Search for a command to run...
12 June 1972 · ગુજરાતી
જેમ સાયન્સ (વિજ્ઞાન) રિફાઈન થતું જાય છે, એમ સ્વયં પોતાનામાં સાઇલેન્સ (શાંતિ) ની શક્તિ અથવા પોતાની સ્થિતિ રિફાઈન થઈ રહી છે? જ્યારે રિફાઈન વસ્તુ હોય છે એમાં કઈ-કઈ વિશેષતા હોય છે? શુદ્ધ વસ્તુ જે હોય છે એની કવોન્ટિટી (માત્રા) ભલે ઓછી હોય છે, પણ ક્વાલિટી (ગુણવતા) પાવરફુલ (શક્તિશાળી) હોય છે. જે વસ્તુ રિફાઈન નહીં હશે એની કવોન્ટિટી વધારે, ક્વાલિટી ઓછી હશે. તો અહીંયા પણ જ્યારે રિફાઈન થતાં જાઓ છો, તો ઓછા સમય, ઓછા સંકલ્પ, ઓછી શક્તિ માં જે કર્તવ્ય થશે એ સો-ગણું હશે અને હલકાપણું પણ થઈ જાય છે. હલકાપણા ની નિશાની હશે - એ ક્યારેય નીચે નહીં આવે, ન ઇચ્છવાં છતાં પણ સ્વતઃ જ ઉપર સ્થિત રહેશે. આ છે રિફાઈન ક્વોલિફિકેશન (લાયકાત). તો પોતાનામાં આ બંને વિશેષતાઓ અનુભવ થતી જાય છે? ભારે હોવાનાં કારણે મહેનત વધારે કરવી પડે છે. હલકા થવાથી મહેનત ઓછી થઈ જાય છે. તો આમ નેચરલ (કુદરતી) પરિવર્તન થતું જાય છે. આ બંને વિશેષતાઓ સદા અટેન્શન (ધ્યાન) માં રહે. આને સામે રાખીને પોતાની રિફાઈનનેસ (શુદ્ધતા) ને ચેક (તપાસ) કરી શકો છો. રિફાઈન વસ્તુ વધારે ભટકતી નથી, ગતિ પકડી લે છે. જો શુદ્ધ નહીં હશે, કચરો ભળેલો હશે તો ગતિ પકડી નહીં શકે, નિર્વિઘ્ન ચાલી નહીં શકે. એક તરફ જેટલા-જેટલા રિફાઈન થઇ રહ્યાં છો, બીજી તરફ એટલી જ નાની-નાની વાતો કે ભૂલો અથવા સંસ્કાર જે છે એનો દંડ પણ વધતો જાય છે. એક તરફ એ દૃશ્ય, બીજી તરફ રિફાઈન થવાનું દૃશ્ય, બંને નો પ્રભાવ છે. જો રિફાઈન નથી તો ફાઈન (દંડ) સમજો. બંને દૃશ્યો સાથે-સાથે દેખાઈ રહ્યાં છે. એ પણ અતિ માં જઈ રહ્યું છે અને આ પણ અતિ પ્રત્યક્ષ રુપ માં દેખાઈ રહ્યું છે. ગુપ્ત હવે પ્રખ્યાત થઈ રહ્યું છે. તો જ્યારે બંને વાતો પ્રત્યક્ષ હોય એ પ્રમાણે જ તો નંબર બનશે. માળા હાથે થી નથી પરોવાની. ચલન થી જ સ્વયં પોતાનો નંબર લઈ લે છે. હવે નંબર નક્કી થવાનો સમય આવી રહ્યો છે. એટલા માટે બંને વાતો સ્પષ્ટ દેખાઈ રહી છે અને બંને ને જોતાં સાક્ષી થઈને હર્ષિત રહેવાનું છે. ખેલ પણ એ જ સારો લાગે છે જેમાં કોઈ વાત ની અતિ હોય છે. એ જ દૃશ્ય અતિ આકર્ષણ વાળું હોય છે. હમણાં પણ આવું સંઘર્ષ નું દૃશ્ય ચાલી રહ્યું છે. જોવામાં મજા આવે છે ને કે દયા આવે છે? એક બાજુ ને જોઈને ખુશ થાઓ છો, બીજી બાજુને જોઈ દયા આવે છે. બંને નો ખેલ ચાલી રહ્યો છે. આજે ખેલ બતાવ્યો કે પડદા ઉપર શું ચાલી રહ્યું છે. વતન થી તો ખુબ સ્પષ્ટ દેખાય છે. જેટલું જે ઉપર હોય છે એમને સ્પષ્ટ દેખાય છે. જે નીચે સ્ટેજ (મંચ) પર પાર્ટધારી છે એમને કંઈ દેખાઈ શકે? કંઈ પણ દેખાઈ શકે? સાક્ષી થઈને ઉપર થી બધું સ્પષ્ટ દેખાય છે. આજે વતન માં વર્તમાન ખેલનું દૃશ્ય જોઈ રહ્યાં હતાં. અચ્છા!
\\
હલકાપણા ની નિશાની હશે - એ ક્યારેય નીચે નહીં આવે, ન ઇચ્છવાં છતાં પણ સ્વતઃ જ ઉપર સ્થિત રહેશે. આ છે રિફાઈન ક્વોલિફિકેશન (લાયકાત)