્યું અને માર્ગ પર પહોંચ્યાં. વિચાર્યુ અને સ્વરુપ થયું આ છે લિફ્ટ. શિક્ષકે પોતાનાં ભાગ્ય ને જોઈ સદા બાપ નાં ગુણ ગાવાં જોઈએ. વાહ બાબા અને વાહ ડ્રામા આ જ ગીત સદા ચાલતું રહે. આ જ ખુશી માં ભલે તન નું બંધન હોય, ભલે મન નું હોય પરંતુ કાંઇ નહીં લાગશે. સદા બીઝી (વ્યસ્ત) રહેવાથી કોઈ પણ પ્રકાર થી માયાનો વાર, વાર નહીં કરી શકે. માયા ની હાર થશે વાર ન થઈ શકે.
સમીપ આત્માઓ માટે પુરુષાર્થ પણ એક મનોરંજન નું સાધન બ્રહ્મા બાપ ની જે પહેલી વિશેષતા છે નષ્ટોમોહા જેનાં આધાર પર જ સદા સ્મૃતિ સ્વરુપ બન્યાં, તો એમ ફોલો ફાધર (બાપનું અનુસરણ) કરો છો? આ જ વિશેષતા થી સમીપ આત્મા બની જશો. સ્વયં થી કે સર્વ થી નષ્ટોમોહા, એટલે સમીપ આત્માઓને સહજ જ સર્વ પ્રાપ્તિઓ થાય છે. પુરુષાર્થ પણ એક રમત અનુભવ થાય છે, મુશ્કેલ નહીં. પુરુષાર્થ કરવો પણ એક મનોરંજન છે. જેમ કોઈ હિસાબ કરો અને મનોરંજન રીતે હિસાબ કરો તો ફરક પડી જાય છે ને, તો સમીપ આત્મા ને પુરુષાર્થ મનોરંજન અનુભવ થાય. સમીપ આત્મા ની મુખ્ય નિશાની - આદિ થી અંત સુધી મુશ્કેલી નો અનુભવ ન હોય.
સફળતાનો આધાર સાક્ષી અને સાથીપણા નો અનુભવ સદા સ્વયં ને બાપ નાં સાથી સમજીને ચાલો છો. જો સાથીપણા નો અનુભવ હશે તો સાક્ષીપણા નો અનુભવ હશે કારણ કે બાપ નો સાથ હોવાનાં કારણે જેમ બાપ સાક્ષી થઈ પાર્ટ ભજવે છે તેમ તમે પણ સાથી હોવાનાં કારણે સાક્ષી થઈ પાર્ટ ભજવશો. તો બંને અનુભવ, અનુભવ કરો છો, એકલાં નહીં પરતું સદા સર્વશક્તિમાન નો સાથ છે. જ્યાં સાથ છે ત્યાં સફળતા તો સ્વતઃ જ થયેલી છે. આમ પણ ભક્તિમાર્ગમાં આ જ પોકારે છે કે થોડા સમય માટે સાથ નો અનુભવ કરાવી દો, ઝલક દેખાડી દો પરંતુ હવે શું થયું? સર્વ સંબંધ થી સાથી થઈ ગયાં. ઝલક કે દર્શન અલ્પકાળ નાં માટે હોય છે પરંતુ સંબંધ સદાકાળ નો હોય છે, તો હવે બાપ નાં સમીપ સંબંધ માં આવી ગયાં કે હજી સુધી જિજ્ઞાસુ છો? જીજ્ઞાસા ત્યાં સુધી હોય જ્યાં સુધી પ્રાપ્તિ નથી. હવે જિજ્ઞાસુ નહીં અધિકારી છો, દરેક સેકન્ડ નો સાથ છે, દરેક સેકન્ડ સંબંધ નાં કારણે સમીપ છો. જીવનમાં સાથી ની ખોજ કરે છો અને સાથી નાં આધાર પર જ પોતાનું જીવન વિતાવે છે, હવે કયો સાથી બનાવ્યો છે? અવિનાશી સાથી. બીજા કોઈ પણ સાથી સમય પર કે સદા નથી પહોંચી શકતાં પરંતુ બાપદાદા સદા અને સેકન્ડ માં પહોંચી શકે. આ જન્મ-જન્મ નો સાથ છે, ભવિષ્ય માં પણ બાપ નો તો સાથ રહેશે ને. શિવ બાપ સાક્ષી થઈ જશે અને બ્રહ્મા બાપ સાથી થઈ જશે. હમણાં બંને સાથી છે. એવો અનુભવ કરવા વાળા સદા ખુશ રહે છે, જે પામવું હતું તે પામી લીધું તો ખુશી હશે ને! પામી લીધું છે, બાકી છે બાપ સમાન સ્વયં ને બનાવવાં, આમાં નંબરવાર છે.
શક્તિ સેના ને બાપદાદા વિશેષ ચઢતી કળાનો સહયોગ આપે છે? કારણ કે શક્તિઓ ને, માતાઓ ને બધાએ નીચે પાડ્યાં હવે બાપ આવીને ઊંચા ચઢાવે છે. પોતાનાથી પણ આગળ શક્તિઓને રાખે છે તો શક્તિઓને વિશેષ ખુશી થવી જોઈએ. શક્તિ નો ચહેરો સદા ચમકતો દેખાઈ આવે, કારણ બાપે વિશેષ આગળ રાખ્યાં છે. એમ પણ કોઈ અલ્પકાળ ની પ્રાપ્તિ થાય છે તો એની ચમક ચહેરા પર દેખાઈ આવે છે, આ કેટલી પ્રાપ્તિ છે! માતાઓ ક્યારેય રડતી તો નથી ને, ક્યારેય આંખોમાં આંસુ ભરાય છે? હવે નયનો માં રુહાનિયત આવી ગઈ જ્યાં રુહાનિયત હશે ત્યાં આંસુ નહીં હશે. પાંડવ આંખો થી રડે છે કે મન થી? જ્યારે સુખ નાં સાગરમાં સમાવવા વાળા છો તો રડવું ક્યાંથી આવે. રડવુ અર્થાત્ દુઃખ ની નિશાની, સુખ નાં સાગર માં સમાયેલાં રડી કેવી રીતે શકે? ક્યારેય પણ દુઃખ ની લહેર સ્વપ્ન માં પણ ન આવે. સ્વપ્ન પણ સુખ સ્વરુપ હોય કારણ કે સુખ નાં સાગર પોતાનાં સમીપ સંબંધ માં આવી ગયાં, તો સદા સુખ માં, ખુશી માં રહો ક્યારેય રડશો નહીં. સતયુગ માં તમારી પ્રજા રડશે શું? તો હોવનહાર રાજા કેમ રડે? શક્તિઓ તો એક સેમ્પલ (ઉદાહરણ) છે જો સેમ્પલ રડવા વાળું હશે તો બીજા સોદો કેવી રીતે કરશે એટલે ક્યારેય નહીં રડતાં, ન આંખો થી રડવું ન મન થી. સમજ્યાં.