Search for a command to run...
10 June 1972 · ગુજરાતી
વર્તમાન સમયે ચારેય તરફ નાં પુરુષાર્થીઓનાં પુરુષાર્થ માં મુખ્ય બે વાતો ની કમજોરી અથવા કમી દેખાય છે, જે કમી નાં કારણે જે કમાલ દેખાડવી જોઇએ એ નથી દેખાડી શકતાં, એ બે કમીઓ કઈ છે? એક તરફ છે અભિમાન, બીજી તરફ છે અજાણ્યાપણું. આ બંને વાતો પુરુષાર્થ ને ઢીલો કરી દે છે. અભિમાન પણ ખુબ સૂક્ષ્મ વસ્તુ છે. અભિમાન નાં કારણે કોઈએ જરા પણ કોઈ ઉન્નતિ માટે ઈશારો આપ્યો તો સૂક્ષ્મમાં ન સહનશક્તિ ની લહેર આવી જાય છે અને સંકલ્પ આવે છે કે આ શા માટે કહ્યું? આને પણ સૂક્ષ્મ રુપ માં અભિમાન કહેવાય છે. કોઈએ કંઈક ઈશારો આપ્યો તો એ ઈશારા ને વર્તમાન અને ભવિષ્ય બંને માટે ઉન્નતિ નું સાધન સમજી ને એ ઈશારા ને સમાવી દેવો અથવા પોતાનામાં સહન કરવાની શક્તિ ભરવી - આ અભ્યાસ હોવો જોઈએ. સૂક્ષ્મ માં પણ વૃત્તિ અથવા દૃષ્ટિમાં હલચલ થાય છે - કેમ, કેવી રીતે થયું…? આને પણ દેહી-અભિમાની ની સ્ટેજ (અવસ્થા) ન કહેવાય. જેમ મહિમા સાંભળતી વખતે વૃત્તિ અથવા દૃષ્ટિમાં એ આત્મા નાં પ્રત્યે સ્નેહ ની ભાવના રહે છે, એમ જ જો કોઈ શિક્ષણ નો ઈશારો આપે છે, તો એમાં પણ એ આત્મા નાં પ્રત્યે એવી જ સ્નેહ ની, શુભચિંતક ની ભાવના રહે કે આ આત્મા મારા માટે મોટામાં મોટી શુભચિંતક છે, આવી સ્થિતિ ને કહેવાય છે દેહી-અભિમાની. જો દેહી-અભિમાની નથી તો બીજા શબ્દો માં અભિમાન કહેશું. એટલા માટે અપમાન ને સહન નથી કરી શકતાં. અને બીજી તરફ છે બિલ્કુલ અજાણ્યા, આ કારણે પણ ઘણી વાતો માં છેતરાઈ જાય છે. કોઇ પોતાને બચાવવા માટે પણ અજાણ્યાં બનતાં હોય છે, કોઈ હકીકત માં પણ અજાણ્યાં બનતાં હોય છે. તો આ બંને વાતોનાં બદલે સ્વમાન, જેનાથી અભિમાન બિલ્કુલ ખતમ થઇ જાય અને નિર્માણ, આ બંને વાતો ધારણ કરવાની છે. મન્સા માં સ્વમાન ની સ્મૃતિ રહે અને વાણી માં, કર્મણા માં નિર્માણ અવસ્થા રહે તો અભિમાન ખતમ થઈ જશે. ફિલોસોફર (તત્વજ્ઞાની) થઈ ગયાં છે પણ સ્પિરિચ્યુઅલ (આધ્યાત્મિક) નથી બન્યાં અર્થાત્ આ સ્પિરિટ (શક્તિ) નથી આવી. તો જે આત્મિક સ્થિતિ માં, આત્મિક ખુમારી (નશો) માં રહે છે - એને કહેવાય છે સ્પિરિચ્યુઅલ. આજકાલ ફિલોસોફર વધારે દેખાય છે, સ્પિરિચ્યુઅલ પાવર (શક્તિ) ઓછો છે. સ્પિરિટ એક સેકન્ડ માં શું થી શું કરીને દેખાડી શકે છે. જેમ જાદુગર એક સેકન્ડ માં શું થી શું કરીને દેખાડે છે, એમ સ્પિરિચ્યુઆલિટી (આધ્યાત્મિકતા) વાળામાં પણ કર્તવ્ય ની સિદ્ધિ આવી જાય છે. એમનામાં હાથ ની સિદ્ધિ હોય છે. આ છે દરેક કર્મ, દરેક સંકલ્પ માં સિદ્ધિ-સ્વરુપ. સિદ્ધિ અર્થાત્ પ્રાપ્તિ. ફક્ત પોઈન્ટ્સ (મુદ્દા) સાંભળવા, સંભળાવવાં - એને તત્વજ્ઞાન કહેવાય છે. તત્વજ્ઞાન નો પ્રભાવ અલ્પકાળ માટે પડે છે, સ્પિરિચ્યુઆલિટી નો પ્રભાવ સદા માટે પડે છે. તો હવે પોતાના માં કર્મ ની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે રુહાનિયત લાવવાની છે. અજાણ્યાં બનવાનો અર્થ છે કે જે સાંભળો છો એને સ્વરુપ સુધી નથી લાવતાં. યોગ્ય શિક્ષક એને કહેવાય છે જે પોતાનાં શિક્ષણ-સ્વરુપ થી શિક્ષણ આપે. એમનું સ્વરુપ જ શિક્ષા સંપન્ન હશે. એમનું જોવું-ચાલવું પણ કોઈને શિક્ષણ આપશે. જેમ સાકાર રુપમાં પગલે-પગલે, દરેક કર્મ શિક્ષક નાં રુપ માં પ્રેક્ટિકલ (વ્યવહાર) માં જોયાં. જેને બીજા શબ્દો માં ચરિત્ર કહો છો. કોઈને વાણી દ્વારા શિક્ષણ આપવું તો સાધારણ વાત છે. પરંતુ બધાં અનુભવ ઈચ્છે છે. પોતાનાં શ્રેષ્ઠ કર્મ, શ્રેષ્ઠ સંકલ્પ ની શક્તિ થી અનુભવ કરાવવાનો છે. અચ્છા!
\\
મન્સા માં સ્વમાન ની સ્મૃતિ રહે અને વાણી માં, કર્મણા માં નિર્માણ અવસ્થા રહે તો અભિમાન ખતમ થઈ જશે.