Search for a command to run...
14 Jun 1972
સ્વ-સ્થિતિ માં સ્થિત થવાનો પુરુષાર્થ અથવા નિશાનીઓ
14 June 1972 · ગુજરાતી
પોતાની આદિ અને અનાદિ સ્વ-સ્થિતિ ને જાણો છો? સદા પોતાની સ્વ-સ્થિતિ માં સ્થિત રહેવાનું અટેન્શન (ધ્યાન) રહે છે? જે સ્વ-સ્થિતિ અર્થાત્ પોતાની અનાદિ સ્થિતિ છે, એ સ્વ-સ્થિતિ માં સ્થિત થવું મુશ્કેલ લાગે છે? બીજી સ્થિતિ માં સ્થિત થવું મુશ્કેલ હોઈ પણ શકે છે, પરંતુ સ્વ-સ્થિતિ માં સ્થિત થવું તો સ્વતઃ જ અને સરળ છે ને. સ્વ-સ્થિતિ માં સદા સ્થિત રહો એનાં માટે મુખ્ય ચાર વાતો આવશ્યક છે. જો એ ચારેય વાતો સદા કાયમ છે તો સ્વ-સ્થિતિ સદા રહે છે. જો ચારેય માંથી કોઈની પણ કમી છે તો સ્વ-સ્થિતિ માં પણ ઓછા સ્થિત થઇ શકો છો. સ્વ-સ્થિતિ નું જે વર્ણન કરો છો એને સામે રાખીને પછી વિચારો કે કઈ ચાર વાતો સદા સાથે હોવી જોઈએ? સ્વ-સ્થિતિ નાં લક્ષણ શું હોય છે? જે પણ બાપનાં ગુણ છે એ ગુણોનાં સ્વરુપ થવું આને કહેવાય છે - સ્વ-સ્થિતિ અથવા અનાદિ સ્થિતિ. તો આવી સ્થિતિ સદા રહે એનાં માટે કઈ ચાર વાતો આવશ્યક છે. સ્મૃતિ માં આવે છે જે ચાર વાતો હોવાથી અનાદિ સ્થિતિ ઓટોમેટિકલી (આપોઆપ) રહે છે? સુખ-શાંતિ-આનંદ-પ્રેમ ની સ્થિતિ સ્વતઃ જ રહે છે. પહેલાં એ વિચારો કે અનાદિ સ્થિતિ થી મધ્ય ની સ્થિતિ માં આવો છો જ કેમ? એનું કારણ શું છે? (દેહ-અભિમાન) દેહ-અભિમાન માં આવવાથી શું થાય છે, દેહ-અભિમાન માં આવવાનાં કારણો કયાં હોય છે? પર-સ્થિતિ સહજ અને સ્વ-સ્થિતિ મુશ્કેલ કેમ લાગે છે? દેહ પણ તો સ્વ થી અલગ છે ને? તો દેહ માં સહજ સ્થિત થઇ જાઓ છો અને સ્વ માં સ્થિત નથી થતાં, કારણ? આમ પણ જુઓ તો સદા સુખ કે શાંતિમય જીવન ત્યારે બની શકે છે જ્યારે જીવન માં ચાર વાતો હોય. એ ચાર વાતો છે - હેલ્થ (સ્વાસ્થ્ય), વેલ્થ (સંપત્તિ), હેપ્પી (ખુશી) અને હોલી (પવિત્રતા). જો આ ચાર વાતો સદા કાયમ રહો તો દુઃખ અને અશાંતિ ક્યારેય પણ જીવન માં અનુભવ નહીં કરો. આવી સ્વ-સ્થિતિ નું સ્વરુપ પણ છે - સદા સુખ-શાંતિ-આનંદ-પ્રેમ સ્વરુપ માં સ્થિત રહેવું. તો સ્વ-સ્થિતિ થી પણ વિસ્મૃતિ માં આવો છો એનું કારણ શું હોય છે? વેલ્થ ની કમી અથવા હેલ્થ ની કમજોરી અથવા હોલી (પવિત્ર) નથી બનતાં. એની સાથે-સાથે હેપ્પી અર્થાત્ હર્ષિત નથી રહી શકતાં. તો હેલ્થ, વેલ્થ કઈ? આત્મા સદા નિરોગી રહે, માયા ની કોઈ પણ વ્યાધિ આત્મા પર અસર ન કરે એને કહેવાય છે હેલ્થી. અને પછી વેલ્થી પણ છો અર્થાત્ જે ખજાનો મળતો રહે છે અથવા જે સર્વ-શક્તિઓ બાપ દ્વારા વારસા માં પ્રાપ્ત થયેલી છે એ પ્રાપ્ત થયેલાં જ્ઞાન ખજાના ને અથવા સર્વ શક્તિઓનાં ખજાના ને સદા કાયમ રાખો, તો બતાવો સ્વ-સ્થિતિ થી નીચે આવી શકો છો? એટલાં જ પછી હોલી. સંકલ્પ, સ્વપ્ન માં પણ કોઈ અપવિત્રતા ન હોય તો સ્વ-સ્થિતિ સ્વતઃ જ થઇ જશે. આ ચાર વાતોની કમી હોવાનાં કારણે સ્વ-સ્થિતિ માં સદા નથી રહી શકતાં. આ ચાર વાતો ચેક (તપાસ) કરો - હેલ્થી, વેલ્થી ક્યાં સુધી બન્યાં છીએ? હેલ્થી, વેલ્થી અને હોલી - આ ત્રણેય વાતો છે તો હેપ્પી આપોઆપ થશો. તો આ ચાર વાતો ને સદા ધ્યાન માં રાખો. એમ પણ રોગી ક્યારેય પણ પોતાને સુખી નથી સમજતાં. રોગી હોવાનાં કારણે દુઃખની લહેર ન ઈચ્છવાં છતાં પણ આવતી રહે છે. તો અહીંયા પણ સદા હેલ્થી નથી, ત્યારે દુઃખ ની અથવા અશાંતિ ની લહેર ઉત્પન્ન થાય છે. તો આ ચારેય વાતો સદા કાયમ રહે એનાં માટે કયો પુરુષાર્થ છે જે આ ક્યારેય પણ ગુમ ન થાય? આનાં માટે સહજ પુરુષાર્થ સંભળાવો જે બધાં કરી શકે. જરા પણ મુશ્કેલ વાત હોય છે તો કરી નથી શકતાં. સહજ ઇચ્છો છો ને. કારણ કે આત્મા માં આદિ દેવતા ધર્મ નાં સંસ્કાર હોવાનાં કારણે અડધોકલ્પ ખુબ જ સહજ સુખ માં રહો છો, કોઈ મહેનત નથી કરતાં, તો એ અડધાકલ્પ નાં સંસ્કાર આત્મામાં હોવાનાં કારણે હમણાં કોઈ મુશ્કેલ વાત હોય છે તો એ કરી નથી શકતાં. સદા સહજ ની ઈચ્છા રહે છે. તો એ સહજ પુરુષાર્થ કયો છે? યાદ પણ સહજ કેવી રીતે થાય? યાદ સહજ અને સદા રહે અને હેલ્થી, વેલ્થી, હેપ્પી, હોલી પણ કાયમ રહો એનો પુરુષાર્થ સંભળાવો. ચારેય વાતો સાથે-સાથે રહે. જેમ તમે પણ નિરાકાર અને સાકાર બંને રુપ માં છો ને. નિરાકાર આત્મા અને સાકાર શરીર બંને નાં સંબંધ થી દરેક કાર્ય કરી શકો છો. જો બંને નો સંબંધ ન હોય તો કોઈ પણ કાર્ય નથી કરી શકતાં. એવી રીતે નિરાકાર અને સાકાર બાપ બંને નો સાથ અથવા બંને ને સામે રાખીને દરેક કર્મ અથવા દરેક સંકલ્પ કરો તો આ ચારેય વાતો આપોઆપ આવી જશે. ફક્ત નિરાકાર ને અથવા ફક્ત સાકાર ને યાદ કરવાથી ચારેય વાતો નહીં આવે. પરંતુ નિરાકાર અને સાકાર બંને સદા સાથે રહે તો સાથે હોવાથી જે સંકલ્પ કરશો એ પહેલાં જરુર એમનાંથી વેરીફાઇ (ચકાસણી) કરાવશો, વેરીફાઇ કરાવ્યાં પછી કોઈ પણ કર્મ કરવાથી નિશ્ચયબુદ્ધિ થઈને કરશો. જેમ જુઓ, સાકાર માં જો કોઈ નિમિત્ત શ્રેષ્ઠ આત્મા સાથે છે તો એમનાંથી કોઇ પણ વાત વેરીફાઇ કરાવીને પછી કરશો, તો નિશ્ચય બુદ્ધિ થઈને કરશો ને. નિર્ભયતા અને નિશ્ચય બંને ગુણો ને સામે રાખીને કરશો. તો જ્યાં સદા નિશ્ચય અને નિર્ભયતા છે ત્યાં સદૈવ શ્રેષ્ઠ સંકલ્પ ની વિજય છે. જે પણ સંકલ્પ કરો છો, જો સદા નિરાકાર અને સાકાર સાથે અથવા સમ્મુખ છે, તો વેરીફાઈ કરાવ્યાં પછી, નિશ્ચય અને નિર્ભયતા થી એ કરશો. સમય પણ વેસ્ટ (વ્યર્થ) નહીં કરો. આ કામ કરીએ કે ન કરીએ, સફળ થશે કે નહીં થશે? આ વ્યર્થ સંકલ્પ બધાં ખતમ થઈ જશે. વર્તમાન સમયે આત્મામાં જે કમજોરી ની વ્યાધિ છે એ કઈ છે? વ્યર્થ સંકલ્પો માં વ્યર્થ સમય વેડફવાની, આ જ વર્તમાન સમયે આત્મા ની કમજોરી છે. આ બીમારી નાં કારણે સદા હેલ્થી નથી રહેતાં. ક્યારેક રહે છે, ક્યારેક કમજોર બની જાય છે. સદા હેલ્થી રહેવાનું સાધન આ છે. સમય પણ બચી જશે. તમે પ્રેક્ટિકલ (વ્યવહાર) માં એવો અનુભવ કરશો જેમ સાકાર માં કોઈ સાકાર રુપમાં વેરીફાય (ચકાસણી) કરાવે છે. છે સાધારણ વાત, પરંતુ આ જ સાધારણ વાત ને પ્રેક્ટિકલ માં ઓછું લાવો છો. ઘણી વાર સાંભળ્યું છે, પણ અનુભવી નથી બન્યાં. બાપદાદા સદા સાથે છે આ અનુભવ કરો તો હેલ્થી, વેલ્થી નહીં રહો? બાપદાદા નિરાકાર અને સાકાર બંને સાથે હોવાથી હેલ્થ અને વેલ્થ બંને આવી જાય છે અને હેપ્પી તો આપોઆપ થશો. તો સહજ પુરુષાર્થ કયો થયો? નિરાકાર અને સાકાર બંને ને સદા સાથે રાખો. સદા સાથે ન રાખવાનાં કારણે આ પરિણામ છે. શું સાથે રાખવાં મુશ્કેલ લાગે છે? જ્યારે જાણી લીધું અને ઓળખી લીધું, માની લીધું કે બધાં સંબંધ એક ની સાથે છે, બીજું કોઈ નથી તો એમાં ચાલવામાં શું મુશ્કેલ છે? સાથ કેમ છોડો છો? સીતા નો સાથ કેમ છૂટ્યો? કારણ - રેખા નું ઉલ્લંઘન કર્યું. આ ચંદ્રવંશી સીતા નું કામ છે, લક્ષ્મી નું નહીં. તો મર્યાદા ની રેખાની બહાર બુદ્ધિ જરા પણ ન જાય. નહીં તો ચંદ્રવંશી બનશો. બુદ્ધિ રુપી પગ મર્યાદા ની રેખા થી સંકલ્પ અથવા સ્વપ્ન માં પણ બહાર નીકળે છે તો પોતાને ચંદ્રવંશી સીતા સમજવું જોઈએ, સૂર્યવંશી લક્ષ્મી નહીં. સૂર્યવંશી અર્થાત શૂરવીર. જે શૂરવીર હોય છે એ ક્યારેય કોઈનાં વશ નથી થતાં. તો સદા સાથે રાખવા માટે પોતાને મર્યાદા ની રેખા ની અંદર રાખો, રેખા ની બહાર ન નીકળો. બહાર નીકળો છો તો ફકીર બની જાઓ છો. પછી માંગતા રહો છો - આ મદદ મળે, આ સૈલવેશન (મુક્તિ) મળે તો આ થઈ શકે છે. માંગતા થયાં ને. ફકીર બનવાનો અર્થ જ છે - હેલ્થ, વેલ્થ ખોઈ દો છો, એટલા માટે ફકીર બની જાઓ છો. તો ન રેખા ને પાર કરો ન ફકીર બનો. રેખા ની અંદર રહેવાથી માયાજીત બની શકો છો. રેખા ને પાર કરવાથી માયા થી હાર ખાઈ લો છો. એટલા માટે સદા હેલ્થી, વેલ્થી, હેપ્પી અને હોલી બનો. ચેક કરો કે - આ ચારેય માંથી આજે કઈ વાત ની કમી રહી, આજે હેલ્થ ઠીક છે, વેલ્થ છે, હેપ્પી છું, હોલી છું? નથી તો કેમ? એ રોગને જાણીને તરત જ એની દવા કરો, બીજી તો બધી પ્રકાર ની દવા મળી ગઈ છે. બધી પ્રાપ્તિઓ છે. તો બધી પ્રાપ્તિ હોવા છતાં પણ સમય પર કેમ નથી કરી શકતાં? સમય વીત્યાં પછી સ્મૃતિ માં કેમ આવો છો? આ કમજોરી છે જે સમય પર કામ નથી કરતી. સમય વીત્યાં પછી પણ કરો છો તો સમય તો વીતી જાય છે ને. સમય પર બધી સ્મૃતિ રહે, એનાં માટે પોતાની બુદ્ધિ એટલી વિશાળ અથવા નોલેજફુલ (જ્ઞાનવાન) નથી બની. તો પછી કોઈ સહારો ઇચ્છો છો, એ સહારો સદા સાથે રાખો તો ક્યારેય હાર નહીં થશે. તો ક્યારેય પણ પોતાને રોગી નહીં બનાવતાં, જરા પણ કોઈ પ્રકાર નો રોગ પ્રવેશ થઈ ગયો તો એક વ્યાધિ પછી અનેક વ્યાધિઓને લાવે છે. એક ને જ ખતમ કરી દીધી તો અનેક આવશે જ નહીં. એક માં અલબેલા રહો છો, હલકી વાત સમજો છો, પણ વર્તમાન સમય નાં પ્રમાણે હલકી વ્યાધિ પણ મોટી વ્યાધિ છે. એટલા માટે હલકાને જ મોટું સમજી ત્યાં જ ખતમ કરી દો તો આત્મા ક્યારેય નિર્બળ નહીં થશે, હેલ્થી રહેશે. સાકારમાં પણ સદા સાથે રહેવાનાં અનુભવી છો. એકલા રહેવું પસંદ નથી કરતાં. જ્યારે સંસ્કાર જ સાથે રહેવાનાં છે તો આમ સાથે રાખવામાં કમી કેમ કરો છો, નિવૃત્તિ માર્ગ વાળા કેમ બનો છો? જેમ એ નિવૃત્તિ માર્ગ વાળા પ્રાપ્તિ કાંઈ પણ નથી કરતાં, શોધતાં જ રહે છે. એવી હાલત થઈ જાય છે, વાસ્તવિક પ્રાપ્તિ ને પ્રાપ્ત નથી કરી શકતાં. તો સદા સાથ રાખો, સંબંધ માં રહો. પરિવાર ની પાલના માં રહો તો જે પાલના ની અંદર સદૈવ રહે છે એ સદા નિશ્ચિંત અને હર્ષિત રહે છે. પાલના ની બહાર કેમ નીકળો છો? નિવૃત્તિ માં ક્યારેય ન જાઓ. તો સાથ નો અનુભવ કરવાથી સ્વતઃ જ બધી પ્રાપ્તિઓ થઇ જશે. સંન્યાસીઓને આટલું ટોકો છો અને સ્વયં સંન્યાસી બની જાઓ છો? સંન્યાસીઓને કહો છો ને આ ભિખારી છે. આ માંગવા વાળાઓથી અમે સારા છીએ. શરુંઆત નું ગીત છે ને - ‘મહેતર ઉનસે બહેતર…’ તો જે સમયે તમે લોકો પણ સાથ છોડી દો છો તો બાપદાદા કે પરિવાર ને છોડીને તમે પણ કાંટાઓ નાં જંગલ માં ચાલ્યાં જાઓ છો. જેમ તેઓ જંગલો માં શોધતાં રહે છે, એમ જ માયા નાં જંગલો માં સ્વયં જ સાથ છોડી પછી હેરાન થઈને શોધો છો કે ક્યાંક સહારો મળી જાય. નિવૃત્તિ માર્ગ વાળા એકલા હોવાનાં કારણે ક્યારેય પણ કર્મ ની સફળતા નથી પામી શકતાં. જે પણ કર્મ કરે, એની સફળતા મળે છે? તો જેમ એમને કોઈ પણ કર્મ ની સફળતા નથી મળતી એ જ પ્રમાણે જો તમે પણ સાથ છોડી એકલા નિવૃત્તિ માર્ગ વાળા બની જાઓ છો તો કર્મ ની સફળતા નથી થતી. પછી કહો છો સફળતા કેવી રીતે થાય? એકલતા માં ઉદાસ થાઓ છો તો માયા નાં દાસ બની જાઓ છો. ન એકલા બનો, ન ઉદાસ બનો, ન માયા નાં દાસ બનો. અચ્છા!
\\
જે સર્વ-શક્તિઓ બાપ દ્વારા વારસા માં પ્રાપ્ત થયેલી છે એ પ્રાપ્ત થયેલાં જ્ઞાન ખજાના ને અથવા સર્વ શક્તિઓનાં ખજાના ને સદા કાયમ રાખો, તો બતાવો સ્વ-સ્થિતિ થી નીચે આવી શકો છો? એટલાં જ પછી હોલી. સંકલ્પ, સ્વપ્ન માં પણ કોઈ અપવિત્રતા ન હોય તો સ્વ-સ્થિતિ સ્વતઃ જ થઇ જશે.