Search for a command to run...
19 Jul 1971
સિમ્પલ બનો, સેમ્પલ બનો
19 July 1971 · ગુજરાતી
આજે આ જે સંગઠન થયું છે, તેને કયું સંગઠન કહીશું? આ સંગઠનનું નામ કર્મ નાં પ્રમાણે શું કહીશું? કર્તવ્ય નાં આધાર થી નામ કહો? (દરેકે નામ કહ્યાં) જે બધાં નામ બોલ્યાં તે પ્રેક્ટિકલ માં પોતાનું કર્તવ્ય સમજી ને બોલ્યાં? પ્રેક્ટિકલ માં ચાલી રહ્યાં છો, તો પછી શું બની ગયાં? સપૂત અને સબૂતમૂર્ત. જો પ્રેક્ટિસ માં છે તો સબૂતમૂર્ત નહીં કહેવાય, પ્રેક્ટિકલ માં છે તો સપૂત અને સબૂતમૂર્ત બંનેવ છે. આ ગ્રુપ સિમ્પલ અને સેમ્પલ છે. સિમ્પલ બનીને સેમ્પલ દેખાડવા વાળા. સિમ્પલ કોઈ ડ્રેસ વગેરે માં નહીં પરંતુ બધી વાતો માં સિમ્પલ બની સેમ્પલ બનવા વાળા. જેમ કોઇ પણ સિમ્પલ ચીજ જો સ્વચ્છ હોય છે તો પોતાની તરફ આકર્ષિત કરે છે. એ જ રીતે મન્સા માં પણ જે સંકલ્પ છે, સંબંધ માં, વ્યવહાર માં પણ અને રહન-સહન માં પણ બધામાં સિમ્પલ અને સ્વચ્છ રહેવા વાળા સેમ્પલ બની પોતાની તરફ આકર્ષિત કરે છે. જો સંકલ્પમાં કે સંબંધમાં સિમ્પલ નહીં હોવ તો અલ્ટરનેટ (પર્યાય) શું હશો? સિમ્પલ અર્થાત્ સાધારણતા. સાધારણતા માં મહાનતા હોય. જેમ બાપ સાકાર સૃષ્ટિ માં સિમ્પલ રહીને તમારાં બધાંની આગળ સેમ્પલ બન્યાં ને. અતિ સાધારણતા જ અતિ મહાનતા ને પ્રસિદ્ધ કરે છે તો સાધારણતા અર્થાત્ સિમ્પલ નહીં તો પ્રોબ્લેમ (સમસ્યા) બની જાય છે. સંકલ્પો નાં પણ પ્રોબ્લેમ માં રહે છે. રહન-સહન (રહેણી-કરણી) પણ સિમ્પલ ન હોવાનાં કારણે બીજાઓનાં માટે કે પોતાનાં માટે કોઈ ને કોઈ પ્રોબ્લેમ બની જાય છે. તો પ્રોબ્લેમ બનવાનું છે કે સિમ્પલ બનવાનું છે? પ્રોબ્લેમ વાળા સિમ્પલ નથી બની શકતાં. તો મન્સા માં પણ સિમ્પલ હોવું. જો કોઈ મન્સા માં પણ મૂંઝવણ છે અર્થાત્ પ્રોબ્લેમ છે તો તેને સિમ્પલ કહીશું શું? જેમ જુઓ, ગાંધી ને સિમ્પલ કહેતાં હતાં, પરંતુ સિમ્પલ બનીને એક સેમ્પલ બનીને તો દેખાડ્યું ને. તેમની સિમ્પલ ઍક્ટિવિટી (પ્રવૃત્તિ) જ મહાનતા ની નિશાની હતી. તે થઈ ગઈ હદની એક્ટ (કર્મ). પરંતુ અહીંયા છે બેહદનાં બાપનાં બાળક બની બેહદની ઍક્ટ કરવી. તમે તો વિશ્વનાં નિમિત્ત છો ને. જેમ વિશ્વ બેહદનું છે, બાપ બેહદનાં છે, તે જ રીતે જે પણ એક્ટ કરો છો તે બેહદની સ્થિતિમાં સ્થિત થઈને એક્ટ કરવાની છે. તે એક્ટ જ પોતાની તરફ અટ્રેક્ટ (આકર્ષિત) કરે છે. તો આકર્ષણ-મૂર્ત બનવા માટે શું કરવું પડે? સિમ્પલ બનવું પડે. અહીંયા દૈવી સંબંધ માં પણ જો કોઈ સિમ્પલ નથી બનતાં, પ્રોબ્લેમ બની જાય છે તો રિઝલ્ટ (પરિણામ) શું આવે છે? સ્નેહ અને સહયોગ થી વંચિત રહી જાય છે. જે સાધારણ, સિમ્પલ હોય છે તેમની તરફ ન ઈચ્છતાં પણ બધાંને સ્નેહ અને સહયોગ દેવાની શુભ ભાવના થશે. તો સર્વ સ્નેહી કે સર્વ થી સહયોગ પ્રાપ્ત કરવા માટે કે સર્વનાં સહયોગી બનવા માટે સિમ્પલ બનવું ખુબ આવશ્યક છે. કોઈ પ્રોબ્લેમ તો નથી કે સ્વયં પ્રોબ્લેમ બન્યાં તો નથી ને? ભલે લૌકિક પરિવાર માં કે વ્યવહાર માં, ભલે દૈવી પરિવાર માં - ક્યારેય પણ પોતાનામાં પ્રોબ્લેમ ન ઈમર્જ (જાગૃત) કરો, ન કોઈનાં માટે પ્રોબ્લેમ બનાવો. જો પ્રોબ્લેમ બનો છો તો સેવા લેવા વાળા બની જાઓ છો. તમે છો ઈશ્વરીય સેવાધારી. તો સેવાધારી અર્થાત્ સેવા કરવા વાળા, ન કે સેવા લેવા વાળા. જો સેવા લેવા વાળા બનો છો તો નામ પ્રમાણે કર્તવ્ય નહીં થયું ને. ખુદાઈ-ખિદમતગાર સેવા લેતાં નથી, આપે છે. કારણ કે દાતાનાં બાળકો છે ને. જેમ બાપ કાંઈ લે છે શું? એ તો દાતા છે ને. જો પ્રોબ્લેમ બનવાનાં કારણે સેવા લો છો તો દાતાનાં બાળકો થયાં? કોઈ પણ પ્રકારની જો એક્સ્ટ્રા સેવા લો છો તો ક્યારેય પણ એ નશો નહીં રહે કે અમે દાતા કે વરદાતા નાં બાળકો છીએ.
તો આ પ્રવૃત્તિ વાળું ગ્રુપ છે કે નિવૃત્તિ વાળું છે? લૌકિક પ્રવૃત્તિ તો સમાપ્ત થઇ ને. લૌકિક પ્રવૃત્તિ ને પણ ઈશ્વરીય પ્રવૃત્તિ માં પરિવર્તન કરી છે? જ્યાં સુધી પરિવર્તન નથી કર્યું ત્યાં સુધી અલૌકિક સ્થિતિ માં એકરસ નહીં રહી શકો. એટલે કહ્યું હતું કે પોતાનું નામ, રુપ, ગુણ અને કર્તવ્ય સદૈવ યાદ કરીને પછી પ્રવૃત્તિ માં રહો, જેનાથી લૌકિક પ્રવૃત્તિ પરિવર્તન થાય. સદૈવ પોતાને સેવાધારી સમજવાથી રોબ નહીં રહેશે. સેવાધારી સદૈવ નમ્રચિત્ત, નિર્માણ રહે છે અને પોતાનાં ઘર ને પણ ઘર નહીં, પરંતુ સેવા-સ્થાન સમજશે. અને સેવાધારીનો મુખ્ય ગુણ છે ત્યાગ. જો ત્યાગ નથી તો સેવા પણ નથી થઈ શકતી. ત્યાગ થી તપસ્વીમૂર્ત બનો છો. સેવાધારીનું કર્તવ્ય છે સદૈવ સેવામાં રહેવું. ભલે મન્સા સેવામાં રહે, ભલે વાચા સેવામાં રહે, ભલે કર્મણા સેવામાં રહે પરંતુ સેવાધારી અર્થાત્ નિરંતર સેવામાં તત્પર રહેવા વાળા. તે ક્યારેય પણ સેવા ને પોતાનાથી અલગ નહીં સમજશે. નિરંતર સેવાનું જ ધ્યાન રહેશે. એને કહેવાય છે સેવાધારી. તો પોતાને સેવાધારી સમજો અને સેવા-સ્થાન સમજીને રહો, ત્યાગ વૃત્તિ વાળા તપસ્વીમૂર્ત થઈને રહો. નિરંતર સેવાની જ બુદ્ધિમાં લગન રહે તો પછી લૌકિક પ્રવૃત્તિ બદલાઈ ને ઈશ્વરીય પ્રવૃત્તિ નહીં થઈ જાય? તો આ ગ્રુપ નવીનતા શું દેખાડશે, જે કોઈ ગ્રુપે ન દેખાડી હોય? કોઈને કોઈ નવીનતા જરુર લાવવાની છે. ખાસ ભઠ્ઠીમાં આવો છો તો પોતાનામાં પરિવર્તન પણ ખાસ થવું જોઈએ. આમ તો ચાલતાં-ફરતાં રહો છો પરંતુ હવે ખાસ વિશેષતા લાવીને પોતાનું નામ વિશેષ આત્માઓમાં જમા કરાવીને જજો. બાપદાદાની પાસે કેટલાં પ્રકારની લિસ્ટ છે, ખબર છે? તમારું કયા લિસ્ટ માં નામ છે, એ ખબર છે? પોતાનું નામ વિશેષ આત્માઓમાં કરી શકો, તેનો પ્રયત્ન કરો. વિશેષ આત્માઓ ત્યારે બનો છો જ્યારે કોઈ વિશેષ કર્તવ્ય કરો કે વિશેષતા દેખાડો છો. તો વિશેષ આત્મા બનીને જ જજો. મરજીવા બનેલાં છો કે બનવા માટે આવ્યાં છો? મરજીવા બનીને જ બ્રહ્માકુમાર બન્યાં કે હવે બનશો? જ્યારે મરીને જન્મ લીધો ત્યારે તો બ્રહ્માકુમાર કહેવાયા. મરી ને નવો જન્મ લેવો એને જ મરજીવા કહેવાય છે ને. નહીં તો જન્મ લેવા પહેલાં બ્રહ્માકુમાર કેવી રીતે બન્યાં? બાળકો તો છો, અધિકારી છો. બાકી છે સપૂત બનીને સબૂત આપવું. બાકી બ્રહ્માકુમાર છો તો મરજીવા તો બની જ ગયાં. મરજીવા બનેલાં છીએ તે સ્મૃતિ માં રહેવાથી પછી આ શરીર પણ તમારું નથી રહ્યું. આ શરીર બાપે ઈશ્વરીય સર્વિસ માટે આપ્યું છે. તમે તો મરી ચૂક્યાં છો ને. પરંતુ આ જૂનું શરીર ફક્ત ઈશ્વરીય સર્વિસ માટે મળેલું છે, એવું સમજીને ચાલવાથી આ શરીર ને પણ અમાનત સમજશો. જેમ કોઈની અમાનત હોય છે તો અમાનત માં પોતાપણું નથી હોતું, મમતા પણ નથી હોતી. તો આ શરીર પણ એક અમાનત સમજો. તો પછી દેહની મમતા પણ ખતમ થઇ જશે. જેમ ટ્રસ્ટી થઈ રહેવાથી, અમાનત સમજવાથી મમતા ઓછી થાય છે ને. એવી રીતે આ શરીર પણ ફક્ત ઈશ્વરીય સર્વિસ નાં માટે અમાનતનાં રુપમાં મળેલું છે. જેમની અમાનત છે તેમની સ્મૃતિ, અમાનત ને જોઈને તો આવે છે ને. અમાનત રાખેલી ચીજ ને જોઈ, આપવા વાળાની યાદ આવે છે ને. આ અમાનત તો રુહાની બાપે આપી છે, તો રુહાની બાપની યાદ રહેશે. અમાનત સમજવાથી રુહાનિયત રહેશે અને રુહાનિયત થી સદૈવ બુદ્ધિમાં રાહત રહેશે, થકાવટ નહીં થશે. અમાનત માં ખયાનત કરવાથી રુહાનિયત ને બદલે મૂંઝવણ આવી જાય છે, રાહત ને બદલે ગભરાહટ આવી જાય છે. એટલે આ શરીર છે જ ફક્ત ઈશ્વરીય સેવા માટે. અમાનત સમજવાથી ઓટોમેટિકલી (આપોઆપ) રુહાનિયતની સ્થિતિ રહેશે. આ સહજ ઉપાય છે ને. હવે નિરંતર સહજ યોગી બની શકશો ને. નિરંતર રુહાનિયતની અવસ્થા માં સ્થિત રહો, આ નવીનતા દેખાડજો જે તમને લોકોને જોઈને બધાં અનુભવ કરે કે આ તો સેમ્પલ બનીને આવ્યાં છે. બીજાઓની પણ યાદની યાત્રા સહજ બનાવવા માટે સેમ્પલ બનીને જજો. આ ગ્રુપ સેમ્પલ બનીને જશે ને.
જો એક-એક સ્થાન પર એક સેમ્પલ જશે તો પછી સિમ્પલ વાત થઇ જશે. પોતાનું નામ શું યાદ રાખશો? સેવાધારી. સેવાધારી તો છો જ પરંતુ સેવા એવી કરો જેથી પ્રત્યક્ષ ફળની પ્રાપ્તિ કરાવી શકો. તો સ્લોગન (સુવિચાર) શું યાદ રાખશો? પોતાની રુહાનિયત ની સ્થિતિ પ્રત્યક્ષ કરી દરેક આત્મા ને પ્રત્યક્ષ ફળ અપાવવા વાળા. આ છે આ ગ્રુપ નું કર્તવ્ય. જેટલી પોતાની રુહાનિયત ની સ્થિતિ ને પાક્કી કરશો એટલું પ્રત્યક્ષ ફળ આપી શકશો. જો રુહાનિયત ની સ્થિતિ ને પ્રત્યક્ષ નથી દેખાડતાં તો ફળ પણ પ્રત્યક્ષ નથી દેખાતું. પ્રત્યક્ષ ફળ દેખાડવા માટે પોતાની રુહાની સ્થિતિ ને પ્રત્યક્ષ કરો. સમજ્યાં, સ્લોગન. અચ્છા. પોતાની ઉપર છાપ કઈ લગાવી? સેવાધારી સમજ્યાં ને, મન્સા માં પણ સેવા. અને આ ગ્રુપ મુખ્ય ત્યાગ શું કરશે જે ત્યાગ થી તપસ્વી બની શકો? તમારી પ્રેક્ટિકલ દિનચર્યા માં વધારે કરીને વિઘ્ન રુપ શું હોય છે? એક શબ્દ માં આને કહીશું રોબ. એટલે રુહાની રુહાબ નથી આવતો. પ્રવૃત્તિ માં જે રોબ રાખો છો ‘હું રચયિતા છું’ કે વ્યવહાર નો પણ જે રોબ રહે છે, સંબંધ માં પણ મુખ્ય વિઘ્ન રોબ આવે છે. તેનો ત્યાગ કરવાનો છે. સેવાધારી રોબ નથી દેખાડતાં. એટલે રોબ નો ત્યાગ કરવાનો છે. આ છે મુખ્ય ત્યાગ. હિંમત તો છે ને ત્યાગ ની. જે પણ વાયદા કરો છો, એક-એક વાયદા પર અવિનાશી ની છાપ લગાવો. અવિનાશી છાપ ન લગાવવાનાં કારણે વાયદા અલ્પકાળ નાં થઈ જાય છે. અનેકોની રિઝલ્ટમાં એ દેખાય છે કે અહીંયા વાયદા કરીને જાય છે, પછી વાયદા બદલીને વિલાપ કરવા લાગી જાય છે - શું કરીએ, શું થઈ ગયું, હવે મદદ આપો. ઇચ્છતાં તો નહોતાં પરંતુ આ કારણ બની ગયું. યોગી નાં બદલે વિયોગી થઈ વિલાપ કરે છે. તો હવે નિરંતર યોગી બનજો. વિલાપો વાળા વિયોગી નહીં બનતાં. આ ગ્રુપ આ જ પ્રેક્ટિકલ કરીને દેખાડે. જે કહ્યું છે તે જ કરશું, ભલે કેટલી પણ વાતો સહન કરવી પડે, પરંતુ સામનો કરીને દેખાડશું. વિજયી બનીને જ દેખાડશું, એકબીજા નાં મદદગાર, શુભચિંતક બનતાં રહો તો સહયોગી બની શું નથી કરી શકતાં! જ્યારે તેઓ એકબીજાનાં સહયોગી બની ઘેરાવ નાખી શકે છે, તો શું તમે માયા ને ઘેરાવ નથી નાખી શકતાં. પાંડવ સેના ઘેરાવ નથી નાખી શકતી? એકબીજા નાં શુભચિંતક, સહયોગી બનતાં રહો તો માયાની હિંમત નથી જે તમારાં ઘેરાવ ની અંદર આવી શકે. આ છે સહયોગ ની શક્તિ. આ સંગઠન છે સહયોગ ની શક્તિનું. આ સંગઠન નાં સહયોગ ની શક્તિનું પ્રત્યક્ષ રુપ દેખાડજો. અચ્છા.
\\
સદૈવ પોતાને સેવાધારી સમજવાથી રોબ નહીં રહેશે. સેવાધારી સદૈવ નમ્રચિત્ત, નિર્માણ રહે છે અને પોતાનાં ઘર ને પણ ઘર નહીં. પરંતુ સેવા-સ્થાન સમજશે. અને સેવાધારી નો મુખ્ય ગુણ છે ત્યાગ. જો ત્યાગ નથી તો સેવા પણ નથી થઈ શકતી. ત્યાગ થી તપસ્વીમૂર્ત બનો છો. સેવાધારી નું કર્તવ્ય છે સદૈવ સેવામાં રહેવું. ભલે મન્સા સેવામાં રહે, ભલે વાચા સેવામાં રહે, ભલે કર્મણા સેવામાં રહે પરંતુ સેવાધારી અર્થાત્ નિરંતર સેવા માં તત્પર રહેવા વાળા.