Search for a command to run...
28 Nov 1979
પ્રવૃત્તિ માં રહેતા પણ નિવૃત્તિ માં કેવી રીતે રહેવાય?
28 November 1979 · ગુજરાતી
આજે બાપદાદા પોતાનાં કલ્પ પહેલાવાળા સિકીલધા કોટોમાંથી કોઈ, બાપને જાણવા અને વારસો પામવા વાળા કોઈ વિશેષ ગ્રુપ ને જોઈ રહ્યાં હતાં. કયું ગ્રુપ હશે? આજે વિશેષ પ્રવૃત્તિ માં રહેવા વાળા બાળકોને જોઈ રહ્યાં હતાં. ચારે બાજુ બાળકોનાં પ્રવૃત્તિ નાં સ્થાન પણ જોયાં. વ્યવહાર નાં સ્થાન પણ જોયાં. પરિવાર પણ જોયાં અને આજ ની તમોગુણી પ્રકૃતિ અને પરિસ્થિતિઓનો પ્રભાવ શું-શું પડે છે, એ હાલ-ચાલ જોઈ રહ્યાં હતાં. જોતાં-જોતાં કેટલાંક બાળકોની કમાલ પણ જોઈ કે કેવી રીતે પ્રવૃત્તિ માં રહેવા છતાં પણ નિવૃત્ત રહે છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંનેનું બેલેન્સ (સંતુલન) રાખવા વાળા ખુબ જ સરસ શ્રેષ્ઠ પાર્ટ ભજવી રહ્યાં છે. સદા બાપ નાં સાથી અને સાક્ષી થઈ ખુબ જ સરસ પાર્ટ ભજવતાં, વિશ્વની આગળ પ્રત્યક્ષ પ્રમાણ બનેલાં છે. સદા બાપ ની યાદની છત્રછાયા ની અંદર કોઈ પણ પ્રકારનાં માયા નાં પ્રહાર થી કે માયા નાં અનેક આકર્ષણ થી સદા સેફ (સુરક્ષિત) રહેવા વાળા છે.
એવાં વિશ્વ થી ન્યારા અને નિરાળા બાળકોને જોઈને બાપ પણ બાળકોનાં ગુણ ગાએ છે. કેટલાંક એવાં બાળકો જોયાં જે રહે પ્રવૃત્તિનાં સ્થાન પર છે, પરંતુ સાચ્ચા બાળકો હોવાનાં કારણે સાહેબ (બાપ) એમનાં પર સદા રાજી રહે છે. ન્યારા અને પ્યારા નાં રહસ્ય ને જાણવાનાં કારણે સદા સ્વયં પણ સ્વયં થી રાજી રહે છે. પ્રવૃતિ ને પણ રાજી રાખે છે. સાથે-સાથે બાપદાદા પણ સદૈવ એમનાં પર રાજી રહે છે. એવાં સ્વયં ને અને સર્વ ને રાજી રાખવા વાળા રાઝ-યુક્ત બાળકો ને ક્યારેય પણ પોતાનાં પ્રત્યે કે અન્ય કોઈનાં પ્રત્યે કોઈને કાજી બનાવવાની જરુર નથી પડતી. કારણ કે કેસ (ખાટલો) જ નથી જે કાજી બનાવવા પડે. કેટલી વાર સાંભળ્યું છે ને “મિયાં-બીબી રાજી તો ક્યા કરેગા કાજી”. પોતાનાં જ સંસ્કારો નાં કેસ પોતાની પાસે ખુબ હોય છે, જેનાં ઉપર પોતાની અંદર જ દલીલો ચાલતી રહે છે. રાઈટ (સાચું) છે કે રોન્ગ (ખોટું) છે, થવું જોઈએ કે ન થવું જોઈએ, ક્યાં સુધી થવું જોઈએ, આ દલીલો ચાલતી રહે છે. અને જ્યારે પોતાની મેળે નિર્ણય નથી કરી શકતાં તો બીજાને કાજી બનાવવા પડે છે. પછી કોઈની નાની વાત હોય છે, કોઈની લાંબી હોય છે. જો બાપ અને આપ બંને મળીને નિર્ણય કરી લો તો સેકન્ડમાં સમાપ્ત થઈ જાય. અને કોઈને કાજી કે વકીલ કે જજ બનાવવાની જરુર જ નથી.
પ્રવૃત્તિનો કાયદો હોય છે કે જો કોઈ પણ વાત પ્રવૃત્તિ માં હોય છે તો માઁ-બાપ બાળકો સુધી પણ પહોંચવા નથી દેતા! ત્યાં જ સ્પષ્ટ કરી સમાવી લે છે અર્થાત્ સમાપ્ત કરી દે છે. જો ત્રીજા સુધી વાત ગઈ તો ફેલાશે જરુર. અને જેટલી કોઇ વાત ફેલાય છે એટલી વધે છે. જેવી રીતે સ્થૂળ આગ જેટલી ફેલાય છે એટલું નુકસાન કરે છે. આ પણ નાની-નાની વાતો ભિન્ન-ભિન્ન પ્રકારનાં વિકારોની આગ છે. આગ ને ત્યાં જ બુઝાવી દેવામાં આવે છે, ફેલાવવાતી નથી. પ્રવૃત્તિ માં બાપ અને તમારા સિવાય ત્રીજી સમીપ આત્મા અર્થાત્ પરિવાર ની આત્માઓમાં પણ વાત ફેલાવી ન જોઈએ. મિયા-બીબી રાજી થઈ જાઓ. નારાઝ અર્થાત્ રાઝ (રહસ્ય) ને ન જાણવા વાળા. કોઈ-ને-કોઈ જ્ઞાનનું રાઝ મિસ કરો (ભૂલો) છો ત્યારે નારાઝ થાઓ છો. ભલે સ્વયં થી કે બીજા થી. તો વકીલ કરવાથી તે જ નાની વાત મોટો કેસ બની જાય છે. એટલે ત્રીજાને સંભળાવવું અર્થાત્ ઘરની વાત ને બહાર કાઢવી. જેમ આજકાલની દુનિયામાં જે મોટાં કેસ હોય છે તે સમાચાર-પત્ર સુધી ફેલાઈ જાય છે તો અહીંયા પણ બ્રાહ્મણ પરિવાર નાં સમાચાર-પત્ર માં આવી જાય છે. તો કેમ નહીં એકબીજા થી નિર્ણય કરી લો. બાપ જાણે અને તમે જાણો ત્રીજું કોઈ નહીં. કોઈ-કોઈ બાળકો નો સંકલ્પ પહોંચે છે કે “મિયા બીબી તો ઠીક પણ મિયા નિરાકાર અને બીબી સાકાર તો મેળ ઓછો થાય છે. એટલે ક્યારેક મિલન થાય છે, ક્યારેક નથી થતું - ક્યારેક રુહ-રુહાન પહોંચે છે ક્યારેક નથી પહોંચતી અર્થાત્ રિસ્પોન્સ (ઉત્તર) નથી મળતો. એટલે કાઝી કરવા પડે છે.” પરંતુ મિયા એવાં મળ્યા છે જે બહુરુપી છે. જે રુપ તમે ઈચ્છો તે એક સેકન્ડમાં જી હજૂર કહીને હાજર થઈ શકે છે પરંતુ તમે પણ બાપ સમાન બહુરુપી બનો.
બાપ તો એક સેકન્ડમાં તમને ઉડાવીને વતન માં લઈ જશે, બાપ વતન થી આકાર માં આવે છે, તમે સાકાર થી આકાર માં આવો. મિલન નાં સ્થાન પર તો પહોંચો. સ્થાન પણ તો એવું સરસ જોઈએ ને! સૂક્ષ્મ વતન આકારી વતન મળવાનું સ્થાન છે. સમય પણ ફિક્સ (નક્કી) છે, અપોઈન્ટમેન્ટ (નિયુક્ત) પણ છે, સ્થાન પણ ફિક્સ છે, પછી કેમ મિલન નથી થતું? ફક્ત ભૂલ શું કરો છો કે માટી ની સાથે ત્યાં આવવા માંગો છો. આ દેહ માટી છે. જ્યારે માટીનું કામ કરવાનું હોય ત્યારે કરો. પરંતુ મિલન નાં સમયે આ દેહભાન ને છોડવું પડે. જે બાપ નો ડ્રેસ (વસ્ત્ર) તે તમારો ડ્રેસ હોવો જોઈએ. સમાન હોવો જોઈએ ને! જેમ બાપ નિરાકાર થી આકારી વસ્ત્ર ધારણ કરે છે. આકારી અને નિરાકારી બાપદાદા બની જાય છે - તમે પણ આકારી ફરિશ્તા ડ્રેસ પહેરીને આવો. ચમકતો ડ્રેસ પહેરીને આવો ત્યારે મિલન થશે. ડ્રેસ પહેરતા નથી આવડતો કે શું? ડ્રેસ પહેરો અને પહોંચી જાઓ, આ એવો ડ્રેસ છે જે માયા થી વોટર (પાણી) કે ફાયર (અગ્નિ) પ્રુફ (અભેદ્ય) છે. આ જૂની દુનિયાની વૃત્તિ અને વાયબ્રેશન્સ (પ્રકંપન) પ્રુફ છે. એટલો સરસ ડ્રેસ તમને આપ્યો છે પછી તે અપોઈન્ટમેન્ટ નાં સમય પર પણ નથી પહેરતાં. જૂનાં ડ્રેસ થી વધારે પ્રીત છે શું? જ્યારે બંને સમાન ચમકતી ડ્રેસ વાળા હશે અને ચમકતા વતન માં હશે ત્યારે સારું લાગશે. એક જૂની ડ્રેસ વાળો અને એક ચમકતી ડ્રેસ વાળો, જોડી મળી નહીં શકે, એટલે અનુભવ નથી થતો. જૂનાં વાયબ્રેશન્સ ઇન્ટરફિયર (ખલેલ) કરે છે એટલે આપસમાં રુહ-રુહાન નો રિસ્પોન્સ નથી મળતો. ક્લિયર (સ્પષ્ટ) સમજમાં નથી આવતું એટલે બીજાનો અલ્પકાળ નો સહારો (આધાર) લેવો પડે છે.
આમ તો આ મિયા-બીબી નો સંબંધ એટલો સ્નેહી અને સમીપ નો છે જે ઇશારા થી પણ સમજી લે. ઇશારા થી પણ સૂક્ષ્મ સંકલ્પ માં જ સમજી લે. આ એવી પ્રીત નો સંબંધ છે. પછી વચ્ચે ત્રીજા ને કેમ નાખો છો? ત્રીજાને નાખવો અર્થાત્ પોતાની એનર્જી (ઉર્જા) અને સમય ને વેસ્ટ (વ્યર્થ) કરવો. હાં, આ રુહ-રુહાન કરો કે મારું મિલન કેવી રીતે થયું, મારી રુહ-રુહાન શું થઈ, અરસ-પરસ સહયોગી બનીને એક-બીજા થી રુહ-રુહાન કરો. કાઝી બનાવીને રુહ-રુહાન નહીં કરો. કેસ લઈને રુહ-રુહાન નહીં કરો - તો કાઝીને છોડી દો અને રાજી થઈ જાઓ. જ્યારે પસંદ કરી લીધાં પછી વચ્ચે કોઈને કેમ નાખો છો? વચ્ચે નાખો છો તો પાણીનાં વમળ માં આવી જાઓ છો. બચાવવાની મહેનત તો પણ મિયાએ કરવી પડે છે એટલે વિશ્વ-કલ્યાણ નું કાર્ય રહી જાય છે. પછી પૂછે છે વિનાશ ક્યારે થશે? હવે બીબીઓ તૈયાર જ નથી તો વિનાશ કેવી રીતે કરે. સમજ્યાં, વિનાશ કેમ નથી થઈ રહ્યો? ડ્રેસનું પરિવર્તન કરતાં નથી આવડતું તો વિશ્વને કેવી રીતે પરિવર્તન કરશો. અચ્છા, હવે પ્રવૃત્તિ વાળાઓનાં હાલ-ચાલ પછી સંભળાવશે. આજે તો તમારી પ્રવૃત્તિ નો હાલ સંભળાવ્યો.
એવાં સદા રાઝયુક્ત, યુક્તિયુક્ત, સદા સમીપ સંબંધ માં રહેવા વાળા, સદા રાજી રહેવા વાળા અને સર્વ ને રાજી રાખવા વાળા, સદા મિલન મનાવવા વાળા, એવાં સદા બાપ નાં સાથી અને સાક્ષી બાળકોને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
ટીચર્સ સાથે મુલાકાત:-
ટીચર્સ અર્થાત્ બાપ સમાન સર્વશ્રેષ્ઠ આત્માઓ. ટીચર્સે દર વર્ષે કોઈ નવો પ્લાન (યોજના) બનાવવો જોઈએ. સેવા નો પ્લાન તો સ્ટુડન્ટ્સ (વિદ્યાર્થી) પણ બનાવે છે. પરંતુ ટીચર્સે વિશેષ શું કરવાનું છે? હવે એવું સંગઠન બનાવો જે બધાનાં મુખ થી આ નીકળે કે આ અનેક હોવા છતાં પણ એક છે. જેવી રીતે અહીંયા દીદી-દાદી બે છે પણ કહે છે બંને એક છે તો આ પ્રભાવ પડે છે ને. જ્યારે એ બે હોવા છતાં પણ એક-સમાન એકબીજા ને રિગાર્ડ (આદર) આપે છે, બે હોવા છતાં પણ એક બતાવે છે તો તમે અનેક હોવા છતાં પણ એક નું પ્રમાણ આપી શકો છો. જેમ કહેવાય છે ને કે બધાંની વાણી એક જ હોય છે, જે એક બોલે એ જ બધાં બોલે છે, ડ્રેસ પણ એક જેવો, વાણી બધાંની એક જ જ્ઞાન નાં પોઇન્ટ્સ ની હોય છે, ભલે સંભળાવવાનો ઢંગ અલગ હોય, સાર એક જ હોય છે. એવી રીતે એવું ગ્રુપ બનાવો જેથી બધાં કહે આ અનેક નથી, એક જ છે. આ જ વિશેષતા છે ને. તો એક્ઝામ્પલ (ઉદાહરણ) કોઈ નિમિત્ત બને જેને પછી બધાં ફોલો (અનુસરણ) કરશે. આમાં જે ઓટે સો અર્જુન. તો કોણ અર્જુન બનશે? જે અર્જુન બનશે એને ફર્સ્ટ પ્રાઈઝ (પ્રથમ ઇનામ) મળશે. ફક્ત એક વાતનું ધ્યાન રાખવું પડશે. કઈ વાત? શું કરવું પડશે? ફક્ત એકબીજા ને સહયોગ આપો, વિશેષતા જોતાં, કજોરીઓને ન જોવી, ન સાંભળવી, આ અભ્યાસ પાક્કો કરવો પડશે. જોતા હોવા છતાં પણ કમજોરીઓને સમાવીને સહયોગ આપતાં રહો. તિરસ્કાર નહીં કરો પણ તરસ ની (દયા) ભાવના રાખો. જેવી રીતે દુઃખી આત્માઓ ઉપર રહેમદિલ બનો છો એવી રીતે કમજોરીઓ ઉપર પણ રહેમદિલ બનો. જો એવાં રહેમદિલ બની ગયાં તો શું થઈ જશે? અનેક હોવા છતાં પણ એક બની જશો. આમ પણ લૌકિક માં જુઓ - જે સમજદાર પરિવાર હોય છે, સ્નેહી પરિવાર હોય છે તેઓ શું કરે છે, એક-બીજા ની કમજોરી ની વાત સમાવીને, એક-બીજા નાં સહયોગી બનીને બહાર પોતાનું નામ પ્રસિદ્ધ કરે છે. જો કોઈ પરિવાર માં ગરીબ હશે તો એને મદદ કરીને ભરપૂર કરી દે છે. આ પણ પરિવાર છે. જો કોઈ સંસ્કાર નાં વશ (વશીભૂત) છે, તો શું કરવું જોઈએ. સહયોગ આપીને, હિંમત વધારીને કે ઉલ્લાસ માં લાવીને એમને પોતાનાં સાથી બનાવવા જોઈએ, પછી જુઓ અનેક હોવા છતાં પણ એક થઈ જશો. આ કરવું મુશ્કેલ છે શું? જ્યારે વરદાની મૂર્ત છો તો વરદાની ક્યારેય કોઈની કમજોરી નથી જોતાં. તો શું કરશો? એવો કોઈક આત્મિક બોમ્બ લગાવીને દેખાડો. ટીચર્સ નું કર્તવ્ય જ આ છે. જેમ બાપ કમજોરી દિલ પર નથી રાખતા પણ દિલારામ બનીને દિલ ને આરામ આપે છે તો ટીચર્સ અર્થાત્ બાપ સમાન. કોઈની કમજોરીને જુઓ જ નહીં. દિલ પર ધારણ ન કરો પણ દરેક નાં દિલ ને દિલારામ સમાન આરામ આપો. તો બધાં તમારા ગુણગાન કરશે. સાથી હોય કે પ્રજા હોય, દરેક આત્મા નાં મુખ થી દુવાઓ નીકળે. તમારા માટે આશીર્વાદ નીકળે કે આ સદા સ્નેહી અને સહયોગી આત્મા છે, આ બાપ-સમાન રહેમદિલ, દિલારામ ની બાળકી દિલારામ છે, ત્યારે કહેશે યોગ્ય ટીચર. જો ટીચર જ કમજોરી જુએ તો સ્ટુડન્ટ અને ટીચર માં અંતર જ શું થયું? ટીચર તો બાપની ગાદી-નશીન છે. સાથે બાપની ગાદી પર વિરાજમાન છો ને. સૌથી નજીક તો સાથી જ બેસશે ને. ટીચર અર્થાત્ ગાદી-નશીન. તો એવી કમાલ કરીને દેખાડો. સમજ્યાં ટીચર કોને કહેવાય? આમાં કોઈ પણ પ્રાઈઝ (ઇનામ) લઈ શકે છે. ટીચર નાં મુખ થી ક્યારેય પણ કોઈની કમજોરી વર્ણન ન થવી જોઈએ, વિશેષતા જ વર્ણન થાય. ટીચર નો અર્થ જ છે બાપ-સમાન હિંમત-હીન ની લાઠી બનવા વાળા. સમજ્યાં, ટીચર કોને કહેવાય છે? વિસ્તાર તો સારો બનાવી રહી છો. હવે સંગઠન નો સાર બનાવવાનો છે.
પાર્ટીઓ સાથે:- બાપદાદા બાળકોનું કયું સ્વરુપ સદા જુએ છે? બાપ બાળકોનું સદા સંપન્ન, સંપૂર્ણ સ્વરુપ જ જુએ છે. કારણ કે બાપ જાણે છે કે ભલે આજે જરા હલચલ માં છે પણ અચળ થવાનાં જ છે. હતાં અને એ જ પાર્ટ ભજવીને સંપન્ન બનવાનાં જ છે, વચ્ચે ની હલચલ છે, ન હતી, ન રહેશે. આ મધ્યકાળ ની વાત છે. એટલે બાપ સદા દરેક બાળકને શ્રેષ્ઠ રુપમાં જુએ છે. તો બાળકોએ શું કરવું જોઈએ? બાળકોને પણ પોતાનું સદા શ્રેષ્ઠ રુપ જ દેખાય. પછી ક્યારેય નીચે આવશો જ નહીં. નીચે તો કેટલાં જન્મ રહ્યાં છો. ૬૩ જન્મ ઉતરવાનો જ અનુભવ કર્યો. હવે તો ઉતરતાં-ઉતરતાં થાકી ગયાં છો ને કે હજી પણ ટેસ્ટ કરવો (ચાખવું) છે. હવે ચઢવાનું જ ચઢવાનું છે. ઉતરવાનું સમાપ્ત થયું, ફક્ત સંગમયુગ જ ચઢવાનો યુગ છે પછી તો ઉતરવાનું શરું થઈ જશે. જો આટલાં થોડા સમય માં પણ ઉતરવું-ચઢવું થતું રહેશે તો પછી ક્યારે ચઢશો. જેમ બીજા ને કહો છો હમણાં નહીં તો ક્યારેય નહીં. એવી રીતે પોતાને પણ આ જ સ્મૃતિ અપાવવાની છે. હમણાં નહીં ચઢો તો ઉતરવાનું શરું થઈ જશે. તો સદા ચઢતી કળા. એમાં ખુબ મજા આવશે. આ જીવન માં અપ્રાપ્ત કોઈ વસ્તુ નજર નહીં આવે. ભવિષ્ય જીવન માં તો અપ્રાપ્તિ અને પ્રાપ્તિ નાં જીવન ની ખબર જ નહીં હોય, હમણાં બંનેની ખબર છે તો મજા હમણાં જ છે ને. બ્રાહ્મણ બનવું અર્થાત્ ‘જોઈએ-જોઈએ’ સમાપ્ત. જ્યારે બાપે બધાં ખજાનાઓ આપી દીધાં, ચાવી પણ આપી દીધી પછી માંગો છો કેમ? શું કંઈક છુપાવીને રાખેલું છે જે કહો છો જોઈએ! બાપે વગર માંગે બધું આપી દીધું. તમારું માંગવાનું રુપ પણ બાપને ગમતું નથી. વિશ્વનાં માલિક નાં બાળક માંગે તો સારું લાગશે? જે તમને જરુર છે એ બધું આપી જ દીધું. તો હવે શું કરશો? એ જ નશામાં રહો કે અમે વિશ્વનાં માલિક નાં બાળક છીએ તો માંગવાનું સમાપ્ત થઈ જશે.
હવે માયાજીત નો ઝંડો ચારે-બાજુ બુલંદ કરો, જ્યારે આ ઝંડો બુલંદ થઈ જશે તો બધાં ઝંડા નીચે ઝુકી જશે. હમણાં દોરી ખેંચી રહ્યાં છો. જ્યારે ઝંડો ચઢી જશે તો પ્રત્યક્ષતા નાં ફૂલોની વર્ષા થશે.
એકબીજા ને સહયોગી બનાવીને માયાજીત નાં વાયબ્રેશન્સ (પ્રકંપન) ફેલાવો, હવે એવો કિલ્લો મજબૂત કરો. એટલો કિલ્લો પાક્કો હોય કે માયાની હિંમત જ ન રહે. જો કોઈમાં આવે પણ તો તેને દૂર થી ભગાવી દો.