સમર્પણનું વિશાળ રુપ
તમે બધાં તમારાં ચારેય મૂર્ત ને જાણો છો? આજે બાપદાદા દરેકનાં હમણાં સંગમ સમય નાં (ન કે ભવિષ્યનાં) જ ચાર મૂર્ત એક-એક માં જોઈ રહ્યાં છે. એ ચાર મૂર્ત કયા છે? પોતાનાં મૂર્ત ને જાણો છો? (કોઈ કોઈએ કહ્યું) આ બધું જે વર્ણન કર્યુ - એવાં મૂર્ત હજું બન્યાં નથી કે બની ગયાં છો? ક્યારે બનશો? લાસ્ટ સો ફાસ્ટ (છેલ્લાં તે પહેલાં) જશો, એવું વિચાર્યુ છે. પરંતુ લાસ્ટ સમયે ફાસ્ટ જઈ શકશો? જેટલું લાંબા સમય થી પોતાને સફળતા મૂર્ત બનાવશો એટલો જ લાંબો સમય ત્યાં સંપૂર્ણ રાજ્યનાં અધિકારી બનશો. સમજો જો કોઈ લાંબા સમય થી સફળતામૂર્ત નથી બનતાં તો એ જ અનુસાર રાજ્યનો અધિકાર પણ થોડો સમય જ મળે છે. સંપૂર્ણ સમય નથી મળતો. જે લાંબા સમય થી સંપૂર્ણ બનવાનાં પુરુષાર્થ માં મગ્ન રહે છે એ જ સંપૂર્ણ સમય રાજ્યનાં અધિકારી બને છે. ચાર મૂર્ત કયા જોઈ રહ્યાં છે. એ પણ સંપૂર્ણ બનવાનું લક્ષ્ય છે. એક તો જોઈ રહ્યાં છે જ્ઞાનમૂર્ત, ૨. ગુણમૂર્ત, ૩. દાનમૂર્ત, અને ૪. સંપૂર્ણ સફળતામૂર્ત. કહ્યું હતું ને કે સર્વિસ (સેવા) કરવી એટલે મહાદાની બનવું. તો દરેક નાં આ ચાર મૂર્ત જોઈ રહ્યાં છે. ચાર મુખ નું પણ ગાયન છે ને. એક મૂર્ત માં ચાર મૂર્ત નો સાક્ષાત્કાર કરાવવાનો છે - બધાં ને. જો એક મૂર્ત પણ ઓછું છે તો ત્યાં પણ એટલું ઓછું પડી જાય છે. જેમ અહીં સાથે લઈ જવાનો સામાન બુક કરાવો છો તો ત્યાં મળી જાય છે, એમ જ આ પણ બુકિંગ ઓફિસ છે. જેટલું અહીંયા બુક કરશો એટલું ત્યાં પ્રાપ્ત થશે. એમ જ વિચારો કે ચારેય મૂર્ત બન્યાં છો? ચારમુખી બન્યાં છો? જેટલું અહીંયા પોતાની મૂર્તમાં સર્વ વાતો ધારણ કરશો એટલું જ ભવિષ્ય રાજ્ય તો મળશે જ પરંતુ દ્વાપરમાં જે તમારી જડમૂર્તિઓ બનશે તે પણ આ સંગમ ની મૂર્તિ પ્રમાણે જ બનશે. સમજ્યાં. હવે સંપૂર્ણ મૂર્ત બનવા માટે કયું લક્ષ્ય સામે રાખશો? જેમ ભક્તિ વાળાઓને સમજાવો છો ને ચિત્રને જોઈને, કે તે કયાં પુરુષાર્થ થી આવાં બન્યાં એ સમજો. તો તમે સંપૂર્ણ મૂર્ત બનવા માટે શું લક્ષ્ય સામે રાખશો? તેમણે શું લક્ષ્ય રાખ્યું. સાકાર માં સંપૂર્ણ લક્ષ્ય તો એક જ છે ને. તેમણે કર્માતીત બનવાં માટે કયું લક્ષ્ય રાખ્યું? કઈ વાતો માં સંપૂર્ણ બન્યાં? સંપૂર્ણ શબ્દ કેટલી વિશાળતા થી ધારણ કર્યો - એ ખબર છે? શબ્દ તો એક જ છે સંપૂર્ણ. પરંતુ કેટલાં વિશાળ રુપ થી ધારણ કરીને એવાં બન્યાં. સર્વ સમર્પણ નાં લક્ષ્ય થી જ સંપૂર્ણ બન્યાં.
જેટલાં સમર્પણ એટલાં સંપૂર્ણ. પરંતુ સમર્પણ નું પણ વિશાળ રુપ શું છે? જેટલાં વિશાળ રુપ થી આને ધારણ કરશો એટલાં જ વિશાળ બુદ્ધિ પણ બનશો અને વિશ્વનાં અધિકારી પણ બનશો. એ વિશાળતા શું હતી? એમાં પણ ચાર વાતો છે. એક તો પોતાનાં દરેક સંકલ્પ સમર્પણ, બીજું દરેક સેકન્ડ સમર્પણ અર્થાત્ સમય સમર્પણ, ત્રીજું કર્મ પણ સમર્પણ અને ચોથું સંબંધ અને સંપત્તિ જે છે એ પણ સમર્પણ. સર્વ સંબંધ નું પણ સમર્પણ જોઈએ. એ સંબંધ માં લૌકિક સંબંધ તો આવી જ જાય છે. પરંતુ આ જે આત્મા અને શરીરનો સંબંધ છે એનું પણ સમર્પણ. ત્યાં સુધી સંબંધ ને સમર્પણ કર્યો છે? વિનાશી સંપત્તિ તો કોઈ મોટી વાત નથી. પરંતુ જે અવિનાશી સંપત્તિ સુખ, શાંતિ, પવિત્રતા, પ્રેમ, આનંદ ની પ્રાપ્તિ થાય છે જન્મસિદ્ધ અધિકાર હોવાથી એને પણ અન્ય આત્માઓની સેવા માં સમર્પણ કરી દીધાં. બાળકો ની શાંતિમાં સ્વયંની શાંતિ સમજી. તો આત્માઓ ને શાંતિ દઆપવામાં જ પોતાની શાંતિ સમજો. આ છે લૌકિક સંપત્તિ અને સાથે-સાથે ઈશ્વરીય સંપત્તિ ને પણ સમર્પણ કરીને પોતાની સાક્ષી સ્થિતિ માં રહેવું. તો સમર્પણ શબ્દ નું આટલું મોટું વિશાળ રહસ્ય છે. સમજ્યાં. આવાં વિશાળ રુપ થી ધારણ કરવા વાળા જ સંપૂર્ણ મૂર્ત અને સફળતા મૂર્ત બનશે. તો સમર્પણ શબ્દ કોઈ સાધારણ અર્થ માં ન સમજતાં. લૌકિક નું સમર્પણ કરવું સહજ છે પરંતુ જે ઈશ્વરીય પ્રાપ્તિ થાય છે એ પણ સમર્પણ કરવી અર્થાત્ મહાદાની બનવું અને બીજાનાં શુભચિંતક બનવું, એ નંબરવાર યથાયોગ્ય યથાશક્તિ થાય છે. આટલાં સુધી સમર્પણ બનવા વાળાને સંપૂર્ણ સમર્પણ કહેવાય છે. એવાં સંપૂર્ણ-મૂર્ત સમર્પણ-મૂર્ત બન્યાં છો? પોતાપણું (લગાવ) બિલકુલ સમાઈ જાય. જ્યારે કોઈ ચીજ કોઈ માં સમાઈ જાય છે તો પછી સમાન થઈ જાય છે. સમાવવું અર્થાત્ સમાન થઈ જવું. તો પોતાપણું જેટલું સમાવશો એટલાં જ સમાનતા મૂર્ત બનશો. તમે લોકો જ્યારે અન્ય આત્માઓ ની સેવા કરો છો તો કયું લક્ષ્ય રાખીને કરો છો? (આપ સમાન બનાવવાનું) આપ સમાન પણ નહીં પરંતુ બાપ સમાન બનાવવાનાં છે. આપ સમાન બનાવશો તો જે તમારા માં કમી હશે એ એમનામાં પણ આવી જશે. એટલે જો સંપૂર્ણ બનવું હોય તો આપ સમાન પણ નહીં પરંતુ બાપ સમાન બનાવવાનાં છે. જેમ બાપ પોતાનાંથી પણ ઊંચ બનાવે છે ને. બાપ સમાન બનાવશો તો ફોલો ફાધર થઇ જશો.
જેમ બાપે પોતાનાથી ઊંચા બનાવ્યાં એમ પોતાનાથી પણ ઊંચા બાપ સમાન બનાવશો તો જાણે ફોલો ફાધર કર્યું (બાપનું અનુસરણ કર્યું). તો હવે આપ સમાન પણ નહીં પરંતુ બાપ સમાન બનાવવાનાં છે. જો તમે લક્ષ્ય જ આપ સમાન બનાવવાનું રાખ્યું તો એમનામાં તો ઘણી કમી રહી જશે. કારણ કે લક્ષ્ય જ તમે એટલું રાખ્યું. એટલે લક્ષ્ય સદૈવ સંપૂર્ણતા નું રાખવાનું છે. જે સંપૂર્ણ-મૂર્ત પ્રત્યક્ષ પ્રખ્યાત થઇ ચુક્યાં છે એમનું લક્ષ્ય નથી રાખવાનું. જે હમણાં ગુપ્ત છે, પ્રત્યક્ષતા માં નથી આવ્યાં એમનું પણ લક્ષ્ય નહીં રાખી શકાય. કારણ કે જેવું લક્ષ્ય એવો હેતુ હોય છે. તો લક્ષ્ય ને શ્રેષ્ઠ રાખશો તો પ્રાપ્તિ પણ શ્રેષ્ઠ થશે. હવે ત્રીજી આંખ સદૈવ ઉપર નિશાના પર એકટક લટકેલી હોવી જોઈએ. જેમ કોઇ મગ્ન અવસ્થામાં હોય છે તો એનાં નયન એકટક થઇ જાય છે ને. એમ આ ત્રીજું નેત્ર, દિવ્ય બુદ્ધિનું આ નેત્ર પણ સદૈવ એકટક, એકરસ રહે. એકટક અર્થાત્ એક માં જ ટકી રહેલાં, મગન રુપ જોવામાં આવે. ત્રીજા નેત્ર નો સાક્ષાત્કાર કેવી રીતે થશે? મસ્તક થી. મસ્તક માં ઝલક, નયનો માં ફલક જોવામાં આવશે. એનાથી પણ ખબર પડશે કે આમનું ત્રીજું નેત્ર મગન છે કે યુદ્ધસ્થળ માં છે. જ્યારે આંખ થોડી ઠીક નથી હોતી તો પાંપણ ઘડી-ઘડી નીચે ઉપર થતી રહે છે. આ પણ ત્રીજું નેત્ર જો યથાર્થ રીત થી ઠીક હશે અર્થાત્ દિવ્ય બુદ્ધિ યથાર્થ રીત થી સ્વચ્છ હશે તો એકટક હશે. આંખ માં કોઈ કચરો વગેરે પડી જાય છે તો શું થાય છે? પાંપણ હલવા લાગે છે. કચરા ની નિશાની છે હલવું. યથાર્થ તંદુરસ્તી ની નિશાની છે સ્થિર થઈ જવું. એમ આ ત્રીજું નેત્ર સદૈવ એકટક હોય. આ સાક્ષાત્કાર તમારા મસ્તક થી થશે, નયન થી થશે, તો ચેક કરો અમારું ત્રીજું નેત્ર જલ્દી-જલ્દી બંધ થાય છે અને ખુલે છે કે સદૈવ ખુલ્લું જ રહે છે.
કોઈ પણ યાદ માં મસ્ત થઈ જાય છે તો પણ આંખો એકટક થઈ જાય છે, તો અહીંયા પણ સંપૂર્ણ સ્થિતિમાં એ જ ટકી શકશે જે એક ની જ યાદ માં મગન હશે. નહીં તો નયનો ની જેમ ખુલતાં, બંધ થતાં રહેશે. એકટક નહીં થઈ શકે. જો કોઈ કચરો હોય તો જલ્દી કાઢો. નહીં તો હસવાની વાત સંભળાવે. સમજો તમારો કોઈ સાક્ષાત્કાર કરે છે અને તમારી મૂર્ત નીચે ઉપર થતી રહે છે તો શું સાક્ષાત્કાર કરશે? જેમ ફોટો પાડવાનાં સમયે હલવાનું બંધ કરાવે છે ને. જો હલ્યાં તો ફોટો ખરાબ. એમ જ તમારી અવસ્થા હલતી રહેશે તો શું સાક્ષાત્કાર થશે? જેમ ફોટો પાડતાં સમયે પોતાને કેટલાં સ્થિર કરો છો એવી જ રીતે સદૈવ સમજો કે અમારાં ભક્ત દરેક સમયે અમારો સાક્ષાત્કાર કરી રહ્યાં છે. તો સાક્ષાત્કાર મૂર્ત અર્થાત્ સ્થિર મૂર્ત થશો. નહીં તો ભક્તો ને સાક્ષાત્કાર સ્પષ્ટ નહીં થશે. સ્પષ્ટ સાક્ષાત્કાર કરાવવાં માટે સ્થિરબુદ્ધિ, એકટક સ્થિતિ આવશ્યક છે. સમજ્યાં. હમણાં થી જ ભક્ત લોકો એક-એક નો સાક્ષાત્કાર કરશે. એ બીજ અર્થાત્ સંસ્કાર એ ભક્તો ની આત્મામાં ભરાશે. પછી તે સંસ્કાર થી મર્જ (વિસ્મૃત) થશે અને પછી દ્વાપર માં એ જ સંસ્કાર ઇમર્જ (જાગૃત) થશે. જેમ તમે સમજાવો છો ને કે ધર્મ સ્થાપક અહીંયા થી સંદેશ લઈને, સંસ્કાર ભરીને જશે એ જ પછી ઇમર્જ થશે. એ જ રીતે આપ સર્વ નાં પોત-પોતાનાં ભક્ત અને પ્રજા સંસ્કાર લઈ જશે. પછી એ પ્રમાણે જ ઇમર્જ થાય છે. જો ભક્તો ની સામે સ્પષ્ટ મૂર્ત જ નહીં દેખાડો તો એમનામાં એ સંસ્કાર કેવી રીતે ભરાશે? આ પણ કર્તવ્ય કરવાનું છે. ફક્ત પ્રજા નથી બનાવવાની, સાથે-સાથે ભક્તોમાં પણ એ સંસ્કાર ભરવાનાં છે. કેટલી પ્રજા બની છે, કેટલાં ભક્ત બન્યાં છે એ પણ ખબર પડશે. ભક્તો ની માળા અને પ્રજા ની માળા બંને પ્રત્યક્ષ થશે. દરેક ને પોતાની બંને માળાઓનાં સાક્ષાત્કાર થશે. પોતાનો પણ સાક્ષાત્કાર થશે કે હું માળા માં ક્યાં પરોવાયેલો છુ. આ પણ એક ગુપ્ત રહસ્ય છે કે કોઈનાં ભક્ત વધારે હશે, કોઈ ની પ્રજા વધારે બનશે. જેમ કોઈ ની રાજધાની મોટી હોવાં છતાં પણ સંપત્તિ ઓછી હોય, કોઈ ની રાજધાની ઓછી (નાની) હોય પરંતુ સંપત્તિ વધારે હોય છે. આ પણ ગુપ્ત રહસ્ય છે. જે ક્યારેક ખોલશે. હમણાં તો લક્ષ્ય રાખો - પ્રજા બનાવવાનું. ભક્ત તો છેલ્લે મિનિટ મોટર (વાહન ની ઝડપ) નાં સમાન બનશે. અહીંયા પણ ભક્ત વંદન કરશે. પૂજા નહીં. ગાયન કરશે, પૂજા પછી ત્યાં કરશે. આ બધું પછી ખબર પડશે. અચ્છા.
