Search for a command to run...
7 Feb 1980
વિચિત્ર રાજ્ય દરબાર
7 February 1980 · ગુજરાતી
બાપદાદા દરેક બાળકોનાં રુપ-વસંત, બન્નેનું બેલેન્સ જોઈ રહ્યાં છે. વસંત બનવું અને રુપ માં સ્થિત થવું. બંને માં સમાનતા છે? જેમ વસંત અર્થાત્ વાણીમાં આવવાની ઘણી પ્રેક્ટિસ છે એમ વાણી થી પરે જવાનો અભ્યાસ છે? સર્વ કર્મેન્દ્રિયોનાં કર્મની સ્મૃતિ થી પરે એક જ આત્મિક સ્વરુપ માં સ્થિત થઈ શકો છો? કર્મ ખેંચે છે કે કર્માતીત અવસ્થા ખેંચે છે! જોવું, સાંભળવું, સંભળાવવું આ વિશેષ કર્મ જેમ સહજ અભ્યાસ માં આવી ગયાં છે, એમ જ કર્માતીત બનવાની સ્ટેજ અર્થાત્ કર્મ ને સમેટવાની શક્તિ થી અકર્મી અર્થાત્ કર્માતીત બની શકો છો? એક છે કર્મ-અધીન સ્ટેજ, બીજી છે કર્માતીત અર્થાત્ કર્મ-અધિકારી સ્ટેજ. વધુ સમય કઈ સ્ટેજ રહે છે? બાપદાદા દરેક સંગમયુગી કર્મેન્દ્રિયો-જીત સ્વરાજ્યધારી, રાજ્ય અધિકારી રાજાઓને પૂછે છે કે દરેક નો રાજ્ય કારોબાર (વહીવટ) ઠીક ચાલી રહ્યો છે? દરેક રાજ્ય-અધિકારી રોજ પોતાનો રાજ-દરબાર લગાવે છે? રાજય દરબારમાં રાજ્ય કારોબારી પોતાનાં કાર્ય નું રીઝલ્ટ આપે છે? દરેક કારોબારી આપ રાજ્ય અધિકારી નાં ઓર્ડર માં છે? કોઈ પણ કારોબારી ખયાનત કે મિલાવટ કે કોઈ પણ પ્રકાર ની ખીટપીટ તો નથી કરતાં ને? ક્યારેક આપ રાજ્ય અધિકારી ને દગો તો નથી આપતા ને? ચાલવાની જગ્યાએ ચલાવવા તો નથી લાગી જતાં ને? આપ રાજ્ય અધિકારીઓનું રાજ્ય છે કે પ્રજાનું રાજ્ય છે? એવી ચેકિંગ (તપાસણી) કરો છો કે જ્યારે દુશ્મન આવે છે ત્યારે હોશ આવે છે? રોજ પોતાનો દરબાર (સભા) લગાવો છો કે ક્યારેક-ક્યારેક સભા લગાવો છો? શું હાલ છે આપના રાજ્ય દરબારીઓનાં? રાજ્ય કારોબાર ઠીક છે? એટલું અટેન્શન (ધ્યાન) આપો છો? હમણાનાં રાજા જ જન્મ-જન્માન્તર નાં રાજા બનશે. આપની દાસી ઠીક કાર્ય કરી રહી છે? સૌથી મોટામાં મોટી દાસી છે - પ્રકૃતિ. પ્રકૃતિ રુપી દાસી ઠીક કાર્ય કરી રહી છે? પ્રકૃતિજીત નાં ઓર્ડર પ્રમાણે પોતાનું કાર્ય કરી રહી છે? પ્રકૃતિજીત - પ્રકૃતિ નાં ઓર્ડર માં તો નથી આવી જતાં ને? આપના રાજ્ય દરબાર ની મુખ્ય ૮ સહયોગી શક્તિઓ તમને કાર્યમાં સહયોગ આપી રહી છે? રાજ્ય કારોબાર ની શોભા છે - આ અષ્ટ શક્તિઓ એટલે કે અષ્ટ રત્ન, અષ્ટ સહયોગી - તો આઠેય ઠીક છે. પોતાનું રીઝલ્ટ (પરિણામ) ચેક કરો. રાજ્ય કારોબાર ચલાવતા આવડે છે? જો રાજ્ય-અધિકારી અલબેલાપણા ની નિદ્રામાં કે અલ્પકાળની પ્રાપ્તિ નાં નશામાં કે વ્યર્થ સંકલ્પોનાં નાચ (નખરા) માં મસ્ત હશે તો સહયોગી શક્તિઓ પણ સમય પર સહયોગ નહીં આપે. તો રીઝલ્ટ શું સમજવું? આજકાલ બાપદાદા દરેક બાળકોનું ભિન્ન-ભિન્ન રુપ થી રીઝલ્ટ ચેક કરી રહ્યાં છે. તમે તમારું રીઝલ્ટ પણ ચેક કરો છો? પહેલાં તો સંકલ્પ શક્તિ, નિર્ણય શક્તિ અને સંસ્કાર શક્તિ - ત્રણેય શક્તિઓ ઓર્ડરમાં છે? પછી ૮ શક્તિઓ ઓર્ડરમાં છે? આ ત્રણ શક્તિઓ છે મહામંત્રી. તો મંત્રી-મંડળ ઠીક છે કે હલે છે ? આપના મંત્રી પણ દળબદલુ (પલટાતા) તો નથી ને? ક્યારેક માયા નાં મુરીદ તો નથી બની જતાં ને?
જો હજી સુધી પણ કંટ્રોલિંગ પાવર નહિં હશે તો ફાઈનલ રીઝલ્ટ માં શું થશે? ફાઈન (દંડ) ભરવા માટે ધર્મરાજ પુરી માં જવું પડશે. આ સજાઓ ફાઇન છે. રિફાઇન (શુદ્ધ) બની જાઓ તો ફાઈન નહીં ભરવો પડે. જેમનો હમણાં થી જ રાજ્ય દરબાર ઠીક છે તે ધર્મરાજ નાં દરબાર માં નહીં જશે. ધર્મરાજ પણ એમનું સ્વાગત કરશે. સ્વાગત કરાવવું છે કે વારંવાર સોગંદ ખાવી છે. હવે નહીં કરીશું, હવે નહીં કરીશું - આ વારંવાર કહેવું પડશે. પોતાનો ફાઇનલ ફેસલો (અંતિમ નિર્ણય) કરી લીધો છે કે હજી ફાઈલો નાં ભંડાર ભરેલા છે? ખાતું ક્લિયર (સાફ) થઈ ગયું છે કે મસ્તક નાં ટેબલ પર આ નથી કર્યું, આ નથી કર્યું - એ ફાઈલો રહી ગઈ છે? જો હમણાં સુધી પણ જૂનાં ખાતા નો હિસાબ-કિતાબ ચુક્તે નહીં કરી વધારતાં રહેશો તો રીઝલ્ટ શું હશે! જેટલું જૂનું ખાતું ચલાવતા રહેશો એટલું જ ચિલ્લાવું (રાડો પાડવી) પડશે. આ ચિલ્લાવું ખુબ દર્દનાક છે. એક-એક સેકન્ડ એક વર્ષ સમાન અનુભવ થશે. એટલે હજી પણ ‘શિવ મંત્ર’ દ્વારા સમાપ્તિ કરી લો. હજી ઘણાનાં ખાતા ભસ્મ નથી થયાં. હજી જૂના ખાતા જ ચલાવી રહ્યાં છે. સંભળાવ્યું ને - કેટલાકની ત્રણ શક્તિઓ હજી પણ બાપ નાં સર્વ ખજાનામાં ખ્યાનત કરી રહી છે. બાપે ખજાના આપ્યાં છે, સ્વ કલ્યાણ અને વિશ્વ કલ્યાણ નાં પ્રતિ, પરંતુ વ્યર્થ તરફ લગાવવું, અકલ્યાણનાં કાર્યમાં લગાવવું - આ અમાનત માં ખ્યાનત થઈ રહી છે. શ્રીમત ની સાથે પરમત અને જનમત ની મિલાવટ થઈ રહી છે. મિલાવટ કરવામાં હોશિયાર પણ બહુ જ છો. રુપ એવું જ રાખો છો જેમ કે શ્રીમત છે. શબ્દ મુરલીનાં જ લેશે પરંતુ અંતર એટલું હશે જેમ શિવ અને શવ (શરીર). શિવ બાપ ની જગ્યાએ શવ માં અટકશે. એમની ભાષા ઘણી રોયલ રુપની હોય છે. સદા પોતાને બચાવવા માટે, કોણે કર્યું છે, કોણ જુએ છે, એવા દિલાસા થી સ્વયંને ચલાવતા રહે છે. સમજે છે બીજાને દગો આપે છે, પરંતુ સ્વયનું દુઃખ જમા કરી રહ્યાં છે. એકનું સો ગણું થઈને જમા થતું રહે છે. એટલે ખ્યાનત અને મિલાવટ ને સમાપ્ત કરો. રુહાનિયત અને રહેમ ને ધારણ કરો. પોતાના પર અને સર્વ નાં ઉપર રહેમદિલ બનો. સ્વ ને જુઓ. બાપ ને જુઓ બીજાને નહીં જુઓ. ‘હે અર્જુન’ બનો. જો ઓટે સો અર્જુન. સદા આ સ્લોગન યાદ રાખો- ‘કહીને નથી શીખવાડવાનું, કરીને શીખવાડવાનું છે.’ શ્રેષ્ઠ કર્મ કરીને શીખવાડવાનું છે. ઉલ્ટું નથી શીખવાડવાનું. હું બદલાઈને બધાને બદલીને દેખાડીશ. વ્યર્થ વાતો સાંભળતાં, જોતાં, હોલી હંસ બની, વ્યર્થ છોડી સમર્થ ધારણ કરો. સદા ચમકીલા ડ્રેસમાં સજેલાં સદા સુહાગણ. બાપ અને હું, ત્રીજું ન કોઈ. સદા ઝૂલામાં ઝૂલો. બાપ નાં ખોળા નો ઝૂલો અથવા સર્વ પ્રાપ્તિઓનાં ઝુલા માં ઝૂલો. સંકલ્પ રુપી નખ પણ માટી માં ન જાય. સમજ્યાં, આ વર્ષે શું કરવાનું છે? નહીં તો માટી લૂછતાં રહેશો, સાજન પહોંચી જશે. તેઓ મંઝિલ પર પહોંચી જશે અને તમે લૂછવામાં જ રહી જશો. બારાતીઓની લિસ્ટ માં આવી જશો. સમયની પ્રતિક્ષા નહીં કરતાં. સદા સ્વયં ને ઓફર કરો કે હું એવરરેડી છું. સમજ્યાં, હવે શું કરવાનું છે?
વીતેલા વર્ષનાં રીઝલ્ટ માં હજી પણ ઘણાનાં ખાતા ક્લિયર નથી. હજી સુધી જુનાં-જુનાં ડાઘ પણ ઘણાનાં રહેલાં છે. રબર થી સાફ પણ કરે છે, ફરી ડાઘ લગાવી દે છે. ઘણાનાં તો પહેલાં નાનાં ડાઘ છે પરંતુ છુપાવતાં-છુપાવતાં મોટા કરી દીધાં છે. ઘણાં છુપાવે છે અને ઘણાં ચાલાકી થી પોતાને ચલાવે છે. એટલે પાક્કો ડાઘ થતો જાય છે. જેમ બહુ પાક્કો ડાઘ હોય છે તો જે ચીજ પર ડાઘ હોય છે, તે ફાટી જાય છે, ભલે કાગળ પર હોય, ભલે કપડાં પર હોય. એમ અહીંયા પણ પાક્કા ડાઘ વાળા એ દિલ ફાડીને રડવું પડશે. આ મેં કર્યું - આ મેં કર્યું. એમ દિલ ફાડીને રડવું પડશે. જો એક સેકન્ડ પણ આ દૃશ્ય જોશો તો વિનાશકાળ થી પણ દર્દનાક છે, એટલે સાચાં બનો, સાફ બનો. બાપદાદા ને હજી પણ રહેમ આવે છે એટલે રોજ પોતાનો રાજ-દરબાર લગાવો. કચેરી કરો. ચેક કરવાથી ચેન્જ થઈ જશો.
એમ સ્વ-પરિવર્તન દ્વારા વિશ્વ-પરિવર્તન કરવા વાળા સદા રાજ્ય અધિકારી, સદા રુહાનિયત અને રહેમની વૃત્તિ વાળા, વિશ્વમાં સદા સુખી, શાંત વાયુમંડળ બનાવવા વાળા, ભટકતી આત્માઓ માટે લાઇટ-હાઉસ અને માઇટ-હાઉસ - એવા દૃઢ સંકલ્પ કરવા વાળા, જૂની દુનિયાનાં આકર્ષણ થી દૂર રહેવા વાળા, એવી શ્રેષ્ઠ આત્માઓ ને બાપદાદા નાં યાદ પ્યાર અને નમસ્તે.
સેવાધારી ભાઈ-બહેનો સાથે - સેવાધારી અર્થાત્ બાપ-સમાન. બાપ પણ સેવાધારી બનીને આવે છે. સેવાધારી બનવું અર્થાત્ બાપ સમાન બનવું. તો એ પણ સમજો ડ્રામાની લોટરી માં નામ નીકળ્યું છે. સેવાનો ચાન્સ (તક) મળવો અર્થાત્ લોટરી નું નામ નીકળવું. સદા સેવાનો ચાન્સ લેતા રહેજો. બધાનું રિઝલ્ટ સારું છે - મુબારક છે.