Search for a command to run...
9 Feb 1980
મધુવન નિવાસીઓ ની વિશેષતા
9 February 1980 · ગુજરાતી
આજે વિશેષ મધુવન નિવાસી ભાગ્યશાળી આત્માઓને મળવા આવ્યાં છે. મધુવન નિવાસીઓની મહિમા આજ દિવસ સુધી ભક્ત પણ ગાઈ રહ્યાં છે અને બ્રાહ્મણ પણ ગાય છે કારણ જે મધુવન ધરતી ની મહિમા છે તો એ ધરતી પર રહેવા વાળાઓની મહિમા સ્વતઃ જ મહાન થઇ જાય છે. મધુવન વાળા ને ડ્રામા અનુસાર બધી વાતોમાં વિશેષ ચાન્સ મળ્યો છે. બાપદાદાની ચરિત્ર ભૂમિ, કર્મભૂમિ હોવાનાં કારણે જેમ સ્થાન નો સ્થિતિ પર પ્રભાવ પડે છે, એમ સ્વ સ્થિતી માં શ્રેષ્ઠતા લાવવાનું કે તીવ્ર પુરુષાર્થી બનવાનું સ્થાન હોવાનાં કારણે પણ મધુવન વાળા ને વિશેષ ચાન્સ છે. મન્સા ને વિશ્વ કલ્યાણકારી વૃત્તિ માં શક્તિશાળી બનવા માટે અર્થાત્ વિશ્વ-સેવાનું મુખ્ય કેન્દ્ર ‘મધુવન’ છે. મધુવન માં આવેલા મહેમાનો ની મન્સા-વાચા-કર્મણા સેવાની સાથે-સાથે રુહાની અવ્યક્ત વાતાવરણ બનાવવાની સેવામાં વિશેષ ચાન્સ છે. મધુવન વાળા ને જોઈ સર્વ આત્માઓ સહજ ફોલો (અનુસરવાનું) કરવાનું શીખે છે. જેમ મધુવન બેહદ નું છે તેમ મધુવન નિવાસીઓને પણ બેહદ સેવા નો ચાન્સ છે. પોતાના કર્મનાં પ્રાલબ્ધ નાં હિસાબ થી તો દરેક આત્મા ને યથા કર્મ તથા ફળ મળે જ છે પરંતુ જેટલી પણ આત્માઓ આવી એમની સેવા થઈ અને તૃપ્ત થઈને ગઈ તો આટલી બધી આત્માઓની સંતુષ્ટતા નો ભાગ મધુવન નિવાસી, મહેમાન નવાજી કરવા વાળા નો બની ગયો ને. ઘરે બેઠાં જો સેવાનો ભાગ જમા થઈ ગયો તો વિશેષતા થઈને? અને મધુવન વાળા ને પ્રત્યક્ષ ફળ મળવામાં પણ વિશેષતા છે. ભવિષ્ય ફળ તો બની જ રહ્યું છે. મધુવન વાળાને હજી પણ વિશેષ લિફ્ટ છે. બાપદાદાની પાલના તો મળે જ છે, પરંતુ સાકાર રુપમાં નિમિત્ત બનેલી શ્રેષ્ઠ આત્માઓની પણ પાલના મળે છે, તો ડબલ પાલના ની લિફ્ટ છે અને બન્યા-બનેલા (પૂર્વનિર્ધારિત) બધાં સાધનો પ્રાપ્ત થાય છે તો એવાં શ્રેષ્ઠ ભાગ્યશાળી પોતાના શ્રેષ્ઠ ભાગ્યને જાણી સેવા નાં નિમિત્ત બની ને ચાલો છો? જેમ કર્મણા સેવા માટે અથક સેવાધારી નું સર્ટીફીકેટ આપીને જાય છે, એમ તીવ્ર પુરુષાર્થી કે નિરંતર સહજયોગી ની સ્થિતી નું સર્ટીફીકેટ આપે છે? બંને સર્ટીફીકેટ સાથે-સાથે મળે તો ત્યારે કહેવાશે કે યજ્ઞ ની સમાપ્તિ સમીપ છે. મહેનત બધાએ સારી કરી. રાત-દિવસ જેમણે સેવા નાં કાર્યમાં પોતાનાં તન-મન અને શક્તિઓનો ખજાનો લગાવ્યો, એવા બાળકોને બાપદાદા પણ મુબારક આપે છે. ત્યાગ વાળા ને ભાગ્ય નેચરલ (કુદરતી) ખુશી નાં રુપમાં અને હલકા-પણા ની અનુભૂતિ નાં રુપમાં એ જ સમયે જ પ્રાપ્ત થતું રહે છે. આ નિશાની થી દરેક પોતાનું રીઝલ્ટ (પરીણામ) ચેક કરી શકે છે કે કેટલો સમય ત્યાગ અને નિષ્કામ ભાવ રહ્યો, નિમિત્તપણા નો ભાવ રહ્યો કે વચ્ચે-વચ્ચે બીજો પણ કોઈ ભાવ મિક્સ થયો. ચેક કરી આગળ માટે ચેન્જ કરી દેજો, આ છે ચઢતી કળા નો વિશેષ પુરુષાર્થ.
બીજી વાત - એક વિશેષ ગુણ સૌને સદા અને સહજ ધારણ થાય જેમ કે મારો નિજી ગુણ છે. જ્યારે એ નિજી બની જાય છે તો કોશિશ નથી કરવી પડતી, નેચરલ જીવન જ તે બની જાય છે. એ વિશેષ ગુણ છે - ‘એકબીજા ની કમજોરી ને ન ધારણ કરો ન વર્ણન કરો.’ વર્ણન કરવાથી તે વાતાવરણ માં ફેલાય છે. જો કોઈ સંભળાવે તો પણ બીજાએ શુભ ભાવના થી એનો કિનારો કરી લેવો. એમ નહીં કે એમણે સંભળાવ્યું, મેં નથી કહ્યું - પરંતુ સાંભળ્યું તો ખરું ને! જેમ કહેવા વાળા નું બને છે, સાંભળવા વાળાનું પણ બને છે. પર્સન્ટેજ (ટકાવારી) માં અંતર છે પરંતુ બને તો છે ને? વ્યર્થ ચિંતન કે કમજોરી ની વાતો ન ચાલવી જોઈએ. વીતી ગયેલી વાતો ને પણ રહેમ દિલ બની સમાવી દો. સમાવીને શુભ ભાવના થી એ આત્મા પ્રતિ મન્સા સેવા કરતા રહો. જ્યારે પાંચ તત્વો પ્રતિ પણ આપની શુભ ભાવના છે, આ તો તેમ છતાં પણ સહયોગી બ્રાહ્મણ આત્માઓ છે. ભલે સંસ્કાર વશ કોઈ ઉલ્ટું પણ કહે, કરે કે સાંભળે છે પરંતુ આપ એ એક ને પરિવર્તન કરો. એક થી બીજા સુધી, બીજા થી ત્રીજા સુધી એમ વ્યર્થ ની વાતો ની માળા ની દીપમાળા ન થઈ જાય. આ ગુણ ધારણ કરો. કોઈનું સાંભળવાનું, સંભળાવવાનું નથી પરંતુ સમાવવાનું છે. સહયોગી બની મન્સા થી કે વાણી થી એમને પણ આગળ વધારવાનાં છે. થાય શું છે એક નો મિત્ર હોય એ એકનો પછી બીજો મિત્ર હોય, બીજાનો પછી ત્રીજો હોય, એમ વ્યર્થ વાતો ની માળા મોટું રુપ લઇ ચારે તરફ ફેલાઈ જાય છે. એટલે આ વાતો પર અટેંશન. અચ્છા.
મધુવન નાં પાંડવો ની યુનિટી (એકતા) ની પણ વિશેષતા છે. આખી સિઝન નિર્વિઘ્ન ચાલ્યાં તો નિર્વિઘ્ન ભવ નાં વરદાની થઈ ગયાં ને! સેવાની સફળતા માં બધાં પાસ છે. સેવા નથી કરતાં, પરંતુ મેવા ખાઓ છો. સર્વ બ્રાહ્મણ પરિવાર નાં આશીર્વાદ નાં અધિકારી બનવું, આ મેવો ખાધો કે સેવા કરી?