Search for a command to run...
5 Dec 1978
મરજીવા જન્મ નાં નિજી સંસ્કાર - પહેલી સ્મૃતિ અને પહેલો બોલ
5 December 1978 · ગુજરાતી
આજે બાપદાદા વિશ્વની સર્વશ્રેષ્ઠ આત્માઓ ને જોઈ હર્ષિત થઇ રહ્યાં છે. સર્વ આત્માઓ માંથી બહુજ થોડીક આત્માઓ નું આવું શ્રેષ્ઠ ભાગ્ય છે - જેમ બાળકો ભાગ્ય વિધાતા બાપ ને જોઈ હર્ષિત થાય છે એમ બાપ પણ ભાગ્યવાન બાળકો ને પામીને બાળકો થી પણ વધારે ખુશ થાય છે કારણ કે આટલાં સમય થી અને આટલાં બધાં બાળકો છૂટાં પડેલાં ફરી થી મળી જાય તો કેમ ખુશી કેમ નહીં થશે. દરેક બાળકની વિશેષતા કે દરેક તારા ની ચમક, દરેક રુહ ની રંગત, રુહાનિયત ની ઈશ્વરીય ઝલક જેટલી બાપ જાણે છે એટલી બાળકો સ્વયં પણ ક્યારેક ભૂલી જાય છે. સર્વ વિઘ્નો થી, સર્વ પ્રકાર ની પરિસ્થિતિઓથી કે તમોગુણી પ્રકૃતિ ની આપદાઓ થી સેકન્ડ માં વિજયી બનવા માટે ફકત એક વાત પર નિશ્ચય અને નશો રહે- એ કઈ? જે વારંવાર જાણો પણ છો, સંકલ્પ સુધી સ્મૃતિ માં રહો છો પરંતુ સંસ્કાર રુપમાં નથી રહેતાં - વિચારો પણ છો, સમજો પણ છો, સાંભળો પણ છો, છતાં પણ ક્યારેક-ક્યારેક ભૂલી જાઓ છો. તે શું? બહુજ જૂની વાત છે - વાહ રે હું - આ સાંભળતાં ખુશ પણ થાઓ છો, પણ પછી ભૂલી જાઓ છો. આ મરજીવા જીવન નાં સંસ્કાર - વાહ રે હું જ છે. તો પોતાનાં જન્મ નાં નિજી સંસ્કાર જન્મ ની પહેલી સ્મૃતિ, જન્મ નો પહેલો બોલ - હું શ્રેષ્ઠ બ્રાહ્મણ આત્મા છું એને પણ ભૂલી જાય છે. ભુલવાનો ખેલ સારો લાગે છે. અડધોકલ્પ ભૂલવાની રમત માં રમ્યાં, હજી પણ આ જ રમત સારી લાગે છે શું? બ્રાહ્મણ અર્થાત્ સ્મૃતિ સ્વરુપ. બ્રાહ્મણ અર્થાત્ સમર્થી સ્વરુપ. સ્વરુપ ને ભૂલવું, એને શું કહેશો? બાપદાદા ને બાળકો ની આ રમત જોઈ તરસ આવે છે, હસવું પણ આવે છે. આટલી મહાન આત્માઓ અને કરે છે શું? હજી પણ એક વન્ડરફુલ રમત કરો છે. કઈ? જાણો પણ છો સારી રીતે - તમે જ લોકો બતાવો શું કરો છો? કોઈ નાઝ નખરા કરે, કોઈ છુપાછુપી કરે. ક્યારેક વાહ કરો છો, ક્યારેક હાય કરો છો - સારું આ તો બધાં જાણે છે કે કરે છે, આનાથી પણ વંડરફુલ બીજી રમત છે - જ્યારે બાપ નાં બાળક બન્યાં, મરજીવા બન્યાં તો પહેલી પ્રતિજ્ઞા કઈ કરી? આ પણ સારી રીતે જાણો છો - વાયદો શું કર્યો, એને પણ જાણો છો. બાપે વાયદો કરાવ્યો અને તમે સ્વીકાર પણ કર્યો. સ્વીકાર કર્યાં પછી શું કરો છો? બાપે કહ્યું શુદ્રપણા નાં વિકારી સંસ્કાર છોડો- આત્માનાં વિકારી સંસ્કાર રુપી કપડા પરિવર્તન કર્યા અને ઈશ્વરીય સંસ્કાર નાં દિવ્ય કપડા પહેર્યા, શૂદ્ર પણાની નિશાનીઓ અશુદ્ધ વૃત્તિ અને દૃષ્ટિ પરિવર્તન કરી પવિત્ર દૃષ્ટિ અને વૃત્તિ વિશેષ નિશાનીઓ ધારણ કરી, સર્વશ્રેષ્ઠ થી શ્રેષ્ઠ સંબંધ અને સંપત્તિ નાં અધિકારી બન્યાં - આ પણ સારી રીતે યાદ છે, પરંતુ પછી શું કરે છે? જે શ્રેષ્ઠ આત્મા હોય છે તે સંકલ્પ થી પણ છોડેલી અર્થાત્ ત્યાગ કરેલી વાત ને ફરી થી ધારણ નથી કરતી. જેમ ધરતી પર પડેલી કે ફેંકેલી વસ્તુ રોયલ બાળકો ક્યારેય નહીં ઉઠાવશે. તમે બધાએ સંકલ્પ ધારણ કર્યો અને આ વિકાર બુદ્ધિ થી ફેકયાં. બેકાર સમજી, બગડેલી વસ્તુ સમજી પ્રતિજ્ઞા કરી અને ત્યાગ કર્યો, વચન લીધું કે ફરી થી આ વિષ સેવન નહીં કરીશું, પછી શું કરો છો? ફેકેલી વસ્તુ, ગંદી વસ્તુ, બેકાર વસ્તુ, બળેલી સડી ગયેલી વસ્તુ ફરી થી ઉઠાવીને ઉપયોગ શું કામ કરો છો? સમજ્યાં શું રમત કરો છો? અજાણતા ની રમત રમો છો. રમત જોઈ તરસ પણ આવે અને હસવું પણ આવે છે. જાની જાનનહાર તો બન્યાં છો પરંતુ બનવાનું છે કરનહાર. હવે શું કરશો? કરનહાર બનવાનો વિશેષ કાર્યક્રમ કરીને દેખાડો. સંકલ્પ દ્વારા ત્યાગ કરેલી બેકાર વસ્તુઓ નો સંકલ્પ માં પણ સ્વીકાર નહીં કરો. વિચારો અને સ્વયં થી પૂછો- કોણ છું અને શું કરી રહ્યો છું? વચન શું કર્યું અને કર્મ શું કરી રહ્યાં છીએ? વાયદો શું કર્યો અને નિભાવી શું રહ્યાં છીએ? પોતાનાં સ્વમાન, શ્રેષ્ઠ સ્મૃતિ, શ્રેષ્ઠ જીવન નાં સમર્થી સ્વરુપ બનો. કહેવાનું શું અને કર્યું શું? એવી વન્ડરફુલ રમત હવે બંધ કરો. શ્રેષ્ઠ સ્વરુપ, શ્રેષ્ઠ પાર્ટધારી બની શ્રેષ્ઠતા નો ખેલ કરો. એવી સંપૂર્ણ આહુતી નો સંકલ્પ કરો ત્યારે પરિવર્તન સમારોહ થશે. આ સમારોહ ની તારીખ સંગઠિત રુપમાં નિશ્ચિત કરો. અચ્છા.
એવી દૃઢ સંકલ્પધારી, સંકલ્પ અને સ્વરુપ માં સમાન મૂર્ત, જાનનહાર અને કરનહાર, દરેક કર્મ દ્વારા સ્વયં ની શ્રેષ્ઠતા અને બાપની પ્રત્યક્ષતા કરવા વાળી સર્વ શ્રેષ્ઠ આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
દીદીઓ થી:- બાપ તો દરેક બાળકોનાં બોલાવવા પર આવી જાય છે. બાળકો જે આજ્ઞા કરે તે માને છે પરંતુ આ વખતે કંઈક સાથે લઈ પણ જવાનું છે. બાળકો તો સાથે છે જ. પરંતુ સાથે લઈ શું જશે? દરેક બાળક ની દૃઢ સંકલ્પ ની અંતિમ આહુતી લઈ જશે. યજ્ઞ નો પ્રસાદ અંતિમ આહુતી હોય છે. યજ્ઞની રચના સાકાર સૃષ્ટિ માં સાકાર દ્વારા થઇ-બ્રહ્માએ પોતનો પાર્ટ ભજવીને બ્રાહ્મણો ને યજ્ઞની જવાબદારી તો આપી, યજ્ઞની વિશેષ પ્રસાદી બાપદાદા લેશે. કોઈ પણ મળવા આવે છે તો એમને પ્રસાદ આપો છો ને. બાપદાદા પણ પ્રસાદી લઈ જશે. આ પ્રસાદ આપવો અર્થાત્ વિશ્વ પરિવર્તન થવાનું છે. આ શિવરાત્રિ પર સેવા નાં સાથે, જેનાથી અન્ય અનેક આત્માઓ ને પરિચય મળે તે તો કરશો જ પરંતુ સાથે-સાથે એવો સંકલ્પ કરો કે પરિચય ની સાથે બાપ ની ઝલક જોવાનો કે અનુભવ કરવાનો પ્રસાદ પણ લઈ લે. જેમ કોઈ ફંકશન (કાર્યક્રમ) વગેરે હોય છે તો જ્યાં પ્રસાદ મળતો હોય ત્યાં બધાને આકર્ષણ હોય છે. ન ઇચ્છતાં પણ સ્વતઃ જ લોકો આવી જાય છે પ્રસાદી નાં આકર્ષણ થી. તો એવું લક્ષ રાખો - વાયુમંડળ બનાવો, પોતાની સમર્થી નાં આધાર પર અસમર્થ આત્માઓને વિશેષ રહેમ નાં સંકલ્પ નાં આકર્ષણ થી પ્રાપ્તિ કે અનુભૂતિ નો પ્રસાદ વહેંચો. સાથે-સાથે પોતાનાં મહાવીરો નું એવું વિશેષ ગ્રુપ બનાવો જે દૃઢ સંકલ્પ દ્વારા જાનનહાર અને કરનહાર નાં સાક્ષાત્ સ્વરુપ બની ને દેખાડે. જેમ કહેવત છે ધરત પરિયે ધર્મ ન છોડિયે. એવી ધારણા હોય, કંઈ પણ પરિસ્થિતિ આવી જાય, માયાં નું મહાવીર રુપ સામે આવી જાય પરંતુ ધારણા ન છૂટે - જેમ શરું માં આપસ માં પુરુષાર્થ નાં ગ્રુપ બનાવ્યાં હતાં ને. ડિવાઇન યુનિટી (દિવ્ય એકતા) પણ બનાવી, હવે કઈ પાર્ટી બનાવશો?
આ શિવરાત્રી પર પાંડવ અને શક્તિઓ બંને વિશેષ ગ્રુપ બનાવો જે વિઘ્ન-વિનાશક ગ્રુપ હોય. આ પ્રસાદ બાપદાદા લઈ જશે. યજ્ઞની આહુતિ ની સુગંધ દૂર સુધી ફેલાય છે. તો બાપદાદા પણ સાકાર વતન થી સૂક્ષ્મવતન સુધી યજ્ઞની આ વિશેષ સુગંધ ની ખુશખબરી લઈ જાય, એવો પ્રસાદ તૈયાર કરો. સાથે કઈંક લઈ જ જશે. આ જ આહુતિ જવાનો ગેટ (દ્વાર) ખોલશે. હવે આટલી સંખ્યા વૃદ્ધિને પામી રહી છે તો જવાનાં ગેટ પણ ખુલવાં જોઈએ. તો ગેટ ખોલવા વાળા કોણ છે? બાપ એકલા કંઈ નહીં કરશે. ક્યારેય કંઈ કર્યું છે શું? હમણાં પણ એકલા નથી (બાળકોની ચિટચેટ ચાલી રહી છે કે બાબા તમે એકલા ચાલ્યાં ગયાં) પહેલાં તો બાપદાદા બે સાથી હતાં. એકલા તો હોઇ ન શકે. બાળકો પણ છે-તમે સાથે નથી રહેતાં? વાયદો શું કર્યો છે? સાથે રહીશું, સાથે ચાલીશું, સાથે ખાઈશું, પીઈશું. આ વાયદો છે ને. હવે વાયદો બદલાઈ ગયો છે શું? હમણાં પણ એ જ વાયદો છે બદલાયો નથી. ચાલ્યાં ગયાં, એવું નથી. સાકાર માં તો થોડા સમય નો સાકાર સાથ હતો અને થોડાનાં માટે સાકાર નો સાથ હતો. હમણાં તો બધાં ની સાથે છે. સાકાર માં તો પણ અનેક પ્રકાર નાં બંધન હતાં, હમણાં તો નિર્બધન છે. હમણાં તો વધારે જ તીવ્રગતિ છે - બાપને બોલાવ્યાં અને હાજરા-હાજર.
મોહ થી પણ ઉપર, બલિહાર થવાનું છે. જ્યારે બલિહાર થઈ ગયાં તો મોહ તો એમાં એક અંજલી છે. હવે સાથે રહીશું સાથે ચાલીશું. ફકત આજે કેમ, સદા સાથે ચાલીશું. સારું તો હવે પ્રસાદી તૈયાર કરજો. પાંડવ શું કરશે? (બકરી ઈદ) કંઈ પણ કરો પરંતુ કાંઈ કરીને દેખાડો. જોશે પાંડવો નું ગ્રુપ રેસ કરે છે કે શક્તિઓનું. બકરી ઈદ મનાવો કે કોઇ પણ ઈદ મનાવો. મૈં-મૈં (હું-હું) નો ત્યાગ કરવો આને કહેવાય છે ઈદ મનાવવી. હવે જોશે શું પ્રસાદ તૈયાર કરી દો છો. પાંડવ તૈયાર કરે છે કે શક્તિઓ તૈયાર કરે છે કે બંનેવ તૈયાર કરે છે? અચ્છા.
યુ.પી. ઝોન વિશેષ ભાગ્યશાળી રહ્યું - યુ.પી. ની વિશેષતા છે “ભાવના” વાળી ધરતી છે. ભક્તિ ની ભાવના વધારે છે. એવી ભાવના ધરની ને ભક્તિનું ફળ આપવાનાં નિમિત્ત બનેલાં છે. બધાં ઝોન માંથી યાદગાર પણ વધારે યુ.પી. માં છે. તો યુ.પી. ની યાદગાર ધરની ને ફરીથી વિશેષ યાદ અપાવો. યુ.પી. નો વિસ્તાર ખુબ છે. વિસ્તાર થી આપણાં જ્ઞાન નું બીજ નાખી બાપ ની કલ્પ પહેલાં વાળી ફૂલવાડી ને હજી વધારે તૈયાર કરો. આમ પણ યુ.પી. ની ધરની ફળીભૂત ધરની છે એટલે વધારે માં વધારે ફૂલવાડી વધારી શકો છો, દરેક સ્થાન થી જ્ઞાન ગંગા વહેતી જાય. નદી નું મહત્વ પણ યુ.પી. માં છે. સ્નાન નું મહત્વ પણ યુ.પી. માં છે. જેમ સ્થૂળ સ્નાન નું મહત્વ છે એમ ચારે તરફ જ્ઞાન-સ્નાન નું મહત્વ વધારો. યુ. પી. નું મહત્વ છે-મહાન છે ને. નિયમ-પૂર્વક જ્ઞાન નાં તીર્થસ્થાન ની પહેલ પણ યુ.પી. થી થઈ છે. નિયમ-પૂર્વક નિમંત્રણ અર્થ કાનપુર અને લખનઉ ની આત્માઓ નિમિત્ત બની હતી. દિલ્લીમાં ફક્ત માતાઓનું નિમંત્રણ હતું, નિયમ-પૂર્વક નિમંત્રણ કાનપુર, લખનઉ નું હતું. દિલ્લી ની મહિમા પોતાની, યુ.પી. ની મહિમા પોતાની છે. મહાનતા તો બહુ જ છે, હવે જેટલી મહાનતા ગવાયેલી છે એ જ પ્રમાણે મહાન કાર્ય કરીને બતાવો. એવું વિશેષ કાર્ય કરો જે હજી સુધી કોઈ ઝોને ન કર્યું હોય - દરેક ઝોને હવે કોઈ નવી ઇન્વેનશન (શોધ) નીકાળવી જોઈએ. મેળા પણ થયાં, સંમેલન પણ થયાં - હવે કોઈ નવી રુપરેખા બનાવો જેને જોઇ-સાંભળી સમજે કે આવું ક્યારેય ન સાંભળ્યું અને ન જોયું.
આગરા ઝોન થી મુલાકાત:- સદા પોતાનાં ભાગ્યનું સિમરણ કરતાં ખુશી માં રહો છો? વાહ મારું ભાગ્ય! આ ગીત સદા મન માં વાગતું રહે છે? વાહ બાપ, વાહ ડ્રામા અને વાહ મારો પાર્ટ - સદા આ જ સ્મૃતિ માં દરેક કાર્ય કરો એવો અનુભવ થાય છે - જેમ કર્મ કરતાં પણ કર્મ નાં બંધન થી મુક્ત, સદા જીવન મુક્ત છીએ. સતયુગ ની જીવનમુક્તિ નો વારસો તો પ્રાપ્ત થશે જ પરંતુ હમણાનાં જીવનબંધન થી જીવનમુક્ત સ્થિતિનો અનુભવ સતયુગ થી પણ વધારે છે. તો હમણાં પણ પોતાનાં જ્ઞાન અને યોગ ની શક્તિ થી જીવનમુક્ત અવસ્થા નો અનુભવ કરો છો કે હજું પણ બંધન છે? બંધન બધાં સમાપ્ત થઈ ગયાં અને જીવનમુક્ત થઈ ગયાં. કાંઈ પણ થઈ જાય પણ જીવનમુક્ત હોવાનાં કારણે એવો અનુભવ થાય છે જેમ એક રમત કરી રહ્યાં છીએ, પરીક્ષા નહીં પણ રમત છે. તન નો રોગ થઈ જાય - માયાનાં અનેક પ્રકાર નાં વાર પણ થાય પરંતુ રમત અનુભવ થાય. ખેલ માં દુ:ખ નથી થતું, રમત હોય છે જ મનોરંજન માટે, દુઃખ માટે નહીં. તો રમત સમજવાથી જીવન-મુક્ત સ્થિતિ નો અનુભવ કરશો. જીવનમુક્ત છો કે જીવનબંધ છો? શરીર નું, સંબંધ નું કોઈ પણ બંધન ન હોય. આ તો રમત-રમત માં ફરજ અદાઈ (જવાબદારી) નિભાવી રહ્યાં છે. ફરજ અદાઈ ની પણ રમત કરી રહ્યાં છે. નિર્બધન આત્મા જ ઉંચી સ્થિતિ નો અનુભવ કરી શકશે. બંધનવાળી તો નીચે જ બંધાયેલી રહેશે, નિર્બધન ઉપર ઉડશે. બધાએ પોતાનું પીંજરું તોડી નાખ્યું છે, બંધન જ પીંજરું છે. તો બંધનો નું પીંજરું તોડી દીધું. ફરજ અદાઈ પણ નિમિત્તમાત્ર નિભાવવાની છે, લગાવ થી નહીં. પછી કહેશે નિર્બધન. ટ્રસ્ટી બનીને ચાલો છો તો નિર્બંધન છો. કોઈ પણ મારાપણું છે તો પિંજરા માં માં બંધ છો. હવે પીંજરાની મૈના નહીં સ્વર્ગ ની મૈના થઈ ગઈ. શરુ-શરુ નું ગીત છે ને પીંજરા ની મૈના….. હવે તો સ્વર્ગની પરીઓ થઈ ગઈ, બધી સ્વર્ગમાં ઉડવા વાળી છો. પીંજરાની મૈના થી ફરિશ્તાં બની ગઈ. હવે ક્યાંય પણ જરા પણ બંધન ન હોય. મન નું પણ બંધન નહીં. શું કરું, કેવી રીતે કરું, ઇચ્છું છું, થતું નથી આ પણ મનનું બંધન છે. ઇચ્છુ છું કરી નથી શકતો તો કમજોર થયાં ને. આ બંધન થી પણ મુક્ત, એને કહેવાય છે નિર્બધન. જ્યારે બાપ નાં બાળક બન્યાં તો બાળક અર્થાત્ સ્વતંત્ર. એટલે કહેવાય છે સ્ટુડેંટ લાઈફ ઇઝ ધ બેસ્ટ લાઈફ (વિદ્યાર્થી જીવન એ શ્રેષ્ઠ જીવન). તો તમે કોણ છો? બાળકો છો કે વૃદ્ધ છો? બાળક અર્થાત નિર્બધન. જો પોતાને ભૂતકાળ જીવન વાળા સમજશો તો બંધન છે, મરજીવા થઈ ગયાં તો નિર્બધન. ભલે કુમાર હોય ભલે વાનપ્રસ્થી હોય પરતું બધાં બાળકો છે. ફકત એક કાર્ય જે બાપે આપ્યું છે “યાદ કરો અને સેવા માં રહો”, આમાં જ સદા બીઝી (વ્યસ્ત) રહો.
સ્થાપના નાં કાર્યમાં આદિ થી જે આત્માઓ સહયોગી છે, એમને વિશેષ સહયોગ ડ્રામા અનુસાર કોઈને કોઈ રુપમાં પ્રાપ્ત જરુર થાય છે. ગેરંટી (ખાતરી) છે. બાપદાદા અહીંયા નું અહીંયા રિટર્ન પણ કરે છે અને ભવિષ્ય નાં માટે પણ જમા થાય છે. અચ્છા.