Search for a command to run...
3 Feb 1972
સ્વયંને જાણવાથી સંયમ અને સમયની ઓળખ
3 February 1972 · ગુજરાતી
જેમ બાપ માટે કહેવાયું છે કે એ જે છે, જેવાં છે, એવાં જ એમને જાણવા વાળા સર્વ પ્રાપ્તિ કરી શકે છે. એમ જ સ્વયંને જાણવા માટે પણ જે છું, જેવો છું, એવાં જ જાણીને અને માનીને આખો દિવસ હરો-ફરો છો? કારણ કે જેમ બાપ ને સર્વ સ્વરુપો થી કે સર્વ સંબંધો થી જાણવા આવશ્યક છે, એમ જ બાપ દ્વારા સ્વયંને પણ એવા જાણવા આવશ્યક છે. જાણવું અર્થાત્ માનવું. હું જે છું, જેવો છું - એમ માનીને ચાલશો તો શું સ્થિતિ થશે? દેહ માં વિદેહી, વ્યક્ત માં હોવા છતાં અવ્યક્ત, હરતાં-ફરતાં ફરિશ્તા અથવા કર્મ કરતાં કર્માતીત. કારણ કે જ્યારે સ્વયં ને સારી રીતે જાણી અને માની લો છો, તો જે સ્વયં ને જાણે છે તેનાં દ્વારા કોઈ પણ સંયમ અર્થાત્ નિયમ નીચે-ઉપર નથી થઇ શકતાં. સંયમ ને જાણવો અર્થાત્ સંયમ માં ચાલવું. સ્વયં ને માનીને ચાલવા વાળાથી સ્વતઃ જ સંયમ સાથે-સાથે રહે છે. એમને વિચારવું નથી પડતું કે આ સંયમ છે કે નહીં, પરંતુ સ્વયં ની સ્થિતિ માં સ્થિત રહેવાવાળા જે કર્મ કરે છે, જે શબ્દો બોલે છે, જે સંકલ્પ કરે છે એ જ સંયમ બની જાય છે. જેમ સાકાર માં સ્વયંની સ્મૃતિ માં રહેવાથી જે કર્મ કર્યા એ જ બ્રાહ્મણ પરિવાર નો સંયમ થઈ ગયો ને. આ સંયમ કેવી રીતે બન્યો? બ્રહ્મા દ્વારા જે કંઈ ચાલ્યું એ જ બ્રાહ્મણ પરિવારનાં માટે સંયમ બન્યો. તો સ્વયંની સ્મૃતિમાં રહેવાથી દરેક કર્મ સંયમ બની જ જાય છે અને સાથે-સાથે સમયની ઓળખ પણ એમની સામે સદા સ્પષ્ટ રહે છે. જેમ મોટા ઓફિસરોની સામે આખો પ્લાન (યોજના) હોય છે, જેને જોઈને તેઓ પોત-પોતાનો કારોબાર ચલાવે છે. જેમ એરોપ્લેન (વિમાન) કે સ્ટીમર (જહાજ) ચલાવવા વાળાઓની પાસે પોત-પોતાનાં પ્લાન હોય છે જેનાથી તેઓ રસ્તાને સ્પષ્ટ સમજી જાય છે. એ જ પ્રકાર થી જે સ્વયંને જાણે છે એમનાથી સંયમ આપમેળે ચાલતો રહે છે અને સમયની ઓળખ પણ સ્પષ્ટ થાય છે. આખો દિવસ સ્વયં જે છે, જેવાં છે તેવી સ્મૃતિ રહે છે. એટલે ગવાયેલું પણ છે - જે કર્મ હું કરીશ મને જોઈને બધાં કરશે. તો આમ સ્વયંને જાણવા વાળા જે કર્મ કરશે તે જ સંયમ બની જશે. એમને જોઈને બધાં અનુસરણ કરશે. એવી સ્મૃતિ સદા રહે. પહેલી સ્ટેજ (અવસ્થા) જે હોય છે તેમાં પુરુષાર્થ કરવો પડે છે, દરેક પગલે વિચારવું પડે છે કે આ સાચું છે કે ખોટું છે, આ મારો સંયમ છે કે નહીં? જ્યારે સ્વયંની સ્મૃતિમાં સદા રહો છો તો નેચરલ (સ્વાભાવિક) થઈ જાય છે. પછી એ વિચારવાની આવશ્યકતા નથી રહેતી. ક્યારેય પણ કોઈ કર્મ વગર સંયમ થઈ નથી શકતું. જેમ સાકાર માં સ્વયં નાં નશામાં રહેવાનાં કારણે ઓથોરિટી (અધિકાર) થી કહી શકતાં હતાં કે જો સાકાર દ્વારા કોઈ ઉલટું કર્મ પણ થઇ ગયું તો એને પણ સુલટું કરી દેશે. આ ઓથોરિટી છે ને. એટલી ઓથોરિટી કેવી રીતે રહી? સ્વયં નાં નશા થી. સ્વયં નાં સ્વરુપ ની સ્મૃતિમાં રહેવાથી એ નશો રહે છે કે કોઈ પણ કર્મ ઉલટું થઈ જ ન શકે. આવો નશો નંબરવાર બધામાં રહેવો જોઈએ. જ્યારે ફોલો ફાધર (પિતાને અનુસરો) છો તો ફોલો (અનુસરણ) કરવા વાળાની આ સ્ટેજ (અવસ્થા) નહીં આવે? આને પણ ફોલો કરશો ને. સાકાર રુપ તો પણ પહેલી આત્મા છે ને. જે પહેલી આત્માએ નિમિત્ત બનીને દેખાડ્યું, તો એમને બીજી, ત્રીજી જે નંબરવાર આત્માઓ છે એ બધી વાતોમાં ફોલો કરી શકે છે. નિરાકાર સ્વરુપ ની વાત અલગ છે. સાકાર માં નિમિત્ત બનીને જે કંઈ કરીને દેખાડ્યું એ બધાં ફોલો કરી શકે છે નંબરવાર પુરુષાર્થ અનુસાર. આને જ કહેવાય છે પોતાના માં સંપૂર્ણ નિશ્ચયબુદ્ધિ. જેમ બાપ માં ૧૦૦% નિશ્ચયબુદ્ધિ બનો છો, તો બાપની સાથે-સાથે સ્વયં માં પણ એટલાં નિશ્ચયબુદ્ધિ જરુર બનો. સ્વયંની સ્મૃતિનો નશો કેટલો રહે છે? જેમ સાકાર રુપમાં નિમિત્ત બનીને દરેક કર્મ સંયમ નાં રુપમાં કરીને દેખાડ્યું, એમ પ્રેક્ટિકલ (વ્યવહાર) માં તમારે લોકોએ ફોલો કરવાનું છે. એવી સ્ટેજ છે? જેમ ગાડી જો ઠીક પાટા પર ચાલે છે તો નિશ્ચય રહે છે - એકસીડન્ટ (અકસ્માત) નહીં થઈ શકે. બેફિકર (નિશ્ચિંત) થઈને ચલાવતા રહેશો. એમ જ જો પોતાની સ્મૃતિનો નશો છે, ફાઉન્ડેશન (પાયો) ઠીક છે તો કર્મ અને વચન સંયમ વગર થઈ ન શકે. એવી સ્ટેજ સમીપ આવી રહી છે. આને જ કહેવાય છે સંપૂર્ણ સ્ટેજ ની સમીપ. આ સ્વમાન માં સ્થિત થવાથી અભિમાન નથી આવતું. જેટલું સ્વમાન એટલી નિર્માણતા. એટલે એમને અભિમાન નથી રહેતું. જેમ નિશ્ચયની વિજય અવશ્ય છે, એ જ પ્રમાણે એવા નિશ્ચિયબુદ્ધિ નાં દરેક કર્મમાં વિજય છે; અર્થાત્ દરેક કર્મ સંયમ નાં પ્રમાણે છે તો વિજય છે જ છે. આમ પોતાને ચેક (તપાસ) કરો - ક્યાં સુધી આ સ્ટેજની નજીક છીએ? જ્યારે તમે લોકો નજીક આવશો ત્યારે પછી બીજાનાં નંબર પણ નજીક આવશે. દિવસ-પ્રતિદિવસ એવાં પરિવર્તન નો અનુભવ તો થતો હશે. વેરીફાઇ (ચકાસણી) કરાવજો, એકબીજાને રિગાર્ડ (માન) આપવું એ બીજી વાત છે પરંતુ પોતાનામાં નિશ્ચય રાખી કોઈને પૂછવું એ બીજી વાત છે. એ જે કર્મ કરશે નિશ્ચયબુદ્ધિ હશે. બાપ પણ બાળકોને રિગાર્ડ આપીને સલાહ-સૂચન આપે છે ને. એવી અવસ્થા ને જોવાની છે કેટલાં નજીક આવ્યાં છો? પછી આ સંકલ્પ નહીં આવે - ખબર નહીં આ સાચું છે કે ખોટું છે. આ સંકલ્પ સમાપ્ત થઇ જશે કારણ કે માસ્ટર નોલેજફુલ (જ્ઞાનવાન) છો. પોતાના નશામાં કમી ન હોવી જોઈએ. કારોબાર નાં સંયમનાં પ્રમાણે એકબીજાને રીગાર્ડ આપવો - આ પણ એક સંયમ છે. એવી અવસ્થા છે, જેમ એક સેમ્પલ (ઉદાહરણ) રુપમાં જોયાં ને. તો સાકાર દ્વારા જોયેલી વાતોને ફોલો કરવું તો સહજ છે ને. તો આવી સમાનતાની અવસ્થા આવી રહી છે ને. હવે એવો મહાન્ અને ગુહ્ય ગતિ વાળો પુરુષાર્થ ચાલવાનો છે. સાધારણ પુરુષાર્થ નહીં. સાધારણ પુરુષાર્થ તો બાળપણ નો થયો. પણ હવે વિશેષ આત્માઓ માટે વિશેષ જ છે. અચ્છા!
\\
જે સ્વયંને જાણે છે એમનાથી સંયમ આપમેળે ચાલતો રહે છે અને સમયની ઓળખ પણ સ્પષ્ટ થાય છે. આખો દિવસ સ્વયં જે છે, જેવાં છે તેવી સ્મૃતિ રહે છે. એટલે ગવાયેલું પણ છે - જે કર્મ હું કરીશ મને જોઈને બધાં કરશે. તો આમ સ્વયંને જાણવા વાળા જે કર્મ કરશે તે જ સંયમ બની જશે. એમને જોઈને બધાં અનુસરણ કરશે. એવી સ્મૃતિ સદા રહે.