Search for a command to run...
25 Jun 1970
વ્યક્ત અને અવ્યક્ત વતન ની ભાષામાં અંતર
25 June 1970 · ગુજરાતી
વ્યક્ત લોક માં રહેતાં અવ્યક્ત વતન ની ભાષા ને જાણી શકો છો? અવ્યક્ત વતન ની ભાષા કઈ હોય છે? ક્યારેય અવ્યક્ત વતનની ભાષા સાંભળી છે? હમણાં તો અવ્યક્ત ને વ્યક્ત લોક નાં નિવાસીઓ માટે અવ્યક્ત આધાર લઇ વ્યક્ત દેશ ની રીત મુજબ બોલવું પડે છે. ત્યાં અવ્યક્ત વતન માં તો એક સેકન્ડમાં ઘણાં બધાં રહસ્ય સ્પષ્ટ થઈ જાય છે. અહીં તમારી દુનિયામાં બહુજ બોલવા પછી સ્પષ્ટ થાય છે, આ છે ફરક. વ્યક્ત ભાષા અને અવ્યક્ત બાપદાદા નાં ઇશારાઓથી એ સમજી શકો છો કે આજે બાપદાદા શું જોઈ રહ્યાં છે? જે રીતે સાયન્સ (વિજ્ઞાન) દ્વારા ક્યાં-ક્યાં ની વાતો, ક્યાં-ક્યાં નાં દૃશ્ય કેચ કરી (પકડી) શકાય છે. એમ તમે લોકો અવ્યક્ત સ્થિતિ નાં આધાર થી સમ્મુખ ની વાતો ને કેચ નથી કરી શકતાં? ત્રણ વાતો જોઈ રહ્યાં છે. એ કઈ છે? બાપદાદા આજે એ જ જોઈ રહ્યાં છે કે દરેક ક્યાં સુધી ચેકર (તપાસનાર) બન્યાં છે અને ચેકર ની સાથે મેકર (નિર્માતા) ક્યાં સુધી બન્યાં છે. જેટલાં જે ચેકર હશે એટલાં એ મેકર બની શકે છે. આ સમયે તમે લો (કાયદો) મેકર પણ છો અને ન્યુ વર્લ્ડ (નવી દુનિયા) નાં મેકર પણ છો તથા પીસ (શાંતિ) મેકર પણ છો. પરંતુ મેકર ની સાથે ચેકર જરુર બનવાનું છે. વિશેષ શું ચેક કરવાનું છે? એ જ સેવા હવે રહેલી છે જેનાથી નામ પ્રખ્યાત થવાનું છે. તે ચેકર્સ શું ચેક કરે છે? એડલ્ટ્રેશન (ભેળસેળ) અને કરપ્શન (ભ્રષ્ટાચાર). તો એજ સેવા હવે રહેલી છે. ભ્રષ્ટાચાર અને ભેળસેળ કરવાવાળા જે છે એમની પાસે ઓલમાઇટી ગવર્મેન્ટ (સર્વશક્તિમાન સરકાર) નાં ચેકર બનીને જાઓ. જેમ એ સરકારનાં ચેકર અથવા ઇન્સ્પેકટર (નિરીક્ષક) કોઈની પાસે જાય છે તો એ પોતાનો ભેદ બતાવી નથી દેતાં. એ જ રીતે પાંડવ સરકાર ની ઓથોરિટી (અધિકાર) થી ચેકર્સ બનીને જાઓ. જે એ જોવાથી જ પોતાનાં ભ્રષ્ટાચાર, ભેળસેળ થી ગભરાશે અને પછી માથું ઝુકાવશે. હવે આ સેવા રહેલી છે. એનાથી જ નામ પ્રખ્યાત થવાનું છે. એક એ પણ માથું ઝુકાવ્યું તો અનેકો નાં માથાં ઝુકી જશે. પાંડવ ગર્વમેન્ટ ની ઓથોરિટી બનીને જજો અને લલકાર કરજો. હવે સમજ્યાં. પોતાનાં પણ ચેકર બનવાનું છે અને સર્વિસ માં પણ. જે જેટલાં ચેકર અને મેકર બને છે એ જ પછી રુલર (શાસક) પણ બને છે. તો ક્યાં સુધી ચેકર બન્યાં છો અને મેકર બન્યાં છો અને ક્યાં સુધી રુલર બન્યાં છો. આ વાતો એક-એક ની જોઈ રહ્યાં છે.
જ્યારે પોતાને આ ત્રણ રુપોમાં સ્થિત કરશો તો પછી નાની-નાની વાતો માં સમય નહીં જશે. જ્યારે છો જ બીજાનાં પણ ભ્રષ્ટાચાર, ભેળસેળ ચેક કરવા વાળા તો પછી પોતાની પાસે ભ્રષ્ટાચાર, ભેળસેળ રહી શકે છે? તો આ નશો રહેવો જોઈએ કે અમે આ ત્રણેય સ્થિતિઓમાં ક્યાં સુધી સ્થિત રહી શકીએ છીએ. રુલર જે હોય છે એ કોઈનાં અધીન નથી હોતાં. અધિકારી હોય છે. તે ક્યારેય કોઈનાં અધીન ન થઈ શકે. તો પછી માયા ને અધીન કઈ રીતે થશે? અધિકાર ને ભૂલવાથી અધિકારી નથી સમજતાં. અધિકારી ન સમજવાથી અધીન થઈ જાય છે. જેટલાં પોતાને અધિકારી સમજશો એટલાં ઉદારચિત્ત જરુર બનશો. જેટલાં જે ઉદારચિત્ત બને એટલાં એ ઉદાહરણ સ્વરુપ બને છે - અનેકો નાં માટે. ઉદારચિત્ત બનવાં માટે અધિકારી બનવું પડે. અધિકારી નો અર્થ જ છે કે અધિકાર સદૈવ યાદ રહે. તો પછી ઉદાહરણ સ્વરુપ બનશો. જેમ બાપદાદા ઉદાહરણ રુપ બન્યાં. એમ આપ સર્વ પણ અનેકો માટે ઉદાહરણ રુપ બનશો. ઉદારચિત્ત રહેવા વાળા ઉદાહરણ પણ બને અને અનેકો નો સહજ ઉધ્ધાર પણ કરી શકે છે. સમજ્યાં.
જ્યારે કોઈ માં માયા પ્રવેશ કરે છે તો પહેલાં કયા રુપ માં માયા આવે છે? (દરેકે પોત-પોતાનો વિચાર સંભળાવ્યો) પહેલાં માયા ભિન્ન-ભિન્ન રુપ થી આળસ જ લાવે છે. દેહ અભિમાન માં પણ પહેલું રુપ આળસ નું જ ધારણ કરે છે. એ સમયે શ્રીમત લઈને વેરીફાઈ (ચકાસણી) કરાવવામાં આળસ કરે છે. પછી દેહ અભિમાન વધતું જાય છે. અને બધી વાતો માં ભિન્ન-ભિન્ન રુપ થી પહેલાં આળસ રુપ આવે છે. આળસ, સુસ્તી તથા ઉદાસી ઈશ્વરીય સંબંધ થી દૂર કરી દે છે. સાકાર સંબંધ થી અથવા બુદ્ધિ નાં સંબંધ થી અથવા સહયોગ લેવાનાં સંબંધ થી દૂર કરી દે છે. આ સુસ્તી આવ્યા પછી વિકરાળ રુપ શું હોય છે? દેહ અહંકાર માં પ્રત્યક્ષ રુપ માં આવી જાય છે. પહેલાં છઠ્ઠા વિકાર થી શરું થાય છે. જ્ઞાની તૂ આત્મા વત્સો માં છેલ્લો નંબર અર્થાત્ સુસ્તી નાં રુપ થી શરું થાય છે. સુસ્તી માં પછી કેવા સંકલ્પ ઉઠશે. વર્તમાન આ જ રુપથી માયાની પ્રવેશતા થાય છે. આનાં પર બહુજ ધ્યાન આપવાનું છે. આ છઠ્ઠા રુપ માં માયા ભિન્ન-ભિન્ન પ્રકાર થી આવવાની કોશિશ કરે છે. સુસ્તી નાં પણ ભિન્ન-ભિન્ન રુપ હોય છે. શારીરિક, માનસિક, બંને સંબંધ માં પણ માયા આવી શકે છે. ઘણાં વિચારે છે ચાલો હમણાં નહીં તો પછી ક્યારેક આ કરી લઇશું. જલદી શું પડી છે. આવાં-આવાં બહુ રોયલ (ભવ્ય) રુપ માં માયા આવે છે. ઘણાં એવું પણ વિચારે છે કે આ પુરુષાર્થી જીવનમાં અવ્યક્ત સ્થિતિ ૬-૮ કલાક રહે, એવું થઈ જ કેવી રીતે શકે. એ તો અંત માં થવાનું છે. આ પણ સુસ્તી નું રોયલ રુપ છે. પછી કરીશ, વિચારીશ, જોઇશ આ બધું સુસ્તી છે. હવે આનાં ચેકર બનો. કોઈ ને પણ રોયલ રુપ માં માયા પાછળ ધકેલતી તો નથી ને? પ્રવૃત્તિ ની પાલના તો કરવાની જ છે. પરંતુ પ્રવૃત્તિમાં રહેતાં વૈરાગ્ય વૃત્તિમાં રહેવાનું છે, એ ભૂલી જવાય છે. અડધી વાત યાદ રહે છે, અડધી વાત છોડી દે છે. બહુ સૂક્ષ્મ સંકલ્પો નાં રુપ માં પહેલાં સુસ્તી પ્રવેશ કરે છે. એના પછી મોટું રુપ લે છે.
જો એ જ સમયે એને બહાર કાઢી દો તો વધારે સામનો ન કરવો પડે. તો હવે એ ચેક કરવાનું છે કે તીવ્ર પુરુષાર્થી બનવામાં અથવા હાઈ જમ્પ (ઊંચી છલાંગ) મારવામાં કયા રુપ થી માયા સુસ્ત બનાવે છે. માયા નું જે બહાર નું રુપ છે એને તો ચેક કરો છો પરંતુ આ રુપ ને ચેક કરવાનું છે. ઘણાં એવું પણ વિચારે છે કે ફિક્સ સીટ્સ (નિશ્ચિત બેઠકો) જ ઓછી છે. તો બીજાઓને પુરુષાર્થ માં આગળ જોઈ પોતાની બુદ્ધિમાં વિચારી લે છે કે આટલાં આગળ અમે જઈ નહીં શકીએ. આટલું જ ઠીક છે. આ પણ સુસ્તી નું રુપ છે. તો આ બધી વાતોમાં પોતાને ચેંજ કરી લેવાનું (બદલવાનું) છે. ત્યારે જ લો મેકર્સ અથવા પીસ મેકર્સ બની શકશો. અથવા નવી દુનિયાનાં મેકર્સ બની શકશો. પહેલાં પોતાને જ નવીન નહીં બનાવશો તો નવી દુનિયાનાં મેકર કેવી રીતે બનશો. પહેલાં તો પોતાને બનવવાનાં છે ને. પુરુષાર્થમાં તીવ્રતા લાવવાની રીત જાણો છો. પછી એમ કરતાં કેમ નથી. જ્યાં સુધી સ્વયં પોતાનાથી કોઈ પ્રતિજ્ઞા નથી કરી ત્યાં સુધી પરિપપક્વતા આવી નહીં શકે. જ્યાં સુધી અહીંયા ફિક્સ નહીં કરો ત્યાં સુધી ત્યાં સીટ્સ ફિક્સ નહીં થશે. તો હવે કહો પુરુષાર્થ માં તીવ્રતા ક્યારે લાવશો? (હમણાં થી) મ્યુઝિયમ અથવા પ્રદર્શની માં જે સુવિચાર બધાને સંભળાવો છો ને કે 'અબ નહીં તો કબ નહીં' (હમણાં નહીં તો ક્યારેય નહીં). એ પોતાનાં માટે પણ યાદ રાખો. ક્યારેક કરી લઇશું એવું ન વિચારો. હમણાં બનીને દેખાડશું. જેટલી પ્રતિજ્ઞા કરશો એટલી પરિપપક્વતા અને હિંમત આવશે અને પછી સહયોગ પણ મળશે.
તમે જૂનાં છો એટલે તમને સામે રાખી સમજાવી રહ્યાં છે. સામે કોને રાખવામાં આવે છે? જે સ્નેહી હોય છે. સ્નેહીઓને કહેવામાં ક્યારેય સંકોચ નથી થતો. એક-એક એવાં સ્નેહી છે. બધાં વિચારે છે કે બાબા મોટો અવાજ કેમ નથી કરતાં. પરંતુ લાંબા સમયનાં સંસ્કાર થી અવ્યક્ત રુપ થી વ્યક્ત માં આવે છે તો અવાજ થી બોલવું જાણે સારું નથી લાગતું. તમારે લોકોએ પણ ધીરે-ધીરે અવાજ થી પરે ઈશારા માં કારોબાર ચલાવવાનો છે. આ પ્રેક્ટિસ કરવાની છે. સમજ્યાં. બાપદાદા બુદ્ધિની ડ્રિલ (કસરત) કરાવવા આવે છે જેનાથી પરખવાની અને દૂરંદેશી બનવાની કોલિફિકેશન (લાયકાત) ઈમર્જ (પ્રત્યક્ષ) રુપમાં આવી જાય. કારણ કે આગળ જતાં એવી સર્વિસ હશે જેમાં દૂરંદેશી બુદ્ધિ અને નિર્ણય શક્તિ બહુ જોઈએ. એટલે આ ડ્રિલ કરાવી રહ્યાં છે. પછી પાવરફુલ થઈ જશે. ડ્રિલ થી શરીર પણ બળવાન થાય છે. તો આ બુદ્ધિની ડ્રિલ થી બુદ્ધિ શક્તિશાળી થશે. જેટલી-જેટલી પોતાની સીટ ફિક્સ (નક્કી) કરશો, સમય પણ ફિક્સ કરશો, તો પોતાની પ્રવૃત્તિ નું કાર્ય પણ ફિક્સ કરી શકશો. બંને લાભ થશે. જેટલી બુદ્ધિ ફિક્સ રહે છે તો પ્રોગ્રામ પણ બધાં ફિક્સ રહે છે. પ્રોગ્રામ ફિક્સ તો પ્રોગ્રેસ (પ્રગતિ) પણ ફિક્સ. પ્રોગ્રેસ હલે છે તો પ્રોગ્રામ પણ હલે છે. હવે ફિક્સ કરતાં શીખો. હવે સંપૂર્ણ બની ને બીજાને પણ સંપૂર્ણ બનાવવાનું બાકી રહી ગયું છે. જે બને છે એ પછી સબૂત (પ્રમાણ) પણ આપે છે. હવે બનાવવાનું સબૂત આપવાનું છે. બાકી આ કાર્ય માટે વ્યક્ત દેશ માં રહેવાનું છે. અચ્છા.