નશો અને નિશાન (લક્ષ્ય)
એક સેકન્ડમાં સ્વયંને પોતાનાં સંપૂર્ણ નિશાન અને નશા માં સ્થિત કરી શકો છો? સંપૂર્ણ નિશાન શું છે, એને તો જાણો છો ને. જ્યારે સંપૂર્ણ નિશાન પર સ્થિત થઈ જાઓ છો, તો નશો તો રહે જ છે. જો નિશાન ઉપર બુદ્ધિ નથી ટકતી તો નશો પણ નહીં રહે. નિશાન પર સ્થિત થવાની નિશાની છે નશો. તો એવો નશો સદૈવ રહે છે? જે સ્વયં નશામાં રહે છે તે બીજાને પણ નશામાં ટકાવી શકે છે. જેમ કોઇ હદનો (વ્યસન) નશો કરે છે તો એની ચલન થી, એમનાં નયન-ચેન થી કોઈ પણ જાણી લે છે - આમણે નશો કરેલો છે. એ જ પ્રમાણે, આ જે સૌથી શ્રેષ્ઠ નશો છે, જેને ઈશ્વરીય નશો કહેવાય છે, આમાં જ સ્થિત રહેવા વાળા પણ દૂર થી દેખાઈ તો આવશે ને. દૂર થી જ તેઓ અવસ્થા એવી અનુભવ કરે - આ કોઈ ઈશ્વરીય લગનમાં રહેવા વાળી આત્માઓ છે! એવાં પોતાને મહેસુસ કરો છો? જેમ તમે ક્યાંય પણ આવો-જાઓ છો, તો લોકો જોઈને જ સમજે કે આ કોઈ પ્રભુની પ્યારી ન્યારી આત્માઓ છે. એવો અનુભવ કરે છે? ભક્તિ-માર્ગ માં પણ એવી આત્માઓ હોય છે. એમનાં નયન-ચેન થી પ્રભુપ્રેમી જોવામાં આવે છે. તો આવી સ્થિતિ આ જ દુનિયામાં રહેતાં, આવાં કારોબારમાં ચાલતાં હોવા છતાં સમજો છો કે આ અવસ્થા રહેશે કે પછી ફક્ત અંત માં દર્શન-મૂર્તની આ સ્ટેજ (અવસ્થા) હશે? શું સમજો છો - શું અંત સુધી સાધારણ રુપ જ રહેશે કે આ ઝલક ચહેરાઓથી દેખાશે? કે ફક્ત અંત સમયે જેમ પડદાની અંદર તૈયાર છો પછી પડદો ખૂલે છે અને દૃશ્ય સામે આવીને સમાપ્ત થઈ જાય છે, એવું થશે? થોડોક સમય આ ઝલક દેખાશે. ઘણાં એવું સમજે છે કે જયારે પહેલાં, બીજા નંબર વાળી આત્માઓ જે નિમિત્ત બન્યાં એ જ સાધારણ ગુપ્ત રુપમાં પોતાનો સાકાર રુપનો પાર્ટ (ભૂમિકા) સમાપ્ત કરી ચાલ્યાં ગયાં તો અમારા લોકો ની ઝલક પછી શું દેખાશે? પણ નહીં. ‘સન શોઝ ફાધર’ (પુત્ર પિતાને પ્રત્યક્ષ કરે છે) ગવાયેલું છે. તો ફાધર (પિતા) નો શો (પ્રત્યક્ષતા) બાળકો પ્રેક્ટિકલ માં (વ્યવહારમાં) લાવવાથી જ કરશે. ‘અહો પ્રભુ’ ની પોકાર જે આત્માઓની નીકળશે અથવા પશ્ચાતાપની લહેર જે આત્માઓમાં આવશે એ ક્યારે, કેવી રીતે આવશે? જેમણે સાકારમાં અનુભવ જ નથી કર્યો એમને પણ બાપ નાં પરિચયથી કે અમે બાબાનાં બાળકો છીએ, એમ ક્યારે માનશે કે બરાબર બાપ આવ્યાં પણ અમે લોકોએ કંઈ પ્રાપ્ત કર્યું નહીં? તો આ પ્રેક્ટિકલ રુહાની ઝલક અને ફરિશ્તાપણાં ની ફલક ચહેરા થી, ચલન થી દેખાઈ આવે. સ્વયં ને અને આપ નિમિત્ત બનેલી આત્માઓની અવસ્થાને જોતાં અનુભવ કરશે - બાપે આમને શું બનાવ્યાં! અને પછી પશ્ચાતાપ કરશે. જો આ ઝલક નથી જોતાં તો શું સમજશે? એટલો સમય જ્ઞાન તો નહીં લશે જે જ્ઞાન થી તમને ઓળખે. તો આ પ્રેક્ટિકલ ચહેરા થી ઝલક અને ફલક દેખાશે. બાપનાં તો મહાવાક્ય જ છે કે હું બાળકોની આગળ પ્રત્યક્ષ થાઉં છું. પરંતુ વિશ્વની સામે કોણ પ્રખ્યાત થશે? એ સાકારમાં બાપ નું કર્તવ્ય હતું, પ્રેક્ટિકલ માં બાળકોનું કર્તવ્ય છે પ્રખ્યાત થવાનું અને બાપ નું કર્તવ્ય છે બેકબોન (પીઠબળ) બનવાનું, ગુપ્ત રુપમાં મદદગાર બનવાનું. એટલે એવું પણ નહીં કે જેમ માતા-પિતાનો ગુપ્ત પાર્ટ ચાલ્યો એમ અંત સુધી ગુપ્ત વાતાવરણ રહેશે. જય-જયકાર શક્તિઓની ગવાયેલી છે અને ‘અહો પ્રભુ’ ની પોકાર બાપનાં માટે ગવાયેલી છે. તમે લોકો પરસ્પર પણ એકબીજાનો અનુભવ કરતાં હશો - જ્યારે વિશેષ અટેન્શન (ધ્યાન) પોતાના નિશાન કે નશા નું રહે છે, તો ભલે કેટલાં પણ મોટા સંગઠનમાં બેઠા હશો તો પણ બધાને કંઈક વિશેષ જરુર દેખાશે. મહેસુસ કરશો કે આ સમય યાદમાં ખુબ સારું બેઠાં. હમણાં જે સાધારણ અટેન્શન છે એ બદલાઈને નેચરલ (કુદરતી) વિશેષ અટેન્શન થઇ જશે અને ચહેરા થી ઝલક-ફલક દેખાઇ આવશે. ફક્ત સ્મૃતિ ને શક્તિશાળી બનાવવાની છે. અચ્છા!
