Search for a command to run...
25 Aug 1971
મુખ્ય ૭ કમજોરીઓ અને તેમને મટાડવાં માટે ૭ દિવસનો કોર્સ
25 August 1971 · ગુજરાતી
એક સેકન્ડમાં વાણી થી પરે સ્થિતિ માં સ્થિત થઇ શકો છો? જેમ બીજી કર્મેન્દ્રિયો ને જ્યારે ઈચ્છો, જેમ ઈચ્છો તેમ હલાવી શકો છો, એમ જ બુદ્ધિની લગન ને જ્યાં ઈચ્છો, જ્યારે ઈચ્છો તેમ અને ત્યાં સ્થિત કરી શકો છો? એવાં પાવરફુલ બન્યાં છો? આ વિધિ વૃદ્ધિને પામતી જઈ રહી છે? જો વિધિ યથાર્થ છે તો વિધિ થી સિદ્ધિ અર્થાત્ સફળતા અને શ્રેષ્ઠતા અવશ્ય જ દિન-પ્રતિ-દિન વૃદ્ધિ ને પામતી હોય એવો અનુભવ કરશો. આ પરિણામ થી પોતાનાં પુરુષાર્થ ની યથાર્થ સ્થિતિ ને પારખી શકો છો. આ સિદ્ધિ વિધિ ને પારખવાની મુખ્ય નિશાની છે. કોઈ પણ વાત ને પારખવા માટે નિશાનીઓ હોય છે. તો આ નિશાની થી પોતાની સંપૂર્ણ બુદ્ધિની નિશાની ને પારખી શકો છો? આજકાલ જે પુરુષાર્થ પુરુષાર્થીઓનો ચાલી રહ્યો છે, તેમાં મુખ્ય કમજોરીઓ કઈ દેખાય છે? ૧. એક તો સ્મૃતિમાં સમર્થી નથી રહી. ૨. દૃષ્ટિમાં દિવ્યતા કે અલૌકિકતા યથાશક્તિ નંબરવાર આવેલી છે. ૩. વૃત્તિમાં વિલપાવર ન હોવાનાં કારણે વૃત્તિ એકરસ ન થઈ, ચંચળ થાય છે. ૪. નિરાકારી અવસ્થાનું અટેન્શન (ધ્યાન) ઓછું હોવાનાં કારણે મુખ્ય વિકાર દેહ-અભિમાન, કામ અને ક્રોધ - આ ત્રણેયનો વાર સમય પ્રતિ સમય થતો રહે છે. ૫. સંગઠનમાં રહેતાં કે સંપર્કમાં આવતાં વાયુમંડળ, વાયબ્રેશન પોતાની ઇમ્પરેશન (છાપ) નાખે છે. ૬. અવ્યક્ત ફરિશ્તાપણાની સ્થિતિ ઓછી હોવાનાં કારણે સારી કે ખોટી વાતોની ફીલિંગ આવવાથી ફેલ થઈ જાય છે. ૭. પોતાની યાદની યાત્રા થી સંતુષ્ટ ઓછા. આ છે પુરુષાર્થીઓનાં પુરુષાર્થની નંબરવાર રિઝલ્ટ.
હવે આ સાત વાતો ને મટાડવાં માટે ફરીથી સાત દિવસનો કોર્સ કરાવવો પડે. આ સાત વાતો ને સામે રાખી સાત દિવસ નો કોર્સ જે બીજાઓને કરાવો છો તે પોતે પોતાને રિવાઇઝ કરાવજો. જેમ મુરલીઓને રિવાઇઝ કરી રહ્યાં છો, તો રિવાઇઝ કરવાથી નવીનતા અને શક્તિ વધવાનો અનુભવ કરો છો એમ હવે એકાંત માં બેસી અમૃતવેલા, જે સાત વાતો સંભળાવી, તેના પર એક-એક વાતનું નિવારણ દરેક દિવસ નાં પાઠ માં કેવી રીતે સમાયેલું છે, તે મનન કરીને માખણ અર્થાત્ સાર નીકાળજો અને આપસમાં લેણ-દેણ કરજો. કોર્સ તો કર્યો છે પરંતુ જેમ જિજ્ઞાસુઓને કોર્સ કરાવ્યાં પછી દરેક પાઠની યુક્તિ બતાવો છો કે અટેન્શન (ધ્યાન) અપાવો છો, એમ તમે દરેક રેગ્યુલર ગૉડલી સ્ટુડન્ટ (નિયમિત ઈશ્વરીય વિદ્યાર્થી) હવે ફરીથી એક સપ્તાહ એક પાઠ ને પ્રેક્ટિસ અને પ્રેક્ટિકલ માં લાવો. જેમ સાપ્તાહિક પાઠ કરો છો ને. તમે લોકો પણ સર્વિસ (સેવા) માં “પવિત્રતા સપ્તાહ” કે “શાંતિ સપ્તાહ” નો પ્રોગ્રામ રાખો છો ને. એ જ રીતે પોતાની પ્રોગ્રેસ (ઉન્નતી) માટે દરેક પાઠનો સાપ્તાહિક પાઠ પ્રેક્ટિકલ અને પ્રેક્ટિસ માં લાવો. તો રિવાઇઝ થવાથી શું થશે? સફળતા સમીપ, સહજ અને સ્પષ્ટ દેખાશે. તો શ્રેષ્ઠ તો બની જ જશો. પોતે પોતાને દરેક સંકલ્પ કે કર્મ માં મહાન બનાવવા માટે સૌથી સહજ યુક્તિ ની ત્રણ વાતો સંભળાવો. મન, વચન, કર્મ માં મહાનતા માટે જ પૂછી રહ્યાં છે.
મહાન બનવા માટે એક તો પોતાને જૂની દુનિયામાં મહેમાન સમજો. બીજી વાત - જે પણ સંકલ્પ કે કર્મ કરો છો, તો મહાન અંતર ને બુદ્ધિમાં રાખી સંકલ્પ અને કર્મ કરો. ત્રીજી વાત કે બાપનાં કે પોતાનાં દૈવી પરિવારની દરેક આત્માનાં ગુણ અને શ્રેષ્ઠ કર્તવ્યની મહિમા કરતાં રહો. ૧). મહેમાન ૨). મહાન અંતર અને ૩). મહિમા. આ ત્રણે વાતો ચાલતી રહે તો જે ૭ ખામીઓ છે તે સમાપ્ત થઈ જશે. મહેમાન ન સમજવાનાં કારણે કોઈ પણ રુપ કે રંગત માં અટ્રેકશન (આકર્ષણ) અને અટેન્શન (ધ્યાન) જાય છે. મહાન અંતર ને સામે રાખવાથી ક્યારેય પણ દેહ-અહંકાર કે ક્રોધ નો અંશ કે વંશ નથી રહી શકતો. ત્રીજી વાત - બાપની કે દરેક આત્માનાં ગુણોની મહિમા કે કર્તવ્યની મહિમા કરતાં રહેવાથી કોઈનાં દ્વારા કોઈ વાતની ફીલિંગ નથી આવી શકતી. અને સદૈવ ગુણો અને કર્તવ્યની મહિમા કરવાથી યાદની યાત્રા, અસંતુષ્ટતા પણ નિરંતર કે સહજ યાદમાં પરિવર્તન થઇ જશે. આ ત્રણેય શબ્દો ને સદા સ્મૃતિમાં રાખો તો સમર્થીવાન થઈ જશો. દૃષ્ટિ, વૃત્તિ, વાયુમંડળ બધું પરિવર્તન થઇ જશે.
દ્વાપરથી લઇને આજ સુધી પોતાની અને પોતાનાં દૈવી પરિવારની આત્માઓની મહિમા કરતાં આવ્યાં છો, કીર્તન કરતાં આવ્યાં છો. હવે પછી ચૈતન્ય પરિચિત થયેલ આત્માઓનાં અવગુણો ને કે કમીઓ ને કેમ જુવો છો કે બુદ્ધિમાં ધારણ કેમ કરો છો? હવે પણ આખાં વિશ્વ થી પસંદ કરાયેલ શ્રેષ્ઠ આત્માઓનાં ગુણ-ગાન કરો. બુદ્ધિ દ્વારા ગ્રહણ કરો અને મુખ દ્વારા એક-બીજાનાં ગુણગાન કરો. પછી દૃષ્ટિ કે વૃત્તિ ચંચળ થશે? કોઈની પણ કમીની ફિલીંગ થશે? હવે અનુભવ કર્યો છે કે કોઈ પણ મંદિરની મૂર્તિ કેટલી પણ અટ્રેક્ટીવ (આકર્ષિત) કે સુંદર સજાવેલી હોય, તો ક્યારેય પણ દૃષ્ટિ તેમની સુંદરતા કે સજાવટની તરફ સંકલ્પ માત્ર પણ ચંચળ નથી થતી. અને ત્યાં જ જો કોઈ સિનેમા કે કોઈ એવી ચોપડીઓ માંથી કોઈ અટ્રેકશન કે સજાવટ જુઓ છો કે કોઈ બોર્ડ પણ જુવો છો તો વૃત્તિ અને દૃષ્ટિ ચંચળ થઈ જાય છે, કેમ? અટ્રેકશન તો મૂર્તિઓમાં પણ છે. સજાવટ, ફીચર્સ અને નેચર્સ (પ્રકૃતિ) ની બ્યુટી (સુંદરતા) મૂર્તિઓમાં પણ છે, તો પણ વૃત્તિ અને દૃષ્ટિ ચંચળ કેમ નથી થતી? બંનેય ચિત્ર સામે રાખો કે એક જ રુમમાં રાખો તો એક સેકન્ડમાં તે તરફ જવાથી વૃત્તિ ચંચળ થાય છે અને તે તરફ જવાથી વૃત્તિ પવિત્ર બની જાય છે. આ પવિત્રતા અને અપવિત્રતા નું કારણ શું હોય છે? સ્મૃતિ. સ્મૃતિ છે કે આ દેવી છે; તો એ સ્મૃતિ દૃષ્ટિ અને વૃત્તિ ને પવિત્ર બનાવે છે. અને સ્મૃતિ છે કે આ ફીમેલ (સ્ત્રી) છે; તો એ સ્મૃતિ વૃત્તિ અને દૃષ્ટિ ને અપવિત્રતા તરફ ખેંચે છે. અહીં રુપ ને જોશો અને ત્યાં રુહાનિયત ને જોશો. એવો પાસ્ટ (ભૂતકાળ) નો અનુભવ તો હશે ને. વર્તમાન પણ ટકાવારી માં છે. પરંતુ તેને મટાડવાં માટે ક્યારેય પણ ક્યાંય પણ જુઓ છો, કોઈની સાથે પણ બોલો છો તો સ્મૃતિમાં શું રાખો? આત્મા સમજવું, એ તો થઈ ફર્સ્ટ (પહેલી) સ્ટેજ. પરંતુ કર્મ માં આવતાં, સંપર્ક માં આવતાં, સંબંધ માં આવતાં એ જ સ્મૃતિ રાખો કે આ બધાં જડ ચિત્રો ચૈતન્ય દેવી કે દેવતાઓનાં રુપ છે. તો દેવીનું રુપ સ્મૃતિ માં આવવાથી જેમ જડ ચિત્રોમાં ક્યારેય સંકલ્પ માત્ર પણ અપવિત્રતા કે દેહનું અટ્રેકશન નથી થતું, એમ જ ચૈતન્ય રુપમાં પણ આ સ્મૃતિ રાખવાથી સંકલ્પમાં પણ આ કમ્પ્લેન (ફરિયાદ) નહીં રહે અને કમ્પ્લીટ (પૂર્ણ) થઈ જશો. સમજ્યાં? આ છે વર્તમાન પુરુષાર્થીઓની કમ્પ્લેન (ફરિયાદ) ની ઉપર કમ્પ્લીટ (પૂર્ણ) બનવાની યુક્તિઓ.
અચ્છા ભઠ્ઠી વાળા પોતાની ઉન્નતિ કરી રહ્યાં છે. સ્પીડ પણ તીવ્ર છે? એવું નહીં કે સમાપ્તિ પછી નીચે ઉતરતાં સ્પીડ ઓછી થઈ જાય. એવો જ પુરુષાર્થ કરી રહ્યાં છો ને. અચ્છા.