Search for a command to run...
10 Dec 1978
વિસ્તાર ને ન જોતાં સાર અર્થાત્ બિંદુ ને જુઓ
10 December 1978 · ગુજરાતી
મધુબન નિવાસી અર્થાત્ મધુરતા નાં સાગર માં સદા લહેરાવવા વાળા બાપદાદા ની વિશેષ કર્મભૂમિ, ચરિત્ર ભૂમિ, મધુર મિલન-ભૂમિ કે મહાન પુણ્ય ભૂમિ, એવી ભૂમિ નાં સદા નિવાસી કેટલી મહાન આત્માઓ છે? નિરાકાર બાપ ને પણ આ સાકાર ભૂમિ થી વિશેષ સ્નેહ છે, એવી ભૂમિ નાં નિવાસી સ્વયં ને પણ સદા એવાં અનુભવ કરે છે? મધુબન અર્થાત્ મધુર ભૂમિ. વૃત્તિ ની પણ મધુરતા, વાણી ની પણ મધુરતા અને દરેક કર્મ માં પણ સદા મધુરતા. જેવી ભૂમિ તેવી જ ભૂમિ માં રહેવાવાળી મહાન આત્માઓ. મધુબન થી જે આત્માઓ અનુભવ કરીને જાય છે એ પણ શું કહે છે? મધુબન છે સંગમયુગી સ્વર્ગ અર્થાત્ સ્વર્ગ ભૂમિ માં રહેવા વાળા. હમણાં પણ સ્વર્ગ અને ભવિષ્ય માં પણ સ્વર્ગ, તો ડબલ સ્વર્ગનાં અધિકારી કેટલાં વિશેષ થયાં! બાપદાદા આજે ખાસ મધુબન નિવાસીઓને મળવા આવ્યાંં છે. બાબા પૂછે છે સ્વર્ગ ની વિશેષતા અથવા સ્વર્ગનું વિશેષ ગાયન શું છે? સ્વર્ગનું વિશેષ ગાયન છે “સદા સંપન્ન અર્થાત્ અપ્રાપ્ત નથી કોઈ વસ્તુ સ્વર્ગ નાં ખજાના માં.” ભલે સંગમયુગી સ્વર્ગ કે ભવિષ્યનું સ્વર્ગ, બંનેની આ એક જ વિશેષતા ગવાયેલી છે. તો મધુબન નિવાસી અર્થાત્ સંગમયુગી સ્વર્ગ નિવાસી એવી સંપન્ન સ્થિતિ નો અનુભવ કરો છો? જેનાથી મહેસૂસ થાય કે અમે સદા તૃપ્ત આત્માઓ છીએ? જેમ ઇચ્છા માત્રમ્ અવિદ્યા નાં સંસ્કાર ભવિષ્ય સ્વર્ગ માં નેચરલ હશે તેમ મધુબન નિવાસીઓનાં આ નેચરલ સંસ્કાર છે? સ્વર્ગવાસી અર્થાત્ આ બધી વાતો માં નેચરલ સંસ્કાર સ્વરુપ છો? કોઈ પણ પૂછે છે તમે ક્યાં નાં રહેવાસી છો? બહુ ફલક થી, ખુશી થી કહો છો ને અમે મધુબન નિવાસી છીએ? મધુબન વાસી ની જેમ કે છાપ લાગેલી છે - સાથે-સાથે જેવું સ્થાન તેવી સ્થિતિ ની છાપ પણ હશે ને. જેમ કોલ્ડ સ્ટોર માં જશો તો જેવું સ્થાન તેવી સ્થિતિ ઓટોમેટિકલી થશે ને. તો મધુબન ની જે મહિમા છે એવાં સંસ્કાર બન્યાં છે? કારણ કે સાકાર રુપમાં લક્ષ સ્વરુપ બધાની આગળ મધુબન છે, કોપી બધાં મધુબન ની કરે છે. કોઈની પણ સ્થિતિ માં હલચલ થાય છે તો અચળઘર મધુબન યાદ આવે છે કે મધુબન અચળઘર માં જવાથી અચળ થઈ જઈશું. એવી ભાવના થી, શુભકામના થી આ પુણ્ય ભૂમિ પર બધાં આવે છે. જ્યારે અનેક આત્માઓ ની હલચલ નું સાધન મળવાનું સ્થાન અચળઘર મધુબન છે તો મધુબન માં રહેવા વાળા પણ સદા અચળ હશે ને. એવી સ્ટેજ અનેક આત્માઓ માટે માર્ગદર્શન કરવા વાળી હશે. કારણ કે મધુબન છે લાઈટ હાઉસ. સર્વ સેવાકેન્દ્રો ને સહયોગ આપવા વાળા મધુવન નિવાસી છે. સદા સંકલ્પ વાણી અથવા કર્મ થી એકબીજા નાં સહયોગી છે તો સાથીઓનાં પણ સહયોગી હશે ને. સર્વ બાળકોને એક વર્ષ મળ્યું છે રીઝલ્ટ કાઢવા માટે. તો એક વર્ષ માં હવે શું પરિવર્તન લાવ્યું છે? જેને બીજા સાંભળવા વાળા સ્વયં પણ પરિવર્તન થઈ જાય, જેમ કોઈ વાર જોયું હશે કોઈ-કોઈ આત્માઓ જ્યારે પોતાની સાચાં દિલ થી, ઉમંગ થી, બાપ નાં સ્નેહ થી અનુભવ સંભળાવે છે તો અનુભવ સાંભળતા-સાંભળતા પણ અનેક આત્માઓ પરિવર્તિત થઈ જાય છે. એક નું પરિવર્તન અનેક આત્માઓનાં પરિવર્તન નું સાધન બની જાય છે. તો એવું પરિવર્તન થયું છે, જે અનેકો માટે એક એકઝામ્પલ (ઉદાહરણ) રુપમાં હોય? એક વર્ષમાં એવો કોઈ વન્ડરફુલ (અદ્દભુત) અનુભવ થયો છે? કોણે-કોણે હાઈજમ્પ (ઉંચી છલાંગ) આપ્યો? કોણે લિફ્ટની ગિફ્ટ લીધી?
જેમ આજકાલ ટી.વી.માં ચારે બાજું એક સ્થાન નું ચિત્ર સ્પષ્ટ દેખાય છે તો મધુબન પણ ટી.વી. સ્ટેશન છે. ચારે બાજું ટી.વી.નાં સેટ લાગેલાં છે, અને ટી.વી. સ્ટેશન પર જે એક્ટ ચાલે છે તે ઓટોમેટિકલી (આપોઆપ) બધી તરફ દેખાય છે. તો મધુબન વાળાનાં દરેક સંકલ્પ પણ ચારે બાજું દેખાય અર્થાત્ ફેલાય છે કારણ કે ટી.વી. સેટ ચારે બાજું લાગેલાં છે. જેમ આજકાલ સાયન્સ નાં સાધનો દ્વારા સંકલ્પોની ગતિ કે મન્સા સ્થિતિ ને ચેક કરી શકાય છે તેમ મધુબન નિવાસીઓનાં સંકલ્પો ની ગતિ અથવા માનસિક સ્થિતિ ચારે બાજું ફેલાય છે. એટલે દરેક સંકલ્પ પર પણ અટેન્શન (ધ્યાન) હોય. આમાં અલબેલાપણું ન હોય. મધુબન નિવાસી મધુબન માં બેઠાં પણ કોઈ પ્રકારનાં વિશેષ સંકલ્પ દ્વારા વાયબ્રેશન ફેલાવવા ઈચ્છે તો આ એક સ્થાન પર બેઠાં પણ ચારે બાજું ફેલાવી શકે છે. જેમ સ્થૂળ વસ્તુ ની સુગંધ ચારે બાજું ઓટોમેટિકલી ફેલાઈ જાય છે તેમ આ વાયબ્રેશન સંકલ્પ નાં દ્વારા ચારે બાજું સ્વતઃ ફેલાય જાય. મધુબન નિવાસીઓની આ વિશેષ સેવા છે. જેમ મધુબન માં વિશેષ ભઠ્ઠી કરો છો તો વાયબ્રેશન ચારે બાજું પહોંચે છે ને. ભલે પત્રો દ્વારા સમાચાર ન પણ જાય પરંતુ સૂક્ષ્મ વાયબ્રેશન મધુબન નાં બહુજ સહજ ચારે બાજું ફેલાય શકે છે. તો એવી સેવા પણ કરો છો કે ફકત યજ્ઞ ને સંભાળવાની સેવા જ કરો છો. કારોબાર છે કર્મ દ્વારા કર્મણા સેવા પરંતુ એની સાથે-સાથે મન્સા સેવાની પણ જવાબદારી છે? બાપદાદા તો વર્ષનું રિઝલ્ટ જોવા આવ્યાંં છે ને. જે સદા પાસે રહે છે તે પાસ વિથ ઓનર ક્યાં સુધી બન્યાં છે? જે મહાન આત્માઓની સાથે રહે છે, સાકાર માં પણ સમીપ છે અને સ્થાન પણ મહાન છે એવી આત્માઓની પ્રાલબ્ધ શું બને છે? શાસ્ત્રો માં પણ મધુબન ની મહિમા વિશેષ ગવાયેલી છે. તો મધુબન નિવાસી દરેક વાત માં વિશેષ આત્માઓ દરેક સમયે કોઈ વિશેષતા દેખાડવા વાળી છો, જે પણ ગ્રુપ આવે તે આ અનુભવ કરે કે મધુબન નિવાસીઓમાં આ વિશેષતા હતી. મધુબન સ્વર્ગ માં દરેક આત્મા સદા તૃપ્ત આત્મા સંપન્ન મૂર્ત હતી.
આનો આધાર છે કે સદા એક લક્ષ હોય કે અમારે દાતા નાં બાળકો બની સર્વ આત્માઓને આપવાનું છે ન કે લેવાનું છે. આ કરે તો હું કરું, ના. દરેક દાતાપણા ની ભાવના રાખે તો બધાં આપવાવાળા અર્થાત્ સંપન્ન આત્મા થઈ જશે. સંપન્ન નહીં હશે તો આપી પણ નહીં શકશે. તો જે સંપન્ન આત્મા હશે, તે સદા તૃપ્ત આત્મા જરુર હશે. હું આપવા વાળો દાતા નો બાળક છું, આપવું જ લેવું છે. જેટલું આપવું એટલું લેવું છે. પ્રેક્ટિકલ માં લેવાવાળા નહીં પરંતુ આપવાવાળા બનવાનું છે. દાતાપણા ની ભાવના સદા નિર્વિઘ્ન, ઇચ્છા માત્રમ્ અવિદ્યા ની સ્થિતિ નો અનુભવ કરાવે છે. સદા એક લક્ષ ની તરફ જ નજર રહે. તે લક્ષ છે બિંદુ. એક લક્ષ અર્થાત્ બિંદુ ની તરફ સદા જોવા વાળા. અન્ય કોઈ પણ વાતો ને જોવા છતાં પણ નહીં જુએ. નજર એક બિંદુ ની તરફ જ હોય. જેમ યાદગાર રુપમાં પણ દેખાડ્યું છે ને કે માછલી ની તરફ નજર નહોતી પરંતુ આંખનાં પણ બિંદુ માં હતી. તો માછલી છે વિસ્તાર અને સાર છે બિંદુ. તો વિસ્તાર ને નહીં જોયો પરંતુ સાર અર્થાત્ બિંદુ ને જોયું. એ જ પ્રકારે જો કોઈ પણ વાતો નાં વિસ્તાર ને જુઓ છો તો વિધ્નો માં આવો છો અને સાર અર્થાત્ એક બિંદુ રુપ સ્થિતિ બની જાય તો ફુલસ્ટોપ અર્થાત્ બિંદુ લાગી જાય. કર્મ માં પણ ફુલસ્ટોપ અર્થાત્ બિંદુ. સ્મૃતિ માં પણ બિંદુ અર્થાત્ બીજરુપ સ્ટેજ થઈ જાય. આ વિશેષ અભ્યાસ કરવાનો છે. વિસ્તારને જોતાં પણ ન જુઓ, સાંભળવા છતાં પણ ન સાંભળો - આ પ્રેક્ટિસ હમણાં થી જોઈએ, ત્યારે અંતનાં સમયે ચારે બાજું ની હલચલ નો અવાજ જે ખુબ જ દુઃખદાયી હશે, અતિ ભયાનક દૃશ્ય હશે, એમાં પાસ થઇ શકશો. હમણાં ની વાતો તો એની તુલના માં કાંઈ નથી. જો હમણાંથી જ જોતાં પણ ન જોવું, સાંભળવા છતાં પણ ન સાંભળવું આ અભ્યાસ નહીં હશે તો અંત માં આ વિકરાળ દૃશ્ય ને જોતાં એક ઘડી નાં પેપર માં સદા નાં માટે નપાસ માર્ક્સ મળી જશે. એટલે આ પણ વિશેષ અભ્યાસ જોઈએ. એવી સ્ટેજ (અવસ્થા) હોય જેમાં સાકાર શરીર પણ આકારી રુપમાં અનુભવ થાય. જેમ આકાર રુપ માં જોયું સાકાર શરીર પણ આકારી ફરિશ્તા રુપ અનુભવ કર્યો ને. ચાલતાં-ફરતાં કાર્ય કરતાં આકારી ફરિશ્તા અનુભવ કરતાં હતાં. શરીર તો એ જ હતું ને, પરંતુ સ્થૂળ શરીર નું ભાન નીકળી જવાનાં કારણે સ્થૂળ શરીર હોવા છતાં પણ આકારી રુપ અનુભવ કરતાં હતાં. તો આવો અભ્યાસ આપ સર્વનો હોય. કર્મેન્દ્રિયો દ્વારા કર્મ થતું રહે પરંતુ મન્સા શક્તિ દ્વારા વાયુમંડળ શક્તિશાળી, સ્નેહ સંપન્ન, સર્વ નાં સહયોગ નાં વાયબ્રેશન ફેલાયેલાં હોય. જે પણ સ્થાન પર જાઓ તો આ ફરિશ્તા રુપ દેખાય આવે. કર્મ કરી રહ્યાં છો પરંતુ એક જ સમય પર કર્મ અને મન્સા બંને સેવાનું બેલેન્સ (સંતુલન) હોય. જેમ શરુ-શરુમાં આ અભ્યાસ કરાવ્યો હતો કર્મ ભલે બહુજ સાધારણ હોય પરંતુ સ્થિતિ એવી મહાન હોય તો સાધારણ કામ હોવા છતાં પણ સાક્ષાત્કાર મૂર્ત દેખાઈ આવે. કોઈ પણ સ્થૂળ કાર્ય ધોબીઘાટ કે સફાઈ વગેરે નું કરી રહ્યાં છો, ભંડારાનું કાર્ય કરી રહ્યાં છો પરંતુ સ્થિતિ એવી મહાન હોય. એવો પણ સમય પ્રેક્ટિકલ માં આવશે જે જોવા વાળા આ જ વર્ણન કરશે કે આટલી મહાન આત્માઓ ફરિશ્તા રુપ અને કાર્ય શું કરી રહ્યાં છે! કાર્ય સાધારણ અને સ્થિતિ અતિ શ્રેષ્ઠ. જેમ સતયુગી શહઝાંદિયો ની આત્માઓ જ્યારે આવતી હતી તો તે ભવિષ્યનું રુપ પ્રેક્ટિકલ માં જોવા છતાં આશ્ચર્ય ખાતી હતી ને કે આટલાં મોટા મહારાજા અને કાર્ય શું કરી રહ્યાં છે. વિશ્વ મહારાજા અને ભોજન બનાવી રહ્યાં છે. એમ જ આવવા વાળી આત્માઓ આ વર્ણન કરશે કે અમારા આટલાં શ્રેષ્ઠ પૂજ્ય ઇષ્ટ દેવ અને આ કાર્ય કરી રહ્યાં છે! ચાલતાં-ફરતાં ઇષ્ટ દેવ કે દેવી નો સાક્ષાત્કાર સ્પષ્ટ દેખાય. અંતમાં પૂજ્ય સ્વરુપ પ્રત્યક્ષ જોવા લાગશે ફરિશ્તા રુપ પ્રત્યક્ષ દેખાવા લાગશે. જેમ કલ્પ પહેલાનું પણ ગાયન છે અર્જુન નું - સાધારણ સખા રુપ પણ જોયું પરંતુ વાસ્તવિક રુપ નો સાક્ષાત્કાર કર્યાં પછી વર્ણન કર્યું કે તમે શું છો! આટલાં શ્રેષ્ઠ અને તે સાધારણ સખા રુપ! એવી રીતે તમારા પણ સાક્ષાત્કાર થશે ચાલતાં-ફરતાં. દિવ્ય દૃષ્ટિ માં જઈને જુએ તે વાત અલગ છે. જેમ શરુઆત માં ચાલતાં-ફરતાં જોતાં રહેતાં હતાં. આ ધ્યાન માં જઈને જોવાની વાત નથી. જેમ એક સાકાર બાપ નો આદિ માં અનુભવ કર્યો તેમ અંતમાં હવે બધાનો સાક્ષાત્કાર થશે. આ સાધારણ રુપ ગાયબ થઈ જશે, ફરિશ્તા રુપ કે પૂજ્ય રુપ જોશે. જેમ શરુમાં આકારી બ્રહ્મા અને શ્રીકૃષ્ણ નો સાથે-સાથે સાક્ષાત્કાર થતો હતો. તેમ હમણાં પણ આ સાધારણ રુપ જોવા છતાં પણ દેખાશે નહીં. તમારું પૂજ્ય દેવી કે દેવતા રુપ કે ફરિશ્તા રુપ દેખાય. પરંતુ આ ત્યારે થશે જ્યારે તમારા બધાનો પુરુષાર્થ જોવા છતાં પણ ન જોવાનો હોય, ત્યારે જ અનેક આત્માઓ ને પણ આપ મહાન આત્માઓનું આ સાધારણ રુપ જોવા છતાં પણ નહીં દેખાશે. આંખ ખોલતાં જ એક સેકન્ડ માં સાક્ષાત્કાર થશે. એવી સ્ટેજ બનાવવા માટે વિશેષ અભ્યાસ બતાવ્યો છે કે જોવા છતાં પણ ન જુઓ, સાંભળવા છતાં પણ ન સાંભળો. એક જ વાત સાંભળો અને એક બિંદુ ને જ જુઓ. વિસ્તાર ને ન જોતાં એક સાર ને જુઓ. વિસ્તાર ને ન સાંભળતાં સદા સાર ને જ સાંભળો, ત્યારે આ મધુબન જાદુ ની નગરી બની જશે. તો સાંભળ્યું મધુબન નું મહત્વ અર્થાત્ મધુબન નિવાસીઓનું મહત્વ. અચ્છા.
મધુબન ની બહેનો થી:- મધુબન ની શક્તિ સેના અર્થાત્ વિશેષ આત્માઓની સેના. દરેક પોતાની વિશેષતા ને સારી રીતે જાણો છો. વિશેષતા નાં કારણે જ વિશેષ ભૂમિ નાં નિવાસી બન્યાં છો આ ખુશી રહે છે? પાછળ નું ખાતું તો દરેકનું પોત-પોતાનું છે જે ચૂક્તું પણ થતું રહે છે પરંતુ સાથે-સાથે ડ્રામા અનુસાર કોઈને કોઈ વિશેષતા પણ છે. જેનાં કારણે વિશેષ પાર્ટ મળ્યો છે. સદા પુણ્ય ભૂમિ અને શ્રેષ્ઠ આત્માઓનાં સંગ નો વિશેષ પાર્ટ આ ઓછું ભાગ્ય નથી. જડ ચિત્રોનાં મંદિરનાં પૂજારી પણ પોતાને કેટલાં મહાન સમજે છે. છે પુજારી, પરંતુ નશો કેટલો હોય છે! કારણ કે સમજે છે મૂર્તિ નાં સમીપ સંબંધ વાળા છે. તો જડ ચિત્રો નાં પૂજારી પણ આટલો નશો રાખે તો અહીંયા તો પુજારી ની વાત નથી. અહીંયા તો સંપર્ક માં રહેવા વાળા સંગ માં રહેવા વાળા સંગી સાથીઓ ને કેટલો નશો અને ખુશી હોવી જોઈએ. ઈશ્વરીય પરિવાર માં આવેલી આત્મા માં કોઈ વિશેષતા ન હોય, એ હોઈ ન શકે. તો પોતાની વિશેષતાઓને જાણી એને કર્મ માં લગાવો. જે પણ ગુણ અથવા વિશેષતા છે ભલે કર્મણા નો ગુણ હોય, ભલે મધુરતા નો ગુણ હોય, સ્નેહનો હોય તેને કાર્યમાં લગાવો. જેમ લોખંડ પારસ ને લાગવાથી પારસ બની જાય છે તેમ એક ગુણ કે વિશેષતા સેવામાં લગાવવાથી સેવાનું ફળ એક નું લાખ ગુણા મળવાથી તે એક વિશેષતા અનેક સમય નું ફળ આપવાનાં લાયક બની જાય. જેમ એક બીજ નાખવાથી કેટલાં ફળ નીકળે તેમ એક પણ વિશેષતા કર્મ માં લગાવવી અર્થાત્ ધરણી માં બીજ નાખવું છે. તો સમજ્યાં કેટલાં ખુશનસીબ છો? બ્રાહ્મણ પરિવાર માં જન્મ થયો છે તો જન્મ ની સાથે કોઈ ને કોઈ વિશેષતા નું ભાગ્ય સાથે લઈને જ આવ્યાંં છો. ફક્ત અંતર એ થઈ જાય કે એને કાર્યમાં ક્યાં સુધી લગાવો છો. જન્મ નું ભાગ્ય છે પરંતુ ભાગ્ય ને કર્મ કે સેવામાં લગાવવાથી અનેક સમય નાં ભાગ્ય નું ફળ નીકાળવું, બીજ વાવવાની આ રીત આવડવી જોઈએ. ફળ તો અવશ્ય નીકળશે. બીજ વાવવું અર્થાત્ વિશેષતા રુપી બીજ ને સેવા માં લગાવવું. અહીંયા તો બધાં સદા ભાગ્ય નાં તખ્તનશીન છે. જે ભાગ્ય માટે કલ્પ પહેલાંં ની યાદગાર માં પણ હમણાં સુધી એક સેકન્ડ સમીપ રહેવું પણ મહાન સમજે છે. તો જે પ્રેક્ટિકલ માં છે એની ખુશી, એમનું ભાગ્ય કેટલું શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠતા ને સામે રાખવાથી વ્યર્થ વાતો સમાપ્ત થઈ જાય છે. અચ્છા.
પાંડવ અર્થાત્ સદા નાં વિજયી. પાંડવો નું નામ વિજય નાં કારણે જ પ્રસિદ્ધ છે. પાંડવ સેના તે પણ વિશેષ સાગર નાં કિનારા પર શ્રેષ્ઠ સંગ માં રહેવા વાળી. તો એવી પાંડવ સેના સદા વિજયી છો? વિજય ની રમત સદા ચાલે છે કે હાર-જીત ની. હમણાં નાં સમયે અને સહયોગ નાં પ્રમાણે ડ્રામા અનુસાર જે ભાગ્ય પ્રાપ્ત છે એ જ પ્રમાણે સદા વિજયી ની રમત ચાલવી જોઈએ.
ડ્રામા અનુસાર જે વિશેષતા પ્રાપ્ત છે એને સદા કાર્યમાં લગાવો તો બીજાઓની પણ વિશેષતા દેખાશે. વિશેષતા ને ન જોતાં વાતોને જુઓ છો એટલે હાર થાય છે. દરેકની વિશેષતા ને સ્મૃતિ માં રાખો એકબીજા માં ફેથફુલ (વિશ્વાસ પાત્ર) રહો તો એમની વાતો નાં ભાવ બદલાઈ જશે. જો આપસ માં બે મિત્ર હોય છે અને એમની વચ્ચે ત્રીજો એમની કંઈ ગ્લાનિ કરવા આવે તો તે એનાં ભાવને બદલી દે છે. જેમ તમને કોઈ બ્રહ્મા બાપ માટે કહે કે આ શું, આ તો ગાળો આપે છે પરંતુ તમે એમને નિશ્ચય થી સમજાવશો કે આ ગાળો નથી આ તો સ્પષ્ટીકરણ છે. જ્યાં નિશ્ચય હોય છે ત્યાં શબ્દ નો ભાવ બદલાઈ સાધારણ વાત થઈ જાય છે. દરેક ની વિશેષતા ને જુઓ તો અનેક હોવા છતાં પણ એક દેખાશે. એક મત સંગઠન થઈ જશે. કોઈ કોઈની ગ્લાનિ ની વાતો સંભળાવે તો એમને ટેકો આપવાનાં બદલે સંભળાવવા વાળા નું રુપ પરિવર્તન કરી દો. અર્થ માં ભાવના પરિવર્તન કરી દો. આ અભ્યાસ જોઈએ નહીં તો એકની વાત બીજા થી સાંભળી, બીજા ની ત્રીજા થી સાંભળી અને પછી તે વ્યર્થ વાતો વાતાવરણ માં ફેલાતી રહેશે, જેનાં કારણે પાવરફુલ વાતાવરણ નથી બની શકતું. સાક્ષાત્કાર મૂર્ત પણ નહીં બની શકો. એટલે સદૈવ બધાનાં પ્રતિ શુભભાવના, કલ્યાણની ભાવના હોય. એક-બીજાની ગ્લાનિ ની વાતો સાંભળવી ટાઈમ વેસ્ટ કરવું છે. કમાણી થી વંચિત થવું છે. જો પરિવર્તન કરી શકો છો તો સાંભળો - નહીં તો સાંભળવા છતાં પણ ન સાંભળો.
દરેક ની વિશેષતા નું વર્ણન કરો. કોઈ કહે પણ કે અમે આવું જોયું તો પણ તમારા મુખ થી કોઈ એવી વાત ન નીકળે. તમે એમની વિશેષતા સંભળાવીને તે વાતને ચેન્જ (પરિવર્તન) કરી દો. બધાનાં મુખ થી દરેક નાં પ્રતિ વાહ-વાહ! નીકળે. ત્યારે જ બાપ ની વાહ-વાહ! થશે. કોઈની વાત જો નીચે ઉપર જુઓ છો, સાંભળો છો તો દિલમાં નહીં રાખો, ઉપર આપ્યું અને ખતમ. સ્વયં સ્વયં ને સદા ખાલી અને હલ્કા રાખો. જો દિલ ની અંદર કોઈ પણ પ્રકારની વાત હશે તો જ્યાં વાતો છે ત્યાં બાપ નથી.
કોઈનાં અવગુણ ને એકબીજા ની સામે વર્ણન ન કરવાં જોઈએ કારણ કે વર્ણન કરવું અર્થાત્ બીમારી નાં જમ્સ (કીટાણું) ને ફેલાવવાં. કોઈ એવાં જમ્સ હોય છે તો એ જ સમયે કોઈ પાવરફુલ દવા નાખી ખતમ કરી દેવાય છે. કોઈ પૂછે ફલાણો કેવો છે તો દિલ થી નીકળે બહુ જ સારા છે. અનેક ભાવો થી અનેક આત્માઓ આવે છે પરંતુ તમારાં તરફ થી શુભ ભાવના ની વાતો જ લઈ જાય. ભાવના શુભ હોય, એક ભાવના, એક કામના એકની જ લગન માં નિર્વિધ્ન. વ્યર્થ વાતો નો સ્ટોક ખતમ અને ખુશી ની વાતો નો સ્ટોક જમા હોય. ખુશી માં ઝૂલવા વાળી આત્માઓ બધાં ને નજર માં આવે. દરેક બોલ માં રુહાનિયત હોય, રુહાનિયત નાં શબ્દ બહુ જ મીઠા હોય છે. સમય પ્રમાણે સ્ટેજ પણ ખુબ ઊંચી હોવી જોઈએ. ચઢતી કળા નો અર્થ જ છે જે પહેલાં હતું એને પાર કરીને ચાલો. એવી સ્થિતિ હોવી જોઈએ જે સાક્ષાત્કાર મૂર્ત દેખાય પછી જુઓ કેટલી ભીડ થાય છે. તમારી સ્થિતિ સદૈવ એકાગ્ર રહે ત્યારે નામ પ્રસિદ્ધ થશે. વૃત્તિની, દૃષ્ટિની, સ્વભાવ ની ચેકિંગ કરવા વાળા બધાં આવશે પરંતુ તેમને રીયલ (સત્ય) જ્ઞાન નો પરિચય થઈ જાય. અચ્છા - ઓમ શાંતિ.