Search for a command to run...
26 Nov 1979
પ્રીત ની રીત
26 November 1979 · ગુજરાતી
બાપદાદા સર્વ બાળકોની યાદ અને પ્રેમ નું રિટર્ન (વળતર) આપવા માટે બાળકોનાં સમાન સાકાર રુપ માં આવે છે કારણ કે સમાન બનવું જ સ્નેહ નું રિટર્ન છે. બાપ બાળકોનાં સદા સ્નેહી અને સદા નાં આજ્ઞાકારી છે. બાળકો બોલાવે છે અને બાપ આવી જાય છે, સમાન બની જાય છે. બાપ પરકાયા પ્રવેશ કરીને પણ પ્રીત ની રીત નિભાવવા આવી જાય છે. હવે બાળકોએ શું કરવાનું છે? આમ તો બધાં બાળકો સ્નેહી છે, મધુબન નિવાસી બનવું જ સ્નેહનું રિટર્ન છે. દૂર-દૂર થી ભાગીને આવવું, આ પણ સ્નેહ છે. સંપૂર્ણ સ્નેહ નું રિટર્ન શું છે? સ્નેહી તો છો. સાથે-સાથે બાપ નો પણ સ્નેહ છે. સદા એક સંકલ્પ છે કે સર્વ બાળકો બાપ સમાન બની જાય. જેવી રીતે બાપ તમારા બધાનાં સમાન, સ્નેહ નાં કારણે, સાકાર વતન નિવાસી, સાકાર રુપધારી બની જાય છે એવી રીતે તમે બધાં બાપ સમાન આકારી અવ્યક્ત વતન નિવાસી બનો અથવા નિરાકારી બાપ નાં ગુણો નાં સમાન સર્વ ગુણોમાં પણ માસ્ટર બની જાઓ. આને કહેવાય છે સંપૂર્ણ સ્નેહનું રિટર્ન. એવાં સંપૂર્ણ સ્નેહનું રિટર્ન આપવા વાળા બન્યાં છો કે બનવાનું છે? બન્યાં જરુર છો પણ નંબરવાર.
આજે બાપદાદા સર્વ સ્નેહી બાળકોનો ખેલ (રમત) જોઈ રહ્યાં હતાં. કયો ખેલ હશે? ખેલ જોવો તો તમને પણ ગમે છે. શું જોયું? અમૃતવેલા નો સમય હતો. દરેક આત્મા, જે પક્ષી સમાન ઉડવા વાળી છે અથવા રોકેટ ની ગતિ થી પણ તેજ ઉડવા વાળી છે, અવાજ ની ગતિ થી પણ તેજ જવા વાળી છે, બધાં પોત-પોતાનાં સાકાર સ્થાનો પર, જેવી રીતે પ્લેન એરોડ્રોમ પર આવી જાય છે તેવી રીતે બધાં પોતાનાં રુહાની એરોડ્રોમ પર પહોંચી ગયાં. લક્ષ અને ડાયરેક્શન (માર્ગદર્શન) બધાનું એક જ હતું. લક્ષ હતું ઉડીને બાપ સમાન બનવાનું અને ડાયરેક્શન હતું એક સેકન્ડ માં ઉડવાનું. શું થયું? જેવી રીતે સાયન્સ (વિજ્ઞાન) નું સાધન એરોપ્લેન જ્યારે ઉડે છે તો પહેલાં ચેકિંગ (તપાસ) થાય છે પછી માલ ભરવાનો હોય છે. જે પણ એમાં જોઈએ - જેવી રીતે પેટ્રોલ જોઈએ, હવા જોઈએ, ભોજન જોઈએ, જે પણ જોઈએ, એનાં પછી ધરતી ને છોડવાની હોય છે પછી ઉડવાનું હોય છે. બ્રાહ્મણ આત્મા રુપી વિમાન પણ પોતાનાં સ્થાન પર તો આવી જ ગયાં. પરંતુ જે ડાયરેક્શન હતું અથવા છે એક સેકન્ડમાં ઉડવાનું, એમાં કોઈ ચેકિંગ કરવામાં રહી ગયાં. હું આત્મા છું, શરીર નથી - આ જ ચેકિંગ માં રહી ગયાં અને કોઈ જ્ઞાન નાં મનન દ્વારા સ્વયં ને શક્તિઓથી સંપન્ન બનાવવામાં રહી ગયાં. હું માસ્ટર જ્ઞાન-સ્વરુપ છું, માસ્ટર સર્વશક્તિમાન છું - આ શુદ્ધ સંકલ્પ સુધી રહ્યાં, પરંતુ સ્વરુપ ન બની શક્યાં. તો બીજી સ્ટેજ (અવસ્થા) ભરવા સુધી રહી ગયાં અને કોઈ પછી ભરવામાં બીઝી (વ્યસ્ત) હોવાનાં કારણે ઉડવાથી રહી ગયાં કારણ કે શુદ્ધ સંકલ્પ માં તો રમણ કરી રહ્યાં હતાં પરંતુ આ દેહ રુપી ધરતી ને છોડી નહોતાં શકતાં. અશરીરી સ્ટેજ પર સ્થિત નહોતાં થઇ શકતાં. ખુબ જ થોડા બાપનાં ડાયરેક્શન પ્રમાણે સેકન્ડ માં ઉડીને સૂક્ષ્મ-વતન કે મૂળ-વતનમાં પહોંચ્યા. જેમ બાપ પ્રવેશ થાય છે અને ચાલ્યાં જાય છે, તો જેવી રીતે પરમાત્મા પ્રવેશ થવા યોગ્ય છે એવી રીતે મરજીવા જન્મધારી બ્રાહ્મણ આત્માઓ અર્થાત્ મહાન આત્માઓ પણ પ્રવેશ થવા યોગ્ય છે. જ્યારે ઈચ્છો કર્મયોગી બનો, જ્યારે ઈચ્છો પરમધામ નિવાસી યોગી બનો, જ્યારે ઈચ્છો સૂક્ષ્મ-વતનવાસી યોગી બનો. સ્વતંત્ર છો. ત્રણેય લોકોનાં માલિક છો. આ સમયે ત્રિલોકીનાથ છો. તો નાથ પોતાનાં સ્થાન પર જ્યારે ઈચ્છે ત્યારે જઈ શકે છે.
કેટલાંક બાળકો નો એક સંકલ્પ પહોંચે છે કે બાપ તો નિર્બન્ધન છે અને અમારે તો દેહ નું બંધન છે, કર્મ નું બંધન છે. પરંતુ બાપદાદા આ પ્રશ્ન પૂછે છે કે હજી સુધી શું દેહ સહિત ત્યાગ નથી કર્યો? પહેલો-પહેલો વાયદો છે બધાં બાળકો નો કે તન-મન-ધન તમારું, ન કે મારું. જયારે તમારું છે, મારું છે જ નહીં તો પછી બંધન શેનું? આ તો લોન પર બાપદાદાએ આપ્યું છે. તમે ટ્રસ્ટી છો, ન કે માલિક. જ્યારે મરજીવા બની ગયાં તો ૮૩ જન્મો નો હિસાબ સમાપ્ત થઈ ગયો. હવે આ નવો ૮૪ મો જન્મ છે. આ જન્મ ની તુલના બીજા જન્મો સાથે કરી જ ન શકાય. આ દિવ્ય જન્મ નું બંધન નથી, સંબંધ છે. કર્મ-બન્ધની જન્મ નથી, આ કર્મયોગી જન્મ છે. આ અલૌકિક દિવ્ય જન્મ માં બ્રાહ્મણ આત્મા સ્વતંત્ર છે, નહીં કે પરતંત્ર. તારા ને મારા માં લાવો છો, ત્યારે પરતંત્ર થાઓ છો. મારો પહેલો હિસાબ, મારો પહેલો સંસ્કાર આવ્યો ક્યાંથી? જો આમ સ્વતંત્ર થઈને રહો કે આ લોન પર મળેલું દેહ છે તો સેકન્ડ માં ઉડી શકો છો. જે વાયદા કરો છો કે જ્યાં બેસાડશો ત્યાં બેસીશું, જે કહેશો તે કરીશું. તો બાપ ની બન્ધની આત્મા છો કે કર્મ-બન્ધની આત્મા છો? આ પણ બાપે ડાયરેક્શન આપ્યું છે કે કર્મ કરો. તમે સ્વતંત્ર છો, ચલાવવા વાળા ચલાવી રહ્યાં છે, તમે ચાલી રહ્યાં છો. તમારી સરસ્વતી માઁ ની આ વિશેષ ધારણા હતી ‘હુકમી હુકમ ચલાવી રહ્યાં છે’ ત્યારે નંબર આગળ લઈ લીધો. ફોલો ફાધર અને મધર (મા-બાપ ને અનુસરો).
‘કર્મભોગ છે’, ‘કર્મબન્ધન છે’, ‘સંસ્કારો નું બન્ધન છે’, ‘સંગઠન નું બન્ધન છે’ - આ વ્યર્થ સંકલ્પ રુપી ઝાળ ને સ્વયં પોતે જ ઇમર્જ (જાગૃત) કરો છો અને પોતાની જ ઝાળમાં સ્વયં ફસાઈ જાઓ છો, પછી કહો છો કે હવે છોડાવો. બાપ કહે છે કે તમે છો જ છૂટેલાં. છોડો તો છૂટો. હવે નિર્બન્ધની છો કે બન્ધની છો? પહેલે થી જ શરીર છોડી ચૂક્યાં છો, મરજીવા બની ચૂક્યાં છો. આ તો ફક્ત વિશ્વની સેવા માટે શરીર રહ્યું છે, જૂનાં શરીરો માં બાપ શક્તિ ભરીને ચલાવી રહ્યાં છે. જવાબદારી બાપ ની છે, પછી તમે કેમ લઈ લો છો? જવાબદારી સંભાળી પણ નથી શકતાં પરંતુ છોડતાં પણ નથી. જવાબદારી છોડી દો અર્થાત્ મારા-પણું છોડી દો. મારો પુરુષાર્થ, મારું ઇન્વેન્શન (શોધ), મારી સર્વિસ (સેવા), મારું ટચિંગ, મારા ગુણ ખુબ જ સરસ છે, મારો હેન્ડલિંગ પાવર (નિયંત્રણ શક્તિ) ખુબ જ સરસ છે. મારી નિર્ણય-શક્તિ ખુબ જ સરસ છે. મારી સમજ જ યથાર્થ છે. બાકી બધાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ (ગેર-સમજણ) માં છે. આ મારું-મારું આવ્યું ક્યાંથી? આ જ રોયલ માયા છે, આનાથી માયાજીત બની જાઓ તો સેકન્ડ માં પ્રકૃતિ-જીત બની જશો. પ્રકૃતિ નો આધાર લેશો પરંતુ અધીન નહીં બનો. પ્રકૃતિ-જીત જ વિશ્વ-જીત અને જગત-જીત છે. પછી એક સેકન્ડ નું ડાયરેક્શન અશરીરી-ભવ નું સહજ અને સ્વતઃ (આપમેળે) થઈ જશે. ખેલ (રમત) શું જોયો? તારાં ને મારું બનાવવામાં ખુબ હોશિયાર છો. જેવી રીતે જાદુ મંત્ર થી જો કોઈ કાર્ય કરે છે તો ખબર નથી પડતી કે અમે શું કરી રહ્યાં છીએ. આ રોયલ માયા પણ જાદુ-મંત્ર કરી દે છે જે ખબર જ નથી પડતી કે અમે શું કરી રહ્યાં છીએ. હવે શું કરીશું? હવે કર્મબન્ધની થી કર્મયોગી સમજો. અનેક બંધનો થી મુક્ત એક બાપ નાં સંબંધ માં સમજો તો સદા એવર-રેડી (સદા તૈયાર) રહેશો. સંકલ્પ કર્યો અને અશરીરી બન્યાં, આ પ્રેક્ટિસ (અભ્યાસ) કરો. કેટલાં પણ સેવામાં બીઝી છો, કાર્યની ચારે બાજુની ખેંચતાણ હોય, બુદ્ધિ સેવાનાં કાર્યમાં અતિ બીઝી હોય - એવાં સમય પર અશરીરી બનવાનો અભ્યાસ કરીને જુઓ. યથાર્થ સેવાનું ક્યારેય બન્ધન હોતું જ નથી કારણ કે યોગ-યુક્ત, યુક્તિ-યુક્ત સેવાધારી સદા સેવા કરતાં રહીને પણ ઉપરામ રહે છે. એવું નહીં કે સેવા વધારે છે એટલે અશરીરી નથી બની શકતાં. યાદ રાખો મારી સેવા નથી બાપે આપી છે તો નિર્બન્ધન રહેશો. ‘ટ્રસ્ટી છું, બંધન મુક્ત છું’ એવી પ્રેક્ટિસ કરો. અતિ નાં સમયે અંત ની સ્ટેજ, કર્માતીત અવસ્થા નો અભ્યાસ કરો ત્યારે કહેશે કે તારાં ને મારા માં નથી લાવ્યાં. અમાનત માં ખ્યાનાત નથી કરી સમજ્યાં, હવે નો અભ્યાસ શું કરવાનો છે? જેવી રીતે વચ્ચે-વચ્ચે સંકલ્પો નાં ટ્રાફિક ને કંટ્રોલ (નિયંત્રિત) કરો છો તેવી રીતે અતિ નાં સમય અંત ની સ્ટેજ નો અનુભવ કરો ત્યારે અંત નાં સમયે પાસ વિથ ઓનર (સન્માનનીય ઉત્તીર્ણ) બની શકશો.
એવાં સદા બન્ધન-મુક્ત, બાપ સમાન જ્યારે ઈચ્છો પ્રકૃતિ-જીત, સંકલ્પ અને સંસ્કાર માં પણ ટ્રસ્ટી સદા દેહ ની સ્મૃતિ થી પણ ઉપરામ, એવાં વિશ્વ-ઉપકારી, વિશ્વ-કલ્યાણકારી બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
પાર્ટીઓની સાથે અવ્યક્ત બાપદાદા ની મુલાકાત:-
(બોમ્બે અને પૂના ઝોન)
સદા પોતાનાં મસ્તક પર ભાગ્ય નો તારો ચમકતો દેખાય છે? કે તારા ની ચમક આગળ ક્યારેક-ક્યારેક માયા નાં વાદળ પણ આવી જાય છે? જો વાદળ હોય છે તો તારા છૂપાઈ જાય છે અને વાદળ નથી હોતા તો ખુબ સુંદર ચમકતા રહે છે. એમ તમારા ભાગ્યનો તારો સદા ચમકે છે કે વાદળ આવી જાય છે? બ્રાહ્મણ બન્યાં અને તારો ચમક્યો, પરંતુ તારા ની આગળ વાદળ ન આવે. તારા ની ચમક છૂપાવા ન દો, આ છે અટેન્શન (ધ્યાન). જેવી રીતે ફોટો પાડો છો, જો વાદળાં આગળ આવી જાય તો ફોટો બરાબર આવશે? ફિચર્સ (લક્ષણ) જ નહીં દેખાશે, એવી જ રીતે જો ચમકતા તારા ની આગળ વાદળાં આવી જાય તો સાક્ષાત્કાર કેવી રીતે કરાવશો. તમે તો બાપ ને પ્રત્યક્ષ કરાવવા વાળા અર્થાત્ સ્વયં દ્વારા બાપ નો સાક્ષાત્કાર કરાવવા વાળા છો. વાદળો ની વચ્ચે કેવી રીતે સાક્ષાત્કાર થશે? તો સાક્ષાતકાર ક્યારે કરાવશો? શું જ્યારે વિનાશ થશે ત્યારે? હમણાં જ એવું બનવું પડશે. જો ઘણાં સમય નો વાદળો ને દૂર કરવાનો અભ્યાસ નહીં હશે તો વાદળ પણ એ જ સમય છેલ્લી ઘડીએ (સમયે) આવશે. સાક્ષાત્કાર માટે ઉભાં છો અને વાદળ આવી જાય તો આખો પ્રોગ્રામ જ અપસેટ (અસ્તવ્યસ્ત) થઇ જશે. હવે એવાં અભ્યાસી બનો જે દૂર થી જ વાદળ ભાગી જાય. જેવી રીતે સાયન્સ નાં સાધન તોફાન ને, પહાડો નાં રસ્તા ને પરિવર્તન કરી શકે છે ને. તે સાયન્સ તો અપૂર્ણ છે. સાયન્સ ક્યારેય સંપૂર્ણ થઈ નહીં શકે કારણ કે મનુષ્ય-મત છે. ક્યારેક નીચે ક્યારેક ઉપર થતું રહે છે. તો અનલૉફુલ (ગેરકાનૂની) થઈ ગયું ને. બાપ ની શ્રીમત પર ચાલવા વાળા તો જે ઈચ્છે તે કરી શકે છે. તો વિઘ્નો ને દૂર કરવાનો લાંબા સમય નો અભ્યાસ જોઈએ. પુરુષાર્થ તો બધાં કરી રહ્યાં છો પણ પુરુષાર્થ ની સ્પીડ (ગતિ) કેવી છે? કામ હોય એક સેકન્ડ નું તમે કરો બે કલાક માં, તો સમય તો પૂરો થઈ જશે ને. પ્રશ્નો નો જવાબ બરાબર આપે પણ સમય પર ન આપે, તો પાસ થશે કે ફેલ? ચાલી રહ્યાં છીએ, કરી રહ્યાં છીએ એનાંથી હવે કામ નહીં ચાલે. એમાં પણ ખુશ થઈ જવું કે રોજ ક્લાસ તો કરીએ છીએ, રેગ્યુલર (નિયમિત), પન્ચ્યુંઅલ (સમયનિષ્ઠ) છીએ, સેવા પણ કરીએ છીએ પણ જે બાપ નું ડાયરેક્શન છે - નિરંતર યોગી, સહજ-યોગી - એમાં રેગ્યુલર અને પન્ચ્યુંઅલ બનો. બાપ ની પાસે તેની પ્રેઝન્ટ માર્ક (હાજરી) પડશે ને. એનાં પણ માર્ક્સ (ગુણાંક) મળે છે પણ નંબર આગળ તો આ જ પ્રેઝન્ટ માર્ક થી બનશો. કઈ માળામાં આવવા વાળા છો? જો ક્યારેક-ક્યારેક આ સ્થિતિ માં સ્થિત રહો છો તો ક્યારેક-ક્યારેક પૂજવા વાળી માળામાં આવશો, પાછળ નાં મણકા બનશો. માતાઓ કઈ સેવા કરશો? બધાં નંબરવન જશે? નંબરવન ગ્રુપ બનશે. જેટલી સર્વિસ કરશો એટલું જ લાખ ગુણા, પદમ ગુણા થઈને મળશે. એટલે આ સંગમયુગ છે કરવાનો અને પામવાનો. હમણાં-હમણાં કરવું, હમણાં-હમણાં પામવું. પ્રવૃત્તિ માં રહેતા પણ ડબલ સેવા કરો, તો હેન્ડસ (સેવાધારી) પણ બની જશે અને સેવાકેન્દ્ર પણ ખુલી જશે. સરેન્ડર (સમર્પિત) હેન્ડસ તો ઓછા જ છે, તેઓ ચક્કર લગાવતા રહે પણ સંભાળવા વાળા પ્રવૃત્તિ વાળા હોય, એવાં પણ સેવાકેન્દ્ર ખુલી શકે છે. જો બાળકોની, ગૃહસ્થી ની ઝંઝટ છે તો અલગ રુમ લઈને સંભાળો. જો બાળકો વગેરે ની ખિટ-પિટ નથી, કોઈ વિઘ્ન-રુપ નથી તો ઘર માં પણ સેવાકેન્દ્ર સંભાળો.
૨. સદા અચળ-અડોલ રહો છો? કલ્પ પહેલાં પણ રાવણ સેનાએ હલાવવાનો પ્રયત્ન કર્યો પણ અંગદ અચળ રહ્યાં. પરિસ્થિતિઓ આવશે અને જતી રહેશે, સ્વસ્થિતિ સદા આગળ વધારશે. પરિસ્થિતિ ની પાછળ ભાગવાથી સ્વસ્થિતિ જતી રહેશે. કોઈ પણ પરિસ્થિતિ આવે તો તમે હાઈજમ્પ (ઉંચી છલાંગ) લગાવો, એનાથી પાર થઈ જશો. પરિસ્થિતિ આવવી પણ ગુડ-લક છે. તે પેપર (પરીક્ષા) ફાઉન્ડેશન ને મજબૂત કરવાનું સાધન છે. તે નિશ્ચય ને હલાવીને જોવા માટે આવે છે. એકવાર અંગદ સમાન મજબૂત થઈ જશો તો એ નમસ્કાર કરશે. પહેલાં વિકરાળ રુપ થી આવશે અને પછી દાસી રુપ થી આવશે. ચેલેન્જ કરો અમે મહાવીર છીએ. પાણી ની ઉપર લકીર (રેખા) રહે છે શું? આપ માસ્ટર જ્ઞાન સાગર ની ઉપર કોઈ પરિસ્થિતિ વાર કરી નથી શકતી.
૩. સદા ‘એક બળ એક ભરોસો’ એ જ લગન માં રહો છો? જે સદા એક ભરોસા માં રહે છે તે જ સદા એકરસ રહે છે. બીજો કોઈ પણ રસ એવી આત્માઓને આકર્ષિત નથી કરી શકતો. એવી આત્માઓ સદા સ્વયં પણ લાઈટ હાઉસ બનીને નિર્વિઘ્ન થઈને ચાલે છે અને અનેકોને નિમિત્ત રસ્તો દેખાડવા વાળી બને છે. તો રોજ કેટલી આત્માઓને લાઈટ હાઉસ બનીને રસ્તો બતાવો છો? આ જ બ્રાહ્મણોનું કર્તવ્ય છે, આ જ ધંધો અથવા વ્યવહાર છે.
૪. સદા બાપ નાં ગુણો માં અનુભવી મૂર્ત છો? જે બાપ નાં ગુણ ગાઓ છો એ બધાનાં અનુભવી છો ને? આનંદ નાં સાગર બાપ છે તો એ જ આનંદ નાં સાગર ની લહેરો માં લહેરાવવા વાળા અનુભવી મૂર્ત. જે સદા સર્વ ગુણો નાં અનુભવી છે એવાં અનુભવી મૂર્ત દ્વારા બાપ ની સૂરત (ચહેરો) પ્રત્યક્ષ થાય છે. તમે બધાં બાપ ને પ્રત્યક્ષ કરવા વાળા છો. એટલાં મહાન છો જે પરમાત્મા ને પણ પ્રત્યક્ષ કરવા વાળા છો. દરેકની સૂરત થી બાપ નાં ગુણ દેખાય. જે પણ સંપર્ક માં આવે એને આનંદ, પ્રેમ,સુખ બધાં ગુણોની અનુભૂતિ થાય.
૫. પાછળ થી આવવા વાળા બન્યાં-બનેલ પર આવ્યાં છે. જેવી રીતે દાદા, પરદાદા બીજ નાખે છે અને પૌત્ર પરપૌત્ર ખાય છે. તો પાછળ થી આવવા વાળા ફળ ખાવા વાળા છે. હવે કેટલાં સરસ સાધન, કેટલાં સરસ સ્થાન બન્યાં-બનેલ મળ્યાં છે. મંથન કરવા વાળા બીજા છે તમે માખણ ખાવા વાળા છો. એટલે સદા ખુશ છો. સદા પોતાનાં ભાગ્ય ને અને આપવા વાળા દાતા ને યાદ રાખો. બાપદાદા સદા કહે છે નાનાં સુભાનઅલ્લા હોય છે અર્થાત અલ્લાહ સમાન.