Search for a command to run...
18 Jul 1971
વિલ પાવર અને કંટ્રોલિંગ પાવર
18 July 1971 · ગુજરાતી
પોતાની અંદર વિલ પાવર અને કંટ્રોલિંગ પાવર - બંને પાવર્સ નો અનુભવ કરો છો? કારણ કે પોતાનાં પુરુષાર્થ નાં માટે કે અન્ય આત્માઓની ઉન્નતિ નાં માટે આ બંનેય પાવર્સ અતિ આવશ્યક છે. જો પોતાનામાં જ કંટ્રોલિંગ પાવર અને વિલ પાવર નથી તો બીજાઓને પણ વિલ કરાવવાની શક્તિ નથી આવી શકતી. બીજાઓનાં જે વ્યર્થ સંકલ્પ કે વ્યર્થ ચલન હજું સુધી ચાલતાં રહ્યાં છે, તે કંટ્રોલ નથી કરાવી શકતાં. વિલ-પાવર નથી હોતી. વિલ-પાવર અર્થાત્ જે પણ કંઈ કર્યું સંકલ્પ, વાણી દ્વારા કે કર્મ દ્વારા, તે બધું બાપ ની આગળ વિલ અર્થાત્ અર્પણ કરી દેવું. જેમ ભક્તિમાર્ગ માં જે પણ કંઈ કરે છે, ખાય છે, ચાલે છે - તો કહેવા માત્ર કહે છે ઈશ્વર અર્પણ. પરંતુ અહીંયા હવે સમજે છે કે જે પણ કર્યું, તે કલ્યાણકારી બાપનાં કલ્યાણ નાં કર્તવ્ય પ્રતિ વિલ કર્યું. તો જેટલું-જેટલું જે કંઈ છે તે અર્પણ કરતાં જશો તો અર્પણમય દર્પણ બની જાઓ છો. જેને અર્પણ કર્યું, જેનાં પ્રતિ અર્પણ કર્યું તે સાક્ષાત્કાર આવાં અર્પણ થી સ્વતઃ જ બધાંને થાય છે. તો અર્પણ કરીને દર્પણ બનવાનો પુરુષાર્થ એ થયો કે વિલ-પાવર જોઈએ અને બીજું કંટ્રોલિંગ પાવર જોઈએ. જ્યાં ઈચ્છો ત્યાં પોતે પોતાને અર્થાત્ પોતાની સ્થિતિ ને સ્થિત કરી શકો. એવું નહીં કે બેઠાં પોતાની સ્થિતિ ને સ્થિત કરવા માટે, બાપની યાદમાં અને તેનાં બદલે વ્યર્થ સંકલ્પ કે ડગમગ સ્થિતિ બની જાય, એ કંટ્રોલિંગ પાવર નથી. એક સેકન્ડ થી પણ ઓછા સમયમાં પોતાનાં સંકલ્પને જ્યાં ઈચ્છો ત્યાં ટકાવી શકો. જો સ્વયંની સ્થિતિ ને નહીં ટકાવી શકો તો બીજાઓને આત્મિક સ્થિતિ માં કેવી રીતે ટકાવી શકશો. એટલે પોતાની સ્ટેજ (સ્થિતિ) અને સ્ટેટસ (પદ) - બંનેની સ્મૃતિ સદા રહે ત્યારે જ લક્ષ્યની સિદ્ધિ પામી શકશો. તો વિલ-પાવર અને કંટ્રોલિંગ પાવર - બંને માટે મુખ્ય શું યાદ રાખો, જેનાથી બંને પાવર્સ આવે? આ બંને પાવર્સનાં પુરુષાર્થનું એક-એક શબ્દમાં જ સાધન છે.
કંટ્રોલિંગ પાવર નાં માટે સદૈવ મહાન્ અંતર સામે રહે તો ઓટોમેટિકલી (આપોઆપ) જે શ્રેષ્ઠ હશે તે તરફ બુદ્ધિ જશે અને જે વ્યર્થ મહેસૂસ થશે તે તરફ બુદ્ધિ ઓટોમેટિકલી નહીં જશે. જે પણ કર્મ કરો છો તો મહાન્ અંતર - શુદ્ધ અને અશુદ્ધ, સત્ય અને અસત્ય, સ્મૃતિ અને વિસ્મૃતિ માં શું અંતર છે, વ્યર્થ અને સમર્થ સંકલ્પ માં શું અંતર છે, બધી વાતમાં જો મહાન્ અંતર કરતાં જાઓ તો બીજી તરફ બુદ્ધિ ઓટોમેટીકલી કંટ્રોલ થઈ જશે. અને વિલ-પાવર નાં માટે છે મહામંત્ર - જો મહાન્ અંતર અને મહામંત્ર આ બંનેય યાદ રહે તો ક્યારેય બુદ્ધિ ને કંટ્રોલ કરવા માટે મહેનત નહીં કરવી પડે. આ સહજ છે. પહેલાં ચેક કરો અર્થાત્ અંતર વિચારો, પછી કર્મ કરો. અંતર નથી જોતાં, અલબેલા ચાલતાં રહો છો, એટલે કંટ્રોલિંગ પાવર જે આવવી જોઈએ તે નથી આવતી. અને મહામંત્ર થી વિલ-પાવર ઓટોમેટિકલી આવી જશે. કારણ કે મહામંત્ર છે જ બાપની યાદ અર્થાત્ બાપની સાથે, બાપનાં કર્તવ્યની સાથે, બાપનાં ગુણોની સાથે સદૈવ પોતાની બુદ્ધિને સ્થિત કરવી. તો મહામંત્ર બુદ્ધિમાં રહેવાથી અર્થાત્ બુદ્ધિનું કનેક્શન પાવર-હાઉસની સાથે હોવાનાં કારણે વિલ-પાવર આવી જાય છે. તો મહામંત્ર અને મહાન અંતર-આ બંનેય યાદ રહે તો બંને પાવર્સ સહજ આવી શકે છે. મહામંત્ર અને મહાન્ અંતર - બંને સ્મૃતિમાં રાખી પછી જ્ઞાનનું નેત્ર ચલાવવાથી જુઓ સફળતા કેટલી થાય છે. જેમ જણાવ્યું હતું ને - હંસનું કર્તવ્ય શું હોય છે? તે સદૈવ કાંકરા અને રત્નો માં મહાન્ અંતર કરે છે. તો એ જ રીતે બુદ્ધિમાં સદૈવ મહાન્ અંતર યાદ રહે તો મહામંત્ર પણ સહજ યાદ આવી જશે. જ્યારે કોઇ શ્રેષ્ઠ ચીજ ને જાણી જાઓ છો તો નીચેની (હલકી) ચીજ થી સ્વતઃ જ કિનારો (અંતર) થઈ જાય છે. પરંતુ અંતર યાદ ન હોવાથી મંત્ર પણ ભૂલી જવાય છે અને જ્ઞાન નાં યંત્ર જે મળ્યાં છે તે પૂર્ણ રીતે સફળ નથી થઈ શકતાં. તો હવે શું કરશો? ફક્ત બે શબ્દ યાદ રાખવાનાં છે. હંસ બનીને અંતર કરતાં જાઓ. સમજ્યાં? જેમ બાપદાદાનાં ત્રણ રુપ મુખ્ય છે. છે તો સર્વ સંબંધ, તો પણ ત્રણ સંબંધ મુખ્ય છે ને. એમ જ આખાં દિવસની અંદર તમારાં પણ મુખ્ય ત્રણ રુપ તમને યાદ રહેવાં જોઈએ. જેમ બાળ અવસ્થા, યુવા અવસ્થા અને વૃદ્ધ અવસ્થા હોય છે, પછી મૃત્યુ થાય છે. આ ચક્ર ચાલે છે ને. તો આખાં દિવસમાં ત્રણ રુપ કયા યાદ રહે જેનાથી સ્મૃતિ પણ સહજ રહે અને સફળતા પણ વધારે થાય? જેમ બાપનાં આ ત્રણ રુપ વર્ણન કરો છો, તે જ રીતે તમારાં ત્રણ રુપ કયા છે? સવારે-સવારે અમૃતવેલા જ્યારે ઉઠો છો અને યાદની યાત્રામાં રહો છો કે રુહ-રુહાન કરો છો તો તે સમયનું રુપ કયું હોય છે? બાળક સો માલિક. જ્યારે રુહ-રુહાન કરો છો તો બાળક રુપ યાદ રહે છે ને. અને જ્યારે યાદની યાત્રાનાં અનુભવ-રુપ બની જાઓ છો તો માલિકપણા નું રુપ હોય છે. તો અમૃતવેલા હોય છે બાળક સો માલિકપણાનું રુપ. પછી કયું રુપ હોય છે? ગૉડલી સ્ટુડન્ટ લાઈફ (ઈશ્વરીય વિદ્યાર્થી જીવન). પછી ત્રીજું રુપ છે સેવાધારીનું. આ ત્રણેય રુપ આખાં દિવસમાં ધારણ કરીને, કર્તવ્ય કરતાં ચાલો છો? રુપ આ ત્રણ હોય છે. અને રાતનાં પછી કયુ રુપ હોય છે? અંતમાં રાતનાં સૂતા સમયે સ્થિતિ હોય છે પોતાને ચેક કરવાની અને સાથે-સાથે પોતાને વાણી થી પરે લઈ જવા વાળી સ્થિતિ પણ હોય છે. એ સ્થિતિમાં સ્થિત થઈ એક દિવસ ને સમાપ્ત કરો છો, પછી બીજો દિવસ શરું થાય છે. તો તે સ્થિતિ એવી હોવી જોઈએ જેમ નિંદ્રામાં આ દુનિયાની કોઇ પણ વાત, કોઈ પણ અવાજ, કોઈ પણ આકર્ષણ નથી થતું, જ્યારે સારી નિંદ્રામાં હોવ છો, સ્વપ્ન ની વાત અલગ છે. આ રીતે સૂતાં પહેલાં એવી સ્થિતિ બનાવીને પછી સૂવું જોઈએ. જેમ અંતમાં આત્માઓ જે સંસ્કાર લઈ જાય છે તે જ મર્જ (વિસ્મૃત) થાય છે, પછી એ જ સંસ્કાર ઈમર્જ (જાગૃત) થશે. એ જ રીતે આ પણ દિવસ ને જ્યારે સમાપ્ત કરો છો તો સંસ્કાર ન્યારા અને પ્યારાપણા નાં થઈ ગયાં ને. આ જ સંસ્કાર સાથે સૂઈ જવાથી પછી બીજા દિવસે પણ આ સંસ્કારો ની મદદ મળે છે. એટલે રાતનાં સમયે જ્યારે દિવસ ને સમાપ્ત કરો છો તો યાદ-અગ્નિ થી કે સ્મૃતિની શક્તિ થી જૂનાં ખાતા ને સમાપ્ત અથવા ખતમ કરી દેવાં જોઈએ. હિસાબ ચુક્તું કરી દેવો જોઈએ. જેમ બિઝનેસમેન (વ્યાપારી) પણ જો હિસાબ-કિતાબ ચુક્તું ન રાખે તો ખાતુ વધતું જાય અને કર્જદાર થઈ જાય છે. કર્જ ને મર્જ (બિમારી) કહે છે. એ રીતે આખાં દિવસ નાં કરેલાં કર્મોનું ખાતુ અને સંકલ્પોનું ખાતુ જે પણ કાંઈ થયું, તેને ચુક્તું કરી દો. બીજા દિવસનાં માટે કંઈક કર્જ ની રીતે ન રાખો. નહીં તો તે જ મર્જ નાં રુપમાં બુદ્ધિ ને કમજોર કરી દે છે. રોજ પોતાનો હિસાબ ચુક્તું કરી નવો દિવસ, નવી સ્મૃતિ રહે. એમ જ્યારે પોતાનાં કર્મો અને સંકલ્પોનું ખાતુ ક્લિયર રાખશો ત્યારે સંપૂર્ણ અથવા સફળતામૂર્ત બની જશો. જો પોતાનો જ હિસાબ ચુક્તું નથી કરી શકતાં તો બીજાઓનાં કર્મબંધન કે બીજાઓનાં હિસાબ-કિતાબ ને કેવી રીતે ચુક્તું કરાવી શકશો. એટલે રોજ રાતનાં પોતાનું રજીસ્ટર સાફ હોવું જોઈએ. જે થયું તે યોગની અગ્નિમાં ભસ્મ કરો. જેમ કાંટાને ભસ્મ કરી નામ-નિશાન ગુમ કરી દો છો ને. એવી રીતે પોતાનાં નોલેજ ની શક્તિ અને યાદની શક્તિ, વિલ-પાવર અને કંટ્રોલિંગ પાવર થી પોતાનાં રજીસ્ટર ને રોજ સાફ રાખવું જોઈએ. જમા ન થાય. એક દિવસ નાં કરેલાં વ્યર્થ સંકલ્પ કે વ્યર્થ કર્મની બીજા દિવસે લકીર (રેખા) પણ ન રહે અર્થાત્ કર્જ ન રહેવું જોઈએ. બીતી સો બીતી (વીતી ગયું તે વીતી ગયું), ફુલ સ્ટોપ. એવાં રજીસ્ટર સાફ રાખવા વાળા કે હિસાબ ચુક્તું કરવા વાળા સફળતામૂર્ત સહજ બની શકે છે. સમજ્યાં? આખાં દિવસનાં ચેકર (તપાસનાર) બનજો.
સ્વદર્શન ચક્ર ની અંદર પછી આ એક દિવસનું ચક્ર. શરુમાં ડ્રિલ કરતાં હતાં તો ચક્રની અંદર ચક્ર માં જતાં હતાં, પછી નીકળતાં હતાં ને. તો આ બેહદનું ૫૦૦૦ વર્ષનું ચક્ર છે. તેમાં પછી નાનાં-નાનાં ચક્ર છે. તો પોતાનું એ દિનચર્યા નું ચક્ર સદૈવ ક્લિયર રહે, મૂંઝાઓ નહીં. ત્યારે ચક્રવર્તી રાજા બનશો. રજીસ્ટર સાફ કરતાં આવડે છે ને. આજકાલ સાયન્સે (વિજ્ઞાને) પણ એવી ઇન્વેન્શન (શોધ) કરી છે, જે લખેલું બધું ભુસાઈ જાય, જે ખબર જ ન પડે. તો શું સાયલેન્સ (શાંતિ) ની શક્તિ થી પોતાનાં રજીસ્ટર ને રોજ સાફ નથી કરી શકતાં? એટલે કહેલું છે કે બાપનાં પ્રિય કે પ્રભુ પ્રિય કે દૈવી લોક બંને નાં પ્રિય કોણ બની શકે? સચ્ચાઈ અને સફાઈ વાળા પ્રભુ-પ્રિય પણ છે અને લોક-પ્રિય પણ અને પોતે પોતાને પણ પ્રિય લાગે છે. સચ્ચાઈ-સફાઈ ને બધાં પસંદ કરે છે. રજીસ્ટર સાફ રાખવું - એ પણ સફાઇ થઇ ને. અને સાચ્ચી દિલ પર સાહેબ રાજી થઇ જાય છે અર્થાત્ હિંમત અને યાદ થી મદદ મળી જાય છે. અચ્છા.