Search for a command to run...
27 Feb 1972
હોલી હંસ બનવાનું યાદગાર - હોળી
27 February 1972 · ગુજરાતી
તમે છો સદા બાપ નાં સંગમાં રહેવા વાળી, રુહાની રંગમાં રંગાયેલી આત્માઓ હોલી હંસ (પવિત્ર આત્માઓ). જે સદા હોલી (પવિત્ર) રહે છે - તેમનાં માટે સદા હોળી જ છે. તો સદા બાપ નાં સ્નેહ, સહયોગ અને સર્વ શક્તિઓનાં રંગમાં બાપ સમાન રહેવા વાળી આત્માઓ સદાકાળ ની હોળી મનાવો છો કે અલ્પકાળની? સદા હોળી મનાવવા વાળા સદા બાપની સાથે મિલન મનાવતાં રહે છે. સદા અતીન્દ્રિય સુખમાં કે અવિનાશી ખુશીમાં ઝૂમતાં અને ઝૂલતાં રહે છે. આવી જ સ્થિતિમાં સ્થિત રહેવા વાળા હોલી હંસ છો? લોકો પોતાને ઉત્સાહમાં લાવવા માટે દરેક ઉત્સવ ની રાહ જુએ છે; કારણ કે ઉત્સવ તેમનામાં અલ્પકાળ નો ઉત્સાહ લાવે છે. પરંતુ આપ શ્રેષ્ઠ આત્માઓનાં માટે દરેક દિવસ તો શું દરેક સેકન્ડ ઉત્સવ અર્થાત્ ઉત્સાહ આપવા વાળી છે. અવિનાશી અર્થાત્ નિરન્તર ઉત્સવ જ ઉત્સવ છે, કારણ કે તમારા ઉત્સાહ માં અંતર નથી આવતું, તો નિરન્તર થઈ ગયું ને. તો હોળી મનાવવા માટે આવ્યાં છો કે હોલી બનીને હોલીએસ્ટ (પવિત્ર) કે સ્વીટેસ્ટ (મીઠા) બાપ સાથે મિલન મનાવવા આવ્યા છો કે પોતાનું સદા સંગમાં રહેવાનાં રંગનું રુહાની રુપ દેખાડવા આવ્યાં છો? હોળીમાં અલ્પકાળ ની મસ્તીમાં મસ્ત થઈ જાય છે. તો શું પોતાનું અવિનાશી ઈશ્વરીય મસ્તીનું સ્વરુપ અનુભવ કરો છો? જેમ હોળી ની મસ્તીમાં મસ્ત થવાનાં કારણે પોતાનાં સંબંધ અર્થાત્ નાનાં-મોટા નાં ભાન ને ભૂલી જાય છે, પરસ્પર એક-સમાન સમજીને મસ્તીમાં રમે છે, મન ની અંદર જે પણ દુશ્મની નાં સંસ્કાર એકબીજા પ્રત્યે હોય છે તે અલ્પકાળ માટે બધાં ભૂલી જાય છે કારણ કે મંગળ મિલન દિવસ મનાવે છે. આ વિનાશી રીત-રસમ ક્યાંથી ચાલી? આ રસમ ચલાવવાનાં નિમિત્ત કોણ બન્યાં? તમે બ્રાહ્મણ. હમણાં પણ જયારે હોલી અર્થાત્ પવિત્રતા ની સ્ટેજ (અવસ્થા) પર સ્થિત થાઓ છો અથવા બાપનાં સંગ નાં રંગમાં રંગાયેલા હોવ છો તો એ ઈશ્વરીય મસ્તી માં આ દેહનું ભાન અથવા ભિન્ન-ભિન્ન સંબંધનું ભાન, નાનાં-મોટાનું ભાન વિસ્મૃત થઈ એક જ આત્મ-સ્વરુપ નું ભાન રહે છે ને. તો તમારી સદાકાળ ની સ્થિતનું યાદગાર દુનિયાનાં લોકો મનાવી રહ્યાં છે. એવી ખુમારી (નશો) કે ખુશી રહે છે કે અમારી જ પ્રત્યક્ષ સ્થિતિનું પ્રમાણ સ્વરુપ આ યાદગાર જોઈ રહ્યાં છીએ? યાદગાર ને જોતાં પોતાની કલ્પ પહેલા વાળી કરેલી એક્ટિવિટી (પ્રવૃત્તિ) યાદ આવે છે કે વર્તમાન સમયે પ્રેક્ટિકલ (વ્યવહાર) માં પોતાનાં કરેલા ઈશ્વરીય ચરિત્ર નો સાક્ષાત્કાર આ યાદગાર રુપી દર્પણમાં કરતાં રહો છો? પોતાનાં ચરિત્રોનું યાદગાર જુઓ છો ને. પોતાની સ્થિતિનું વર્ણન અન્ય આત્માઓ દ્વારા ગાયન નાં રુપમાં સાંભળો છો ને. પોતાના ચૈતન્ય રુહાની રુપનું, ચરિત્રોનું યાદગાર પણ જોઈ રહ્યાં છો. આ બધું જ જોતાં, સાંભળતા શું અનુભવ કરો છો? શું એમ સમજો છો કે આ હું જ તો છું? એવો અનુભવ કરો છો કે એમ સમજો છો કે આ યાદગાર કઈ વિશેષ આત્માઓનાં છે? જેમ સાકાર રુપમાં આ નિશ્ચય દરેક કર્મમાં જોયો કે પોતાનાં ભવિષ્ય યાદગાર ને જોતાં સદા આ ખુમારી અને ખુશી હતી કે આ હું જ તો છું, એમ જ તમને બધાને યાદગાર ચિત્ર જોતાં કે ચરિત્ર સાંભળતા કે ગુણોનું ગાયન સાંભળતા આ ખુમારી અને ખુશી રહે છે કે આ હું જ તો છું? આ સદા સ્મૃતિમાં રહેવું જોઈએ કે હમણાં-હમણાં અમે પ્રત્યક્ષ રુપમાં પાર્ટ (ભૂમિકા) ભજવી રહ્યાં છીએ અને હમણાં-હમણાં પોતાના પાર્ટ નું યાદગાર પણ જોઈ રહ્યાં છીએ. આખાં કલ્પ ની અંદર એવી કોઈ આત્માઓ છે જે પોતાનું યાદગાર પોતાની સ્મૃતિ માં જુએ? આમ તો જુએ બધાં છે પરંતુ સ્મૃતિ તો નથી રહેતી ને. ફક્ત આપ આત્માઓનો જ પાર્ટ છે જે આ સ્મૃતિ થી પોતાની યાદગાર ને જુઓ છો. તો સ્મૃતિ થી પોતાનાં યાદગાર ને જોતાં શું થવું જોઇએ? (કોઈ-કોઈએ કહ્યું) વિજયી તો છો જ. વિજય નું તિલક લાગેલું છે. જેમ ગુરુઓની પાસે કે પંડિતોની પાસે જાય છે તો તેઓ તિલક લગાડે છે, અહીંયા પણ આવવાથી જ, બાળક બનવાથી જ પહેલા-પહેલા સ્વ-સ્મૃતિ દ્વારા સદા વિજયી બનવાનું તિલક બાપદાદા દ્વારા લાગી જ જાય છે. એટલે પંડિત પણ તિલક લગાવી દે છે. બધી રસમ બ્રાહ્મણો દ્વારા જ હવે ચાલે છે. બ્રાહ્મણોનાં પિતા રચયિતા તો સાથે છે જ. બાળક શબ્દ જ બાપ ને સિદ્ધ કરી દે છે. બલિહાર જવા વાળાની હાર નથી થતી. સ્મૃતિ સમર્થી ને લાવે છે અને સમર્થી માં આવવાથી જ કાર્ય સફળ થાય છે. અથવા જે સંભળાવ્યું - ખુશી, મસ્તી, નશો કે નિશાન બધું થઈ જાય છે. આ બધી વાતો ગાયબ થવાનાં કારણે નિર્બળતા છે. વિસ્મૃતિ નાં કારણે અસમર્થી. તો સ્મૃતિ થી સમર્થી આવવાથી બધી સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે અર્થાત્ બધાં કાર્ય સિદ્ધ થઈ જાય છે. સ્વ-સ્મૃતિમાં રહેવા વાળા સદૈવ જે પણ કાર્ય કરશે અથવા જે પણ સંકલ્પ કરશે એમાં એમને સદા નિશ્ચય રહે છે કે આ કાર્ય કે આ સંકલ્પ સિધ્ધ થયેલો જ છે અર્થાત્ આવા નિશ્ચયબુદ્ધિ પોતાની વિજય કે સફળતા નિશ્ચિત સમજીને ચાલે છે. નિશ્ચય જ છે, જે આવી નિશ્ચિત સફળતા સમજીને ચાલવા વાળા છે એમની સ્થિતિ કેવી રહેશે? એમનાં ચહેરામાં શું વિશેષ ઝલક દેખાઇ આવશે? નિશ્ચય તો સંભળાવ્યો કે નિશ્ચય હશે - વિજય અમારી નિશ્ચિત છે; પરંતુ એમનાં ચહેરા પર શું દેખાઈ આવશે? જયારે વિજય નિશ્ચિત છે તો નિશ્ચિંત રહેશે ને. કોઇ પણ વાતમાં ચિંતાની રેખા દેખાશે નહીં. એવાં નિશ્ચય-બુદ્ધિ વિજયી, નિશ્ચિત અને સદા નિશ્ચિંત રહેવા વાળા છો? જો નથી તો નિશ્ચયબુદ્ધિ ૧૦૦% કેવી રીતે કહેશું? ૧૦૦% નિશ્ચયબુદ્ધિ અર્થાત્ નિશ્ચિત વિજયી અને નિશ્ચિંત. હવે આનાથી સ્વયં પોતાને જુઓ કે ૧૦૦% બધી વાતોમાં નિશ્ચયબુદ્ધિ છીએ? ફક્ત બાપ માં નિશ્ચયને પણ નિશ્ચયબુદ્ધિ ન કહેવાય. બાપ માં નિશ્ચયબુદ્ધિ, સાથે-સાથે સ્વયં પોતાનામાં પણ નિશ્ચયબુદ્ધિ હોવાં જોઈએ અને સાથે-સાથે જે પણ ડ્રામાની દરેક સેકન્ડ ની એક્ટ (કાર્ય) રિપીટ (પુનરાવર્તન) થઈ રહી છે - એમાં પણ ૧૦૦% નિશ્ચયબુદ્ધિ જોઈએ - આને કહેવાય છે નિશ્ચયબુદ્ધિ. જેમ બાપ માં ૧૦૦% નિશ્ચયબુદ્ધિ છો ને. એમાં સંશયની વાત નથી. ફક્ત એક માં પાસ નથી થવાનું. સ્વયં પોતાનામાં પણ એટલો જ નિશ્ચય હોવો જોઈએ કે હું પણ એ જ કલ્પ પહેલા વાળી, બાપ ની સાથે પાર્ટ ભજવવા વાળી શ્રેષ્ઠ આત્મા છું અને સાથે-સાથે ડ્રામાનાં દરેક પાર્ટ ને પણ એ જ સ્થિતિથી જુઓ કે દરેક પાર્ટ મુજ શ્રેષ્ઠ આત્મા માટે કલ્યાણકારી છે. જ્યારે આ ત્રણેય પ્રકારનાં નિશ્ચયમાં સદા પાસ હોય છે, એવાં નિશ્ચયબુદ્ધિ જ મુક્તિ અને જીવન-મુક્તિમાં બાપ ની પાસે રહે છે. આવાં નિશ્ચયબુદ્ધિ ને ક્યારેય પ્રશ્ન નથી ઉઠતો. “કેમ, શું” ની ભાષા નિશ્ચયબુદ્ધિ ની નથી હોતી. કેમ ની પાછળ ક્યુ (હરોળ) લાગે છે, તો હરોળ માં ભક્તો ઉભાં રહે છે, જ્ઞાની નહીં. તમારી આગળ તો હરોળ લાગવાની છે ને. હરોળમાં રાહ જોવી પડે છે. રાહ જોવાનો સમય હવે સમાપ્ત થયો. રાહ જોવાનો સમય છે ભક્તોનો. જ્ઞાન અર્થાત્ પ્રાપ્તિનો સમય, મિલન નો સમય. આવાં નિશ્ચયબુદ્ધિ છો ને. એવાં નિશ્ચયબુદ્ધિ આત્માઓની યાદગાર અહીંયા જ દેખાડેલી છે. પોતાની યાદગાર જોઈ છે? અચલગઢ જોયો છે? જે સદા સર્વ સંકલ્પો સહિત બાપદાદા ની ઉપર બલિહાર છે તેમની સામે માયા ક્યારેય પ્રહાર નથી કરી શકતી. આવાં માયાનાં પ્રહારથી બચેલાં રહે છે. બાળક બની ગયાં તો બચી ગયાં. બાળક નહીં તો માયાથી પણ બચી નથી શકતાં. માયાથી બચવાની યુક્તિ ખુબ સહજ છે. બાળક બની જાઓ, ખોળામાં બેસી જાઓ તો બચી જશો. પહેલા બચવાની યુક્તિ બતાવે છે, પછી મોકલે છે. બહાદુર બનાવવા માટે જ મોકલે છે, હારવા માટે નહીં, રમત રમવા માટે, જ્યારે અલૌકિક જીવન માં છો, અલૌકિક કર્મ કરવા વાળા છો, તો આ અલૌકિક જીવનમાં રમકડા બધાં અલૌકિક છે જે ફક્ત આ અલૌકિક યુગમાં જ અનુભવ કરો છો. આ તો રમકડા છે જેનાથી રમવાનું છે, નહીં કે હારવાનું. તંદુરસ્તી કે શારીરિક શક્તિ માટે પણ રમત રમાડવામાં આવે છે ને. અલૌકિક યુગમાં અલૌકિક બાપ દ્વારા આ અલૌકિક રમત છે, એમ સમજીને રમો તો પછી ડરશો, ગભરાશો નહીં, હેરાન નહીં થાઓ, હારશો નહીં. સદા આ શાન માં રહો. તો આ છે અલૌકિક રમકડા રમવા માટે. આ ઈશ્વરીય શાન માં રહેવાથી સહજ જ દેહનું ભાન ખતમ થઈ જશે. ઈશ્વરીય શાન થી નીચે ઉતરો છો ત્યારે દેહ-અભિમાન આવે છે. તો સદાકાળનાં સંગ થી સંગ નો રંગ લગાવો. દરેક સેકન્ડ બાપ થી મિલન મનાવતા દરરોજ અમૃતવેલા થી મસ્તક પર વિજય નું જે તિલક લાગેલું છે એને જુઓ. પોતાનાં ચાર્ટ રુપી દર્પણ માં, જેમ અમૃતવેલા ઉઠીને શરીરનો શ્રુંગાર કરો છો ને, એમ પહેલા બાપ દ્વારા મળેલી સર્વ શક્તિઓથી આત્માનો શ્રુંગાર કરો. જે શ્રુંગાર કરેલા હશે એ સંહારીમૂર્ત પણ હશે. આખાં વિશ્વમાં સર્વશ્રેષ્ઠ આત્માઓ છો ને. શ્રેષ્ઠ આત્માઓનો શ્રુંગાર પણ શ્રેષ્ઠ હોય છે. તમારા જડ ચિત્રો સદા શ્રુંગારેલાં હોય છે. શક્તિઓ અથવા દેવીઓનાં ચિત્રમાં શ્રુંગારમૂર્ત અને સંહારીમૂર્ત બન્ને છે. તો રોજ અમૃતવેલાએ સાક્ષી બનીને આત્માનો શ્રુંગાર કરો. કરવા વાળા પણ તમે છો, કરવાનું પણ સ્વયં પોતાને જ છે. પછી કોઇ પણ પ્રકારની પરિસ્થિતિઓમાં ડગમગ નહીં થશો, અડોલ રહેશો. આવાને હોલી હંસ કહેવાય છે. લોકો હોળી મનાવે છે પરંતુ તમે સ્વયં હોલી હંસ છો. અચ્છા! આવાં હોલી હંસોને હોલીએસ્ટ બાપદાદાનાં યાદ-પ્યાર અને નમસ્તે.