Search for a command to run...
26 June 1970 · ગુજરાતી
પોતાને સાક્ષાત્કાર મૂર્ત સમજો છો? મૂર્તિ ની પાસે શા માટે જાય છે? પોતાનાં મન ની કામનાઓની પૂર્તિ માટે. એવાં સાક્ષાત્કાર મૂર્ત બન્યાં છો જે કોઈ આત્મામાં કોઈપણ પ્રકાર ની કામનાઓ હોય, એની પૂર્તિ કરી શકો. અલ્પકાળ ની કામનાઓ નહીં, સદાકાળ ની કામનાઓ પૂરી કરી શકો છો? માતાઓને કામધેનુ કહેવામાં આવે છે ને. કામધેનુ નો અર્થ જ છે - સર્વ ની મનોકામનાઓને પૂર્ણ કરવાવાળા. જેમની પોતાની સર્વ મનોકામનાઓ પૂરી થઇ હશે, એ જ બીજાની કામનાઓ પૂરી કરી શકશે. સદૈવ એ જ લક્ષ્ય રાખો કે મારે સર્વની કામનાઓને પૂર્ણ કરવાવાળી મૂર્તિ બનવાનું છે. સર્વની ઈચ્છાઓ પૂરી કરવાવાળા સ્વયં ઈચ્છા માત્રમ્ અવિદ્યા હશે. એવો અભ્યાસ કરવાનો છે. પ્રાપ્તિ સ્વરુપ બનવાથી બીજાઓને પ્રાપ્તિ કરાવી શકો છો. તો સદૈવ પોતાને દાતા અથવા મહાદાની સમજવાનું છે. મહાજ્ઞાની બનવા બાદ મહાદાની નું કર્તવ્ય ચાલે છે. મહાજ્ઞાની ની પરખ મહાદાની બનવાથી થાય છે. ચાલવું ગમે છે. જેમને ચાલવાની આદત હોય છે, એ સદૈવ ચાલે છે. અહીંયા પણ એવું છે. જેટલું સ્વયં ચાલશે એટલું બીજાને પણ બુદ્ધિયોગ થી ચલાવશે (યાત્રા કરાવશે). તમારાં લોકો થી સાક્ષાત્કાર થવાનાં છે. જેમ સાકાર રુપનાં સામે આવવાથી દરેક ને ભાવના અનુસાર સાક્ષાત્કાર અથવા અનુભવ થતો હતો. એ જ રીતે તમારા લોકો દ્વારા પણ સેકન્ડ પછી સેકન્ડ અનેક અનુભવ અથવા સાક્ષાત્કાર થશે. એવાં દર્શનીય મૂર્ત અથવા સાક્ષાત્કાર મૂર્ત ત્યારે બનશો જ્યારે અવ્યક્ત આકૃતિ રુપ દેખાડશો. કોઈપણ સામે આવે તો એમને શરીર ન દેખાય પરંતુ સૂક્ષ્મવતન માં પ્રકાશમય રુપ દેખાય. ફક્ત મસ્તક ની લાઈટ નહીં પરંતુ આખાં શરીર દ્વારા લાઈટ નાં સાક્ષાત્કાર થશે. જ્યારે લાઇટ જ લાઈટ જોશે તો સ્વયં પણ લાઈટ રુપ થઇ જશે. અચ્છા.