Search for a command to run...
11 Sept 1971
ડબલ રિફાઇન સ્ટેજ (શુદ્ધ અવસ્થા)
11 September 1971 · ગુજરાતી
આજે બોલવું છે શું? કે જોવું છે? શું જોવું જ બોલવું નથી? એવો અનુભવ છે કે જે કંઈ બોલવું છે તે મુખ થી ન બોલી નયનો થી બોલો? એવું થઈ શકે છે? એવું થાય પણ છે? આજે આ માસ્ટર નોલેજફુલ, પાવરફુલ, સક્સેસફુલ, સર્વિસએબલ ની સભા છે. તો શું નયનો થી નહીં જાણી શકો? પોતાનાં મનની ભાવના કે બુદ્ધિનાં સંકલ્પો ને નયનો થી પ્રગટ નથી કરી શકતાં. આ પણ તો ભણતર નો પાઠ છે. તો બતાવો, આજે બાપદાદા શું બોલવાં ઈચ્છે છે? જાણો છો ને. માસ્ટર નોલેજફુલ છો ને!
તો આ પાઠ ભણી ચૂક્યાં છો, તો આ જ પાઠનું પેપર આપવા માટે તૈયાર છો? મહાવીર તો છો જ. આ મહાવીરો નું ગ્રુપ છે ને. બીજાઓની બેટરી ને ચાર્જ કરવા વાળા ઇન્ચાર્જ છો. બાપદાદા તો જોઈ રહ્યાં છે કે આ બધાં નંબરવાર પાસ થયેલું ગ્રુપ છે. કેટલીય વાતો ને, કેટલાંય અનુભવો ને જોતાં, પાસ કરતાં-કરતાં પાસ નથી થઈ ગયાં? ત્રણ પ્રકારનાં ‘પાસ’ છે. તો આ ત્રણેય પ્રકારનાં પાસ શબ્દમાં પાસ થવાનું છે. એક હોય છે કોઈ વાત કે રસ્તા ને પાસ (પસાર) કરવો, એક હોય છે ભણતર માં પાસ થવું અને નજીક ને પણ પાસ (પાસે) કહે છે. નજીક અર્થાત્ સમીપ રત્ન. ત્રણેય પ્રકાર નાં ‘પાસ’ શબ્દમાં “પાસ” છો? ત્રિશૂળ નું તિલક અર્થાત્ ત્રણેય પ્રકારનાં ‘પાસ’ શબ્દ માં પાસ. આ તિલક નથી દેખાતું? આ ગ્રુપનાં મસ્તક પર આ ત્રિશૂળ નું તિલક તમને લોકોને દેખાય છે? બાપદાદા ને આજની સભા શું દેખાઈ રહી છે, એ જાણો છો? પોતાનો સાક્ષાત્કાર તો થાય છે જ ને. હમણાં-હમણાં નો પોતાનો સાક્ષાત્કાર થઈ રહ્યો છે? (દાદી ને) જુઓ, આ છે સાક્ષાત્કારમૂર્ત અને તમે છો સાક્ષી. તો બતાવો, આમનાં ગ્રુપનો કયો એક સાક્ષાત્કાર થઈ રહ્યો છે? આ (દાદી) માઈક છે, તમે (દીદી) માઈટ છો. એવું? આ માઈટ આપે છે, તે માઈક બોલે છે. બાપદાદા ને શું સાક્ષાત્કાર થઈ રહ્યો છે? કેમ, હમણાં ડબલ તાજ નથી શું? જો ડબલ ક્રાઉન ધારણ નહીં કરશો તો ભવિષ્યમાં પણ ડબલ ક્રાઉન તો મળી જ નથી શકતો. તો આજે ડબલ તાજધારી, તિલકધારી, તખ્તનશીન, રાજઋષિ દરબાર જોઈ રહ્યાં છે. ભવિષ્યની દરબાર તો આ દરબારની આગળ ફીકી લાગે છે. જો હમણાં-હમણાં પોતાનો સંગમયુગી તાજ, તિલક અને તખ્તનશીન પુરષોત્તમ, મર્યાદા સમ્પન્ન સ્વરુપ જુઓ અને સાથે-સાથે પોતાનાં ભવિષ્ય સ્વરુપ ને પણ જુઓ; તો બંનેમાંથી કયું રુપ સ્પષ્ટ, આકર્ષણમૂર્ત, અલૌકિક, દિવ્ય કે રુહાની જોવામાં આવશે? હમણાનું કે ભવિષ્યનું? તો પોતાનાં સ્વરુપોનું સદા સાક્ષાત્કાર કરતાં અને કરાવતાં રહો છો કે હમણાં પડદાની અંદર તૈયાર થઈ રહ્યાં છો? સ્ટેજ પર નથી આવ્યાં? વર્તમાન સમય સ્ટેજ પર કયા રુપમાં રહો છો? હમણાંની પોતાની સ્ટેજને ક્યાં સુધી સમજો છો?
એક છે ફાઇનલ સ્ટેજ (અંતિમ અવસ્થા). તો ફાઈનલ છે? ફાઇન છે? રિફાઇન છે? આજકાલ ખબર છે કે રિફાઇન પણ ડબલ રિફાઈન થાય છે? તો હમણાં રિફાઇન છો? ડબલ રિફાઈન થવાનું છે કે રિફાઈન થવાનું છે? એક વખત નું રિફાઇન તો પૂરું થઈ ગયું ને. હમણાં ડબલ રિફાઈન થવા આવ્યાં છો. ફાઈનલ ની ડેટ (તારીખ) કઈ છે? જો પહેલાંથી નહીં હોય તો આ તમારાં લોકોનાં ભક્ત અને પ્રજા તમારાં સંપૂર્ણ સ્વરુપો નો સાક્ષાત્કાર કેવી રીતે કરશે? પછી નહીં તો તમારાં ચિત્ર પણ વાંકાં-ચૂકાં બનાવશે! જો તમારાં સંપૂર્ણતાનો, ફાઈનલ સ્ટેજનો સાક્ષાત્કાર નહીં કરશે તો ચિત્ર શું બનાવશે? ચિત્ર પણ રિફાઈન નહીં બનાવે. તો પહેલાંથી જ પોતાનો સંપૂર્ણ સાક્ષાત્કાર કરાવાનો છે. હમણાં તમારાં ભક્તોમાં ગુણગાન કરવાનાં સંસ્કાર ભરશો તો દ્વાપરયુગ માં ઉતરતાં જ તમારાં ચિત્રોની આગળ ગુણગાન કરશે. બધી આત્માઓમાં સર્વ રીત-રિવાજ નાં સંસ્કાર તો હમણાંથી જ ભરવાનાં છે ને, ભરવાનો સમય છે. પછી છે પ્રેક્ટિકલ કરવાનો સમય. જેમ-જેમ તમે આત્મામાં આખાં કલ્પનાં પૂજ્ય અને પૂજારીપણાનાં બંનેય સંસ્કાર હમણાં ભરી રહ્યાં છો. જેટલાં પૂજ્ય બનશો તે જ પ્રમાણે પૂજારીપણાની સ્ટેજ પણ ઓટોમેટિકલી બનતી જશે. તો જેમ આપ આત્માઓમાં આખાં કલ્પનાં સંસ્કાર ભરાય છે. તેવી રીતે જ તમારાં ભક્તોમાં પણ હમણાં જ સંસ્કાર ભરાશે. તો જેવું તમારું સ્વરુપ હશે તેવાં જ સંસ્કાર ભરાશે. એટલે હવે જલ્દી-જલ્દી પોતાને ફાઇનલ સ્ટેજ પર લઈ જાઓ. એવી ફાઇનલ સ્ટેજ બનાવો જે હમણાં પણ ફાઈન (દંડ) ન પડે. જે ડબલ રિફાઇન થઈ જશે તેમને ફાઈન નહીં પડશે. ફાઇનલ વાળાની કોઈ ફાઈલ નથી રહી જતી. એટલે જે પણ કાંઈક ફાઈલ રહેલી છે તેને ખતમ કરો. જો મહાવીરો ને પણ ફાઇન ભરવો પડે તો મહાવીર જ શું? એટલે સંભળાવ્યું કે આજે બોલવાનું નથી. ઇશારાથી જ સમજવા વાળા છો. આ તો તાજ, તખ્તનશીન ગ્રુપ છે, તો તે સાંભળવાથી કેવી રીતે સમજશે. જો હમણાં પણ કહેવાથી કરશે તો કહેવાથી કરવા વાળા તો મનુષ્ય હોય છે. તમે લોકો તો દેવતાઓથી પણ શ્રેષ્ઠ છો. બ્રાહ્મણ કહો કે ફરિશ્તા કહો. ફરિશ્તા ઇશારા થી સમજે છે. ફર્શ (ધરતી) નિવાસી કહેવાથી સમજે છે. અચ્છા.
બાપદાદા આ ગ્રુપને આખાં વિશ્વની સામે શું સમજે છે? જે છો તે જ બતાવવાનું છે. આ તો આખી સૃષ્ટિને શરણાગત કરવા વાળી છે, ન કે થવાવાળી. બાપદાદાની સામે પણ શરણાગત થવા વાળી નથી. બાપને સર્વેન્ટ બનાવવા વાળી છે. તો શરણાગત થઈ કે શરણાગત કરવા વાળી થઈ? આખી સૃષ્ટિમાં જે પણ મહિમા કરવાં યોગ્ય શબ્દ છે તે બધાં છો. આજે બાપદાદા સંપૂર્ણ રુપ જોઈ રહ્યાં છે. સદા ફરમાનબરદાર તેને કહે છે જે એક સંકલ્પ પણ વગર ફરમાને ન કરે. આ ગ્રુપ તો તેમાં પાસ છે ને. સદૈવ પોતાને ફરમાનબરદાર નાં સ્વરુપમાં સ્થિત કરી પછી કોઈ સંકલ્પ કરો. એવાં જે સંપૂર્ણ ફરમાનબરદાર છે તે જ સંપૂર્ણ વફાદાર પણ હોય છે. આ ગ્રુપ તો સંપૂર્ણતાનાં સમીપ છે ને. સંપૂર્ણ વફાદારી કોને કહે છે? વફાદાર નો મુખ્ય ગુણ કયો હોય છે? તેનો મુખ્ય ગુણ હોય છે જે પોતાનો ભલે જીવ જતો રહે પરંતુ દરેક વસ્તુની સંભાળ કરશે. તો કોઈ પણ ચીજ વ્યર્થ નુકસાન નહીં કરશે. જો સંકલ્પ, સમય, શબ્દ અને કર્મ-આ ચારેય માંથી કોઈને પણ વ્યર્થ ગુમાવો છો કે નુકસાન નાં ખાતામાં જાય છે તો તેને શું સંપૂર્ણ વફાદાર કહેશું? કારણ કે જ્યાર થી જન્મ લીધો અર્થાત્ ફરમાનબરદાર, આજ્ઞાકારી બન્યાં, ઈમાનદાર બન્યાં છો? એક નાનાં પૈસામાં પણ ઈમાનદાર હોય છે. તો જ્યાર થી જન્મ લીધો છે ત્યાર થી મન અર્થાત્ સંકલ્પ, સમય અને કર્મ જે પણ કરશું એ બાપની ઈશ્વરીય સેવા અર્થ કરીશું. આ પ્રતિજ્ઞા કરી? સર્વ સમર્પણ થયાં છો? તો આ બધી બાપની ઈશ્વરીય સેવા અર્થ થઈ ગઈ. જો ઈશ્વરીય સેવાનાં બદલે ક્યાંય સંકલ્પ કે સમય કે તન દ્વારા વ્યર્થ કાર્ય થાય છે તો તેને શું કહીશું? તેને સંપૂર્ણ વફાદાર કહીશું? એમ નહીં સમજતાં કે એક અથવા એક સેકન્ડ શું મોટી વાત છે. જો એક નવાં પૈસાની પણ વફાદારી નથી તો તેને સંપૂર્ણ વફાદાર નહીં કહીશું. આ ગ્રુપ તો સંપૂર્ણ ફરમાનબરદાર, સંપૂર્ણ વફાદાર છે ને. એવાં સંપૂર્ણ વફાદાર, ફરમાનબરદાર, ઈમાનદાર, આજ્ઞાકારી ગ્રુપને શું કહીશું? નમસ્તે. નમસ્તે નાં પછી ફરી શું હોય છે? બાપ તો સંપૂર્ણ આજ્ઞાકારી છે. એક-બીજાને જોઈ હર્ષિત થઇ રહ્યાં છો ને. સંગમયુગ નાં દરબાર નો આ શ્રૃંગાર છે. અચ્છા.