સૌથી શ્રેષ્ઠ તખ્ત અને તાજ
આજે આ ભઠ્ઠીનું ગ્રુપ ડબલ ભઠ્ઠી કરવા માટે આવેલાં છે. ડબલ ભઠ્ઠી કઈ છે? ડબલ ભઠ્ઠીનાં રહસ્ય ને સમજો છો? મધુબન તો છે જ ભઠ્ઠી, પરંતુ મધુબન ભઠ્ઠીની અંદર પણ વિશેષ કંઈ ભઠ્ઠીમાં પોતાનાં બાકી રહેલાં સંસ્કારો ને ભસ્મ કરવા માટે આવ્યાં છો? તો ડબલ ભઠ્ઠીનો ફોર્સ પણ વધે છે ને; કારણ કે કોર્સ મળે છે. એક તો જનરલ (સામાન્ય), બીજું પર્સનલ (વ્યક્તિગત). ડબલ કોર્સ હોવાનાં કારણે ડબલ ફોર્સ પણ વધે છે. તો જેમ ડબલ ફોર્સ વધે છે, તેમ જ સદા પોતાને ડબલ તાજધારી સમજીને ચાલતાં રહો તો આ ડબલ કોર્સ સદૈવ ફોર્સ માં રહે. ડબલ તાજ કયો છે? હમણાં ડબલ તાજધારી છો કે ભવિષ્ય માં બનશો? હમણાં ડબલ તાજ કયો છે? એક છે લાઈટ અર્થાત્ પ્યોરિટી (પવિત્રતા) ની નિશાનીનો. અને બીજો છે જે સંગમયુગ પર સર્વ પ્રાપ્તિઓ થાય છે, જે શક્તિ દ્વારા જ જવાબદારી ને ધારણ કરી શકો છો. તો લાઈટ (પ્રકાશ) નો ક્રાઉન પણ અને માઈટ (શક્તિ) નો પણ છે. પ્યોરિટી નો પણ અને પાવર નો પણ, આ ડબલ તાજ નિરંતર ધારણ કરવા વાળા. તો કહો ડબલ ફોર્સ સદા કાયમ નહીં રહે? બંનેની આવશ્યકતા છે. અને બંને સદા કાયમ રહેવાથી સદા શક્તિશાળી-સ્વરુપ દેખાશો. સર્વિસમાં સફળતા પ્રાપ્ત કરવા માટે પણ આ બે તાજ આવશ્યક છે. પછી જેટલાં-જેટલાં નંબરવાર દરેકે ધારણ કર્યા છે તે પ્રમાણે સ્વરુપ માં સફળતા કે પોતાનાં પુરુષાર્થ માં સફળતા પામતાં જઈ રહ્યાં છો. તો ડબલ તાજ પણ જોઈએ અને ડબલ તખ્ત પણ જોઈએ. ડબલ તખ્ત કયા છે? (દરેકે પોત-પોતાનો રેસ્પોન્સ કર્યો) એક તો બાપદાદાનાં દિલ રુપી તખ્તનશીન થવાનું છે. સૌથી શ્રેષ્ઠ તખ્ત તો બાપદાદા નાં દિલ તખ્તનશીન બનવાનું જ છે. સાથે-સાથે આ તખ્ત પર બેસવા માટે પણ અચળ, અડોલ, એકરસ સ્થિતિનો તખ્ત જોઈએ. જો આ સ્થિતિનાં તખ્ત પર સ્થિત નથી થઈ શકતાં તો બાપદાદા નાં દિલ રુપી તખ્ત પર પણ સ્થિત નથી થઈ શકતાં. એટલે આ અચળ, અડોલ, એકરસ સ્થિતિનો તખ્ત બહુ આવશ્યક છે. આ તખ્ત થી વારંવાર ડગમગ થઈ જાઓ છો. એટલે પોતાને અકાળતખ્ત નશીન ન બનવાનાં કારણે આ એકરસ સ્થિતિનાં તખ્ત પર પણ સ્થિત નથી થઈ શકતાં. તો પોતાનાં આ ભ્રકુટીનાં તખ્ત પર અકાળમૂર્ત બની સ્થિત થશો તો એકરસ સ્થિતિનાં તખ્ત પર અને બાપદાદા નાં દિલ તખ્ત પર વિરાજમાન થઇ શકશો. તો ડબલ તાજધારી પણ છો, ડબલ તખ્તનશીન પણ છો અને જે નોલેજ મળી રહયું છે તે નોલેજ પણ મુખ્ય બે વાતો નું છે. તે કઈ છે?
નોલેજ પણ મુખ્ય બે વાતોનું મળે છે ને. ‘અલ્ફ’ અને ‘બે’ કહો કે ‘રચયિતા’ અને ‘રચના’ કહો. રચના માં પૂરું નોલેજ આવી જાય છે. તો રચયિતા અને રચના - આ બંને મુખ્ય વાતોમાં જો નોલેજફુલ છો તો પાવરફુલ પણ બની શકો છો. જો કોઈ રચનાનાં નોલેજ માં પૂરા નોલેજફુલ નથી, કમજોર છે તો સ્થિતિ ડગમગ થાય છે. રચનાનાં પણ પૂરા નોલેજને જાણવાનું છે, જાણવાનું ફક્ત સાંભળવાને નથી કહેવાતું. જાણવું અર્થાત્ માનવું અને ચાલવું. આને કહેવાય છે નોલેજફુલ - જે જાણે છે, માને છે અને ચાલે પણ છે. જો માનવું અને ચાલવું નથી તો નોલેજફુલ કે જ્ઞાન સ્વરુપ નહીં કહેવાય. ચાલવાનું-માનવાનું અર્થાત્ સ્વરુપ બનવું. કાંઈક ને કાંઈક રચયિતા અને રચનાનાં નોલેજની કમી થઈ જવાનાં કારણે પુરુષાર્થ માં કમી પડે છે. એટલે આખાં નોલેજની આ બે વાતો ને ધ્યાનમાં રાખીને ચાલો. અચ્છા, આ તો થયું નોલેજ. એમ જ ડબલ કર્તવ્ય માં પણ રહેવાનું છે. આ ડબલ કર્તવ્ય કયું છે? આજે બે ની ગણતરી જ સંભળાવી રહ્યાં છે. બે કર્તવ્ય કહો. આખાં દિવસમાં ડબલ કર્તવ્ય તમારાં ચાલતાં રહે છે. મુખ્ય કર્તવ્ય છે જ વિનાશ અને સ્થાપના નું. કંઇક વિનાશ કરવાનું છે અને કંઇક રચના રચવાની છે. રચના બધાં પ્રકારની રચો છો. એક તો સર્વિસ દ્વારા પોતાની રાજધાની ની રચના કરી રહ્યાં છો અને બીજી કરવાની છે બુદ્ધિમાં શુદ્ધ સંકલ્પોની રચના. અને વ્યર્થ સંકલ્પો કે વિકલ્પો નાં વિનાશની વિધિ પણ તમે લોકો સમજી ગયાં છો. રચના મન્સા દ્વારા પણ અને વાણી દ્વારા પણ; બંને પ્રકારની રચના રચો છો. એ જ પ્રકાર થી ડબલ કર્તવ્ય કરો છો. આ જ કાર્યમાં આખો દિવસ બિઝી રહો તો કહો એકરસ સ્થિતિ નહીં થઈ શકે? એકરસ સ્થિતિ નથી રહેતી, તેનું કારણ રચના રચતા નથી આવડતી કે વિનાશ કરતા નથી આવડતું. બંને કર્તવ્યમાં કમી હોવાનાં કારણે એકરસ સ્થિતિ રહી નથી શકતી. એટલે ડબલ કર્તવ્યમાં રહેવાનું છે. આ ડબલ કર્તવ્ય પણ ત્યારે કરી શકશો જ્યારે પોઝિશન (અવસ્થા) માં રહેશો. ડબલ પોઝિશન કઈ છે? આ સમય નું પૂછી રહ્યાં છે. ડીટી (દેવત્વ) થી આ સમયની ગૉડલી પોઝિશન હાઈએસ્ટ (સૌથી ઊંચી) છે. તો એક આ પોઝિશન છે કે ગૉડલી ચિલ્ડ્રન (સંતાન) છીએ, બ્રહ્માકુમાર-કુમારીઓ પણ છીએ. આ થઈ સાકારી પોઝિશન અને બીજી છે નિરાકારી પોઝિશન. આપણે બધી આત્માઓમાં હીરો પાર્ટધારી આત્માઓ, શ્રેષ્ઠ આત્માઓ છીએ. અને બીજી પોઝિશન છે ઇશ્વરીય સંતાન બ્રહ્માકુમાર-કુમારીપણાની. આ બંને પોઝિશન સ્મૃતિ માં રહે તો કર્મ અને સંકલ્પ બંનેય શ્રેષ્ઠ થઇ જશે. શ્રેષ્ઠ આત્મા અથવા હીરો પોતાને સમજવાથી એવો કોઈ વ્યવહાર નહીં કરશો જે ઈશ્વરીય મર્યાદાઓનાં કે બ્રાહ્મણ કુળની મર્યાદાઓથી વિપરીત હોય. એટલે આ બન્ને પોઝિશન સ્મૃતિ માં હશે તો માયાની ઓપોઝીશન (વિરોધ) ખતમ થઇ જશે. એટલે ડબલ પોઝિશન પણ સદૈવ સ્મૃતિ માં રાખો.
અચ્છા ડબલ નિશાન કયા છે? જે ડબલ નશો હશે તે જ ડબલ નિશાન હશે. એક છે નિરાકારી નિશાન. સદૈવ પોતાને નિરાકારી દેશ નાં નિવાસી સમજવું અને નિરાકારી સ્થિતિમાં સ્થિત રહેવું. સાકારમાં રહેતાં પોતાને નિરાકારી સમજીને ચાલવું. એક - સોલ-કોન્સીયસ કે આત્મ-અભિમાની બનવાનો નિશાન અને બીજો - નિર્વિકારી સ્ટેજ, જેમાં મન્સાની પણ નિર્વિકારીપણાની સ્ટેજ બનાવવી પડે છે. તો એક છે નિરાકારી નિશાન અને બીજું છે સાકારી. તો નિરાકારી અને નિર્વિકારી - આ છે બે નિશાની. આખો દિવસ પુરુષાર્થ યોગી અને પવિત્ર બનવાનો કરો છો ને. જ્યાં સુધી પૂરી રીતે આત્મા-અભિમાની નથી બન્યાં, તો નિર્વિકારી પણ નથી બની શકતાં. તો નિર્વિકારીપણાનું નિશાન અને નિરાકારીપણાનું નિશાન, જેને ફરિશ્તા કહો, કર્માતીત સ્ટેજ કહો. પરંતુ ફરિશ્તા પણ ત્યારે બનશો જ્યારે કોઈ પણ ઈમ્પ્યોરિટી (અપવિત્રતા) અર્થાત્ પાંચ તત્વોનું આકર્ષણ આકર્ષિત નહીં કરે. જરા પણ મન્સા સંકલ્પ પણ ઈમ્પ્યોર અર્થાત્ અપવિત્રતા નો ન હોય, ત્યારે ફરિશ્તાપણા ની નિશાની માં ટકી શકશો. તો આ ડબલ નિશાન પણ સદૈવ સ્મૃતિ માં રાખજો. અને ડબલ પ્રાપ્તિ કઈ છે? અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ, તેમાં શાંતિ અને ખુશી સમાયેલી છે. આ થયો સંગમયુગ નો વારસો. હમણાં જે પ્રાપ્તિ છે તે પછી ક્યારેય પણ પ્રાપ્ત નથી થઈ શકતી. તો ડબલ પ્રાપ્તિ છે બાપ અને વારસો. બાપની પ્રાપ્તિ પણ આખાં કલ્પ માં નથી કરી શકતાં. અને બાપ દ્વારા હમણાં જે વારસો મળે છે તે પણ આખાં કલ્પ ની અંદર હમણાં જ મળે છે. પછી ક્યારેય પણ નહીં મળે. આ સમયની પ્રાપ્તિ “અતીન્દ્રિય સુખ અને ફુલ નોલેજ” પછી ક્યારેય પણ નથી મળી શકતી. તો બે શબ્દો માં ડબલ પ્રાપ્તિ - બાપ અને વારસો. આમાં નોલેજ પણ આવી જાય છે તો અતીન્દ્રિય સુખ પણ આવી જાય છે અને રુહાની ખુશી પણ આવી જાય છે. રુહાની શક્તિ પણ આવી જાય છે. તો આ છે ડબલ પ્રાપ્તિ. સમજ્યાં.
આ બધી બે-બે વાતો ધારણ ત્યારે કરી શકશો, જ્યારે પોતાને પણ કમ્બાઈન્ડ (સંયુક્ત) સમજશો. એક બાપ અને બીજો હું, કમ્બાઈન્ડ સમજવાથી આ બધી બે-બે વાતો સહજ ધારણ થઇ શકે છે. ભઠ્ઠીમાં આવ્યાં છો ને. તો આ બધી જે બે-બે વાતો સંભળાવી તે સારી રીતે સ્મૃતિ-સ્વરુપ ભઠ્ઠી થી બનીને જજો. ફક્ત સાંભળીને નહીં જતાં. સાંભ્ળ્યું તો ઘણું છે. સાંભળવું અર્થાત્ માનવું અને ચાલવું, અર્થાત્ સ્વરુપ બનવું. તો જ્ઞાની છો પરંતુ જ્ઞાન-સ્વરુપ બનીને જજો. યોગી છો પરંતુ યોગયુક્ત, યુક્તિયુક્ત બનીને જજો. તપસ્વી કુમાર છો પરંતુ ત્યાગ-મૂર્ત પણ બનીને જજો. ત્યાગ-મૂર્ત વગર તપસ્વી મૂર્ત બની નથી શકતાં. તો તપસ્વી છો પરંતુ સાથે-સાથે ત્યાગ-મૂર્ત પણ બનવાનું છે. બ્રહ્માકુમાર છો પરંતુ બ્રહ્માકુમાર કે બ્રાહ્મણોનાં કુળની મર્યાદાઓને જાણીને મર્યાદા પુરુષોત્તમ બનીને જજો. એવાં મર્યાદા પુરુષોત્તમ બનો જે તમારાં એક-એક સંકલ્પ વાયુમંડળ પર પ્રભાવ નાખે. એવાં પાવરફુલ બનીને જજો. પાવર છે પરંતુ પાવરફુલ બનીને જજો. જે ફુલ હોય છે તે ક્યારેય ફેલ નથી થતાં. ફુલની નિશાની છે - એક તો ફીલ નહીં કરશે, બીજું ફેલ (નપાસ) નહીં થશે અને ફ્લૉ (ખામી) નહીં હશે. તો ફુલ બનીને જજો, એટલે ભઠ્ઠીમાં આવ્યાં છો. શું શીખવાનું છે? ખૂબ પાઠ ભણ્યાં. આટલો પાઠ પ્રેક્ટિકલ માં ભણીને જજો. પાઠ એવો પાક્કો કરજો જે પ્રેક્ટિકલ એક્ટિવિટી પાઠ બની જાય. એક પાઠ હોય છે મુખ થી વાંચવો, એક હોય છે શીખવાડવો. મુખ થી ભણાવાય છે, એક્ટ થી શીખવાડાય છે. તો દરેક ચલન એક-એક પાઠ બને. જેમ પાઠ ભણવાથી ઉન્નતિને પામો છો ને. એવી જ રીતે તમારાં બધાની એક-એક એક્ટ એવો પાઠ બધાને ભણાવે કે શીખવાડે જે ઉન્નતિ ને પામતાં જાય. ભણવાનું પણ છે અને ભણાવવાનું પણ છે. સપ્તાહ નો કોર્સ તો બધાએ કરી લીધો છે ને. સાપ્તાહિક કોર્સ જે કર્યો છે તે ફોર્સફુલ કર્યો છે કે ફક્ત કોર્સ કર્યો છે? કોર્સ નો અર્થ જ છે પોતાનામાં ફોર્સ ભરવો. જો ફોર્સ નથી ભર્યો તો કોર્સ પણ શું કર્યો? નિર્બળ આત્માથી શક્તિશાળી આત્મા બનવા માટે કોર્સ કરાવાય છે, તો જો કોર્સનો ફોર્સ નથી તો તે કોર્સ થયો? તો હમણાં ફોર્સફુલ કોર્સ કરવા માટે આવ્યાં છો ને.
ડબલ તિલકધારી પણ બનવાનું છે. ડબલ તિલક કયું છે? રોજ પોતાનું તિલક જુઓ છો? અમૃતવેલા જ્યારે જ્ઞાન-સ્નાન કરો છો તો તિલક પણ લગાવો છો? આત્મિક સ્મૃતિ કે સ્વરુપ નું તિલક તો થઈ ગયું. બીજું છે નિશ્ચય નું તિલક. એક તો આત્મિક સ્થિતિ નું તિલક છે અને બીજું અમે વિજયી રત્ન છીએ. દરેક સંકલ્પ, દરેક કદમ માં વિજય, સફળતા ભરેલી હોય. આ વિજય નું તિલક વિકટરી (વિજયી) છે. તો તમારાં લોકોનું તિલક છે વિજય નું અને વિજયી રુપનું. આ ડબલ તિલક સદૈવ સ્મૃતિમાં રહે. સ્મૃતિ અર્થાત્ તિલકધારી બનવાનું છે. તો ડબલ તિલક ને પણ ક્યારેય ભૂલવાનું નથી. હું વિજયી છું - એ સ્મૃતિમાં રહેવાથી ક્યારેય પણ ભિન્ન-ભિન્ન પરિસ્થિતિ ઓ હલાવી નથી શકતી. વિજય થયેલી જ છે. વર્તમાન સમયે પોતાની સ્થિતિ ડગમગ હોવાનાં કારણે વિજય અર્થાત્ સફળતા માં ડગમગ દેખાઓ છે. પરંતુ વિજય દરેક કર્તવ્ય માં થયેલી જ છે. જેમ કોઇ સીઝન (ઋતુ) ની ખરાબી હોય છે, તો સીઝન ની ખરાબી નાં કારણે ટેલિવિઝન માં પણ સ્પષ્ટ દેખાતું નથી. આ રીતે પોતાની સ્થિતિ ની હલચલ હોવાનાં કારણે વિજય નો અથવા સફળતા નો સ્પષ્ટ અનુભવ નથી કરી શકતાં. કારણ શું છે? પોતાની સ્થિતિની હલચલ સ્પષ્ટ ને પણ અસ્પષ્ટ બનાવી દે છે. ઉલઝનો (મૂંઝવણ) ને કારણે ઉજ્જવલ નથી બની શકતાં. એટલે પોતાની સ્થિતિ ની હલચલ નહીં હોય તો સ્મૃતિ ક્લિયર થશે. તે હોય છે સીઝન ક્લિયર, આ છે સ્મૃતિ ક્લિયર. જો સ્મૃતિ ક્લિયર છે તો સફળતા પણ ક્લિયર રુપમાં દેખાશે. જો સ્મૃતિ ક્લિયર નથી કે પોતાની ઉપર પૂરી કેયર (સાવચેતી) નથી, કેયરફુલ ઓછા હોવાનાં કારણે રિઝલ્ટ પણ ફુલ નથી દેખાતી. જેટલી પોતાનાં ઉપર કેયર રાખો છો એટલાં ક્લિયર થાઓ છો અને એટલી જ સફળતા પોતાનાં પુરુષાર્થ માં કે સર્વિસ માં સ્પષ્ટ અને સમીપ દેખાશે. નહીં તો ન સ્પષ્ટ દેખાય છે, ન સમીપ દેખાય છે. ટેલિવિઝન માં દૂરનું દૃશ્ય સમીપ અને સ્પષ્ટ પણ હોય છે ને. એવી રીતે એકરસ સ્થિતિ હોવાનાં કારણે, કેયરફુલ અને ક્લિયર હોવાનાં કારણે સફળતા સમીપ અને સ્પષ્ટ દેખાશે. સમજ્યાં? જો બંને માંથી એકની પણ કમી હશે તો સફળતા અનુભવ નહીં કરશો, પછી મૂંઝાશો. પછી કમજોરીની ભાષા હોય છે કે “શું કરીએ, આ કેવી રીતે થશે” - આ ભાષા થઈ જાય છે. એટલે બન્નેય વાતો ધારણ કરીને જશો તો સફળતામૂર્ત બની જશો. સફળતા એટલી સમીપ આવશે, જેમ ગળામાં માળા કેટલી સમીપ આવી જાય છે. તો સફળતા પણ ગળાની માળા બની જશે. અચ્છા.
\\
રચયિતા અને રચના - આ બંને મુખ્ય વાતોમાં જો નોલેજફુલ છો તો પાવરફુલ પણ બની શકો છો. જો કોઈ રચનાની નોલેજ માં પૂરા નોલેજફુલ નથી, કમજોર છે તો સ્થિતિ ડગમગ થાય છે. રચનાની પણ પૂરી નોલેજ ને જાણવાની છે, જાણવું ફક્ત સાંભળવાને નથી કહેવાતું. જાણવું અર્થાત્ માનવું અને ચાલવું આને કહેવાય છે નોલેજફુલ - જે જાણે છે, માને છે અને ચાલે પણ છે. જો માનવું અને ચાલવું નથી તો નોલેજફુલ કે જ્ઞાન-સ્વરુપ નહીં કહેવાય. ચાલવાનું-માનવાનું અર્થાત્ સ્વરુપ બનવાનું.
