Search for a command to run...
30 Nov 1979
સ્વમાન માં સ્થિત આત્મા નાં લક્ષણ
30 November 1979 · ગુજરાતી
બાપદાદા દરેક બાળકને પદમાપદમ ભાગ્યશાળી આત્મા જુએ છે. દરેકની શ્રેષ્ઠ પ્રાલબ્ધ સદા બાપ ની સામે છે અને આ જ બેહદનાં બાપ ને બાળકો પર નાઝ (ગર્વ) છે. આટલા બધાં બાળકો વિશ્વની સામે પરમ-પૂજ્ય છે. ભલે નંબરવાર પુરુષાર્થી છે છતાં પણ લાસ્ટ (અંતિમ) બાળક પણ દુનિયાની સામે ગાયન યોગ્ય અને પૂજનીય છે. લાસ્ટ બાળકનું પણ હમણાં સુધી ગાયન અને પૂજન ચાલી રહ્યું છે. એક બેહદનાં બાપ નાં આટલાં બાળકો આવાં યોગ્ય બને છે. હવે વિચારો કે બધાં કેટલાં પદમાપદમ ભાગ્યશાળી છે. હમણાં સુધી પણ ભક્ત લોકો આપ નંબરવાર દેવતા ધર્મની આત્માઓનાં દર્શન માટે તરસ્યાં છે. ચૈતન્ય માં એવાં ભાગ્યશાળી બન્યાં છો, એવાં યોગ્ય બન્યાં છો ત્યારે તો હમણાં સુધી પણ એમનાં દર્શન નાં તરસ્યાં છે. એટલે બાપદાદા ને ૧૬ હજારની માળાનાં લાસ્ટ દાણા પર પણ ગર્વ છે. ભલે કેવાં પણ હોય, અલબેલા પુરુષાર્થી હોય, મધ્યમ પુરુષાર્થી હોય કે તીવ્ર પુરુષાર્થી હોય પરંતુ બાપ નાં બન્યાં, પૂજનીય અને ગાયન યોગ્ય બન્યાં કારણ કે પારસનાથ બાપ નાં સંગ માં લોખંડ થી પારસ તો બની જ ગયાં. પારસ ની વેલ્યુ જરુર હોય છે. એટલે ક્યારેય પણ સ્વમાન માં પોતાને ઓછા ન સમજતાં. દેહ-અભિમાન માં નહીં આવતાં. સ્વમાન માં રહેવા વાળા ક્યારેય પણ અભિમાન માં ન આવી શકે. તે સદા નિર્માણ હોય છે. જેટલું મોટું સ્વમાન એટલાં જ ‘હા જી’ માં નિર્માણ. સ્વમાન વાળા બધાંને માન આપવા વાળા દાતા હોય છે. નાનાં-મોટા, જ્ઞાની-અજ્ઞાની, માયાજીત કે માયાવશ, ગુણવાન હોય કે કોઈક એક-બે અવગુણવાન પણ હોય અર્થાત્ ગુણવાન બનવાનાં પુરુષાર્થી હોય પણ સ્વમાન વાળા બધાંને માન આપવા વાળા દાતા હોય છે અર્થાત્ સ્વયં સંપન્ન હોવાનાં કારણે સદા રહેમદિલ હશે. દાતા અથવા રહેમદિલ. ક્યારેય કોઈ પણ પ્રકારની આત્માનાં પ્રત્યે સંકલ્પ માત્ર પણ રોબ (અહંકાર) માં નહીં આવે. કાં રહેમ હોય છે અથવા રોબ હોય છે. આ ‘આવું કેમ’, ‘આવું ન કરવું જોઈએ’, ‘હોવું ન જોઈએ’, ‘જ્ઞાન આવું કહે છે શું’, આ પણ સૂક્ષ્મ રોબ નો અંશ છે. એટલે રહેમદિલ દાતા સ્વમાન વાળા બધાંને માન આપશે, માન આપીને ઉપર ઉઠાવશે. જો કોઈ પુરુષાર્થી પોતાની કમજોરી થી કે અલબેલા-પણા નાં કારણે નીચે પડી પણ જાય છે અર્થાત્ પોતાની સ્ટેજ (અવસ્થા) થી નીચે આવી જાય છે તો પણ તમે સ્વમાનધારી પુણ્યાત્મા છો. પુણ્ય આત્માનું કામ છે - નીચે પડેલાને ઉઠાવવાં, સહયોગી બનાવવાં ન કે ‘કેમ પડ્યો’, ‘પડવો જ જોઇએ’, ‘કર્મોનું ફળ ભોગવી રહ્યો છે’, ‘કરશે તો જરુર પામશે’, સ્વમાનધારીઓનાં સંકલ્પ માં પણ કોઈનાં પ્રત્યે આવાં સંકલ્પ કે બોલ ન નીકળી શકે. એવી પુણ્યાત્મા પરવશ ને પણ સ્વતંત્ર બનાવશે. રોબ નો અંશ પણ નહીં હશે. સ્વમાનધારી એમને કહેવાય છે. એવાં ને દેહ-અભિમાન ક્યારેય આવી ન શકે. બાપદાદા દરેક બાળકને આવી પુણ્ય આત્મા ની નજરથી જુએ છે. ફોલો ફાધર (બાપ નું અનુસરણ કરવું).
બોમ્બે નિવાસી ફોલો ફાધર કરવામાં હોંશિયાર છો ને? બોમ્બે છે જ બાપ નું. એટલે સાકાર બાપ નું આવવાનું પણ વધારે બોમ્બે માં જ થયું. જેટલીવાર સાકાર માં આવવાનું થયું એટલી પાલના મળી. તો આવી ધરતી નાં નિવાસી પણ એવાં પુણ્યાત્મા અર્થાત્ કોઈનાં પાપ ને પણ પરિવર્તન કરી દે. કોઈની પણ કમી ને ન જુએ પણ કમાલ (વિશેષતા) ને જુએ. તો તે કમી પણ કમાલ માં પરિવર્તન થઈ જશે. પુણ્યભૂમિ નાં નિવાસી એવાં મહાન છો ને? બોમ્બે નિવાસી તો નંબરવન એવરરેડી (સદા તૈયાર) હશે. કોઈ પણ ઘડી વિનાશ જ્વાળા પ્રજ્વલિત થઈ જાય એનાં પહેલાં એવરરેડી છો ને? એ સમયે તો તૈયારી નહીં કરવા લાગો? એવું તો નહીં વિચારો કે હમણાં સંપન્ન નથી બન્યાં? પ્રજા નથી બનાવી? પહેલાંથી જ બધામાં સંપન્ન થવાનું છે. પ્રકૃતિ પણ તમારી રાહ જોઈ રહી છે - દાસી બનીને સેવા કરવા માટે. દાસી તો જરુર માલિક ની રાહ જ જોશે ને. એટલે સદા માલિક-પણા ની સ્ટેજ (સ્થિતિ) પર રહો.
કુમારોની સાથે:- કુમાર અને બ્રહ્માકુમાર. પ્રવૃતિનાં જીવનમાં પણ કુમાર અને બ્રાહ્મણ જીવનમાં પણ બ્રહ્માકુમાર. ફક્ત કુમાર નહીં પણ બ્રહ્માકુમાર. જો ફક્ત કુમાર રહેશો તો માયા આવશે. બ્રહ્માકુમાર રહેશો તો માયા ભાગી જશે. તો જેવી રીતે બ્રહ્મા આદિ દેવ છે બ્રહ્માકુમાર પણ આદિ રતન હશે. આદિ દેવ નાં બાળકો માસ્ટર આદિ-દેવ. આદિ રતન સમજશો તો પોતાનાં જીવન નાં મૂલ્યને જાણશો. તમે બધાં પ્રભુનાં રતન, ઈશ્વર નાં રતન છો, તો તમારી કેટલી વેલ્યુ થઈ ગઈ. સદા પોતાને આદિ-દેવ નાં બાળકો માસ્ટર આદિદેવ, આદિ રતન સમજો તો જે પણ કાર્ય કરશો એ સમર્થ થશે વ્યર્થ નહીં. કુમાર જેટલાં સર્વિસ માં (સેવામાં) રહેશે એટલાં માયાજીત રહેશે. પોતાને ફ્રી નહીં રાખો.
૨. કુમાર બધી રીતે નિર્બન્ધન છે. લૌકિક જવાબદારીઓથી પણ નિર્બન્ધન અને માયાનાંં બંધનો થી પણ નિર્બન્ધન. કોઈ પણ બંધન નાં અધીન નહીં. બંધન મુક્ત ની નિશાની છે - સદા યોગયુક્ત. યોગયુક્ત બંધન-મુક્ત જરુર હશે. મન નું પણ બંધન નહીં. લૌકિક જવાબદારી તો ખેલ (રમત) છે. બંધન ની રીતે નહીં પણ ડાયરેક્શન (માર્ગદર્શન) પ્રમાણે રમત ની રીતે હસી ને રમો તો નાની-નાની વાતો માં થાકશો નહીં. જો બંધન સમજો છો તો હેરાન થાઓ છો. શું, કેમ નાં પ્રશ્ન ઉઠે છે. પરંતુ ડાયરેક્શન પ્રમાણે રમત રમી રહ્યાં છીએ એવું સમજવાથી અથક રહેશો. જવાબદાર બાપ છે, તમે નિમિત્ત છો. કુમાર તો ડબલ નિર્બન્ધન છે. કોઇ પુંછડી નથી. સદા લકી (ભાગ્યશાળી) રહેજો, ગભરાતાં નહીં, પોતાનાં હાથ થી ભોજન બનાવવું ખુબ સારું છે. પોતાનાં માટે અને બાપ નાં માટે પ્રેમ થી બનાવો. પહેલાં બાપ ને ખવડાવો. પોતાને એકલાં સમજો છો તો થાકી જાઓ છો. સદા એ સમજો કે અમે બે છીએ, બીજા માટે બનાવવાનું છે તો વિધિપૂર્વક પ્રેમ થી બનાવો તો ખુબ સારું લાગશે. કુમારો નું અરસ-પરસ ગ્રુપ હોવું જોઈએ, ક્યારેક કોઈ બીમાર પડે તો એક ની ડ્યુટી હોય. એકબીજાની મદદ કરી સેવા કરો. ક્યારેય પણ પુંછડી લગાડવાનો સંકલ્પ ન કરતાં, નહીં તો ખુબ હેરાન થઈ જશો. બહાર થી તો ખબર નહીં પડે પરંતુ જો લગાવી દીધી તો મુશ્કેલ થઈ જશે. હમણાં તો સ્વતંત્ર છો પછી જવાબદારી વધી જશે. બધાંએ બાપ ને કમ્પેનિયન (સાથી) બનાવ્યાં છે ને? તો એક કમ્પેનિયન ને છોડીને બીજા બનાવાય છે શું? આ તો લૌકિક માં પણ સારું નથી માનવામાં આવતું. તો કુમાર ક્યારેય પોતાને એકલાં નહીં સમજો, જો એકલાં સમજશો, તો ઉદાસ થઈ જશો.
કુમાર જ્વાળારુપ બનીને જ્વાળા જગાવો તો જલ્દી વિનાશ થઇ જશે. એવી યોગ ની અગ્નિ તેજ કરો જેથી વિનાશ ની જ્વાળા તેજ થઈ જાય. ક્યારેય પણ કોઈ પણ વાત માં ‘શું’ અને ‘કેમ’ કરવા વાળા તો નથી ને? કોઈ પણ વાતમાં ‘શું’, ‘કેમ’ તે કરે છે જે માસ્ટર ત્રિકાળદર્શી નથી. જે ત્રણેય કાળો ને જાણે છે તે ‘શું’ ‘કેમ’ નહીં કરે. ‘કેમ’, ‘શું’ કરવા વાળા નાનાં બાળકો હોય છે, તમે બધાં તો વાનપ્રસ્થ સુધી પહોંચી ગયાં છો ને. વાનપ્રસ્થ સ્થિતિ માં રહેવાથી માયા થી ઉપરામ રહેશો. જેટલી લાઈન ક્લિયર (સાફ) હશે એટલી પુરુષાર્થ ની સ્પીડ (ગતિ) તેજ હશે. બધાની લાઈન ક્લિયર છે? કુમાર તો ખુબ કમાલ કરી શકે છે. રુહાની યુથ (યુવાન) ગ્રુપ છો ને. આજકાલ નાં યુથ ગવર્મેન્ટ ને (સરકારને) પણ બદલવા ઈચ્છે તો બદલી દે. તે કરે છે ડિસ્ટ્રક્શન (વિનાશ), નુકસાન અને તમે કરશો કન્સ્ટ્રક્શન (સ્થાપના). તમારે વિનાશ નથી કરવાનો. તમે સ્થાપના કરશો તો વિનાશ આપમેળે જ થઇ જશે.
કુમારીઓને કહે છે ૧૦૦ બ્રાહ્મણ થી ઉત્તમ એક કન્યા. અને કુમાર કેટલાંથી શ્રેષ્ઠ છે. ૭ શીતળાઓની સાથે એક કુમાર દેખાડે છે તો તમે ૭૦૦ બ્રાહ્મણો થી ઉત્તમ થયાં. કુમાર હાર્ડવર્કર (પરિશ્રમી) છે, જે કરવા ઈચ્છે તે કરી શકે છે. દરેક કુમારે પોતાનું ગ્રુપ તૈયાર કરવું જોઈએ. આપસ માં રીસ (રિસાવું) નહીં પરંતુ રેસ કરો. માયા કેટલું પણ હલાવવાની કોશિશ કરે પણ તમે અંગદ ની માફક જરા પણ ન હલો, નખ થી પણ હલાવી ન શકે. જો જરા પણ કમજોરી નાં સંસ્કાર હશે તો માયા પોતાનાં બનાવી લેશે. એટલે મરજીવા બનો, જૂના સંસ્કારો થી મરજીવા. કોઇ પણ વિઘ્ન તમારાં માટે પાઠ છે, તમે એનાં અનુભવી બનતાં-બનતાં પાસ વિથ ઓનર (સન્માનનીય ઉત્તીર્ણ) થઈ જશો. કાંઈ પણ થાય છે તો એનાથી પાઠ (શીખ) લઈ લેવો જોઈએ. કેમ-શું માં ન જવું જોઈએ.
કુમાર તો છે જ સદા સેવાધારી. ઓલરાઉન્ડ સેવા - મનસા-વાચા-કર્મણા, બધામાં સેવાધારી. જો આટલાં બધાં ઓલરાઉન્ડ સેવાધારી છે તો ઘણાં હેન્ડસ (સેવાધારી) થઈ ગયાં. તમે બધાં ખુબ કમાલ કરી શકો છો.
અધર કુમારોની સાથે:- અડધોકલ્પ તમે દર્શન કરવા જતાં હતાં, હવે બાપ પરમધામ થી આવે છે તમારા દર્શન માટે. જોવા ને જ દર્શન કહે છે. બાપ બાળકોને જોવા માટે આવે છે. તે દર્શન નહીં આ દર્શન અર્થાત્ મળવું. એવાં દર્શન જેનાંથી પ્રસન્ન થઈ જાય. અધર કુમાર અર્થાત્ સદા પવિત્ર પ્રવૃત્તિ માં રહેવા વાળા. બેહદની પ્રવૃત્તિ માં સદા સેવાધારી, હદની પ્રવૃત્તિ માં ન્યારા. અધર કુમારો નું ગ્રુપ છે - કમળ પુષ્પો નો ગુલદસ્તો.
પ્રવૃત્તિમાં રહેતા વિઘ્ન-વિનાશ કની સ્ટેજ (અવસ્થા) પર રહો છો ને? વિઘ્ન-વિનાશક સ્ટેજ છે - સદા બાપ સમાન માસ્ટર સર્વશક્તિમાન ની સ્થિતિ માં રહેવું. આ સ્થિતિ માં રહેશો તો વિઘ્ન વાર કરી જ ન શકે. જો સદા માસ્ટર સર્વશક્તિમાન ની સ્થિતિ માં નથી રહેતાં તો ક્યારેક વિઘ્ન-વશ ક્યારેક વિઘ્ન-વિનાશક. જેટલો સમય વિઘ્નો નાં વશ છો એટલો સમય લાખગુણા ખોટ માં જાય છો. જેવી રીતે એક કલાક સફળ કરો છો તો લાખ ગુણા જમા થાય, એવી રીતે એક કલાક વેસ્ટ (વ્યર્થ) જાય છે તો લાખ ગુણા ખોટ થાય છે. એટલે હવે વ્યર્થ નું ખાતુ બંધ કરો. દરેક સેકન્ડ એટેન્શન (ધ્યાન). મોટામાં-મોટાં બાપ નાં મોટાં બાળકો છો તો સદા આ અટેન્શન રાખો.
પ્રવૃત્તિ માં રહેતા સદા માયા થી નિવૃત્ત. ન્યારા અને પ્યારા. ન્યારા થઈને પછી પ્રવૃત્તિ નાં કાર્ય માં આવો તો સદા માયાપ્રુફ અર્થાત્ ન્યારા રહેશો. ન્યારા સદા પ્રભુ નાં પ્યારા હોય છે. ન્યારા-પણું અર્થાત્ ટ્રસ્ટી-પણું. ટ્રસ્ટીનું કોઈમાં પણ એટેચમેન્ટ (લગાવ) નથી હોતું. કારણ કે મારાપણું નથી હોતું. તો બધાં ટ્રસ્ટી છો ને. ગૃહસ્થી સમજશો તો માયા આવશે. ટ્રસ્ટી સમજશો તો માયા ભાગી જશે. મારાપણા થી માયા નો જન્મ થાય છે. જ્યારે મારાપણું નથી તો માયા નો જન્મ જ નથી. જેવી રીતે ગંદકી માં કીડા ઉત્પન્ન થાય છે એવી જ રીતે જ્યારે મારાપણું આવે છે તો માયા નો જન્મ થાય છે. તો માયાજીત બનવાની સહજ રીત - સદા ટ્રસ્ટી સમજો. એમાં તો હોશિયાર છો ને? બ્રહ્માકુમાર અર્થાત્ ટ્રસ્ટી. ભલે પ્રવૃત્તિ માં છો પણ છો બ્રહ્માકુમાર ન કે પ્રવૃત્તિ-કુમાર. જ્યારે બ્રહ્માકુમાર ની સ્મૃતિ રહે છે તો પ્રવૃત્તિ માં પણ ન્યારા, બ્રહ્માકુમાર નાં બદલે કોઈ બીજો સંબંધ સમજશો તો માયા આવશે. એટલે પોતાની અલૌકિક સરનેમ (અટક) સદા યાદ રાખો.
જેમ લૌકિકમાં બધી વાતોનાં અનુભવી છો, એમ માસ્ટર જ્ઞાન-સાગર બની જ્ઞાન નાં ઊંડાણ માં પણ અનેક અનુભવ રુપી રતનો ને પ્રાપ્ત કરતાં રહો છો ને? જેટલાં સાગરનાં તળિયા માં જાય છે એટલું શું મળે છે? રતન. એવી જ રીતે જેટલાં જ્ઞાન નાં ઊંડાણમાં જશો એટલાં અનુભવ નાં રતન મળશે અને એવાં અનુભવી મૂર્ત થઈ જશો જે તમારા અનુભવો ને જોઈ બીજા પણ અનુભવી બની જશે. એવાં અનુભવી બન્યાં છો? એક છે જ્ઞાન સાંભળવું અને સંભળાવવું, બીજું છે અનુભવી-મૂર્ત બનવું. સાંભળવું અને સંભળાવવું - પહેલી સ્ટેજ, અનુભવી મૂર્ત બનવું આ છે છેલ્લી સ્ટેજ. જેટલાં અનુભવી હશો એટલાં અવિનાશી અને નિર્વિઘ્ન રહેશો. અનુભવો ને વધારતાં જાઓ, દરેક ગુણ માં અનુભવી-મૂર્ત બનો. જે બોલો તે અનુભવ થાય. પાંડવ બધાં અનુભવી મૂર્ત છો ને? અનુભવી ને કોઈ હલાવવા પણ ઈચ્છે તો હલાવી નથી શકતાં. અનુભવ ની આગળ માયાની કોઈ પણ કોશિશ સફળ નહીં થશે. માયાનાં વિધ્નો નાં પણ અનુભવી થઈ ગયાં છો ને? અનુભવી ક્યારેય છેતરાતાં નથી. અનુભવ નું ફાઉન્ડેશન (પાયો) મજબૂત હોય.
સદા પુરુષાર્થ ની તીવ્ર ગતિ થી ચાલતાં રહો. શુદ્ધ સંકલ્પો નો સ્ટોક હોય તો વ્યર્થ ખતમ થઇ જશે. રોજ જે જ્ઞાન સાંભળો છો, એમાંની કોઇ-ને-કોઇ વાત પર મનન કરતાં રહો. વ્યર્થ સંકલ્પ ચાલવા અર્થાત્ મન ની શક્તિની કમી (અભાવ) છે. મનન કરતાં શીખો. એક જ શબ્દ લઈને એનાં ઊંડાણ માં જાઓ. સ્વયં પોતાને રોજ કોઈ-ને-કોઈ ટોપિક (વિષય) વિચારવા માટે આપો, પછી વ્યર્થ સંકલ્પ સમાપ્ત થઈ જશે. જ્યારે પણ કોઈ વ્યર્થ સંકલ્પ આવે તો બુદ્ધિ થી મધુબન પહોંચી જજો. અહીંયાનું વાતાવરણ, અહીંયાનો શ્રેષ્ઠ સંગ યાદ કરશો તો પણ વ્યર્થ ખતમ થઇ જશે. જીવન પરિવર્તન થઈ જશે. અધર કુમાર જો બ્રહ્મકુમાર નથી બન્યાં તો આગળ નહીં વધી શકે.
પોતાને સદા પદમાપદમ ભાગ્યશાળી આત્મા સમજીને દરેક કર્મ કરો તો દરેક કર્મ શ્રેષ્ઠ થશે. તમારાં દ્વારા અનેકો ને સંદેશ મળતો રહેશે. તમે મેસેન્જર (સંદેશવાહક) છો. જ્યાં પણ જાઓ, જે પણ સંપર્ક માં આવે એમને બાપ નો પરિચય આપતાં રહો. બીજ નાખતાં જાઓ. એવું પણ ન વિચારતાં આટલાને કહ્યું પણ આવ્યાં ૨-૪ જ. કોઈ બીજનું ફળ જલ્દી નીકળે છે, કોઈ બીજનું ફળ સીઝન માં નીકળે છે. અવિનાશી બીજ છે, ફળ અવશ્ય આપશે, એટલે બીજ નાખતાં જાઓ અર્થાત્ સંદેશ આપતાં જાઓ. સદા યાદ અને સેવાનું બેલેન્સ (સંતુલન) રાખીને બ્લિસફુલ (આનંદિત) બનો. અચ્છા.
કુમારીઓ સાથે:- કુમારીઓ તો છે જ બાપની સેવાનાં હેન્ડ્સ (સહયોગી). બધાં બ્રહ્મા બાપની ભુજાઓ છો ને? બધાં તૈયાર છો. ટોકરી વાળી છો કે તાજ વાળી છો? કાં તો ટોકરી હશે કાં હશે તાજ. બંને સાથે કેવી રીતે રાખશો? બધાં સહયોગી છો ને? જ્યારે કહે ત્યારે તૈયાર. ડાયરેક્શન પ્રમાણે ચાલવા વાળી છો ને? જો તેજી થી (ઝડપથી) ચાલવાનું શરું કરશો તો મંજિલ પર પહોંચી જશો. કુમારીઓ તો છે જ સદા સંતુષ્ટ. કુમારીઓને માયા આવે છે? જેવી રીતે કુમારીઓને બીજી કોઇ પૂંછડી નથી તો માયા ની પૂંછડી ક્યાંથી આવી. જેમ બીજા બધાંથી નિર્બન્ધન એમ માયા થી નિર્બન્ધન. કુમારીઓ અર્થાત્ નિર્બન્ધન, કોઈ પણ પૂંછડી નહીં.
કુમારીઓ છે જ સદા ડબલ લાઈટ, ન કર્મો નાં બંધન નો બોજો અને ન આત્માની ઉપર પાછલાં સંસ્કારો નો બોજો. બધાં બોજાઓથી હલકાં. એવાં છો ને? કુમારી અર્થાત્ સ્વતંત્ર, બધી રીતે. ફક્ત સંબંધ ની રીત થી નહીં, તન થી નહીં પરંતુ મન થી પણ સ્વતંત્ર. એવાં હલકાં છો ને? જેટલી યાદ માં સ્પીડ (ગતિ) વધારતાં જશો એટલાં હલકાં રહેશો. યાદ જ સાધન છે ડબલ લાઈટ બનવાનું. તો સદા પોતાને હલકાં રાખો. કોઈ પણ વાત આવે - ડોન્ટ કેર (કોઈ ચિંતા નહીં). જમ્પ (છલાંગ) લગાવી દો તો વાત નીચે રહી જશે. હલકાં ખુબ મોટો જમ્પ લગાવી શકે છે.
માતાઓ સાથે:- બધી શક્તિઓનાં હાથ માં બાપની પ્રત્યક્ષતા નો ઝંડો છે ને? શક્તિઓને જેવી રીતે બીજા શસ્ત્ર આપ્યાં છે, હવે શક્તિઓએ બાપને પ્રત્યક્ષ કરવાનો ઝંડો લહેરાવવાનો છે. દરેક શક્તિ દ્વારા બાપ પ્રત્યક્ષ થઈ જાય. ત્યારે જય-જયકાર થઇ જશે. શક્તિઓ દ્વારા બાપની પ્રત્યક્ષતા થઈ છે એટલે સદા શિવ-શક્તિ સાથે બતાવ્યું છે. જે શિવ ની પૂજા કરશે તેઓ શક્તિ ની જરુર કરશે. બાપ અને શક્તિઓ નો ગાઢ સંબંધ છે. એટલે પૂજા સાથે-સાથે થાય છે. શક્તિઓએ બાપની પ્રત્યક્ષતા નો ઝંડો લહેરાવ્યો છે ત્યારે તો પૂજા થાય છે. ઝંડો લહેરાવવો અર્થાત્ ઊંચો અવાજ હોય. પ્રત્યક્ષતા નો ઝંડો લહેરાવવાથી બધાં સુધી અવાજ સંભળાય. બાપદાદા ને શક્તિ સેના પર નાઝ (ગર્વ) છે. જેમને કોઈએ આગળ ન વધાર્યા તે એટલી આગળ વધી જે આખાં વિશ્વને બદલી દે. જેમને લોકોએ ના-ઉમ્મીદ કરીને છોડી દીધી, બાપે તેમને ઉમેદવાર બનાવી દીધી. પહેલાં શક્તિ, પાછળ શિવ. પોતાને પણ પાછળ કર્યાં. તો એવાં શિવ બાપને ક્યારેય પણ ભૂલતાં નહીં. સદા પોતાનું કમ્બાઇન્ડ (સંયુક્ત) રુપ જ જુઓ અને કમ્બાઇન્ડ રુપ માં ચાલો.
માતાઓને જોઈને બહુ ખુશી થાય છે. માતાઓ નીચે પડી તો ચરણો સુધી, ચઢે છે તો એકદમ માથા નો તાજ. ખુબ નીચે પડેલા ખુબ ઉપર ચઢી જાય તો ખુશી થાય ને. માતાઓ માટે તો છે જ એક ખુશી નો ઝૂલો. સદા એ જ ઝૂલામાં ઝૂલતાં રહો. માતાઓને બાપ દ્વારા વિશેષ આગળ જવાની લિફ્ટ મળી છે. થોડો પુરુષાર્થ પોતાનો અને હજાર ગણી મદદ બાપ ની. એક કદમ તમારો અને હજાર કદમ બાપ નાં. માતાઓને તો સદા વિશેષ ખુશી થવી જોઈએ કે શું થી શું બની ગયાં. ના-ઉમ્મીદ થી સર્વ ઉમ્મીદો વાળું જીવન બની ગયું, પાસ્ટ (ભૂતકાળ) નાં જીવન માં શું હતાં હવે શું બની ગયાં. દુનિયા ભટકી રહી છે અને તમે ઠેકાણા પર. તો ખુશી તો થવી જોઈએ ને!
શક્તિઓ પોતાનાં શક્તિ રુપમાં આવી ગઈ તો બધાંને વાયબ્રેશન્સ (પ્રકંપન) ફેલાતાં રહેશે. ગૃહસ્થી માં રહેતાં ટ્રસ્ટી થઈને રહેશો તો ન્યારી રહેશો. પોતાનું અને બીજા નું જીવન સફળ બનાવવાનાં નિમિત્ત બનશો. સદા આ જ નશા માં રહો, અમે કલ્પ પહેલા વાળી ગોપીઓ છીએ. બાપ મળી ગયાં એટલે બધું જ મળી ગયું. કોઈ અપ્રાપ્ત વસ્તુ છે જ નહીં. બાપની સાથે સદા ખુશી માં નાચતા રહો, દુઃખનું નામ-નિશાન પણ ખતમ.
શક્તિઓનો મુખ્ય ગુણ છે નિર્ભય. માયા થી પણ ડરવા વાળી નહીં. એવી નિર્ભય છો? માયા ભલે સિંહ નાં રુપમાં આવે અર્થાત્ વિકરાળ રુપમાં આવે પરંતુ શક્તિઓ તે સિંહ પર પણ સવારી કરવા વાળી, એટલી નિર્ભય. જે નિર્ભય સ્ટેજ (અવસ્થા) પર રહે છે એમનો સાક્ષાત્કાર શક્તિ રુપ નો થાય છે. સદા શસ્ત્રધારી. દુનિયા તમને એ જ રુપમાં નમસ્કાર કરવાં આવશે.
માતાઓ ફક્ત બાપની સાથે સર્વ સંબંધ નિભાવતી રહે તો નંબરવન લઈ શકે છે. માતાઓ જો નષ્ટોમોહા માં પાસ થઈ ગઈ તો ખુબ જ આગળ નંબર લઇ શકે છે. માતાઓ માટે આ જ સબ્જેક્ટ (વિષય) જરુરી છે. બાપદાદા માતાઓને એક્સ્ટ્રા લિફ્ટ (અધિક સહયોગ) આપે છે, કારણ કે જાણે છે ખુબ જ ભટકી છે, ખુબ જ દુઃખ જોયાં છે હવે બાપ માતાઓનાં પગ દબાવે છે, અર્થાત્ સહયોગ આપે છે. બાપ ને ખુબ દયા આવે છે. આખું જીવન ગુમાવ્યું, હવે થોડા સમય માં પાસ (ઉત્તીર્ણ) થઈ જાઓ. અચ્છા.