Search for a command to run...
29 Aug 1971
સૌથી સૂક્ષ્મ બંધન - બુદ્ધિ નું અભિમાન
29 August 1971 · ગુજરાતી
યોગયુક્ત અને બંધનમુક્ત બન્યાં છો? જેટલાં-જેટલાં યોગયુક્ત એટલાં જ સર્વ બંધન મુક્ત બનતાં જાઓ છો. તો યોગયુક્ત ની નિશાની છે જ બંધનમુક્ત થવું. પોતાનાં સર્વ બંધનો ને જાણો છો ને કે કયા-કયા પ્રકાર નાં બંધન છે જે યોગયુક્ત થવામાં અડચણ નાખે છે? જેમ સર્વ દુઃખો ની લિસ્ટ નીકાળતાં હતાં, તેમ ભિન્ન-ભિન્ન બંધનો ની લિસ્ટ નીકાળો. તે લિસ્ટ ને સામે રાખી ચેક કરો કે કેટલાં બંધનો થી મુક્ત થયાં છો અને કેટલાં બંધન હજું સુધી બાકી છે. તેનાથી પોતાની સંપૂર્ણ યોગયુક્ત અર્થાત્ સંપૂર્ણ સ્ટેજ ને પારખી શકો છો કે કેટલાં સંપૂર્ણ સ્ટેજની નજીક પહોંચી શક્યાં છો. બંધનો ની લિસ્ટ સામે લાવો, કેટલાં પ્રકાર નાં બંધન હશે? તેની લિસ્ટ નીકળશે તો જાળ ની માફક દેખાશે. કેટલી મહીન તાર ની જાળ બનાવે છે. તો હવે જજ કરો કે કેટલાં બંધન રહી ગયાં છે અને કયા-કયા રહી ગયાં છે? કોઈ મોટા-મોટા બંધન છે કે નાનાં-નાનાં બંધન છે? વધારે મહેનત કયા બંધનો ને ચૂકતું કરવામાં લાગે છે? સૌથી કડક થી કડક બંધન કયું છે? (દેહ-અભિમાન) એ તો બધાં બંધનો નું ફાઉન્ડેશન છે. પરંતુ પ્રત્યક્ષ રુપમાં સૌથી કડક બંધન કયું છે? લોક-લાજ તો બહુ નાની વાત છે, એ તો ફર્સ્ટ સ્ટેપ (પહલું પગથીયું) છે. સૌથી મોટામાં મોટું અંતિમ બંધન છે શ્રીમત ની સાથે પોતાની જ્ઞાન-બુદ્ધિ ને મિક્સ કરવી અર્થાત્ પોતાને સમજદાર સમજીને શ્રીમત ને પોતાની બુદ્ધિની કમાલ સમજી ને કામમાં લગાવવી. જેને કહેવાય જ્ઞાન-અભિમાન અર્થાત્ બુદ્ધિ નું અભિમાન. આ સૌથી સૂક્ષ્મ અને મોટું બંધન છે. આ બંધન ને ક્રોસ (પાર) કર્યું તો માનો સૌથી મોટામાં મોટો જમ્પ (છલાંગ) આપ્યો. કોઈ પણ વાતમાં જો કોઈ મધુર શબ્દો માં પણ કમજોરી નો ઈશારો આપે અને તે જ સમયે કોઈ સંસ્કાર, સ્વભાવ કે સર્વિસ નાં માટે બુરાઈ આવીને કરે છે; તો બંનેય વાતો સામે રાખતાં વિચારો કે જરાપણ વૃત્તિ માં કે દૃષ્ટિ માં કે સૂરત માં ફરક આવે છે? જરા પણ ફરક ન આવે, જરા પણ હિંમત-ઉલ્લાસ માં અંતર ન આવે - આને કહેવાય છે આ બંધન ને ક્રોસ કરવું. ભલે મુખ થી ન બોલ્યાં પરંતુ સાંભળેલી વાતનો વ્યર્થ સંકલ્પ પણ ચાલ્યો તો એને કહેવાય મોટામાં મોટું બંધન.
જે ગાયન છે નિંદા-સ્તુતિ, હાર-જીત, મહિમા કે ગ્લાનિ માં સમાન; અર્થાત્ બુદ્ધિમાં નોલેજ રહેશે કે આ હાર છે, આ જીત છે, આ મહિમા છે, આ ગ્લાનિ છે, પરંતુ એકરસ અવસ્થા કે સ્થિતિ થી ડગમગ ન થાઓ - એને કહેવાય છે સમાનતા. નોલેજ હોવા છતાં પણ ડગમગ ન થવું - એ છે વિજય. તો આ કડક બંધન ને ક્રોસ કરી લીધું અર્થાત્ સંપૂર્ણ ફરિશ્તા બની ગયાં. આને માટે મુખ્ય પ્રયત્ન કયો છે? આ અવસ્થા કેવી રીતે રખાય જેથી આ બંધન ને પણ ક્રોસ કરી લો? જ્ઞાન-અભિમાન ને કેવી રીતે ક્રોસ કરાય? તેનો પુરુષાર્થ શું છે? તમે બધાં એ જે પણ વાતો સંભળાવી તે પણ અટેન્શન (ધ્યાન) માં રાખવાની છે. પરંતુ સાથે-સાથે આ કડક બંધન ને ક્રોસ કરવા માટે સદૈવ એ વાત યાદ રહે કે અમે કલ્યાણકારી બાપની સંતાન છીએ. જે પણ જુવો છો, સાંભળો છો તેમાં અકલ્યાણનું રુપ હોવાં છતાં પણ પોતાનાં કલ્યાણ ની વાતને કાઢવાની છે. ભલે રુપ અકલ્યાણ નું, હાર કે ગ્લાનિ નું હોય, કારણ કે સ્થિતિ ને ડગમગ કરવાનાં કારણ આ ત્રણેય હોય છે. તો રુપ ભલે એ જ દેખાય પરંતુ તે અકલ્યાણનાં રુપને કલ્યાણકારીનાં રુપમાં ટ્રાન્સફર (પરિવર્તન) કરવાની શક્તિ અથવા ગ્લાનિ ને પણ ઉન્નતિનું રુપ સમજી ધારણ કરવાની શક્તિ કે હાર થી પણ આગળ માટે હજાર ગુણા વિજયી બનવાની હિંમત, ઉલ્લાસ અને યુક્તિ નીકાળવાની શક્તિ જો પોતાની પાસે છે તો ક્યારેય પણ સૂરત (ચહેરો) અને સીરત (ચરિત્ર) માં તેની અસર નહીં પડે. તો રહસ્ય શું થયું? કોઈ પણ વાત ને કે સમસ્યા ને ટ્રાન્સફર કરી ટ્રાન્સપરન્ટ (પારદર્શી) બનવાનું છે અથવા અપકારી પર પણ ઉપકારી બનવાનું છે. જેમ સંસ્કારોની સમાનતા ને કારણે કોઈ સખી બની જાય છે, એમ નિંદા કરવા વાળાને પણ તે જ સ્નેહ અને સહયોગ ની દૃષ્ટિ થી જોવાનાં છે. સંસ્કારોની સમાનતા વાળી સખી અને ગ્લાનિ કરવા વાળી - બંનેનાં માટે અંદર સ્નેહ અને સહયોગ માં અંતર ન હોય. આને કહેવાય છે અપકારી પર ઉપકારની દૃષ્ટિ અથવા વિશ્વ-કલ્યાણકારી બનવું. એવી સ્થિતિ હમણાં બની જાય છે તો સમજો સંપૂર્ણતાનાં સમીપ છો. એમ નહીં - જેમનાં સંસ્કાર મળશે તેમને સાથી બનાવશું, બીજાઓથી કિનારો કરી લઈશું. ભલે કડક સંસ્કાર વાળી હોય, તેમને પણ પોતાની શુભચિંતક સ્થિતિ નાં આધાર થી ટ્રાન્સફર કરી સમીપ લાવો. જ્યારે કોઈ હોપલેસ (નિરાશાવાદી) કેસ ને ઠીક કરો છો ત્યારે જ તો નામ પ્રસિદ્ધ થાય છે ને. ઠીક ને ઠીક કરવું કે ઠીક થી ઠીક થઈને ચાલવું - એ કોઈ મોટી વાત નથી. મોટી વાત છે પોતાની શ્રેષ્ઠ સ્મૃતિ અને વૃત્તિ થી એવા-એવા ને પણ બદલીને દેખાડવું. જુવો, હોમિયોપેથીક દવાઓની આટલી નાની-નાની ગોળીઓ કેટલાં મોટા રોગ ને ખતમ કરી શકે છે! તો શું માસ્ટર સર્વશક્તિમાન પોતાની વૃત્તિ અને દૃષ્ટિ થી કોઈ નાં પણ કડક સંસ્કાર નાં રોગને ખતમ નથી કરી શકતાં. જો કોઈનાં સંસ્કાર ને પલટાવી નથી શકતાં કે ખતમ નથી કરી શકતાં, તો સમજો મુજ માસ્ટર રચયિતા થી તો રચનાની શક્તિ વધારે કામ કરી રહી છે. જેમ દૃષ્ટાંત બતાવ્યું - નાનકડી ગોળીઓ રોગને ખતમ કરી શકે છે, તે દવા એમ નથી કહેતી કે રોગને કેવી રીતે મટાડીયે. તો શું તમારી રચનામાં શક્તિ છે અને તમે માસ્ટર રચયિતા માં નથી?
સદૈવ એ લક્ષ્ય રાખો કે ટ્રાન્સફર થવાનું છે અને ટ્રાન્સફર કરવાનું છે. એમ નહીં કહેતાં કે એ ટ્રાન્સફર થાય તો હું ટ્રાન્સફર થઈ જાઉં. ના. મારે થવું છે અને મારે જ કરવાનું છે. જે આવી હિંમત રાખવા વાળા બને છે, તે જ વિશ્વનાં મહારાજન બની શકે છે. તો વિશ્વ-મહારાજન બનવું છે તો જે દૈવી પરિવારની આત્માઓ ભવિષ્ય નાં વિશ્વમાં આવવા વાળી છે અર્થાત્ આ નાનો-એવો પરિવાર જે વિશ્વ-રાજ્યનાં અધિકારી બનવા વાળા છે, આ બધી આત્માઓની ઉપર હમણાંથી જ સ્નેહનું રાજ્ય કરવાનું છે. ઓર્ડર નથી ચલાવવાનો. હમણાંથી વિશ્વ-મહારાજન નથી બની જવાનું. હમણાં તો વિશ્વ-સેવાધારી બનવાનું છે. સ્નેહ આપવો જ ભવિષ્ય નાં માટે જમા કરવું છે. એ પણ જોવાનું છે કે પોતાનાં ભવિષ્ય નાં ખાતામાં આ સ્નેહ કેટલો જમા કર્યો છે. જ્ઞાન આપવું સરળ છે, પરંતુ વિશ્વ-મહારાજન બનવા માટે ફક્ત જ્ઞાન-દાતા નથી બનવાનું, તેનાં માટે સ્નેહ આપવો અર્થાત્ સહયોગ આપવાનો છે. જ્યાં સ્નેહ હશે ત્યાં સહયોગ અવશ્ય હશે. જો આ હાઈ જમ્પ આપી દીધો તો બધી વાતોમાં શ્રેષ્ઠ સહજ જ બની જશો.
અચ્છા, હવે ભઠ્ઠીવાળાએ પોતાને ટ્રાન્સફર કર્યા? જેટલું ટ્રાન્સફર કર્યું હશે એટલી જ દરેકની સૂરત ચિત્રની માફક દેખાશે. ટ્રાન્સલાઈટનું ચિત્ર દૂર થી જ સ્પષ્ટ દેખાય છે. તો એ જ રીતે બધી વાતોમાં સ્પષ્ટ અને શ્રેષ્ઠ બન્યાં છો? (બનશું) ક્યાં સુધી બનશો? પાંચ વર્ષ સુધી? ક્યાં સુધીનો વાયદો કર્યો છે? એટલી શક્તિ પોતાનામાં ભરી જે કેવી પણ સમસ્યાઓ આવે, કેવી પણ વાતો ન બનવા વાળી પણ બની જાય, તો પણ અચળ, અડોલ એકરસ રહેશો? એવી પોતાનામાં શક્તિ ભરી છે? એમ નહીં કહેતાં કે આ તો અમને ખબર જ નહોતી - આવું પણ થાય છે. નવી વાત થઈ, એટલે ફેલ થઈ ગયાં - એમ નહી કહેતાં. જ્યારે ભઠ્ઠી કરીને જાઓ છો તો જાણે પોતાનામાં નવીનતા લાવો છો. તો માયા પણ પરીક્ષા લેવા માટે નવી-નવી વાતો સામે લાવશે. એટલે સારી રીતે માસ્ટર નોલેજફુલ, માસ્ટર ત્રિકાળદર્શી બનીને જઈ રહ્યાં છો, તો દૂર થી જ માયા નાં વાર ને ઓળખીને ખતમ કરી દો, એવાં માસ્ટર સર્વશક્તિમાન બન્યાં છો? “શું, કેમ” ની ભાષા ખતમ કરી? “શું કરીએ, કેમ કરીએ” - એ ખતમ. ફક્ત ત્રણ મહિના નું પેપર નથી, હવે તો અંત સુધી નો વાયદો કરવાનો છે. આ તો ગેરંટેડ માલ થઈ ગયો ને. પોતાની યથાશક્તિ દરેકે જે પણ પ્રયત્ન કર્યો તે બહુ સારો કર્યો. હવે સારાથી સારાં બનીને દેખાડજો. જેમ આ નશો છે તેમ જ પ્રવૃત્તિમાં રહેતાં પણ આ નશાને કાયમ રાખવાનો છે. આ ગ્રુપની છાપ શું રહી? કોઈ તમને બદલી ન શકે પરંતુ તમે બધાંને બદલીને દેખાડજો. કોઈ પરિસ્થિતિ કે કોઈ વાયુમંડળ અમને નહીં બદલે પરંતુ અમે પરિસ્થિતિઓને, વાયુમંડળને, વૃત્તિઓને, સંસ્કારોને બદલીને દેખાડીએ - એ પાક્કી છાપ લગાવવાની છે. ટ્રેડ-માર્ક ભઠ્ઠી નો અવિનાશી લગાવીને જવાનું છે. પોતાનો ટ્રેડ-માર્ક નહીં ભૂલતાં. જો ભઠ્ઠીની ધારણાઓની સ્મૃતિ સાથે-સાથે રાખશો તો સફળતા સદૈવ સાથે રહેશે. અચ્છા.