Search for a command to run...
27 Jul 1971
બુદ્ધિ રુપી નેત્ર ક્લિયર (સ્પષ્ટ) અને પાવરફુલ (શક્તિશાળી) બનાવો
27 July 1971 · ગુજરાતી
આજે ભઠ્ઠીનાં ભણતર નું પેપર લેખિત માં આપ્યું. પછી કાલે કયું પેપર શરું થશે, એ જાણો છો? પ્રેક્ટિકલ પેપર માં કયા ક્વેશ્ચન (પ્રશ્ન) આવવાનાં છે, તેને જાણો છો? કયા-કયા પ્રકારનાં ક્વેશ્ચન્સ આવશે? કલ્પ પહેલાં શું-શું આપણી આત્માઓ દ્વારા થયેલું છે, તેની સ્મૃતિ આવે છે? (હા) જ્યારે આ સ્મૃતિ આવે છે, તો ક્વેશ્ચન કયા આવશે - એ સ્મૃતિ નથી આવતી? માયા સામનો તો કરશે - પરંતુ કયા-કયા રુપોમાં કરશે તે પણ જાણો છો કે નહીં? માસ્ટર નોલેજફુલ બનીને જઇ રહ્યાં છો ને. માસ્ટર નોલેજફુલ ને તો ઇન-એડવાન્સ (પહેલી) બધી ખબર પડી જ જાય છે. જેમ સાયન્સ (વિજ્ઞાન) વાળા પોતાનાં યંત્રો દ્વારા જે પણ કોઈ ઘટના જેવી કે તોફાન કે વરસાદ નું આવવું કે ધરતી નું હલવું વગેરે પહેલાથી જ જાણી લે છે તો શું તમે બધાં પણ માસ્ટર નોલેજફુલ બનવાથી ઈન-એડવાન્સ પોતાનાં બુદ્ધિ-બળ દ્વારા નથી જાણી શકતાં? દિન-પ્રતિદિન જેટલી-જેટલી પોતાની સ્મૃતિની સમર્થી માં આવતાં જશો અર્થાત્ પોતાનાં આત્મા રુપી નેત્ર ને પાવરફુલ બનાવતાં જશો, ક્લિયર બનાવતાં જશો, એટલું-એટલું કોઈ પણ જો વિઘ્ન આવવાનું હશે તો પહેલેથી જ એની મહેસૂસતા આવશે કે આજે કોઈ પેપર આવવાનું છે. અને જેટલી-જેટલી ઈન-એડવાન્સ ખબર પડતી જશે તો પહેલેથી જ હોંશિયાર હોવાનાં કારણે વિઘ્નો માં સફળતા પામી લેશો. જેમ આજકાલની ગવર્મેન્ટ ને જ્યારે પહેલેથી જ ખબર પડી જાય છે કે દુશ્મન આવવાનો છે, તો પહેલેથી તૈયારી કરવાનાં કારણે વિજયી બની શકે છે. અને અચાનક આક્રમણ વિજયી નથી બનાવી શકતું. અહીંયા એક તો ત્રિકાળદર્શી હોવાનાં નાતે કલ્પ પહેલાની સ્મૃતિ એવી અનુભવ કરો છો જેમ કે કાલની વાત હોય અને બીજું પછી નોલેજફુલ હોવાનાં નાતે થી, ત્રીજું બુદ્ધિ રુપી નેત્ર પાવરફુલ અને ક્લિયર હોવાનાં કારણે તે ઈન-એડવાન્સ ની વાતો ને કેચ કરી લો છો. તો ત્રણેય પ્રકાર થી જો અટેન્શન (ધ્યાન) છે કે સ્થિતિ છે તો શું આવવા વાળા વિઘ્નોને પહેલેથી જ પારખી નથી શકતાં? અને જેમ-જેમ ઈનએડવાન્સ માં પરખ અથવા પરિચય થતો જશે તો ક્યારેય પણ હાર નહીં થશે, સદા વિજયી થશો. જેમ નેત્ર ઠીક ન હોવાનાં કારણે અથવા સી.આઈ.ડી. ની ચેકિંગ ઠીક ન હોવાનાં કારણે ક્યારેક ગવર્મેન્ટ પણ છેતરાઈ જાય છે. આવી રીતે સદૈવ પોતાનાં બુદ્ધિ રુપી નેત્ર ની સંભાળ થવી જોઈએ કે યથાર્થ રીતે કાર્ય કરી રહ્યાં છીએ?
સી.આઈ.ડી. નો બીજો શું અર્થ છે? ચેકિંગ જ સી.આઈ.ડી. છે. ચેકિંગ રુપી સી.આઈ.ડી. હોંશિયાર હોય તો ક્યારેય પણ દુશ્મન થી હાર નથી ખાઈ શકતાં. એટલે હમણાં પણ પ્રયત્ન કરો કે પહેલેથી જ ખબર પડે. જેમ વરસાદ થવાનો હોય છે તો પ્રકૃતિ પહેલેથી જ સાવધાની જરુર આપે છે. જો નોલેજફુલ હોય તો પ્રકૃતિ નાં વિઘ્ન થી તે બચી શકે છે. જો નોલેજફુલ નથી તો પ્રકૃતિની જે ભિન્ન-ભિન્ન નાની-નાની ચીજો દુઃખ નાં કે બિમારીનાં નિમિત્ત બને છે તેનાં અધીન બની જાય છે. કારણ શું હશે? પરિચય અથવા નોલેજ ની કમી. તો જેમ-જેમ યાદની શક્તિ અર્થાત્ સાયલેન્સ ની શક્તિ પોતાનામાં ભરાતી જશે તો પહેલેથી જ ખબર પડશે કે આજે કંઈક થવાનું છે. અને દિન-પ્રતિદિન જે અનન્ય મહારથી અટેન્શન (ધ્યાન) અને ચેકિંગ માં રહે છે, તે આ અનુભવ કરતાં જઈ રહ્યાં છે. તાવ પણ આવવાનો હોય તો પહેલેથી જ તેની નિશાનીઓ દેખાય છે. તો આમાં પણ જો નોલેજફુલ છે તો જે પેપર આવવાનું છે તેની કોઈક નિશાનીઓ જરુર હોય છે. પરંતુ પારખવાની શક્તિ પાવરફુલ હોય તો ક્યારેય હાર નથી થઈ શકતી. જયોતિષી પણ પોતાનાં જ્યોતિષ ની નોલેજથી, ગ્રહોનાં નોલેજ થી આવવા વાળી આપદાઓને જાણે છે. તમારાં નોલેજની આગળ તો તે નોલેજ કાંઈ પણ નથી. તુચ્છ કહીશું. તો જ્યારે તુચ્છ નોલેજ વાળા એડવાન્સ ને જાણી શકે છે પોતાનાં નોલેજની પાવર થી, તો શું આટલી શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ નોલેજ થી માસ્ટર નોલેજફુલ આ નથી જાણી શકતાં? નથી જાણી શકતાં તો તેનું કારણ એ છે કે બુદ્ધિ રુપી નેત્ર ક્લિયર નથી. અને ક્લિયર ન હોવાનું કારણ શું? કેરફુલ (કાળજી વાળો) નથી. કેરફુલ ન હોવાનાં કારણે નોલેજફુલ નથી. નોલેજફુલ ન હોવાનાં કારણે પાવરફુલ નથી. પાવરફુલ ન હોવાનાં કારણે જે વિજયની પ્રાપ્તિ થવી જોઈએ તે નથી થતી. તો પોતાનાં નેત્ર ને ક્લિયર રાખવાં મુશ્કેલ વાત છે શું? આ વખતે જે ભઠ્ઠીમાં આવ્યાં છે તે મધુબન થી અર્થાત્ વરદાન ભૂમિ થી શું વરદાન લઈને જશો? એક તો પોતાની બુદ્ધિ રુપી નેત્ર ને ક્લિયર અને કેરફુલ રાખવાં અને ઈન-એડવાન્સ નોલેજફુલ થઈને પારખવાનું વરદાન લઈને જવાનું છે જેથી ક્યારેય પણ માયા થી હાર નહી ખાશો. જેની માયા થી હાર નથી થતી તેમનાં ઉપર સાંભળવા વાળા અને જોવા વાળા બલિહાર જાય છે. તો પ્રવૃત્તિ માં રહેતાં તમારાં ઉપર તમારાં સમીપ વાળા, દૂર વાળા બલિહાર જાય, તેની યુક્તિ એ છે કે વારંવાર હાર ન થાય. જ્યારે વારંવાર હાર ખાઈ લો છો તો હાર ખાવા વાળાની ઉપર બલિહાર કેવી રીતે જશે. એટલે બધાંને પોતાની ઉપર અર્થાત્ બાપની ઉપર બલિહાર બનાવવા માટે ક્યારેય હાર નહીં ખાવી. હાર પહેરવાનાં યોગ્ય બનવાનું છે, ના કે હાર ખાવાની છે. આ છે પ્રવૃત્તિમાં રહેવા વાળા પાંડવોને માટે વિશેષ રુપની શિક્ષા. જ્યારે પોતાની પ્રવૃત્તિ માં જાઓ છો તો પ્રવૃત્તિ ને પ્રવૃત્તિ જ સમજશો કે બીજું કંઈ સમજશો? પ્રવૃત્તિ વાળા છીએ - આ નામ બદલાઈ ગયું ને. હવે પોતાની પ્રવૃત્તિ ને અધરકુમાર કહેશો? પોતાની પ્રવૃત્તિ નો જરા પણ સંકલ્પ ન આવે. (એવાં વિચાર આવવાનો સવાલ જ પેદા નથી થતો) સવાલ તો પેદા થાય છે પરંતુ ખયાલ (વિચાર) પેદા ન થાય, એમ કહો. અમે પ્રવૃત્તિ-માર્ગ વાળા છીએ-આ રજીસ્ટર આજ થી પોતાનું બંધ કરીને બીજું નવું રજીસ્ટર સેવાધારી નું રાખ્યું છે, એમ સમજીએ? દિવાળી પર જૂનાં ચોપડા ખતમ કરી નવાં રાખે છે ને. તો તમે લોકોએ પણ સાચ્ચી દિપાવલી મનાવી? દિપક પણ અવિનાશી પ્રગટાવ્યાં? જૂનાં પ્રવૃત્તિની સ્મૃતિ નાં કે જૂનાં સંસ્કારો નાં ચોપડા પણ ખતમ કર્યા? જેવી સ્મૃતિ તેવાં સંસ્કાર બને છે. તો આ ચોપડા પૂરા બાળી દીધાં કે થોડા કિનારે રાખ્યાં છે? જો કિનારે રાખ્યાં હશે તો ક્યારેય પણ બુદ્ધિ તેમાં જશે. બાળીને ખતમ કર્યા કે ક્યારેક-ક્યારેક જોવાની દિલ થાય છે? કોઈ ચીજ એવી હોય છે જેનાથી ડર લાગે છે, તો તેને કિનારે રાખવાનાં બદલે ભસ્મ કરાય છે. ખોટાં ચોપડા બનાવવા વાળા ગવર્મેન્ટ થી ડરે છે, એટલે તે કાગળ બાળીને ભસ્મ કરી દે છે જેથી કોઈને નિશાની પણ ન મળે. એવી રીતે જૂની સ્મૃતિનાં ચોપડા કે રજીસ્ટર બિલ્કુલ બાળી ને ખતમ કરીને જજો. એક હોય છે કિનારે (બાજુમાં) રાખવું, બીજું હોય છે બિલ્કુલ બાળી દેવું. રાવણ ને ફક્ત મારતા નથી પરંતુ સાથે-સાથે બાળે પણ છે. તો આને પણ ફક્ત જો કિનારે રાખશો તો તે પણ નિશાની રહી જશે. જૂનાં રજીસ્ટરનાં નાનકડાં ટુકડા થી પણ પકડાઈ જશો. માયા ખૂબ તેજ છે. તેની કેચિંગ પાવર કાંઈ ઓછી નથી. જેમ ગવર્મેન્ટ ઓફિસર્સ ને જરા પણ કાંઈ પ્રાપ્ત થાય છે તો તેનાથી જ તે પકડી લે છે. જરા નિશાની પણ કિનારે રાખી તો માયા કોઈને કોઈ રીતે પકડી લેશે. એટલે બાળીને જ જજો. જણાવ્યું હતું ને કે કુમારોમાં ખિસ્સા-ખર્ચનાં સંસ્કાર હોય છે, તેમ પ્રવૃત્તિ-માર્ગ વાળામાં પણ વિશેષ સંસ્કાર હોય છે કાંઈ ને કાંઈ આઈવેલ (સમસ્યા) માટે બાજુમાં રાખવાનાં. ભલે કેટલાં પણ લખપતિ કેમ ન હોય, કેટલાં પણ સ્નેહી કેમ ન હોય, પરંતુ તો પણ આ સંસ્કાર હોય છે. હવે આ સંસ્કાર અહીંયા પણ પુરુષાર્થ માં વિઘ્ન રુપ થાય છે. ઘણાં સમજે છે કે જો થોડાં ઘણાં રોબનાં સંસ્કાર પોતાનામાં ન રાખીએ તો પ્રવૃત્તિ કેવી રીતે ચાલશે? કે થોડાં ઘણાં લોભનાં સંસ્કાર ભિન્ન રુપમાં નહીં હશે તો કમાણી કેવી રીતે કરી શકીશું કે અહંકારનું રુપ નહીં હશે તો લોકો ની સામે પર્સનાલિટી (વ્યક્તિત્વ) કેવી રીતે જોવામાં આવશે. એવાં-એવાં કાર્ય માટે અર્થાત્ આઈવેલ માટે થોડાં-ઘણાં જૂનાં સંસ્કારો નો ખજાનો જે છે તેને છુપાવીને રાખે છે. આ સંસ્કાર જ દગો આપે છે. આ કોઈ પર્સનાલિટી નથી અથવા આ જૂનાં સંસ્કારોનું રુપ પ્રવૃત્તિ નું પાલન કરવાનું સાધન નથી. જૂનાં સંસ્કારો નો લોભ રૉયલ રુપમાં હોય છે, પરંતુ છે લોભનો અંશ.
સમજો પ્રવૃત્તિ-વાળા વ્યહવારમાં જાય છે, તો ત્યાં જોશે કે થોડી-ઘણી વધારે પ્રાપ્તિ થાય છે, તો તે પ્રાપ્તિની પાછળ એટલાં લાગી જાય છે, જે આ ઈશ્વરીય કમાણી ને ઓછી કરી દેશે. આ તરફ અટેન્શન ઓછું કરી તે તરફની પ્રાપ્તિ તરફ વધારે અટેન્શન ગયું, તો શું આ લોભનો અંશ નથી? એવી રીતે જે આઈવેલ માટે જૂનાં સંસ્કારોની પ્રોપર્ટી ને અર્થાત્ ખજાનાથી થોડું-ઘણું બાજુમાં રાખે છે સમય પર વાપરવા માટે, પરંતુ આ સંસ્કાર પણ ખતમ કરવાનાં છે. એવી ચેકિંગ કરવી જોઈએ જે જરા પણ, ક્યાંય ખૂણામાં કોઈ એવાં જૂનાં સંસ્કાર રહેલાં તો નથી ને? મોહ પણ હોય છે. પ્રવૃત્તિ તરફ વધારે અટેન્શન જાય - એ પણ રોયલ રુપમાં મોહનો અંશ છે. આ બેહદની પ્રવૃત્તિ તો ૨૧ જન્મ સાથે ચાલે છે અને તે પ્રવૃત્તિ કર્મબંધન ને ચુક્તું કરવાની પ્રવૃત્તિ છે. તો ચુક્તું કરવા વાળી પ્રવૃત્તિની તરફ વધારે અટેન્શન આપે અને આ તરફ ઓછું અટેન્શન આપે છે તો આ મોહ-મમતાનું રૉયલ રુપ નહીં થયું? આ અંશ વૃદ્ધિ ને પામતા-પામતા વિઘ્ન રુપ બની વિજયી બનવામાં હાર અપાવે છે. એટલે પ્રવૃત્તિ-વાળા ભલે મોટા રુપમાં મહાદાની, મહાજ્ઞાની પણ બને પરંતુ આ કિનારે કરેલાં વિકારોનાં વંશનાં અંશ પણ ખતમ કરવાનાં છે, આ પણ અટેન્શન રાખવાનું છે. એવું નહીં કે કોર્સ મળ્યો અને પાસ થયાં. ના. હવે આમાં પણ પાસ થવાનું છે. બિલકુલ જરા પણ કોઈ પણ ખૂણામાં જૂનાં ખજાનાની નિશાની ન હોય. આને કહેવાય છે મરજીવા કે સર્વશ ત્યાગી કે સર્વ સમર્પણ કે ટ્રસ્ટી કે યજ્ઞનાં સ્નેહી કે સહયોગી. આ છે કોર્સ. ભલે કોર્સ તો ટીચર્સે કરાવ્યો. પરંતુ કોર્સની પાછળ જોઈએ ફોર્સ. ફક્ત કોર્સ કરી જાય છે તો કોર્સ અહીંયા સુધી ઠીક રહે છે પરંતુ પછી પેપર આપવાનાં સમયે કોર્સ ભૂલાઈ જાય છે. કોર્સની સાથે ફોર્સ પણ ભરીને જશો તો કોર્સ ને, ફોર્સ સક્સેસ (સફળ) કરશે. ક્યારેય ફેલ નહીં થશો. તો આ ફોર્સ ભરીને જજો, ત્યારે સદા વિજયી બની શકશો. જરા પણ નિશાની ન રહે. નિશાની હોવાનાં કારણે જ બુદ્ધિનું નિશાન નથી લાગી શકતું. આવું ઊંચું પેપર આપવાનું છે. નાનાં-નાનાં પેપર માં પાસ થવું મોટી વાત નથી. પરંતુ સૂક્ષ્મ મહીન પેપરમાં પાસ થવું - એ છે ‘પાસ વિદ્ ઓનર’ ની નિશાની. તો હવે સમજ્યાં કે શું કરવાનું છે? પોતાની જૂની ચોપડી પૂરી બાળીને જજો. આટલો ફોર્સ ભરો, એ પણ બહુજ છે. જેમ કપડાં ધોયા પછી ઈસ્ત્રી ન થાય તો કપડામાં ચમક નથી આવતી, તો આ પણ કોર્સનાં પછી જો ફોર્સ નથી ભરાતો તો ચમત્કારી બનીને ચમત્કાર નહીં દેખાડી શકો. તો હવે ચમત્કારી બનીને જજો, જે દૂર થી જ તમારી ઈશ્વરીય ચમક આકર્ષિત કરે. સૌથી વધારે પોતાની તરફ આકર્ષિત કરવાવાળી ચીજ કઈ હોય છે જે દૂર થી જ ન ઈચ્છવાં છતાં પણ પોતાની તરફ આકર્ષિત કરે છે? (ચમક) ચમક શેનાથી આવે છે? તમારી પ્રદર્શનીઓમાં પણ સૌથી વધારે કઈ ચીજ આકર્ષિત કરે છે? એક તો લાઈટ પોતાની તરફ આકર્ષિત કરે છે, બીજી માઈટ (શક્તિ) પોતાની તરફ આકર્ષિત કરે છે. પછી તેમાં કોઈ પણ માઈટ હોય. પોતાનામાં ઈશ્વરીય લાઈટ કે પોતાનામાં ટ્રાન્સફર થવાની માઈટ હોય તો પણ આકર્ષિત કરો છો. જે પોતાને ટ્રાન્સફર નથી કરી શકતાં, તો ટ્રાન્સફર કરવાની લાઇટ અને માઈટ પોતાનામાં ધારણ કરવાથી દરેક આત્માને પોતાની તરફ આકર્ષિત કરી શકશો. અચ્છા.