Search for a command to run...
6 Jun 1973
સમાનતા અને સમીપતા
6 June 1973 · ગુજરાતી
આજે બાપદાદા કોને જોઈ રહ્યાં છે? જેવી રીતે બાપનાં ભિન્ન-ભિન્ન કર્તવ્યોનાં કારણે અનેક નામ ગવાયેલાં છે એવી જ રીતે બાળકોનાં અનેક નામ ગવાયેલાં છે. આજે કયા રુપમાં જોઇ રહ્યાં છે, આ જાણી શકો છો? સંકલ્પ ની પરખ કરી શકો છો? આજે બાપદાદા પોતાની મણિઓ ને જોઈ રહ્યાં છે. કોઈ મસ્તક મણિ છે, કોઈ ગળાનાં મણિ છે અને કોઈ હૃદય મણિ છે. ત્રણેય પ્રકારનાં મણિઓ ને જોઈ હર્ષિત થઈ રહ્યાં છે. આપ સર્વ પણ પોતાને મણિ સમજો છો ને? આ મણિઓનું સંગઠન છે. મણિઓમાં શ્રેષ્ઠ મણિ કોણ છે? એ પણ દરેક પોતાને જાણી શકે છે કે હું પહેલાં નંબરનો મણિ છું કે બીજા કે ત્રીજા નંબરનો મણિ છું? ફર્સ્ટ નંબર ની વિશેષતા શું છે એને જાણો છો? પહેલો નંબર છે મસ્તક મણિ. તે મસ્તક મણિની બે વિશેષતા છે. સ્વયં નાં સ્વરુપો ની વિશેષતા તો સહજ જાણી શકો છો. હવે ફક્ત જાણવાનું જ નથી પરંતુ એ જુઓ કે એ વિશેષતાનાં સ્વરુપ ક્યાં સુધી બન્યાં છો? જેમનું જે સ્વરુપ હોય છે એનું વર્ણન કરવાનું સહજ હોય છે. હું કોણ છું? કેવી છું? તે પણ તો વર્ણન કરવાનું છે. ફક્ત બે વિશેષતાઓ પૂછી રહ્યાં છે. છે તો ઘણી પરંતુ ફક્ત બે જ પૂછી રહ્યાં છે. (ભિન્ન-ભિન્ન વિચારો નીકળ્યાં) મસ્તક મણિની બે વિશેષતાઓ આ છે - એક સમાનતા અને બીજી સમીપતા. બાપદાદાનાં સમાન. આમાં તમે બધાંએ બતાવેલી વાતો આવી જાય છે. બાપદાદા લાઈટ (પ્રકાશ) અને માઈટ (શક્તિ) રુપ છે ને? તો બાપ સમાન અર્થાત્ લાઈટ અને માઇટ સ્વરુપ થઈ જ ગયાં. બાપ સર્વ શક્તિવાન છે તો બાપ સમાન સર્વશક્તિઓ સંપન્ન થઇ જ ગયાં. બાપ સદા સિદ્ધિ સ્વરુપ છે અર્થાત્ સિદ્ધિ તો પ્રાપ્ત છે જ. એવી રીતે બાપ સમાન મસ્તક મણિ પણ સર્વસિદ્ધિ રુપ છે. જે બાપની મહિમા છે તે સર્વ મહિમા નાં યોગ્ય અર્થાત્ સર્વ યોગ્યતાઓ થી સંપન્ન સ્વરુપ છે. બીજી વાત સમીપતા. બાપદાદાનાં પણ સમીપ, પરંતુ બાપદાદાની સાથે જ વિશ્વની સર્વ આત્માઓનાં સંસ્કાર કે સ્વભાવની પણ સમીપ છો. કોઈપણ પ્રકારનાં સંસ્કાર વાળા હોય પરંતુ બાપદાદાનાં સમીપ હોવાનાં કારણે, પારખવાની શક્તિ હોવાનાં કારણે, ચુંબક નાં સમાન કેટલી પણ દૂર વાળી આત્માઓને બાપદાદાનાં સમીપ લાવવા વાળા છે. બાપનાં ગુણો, બાપનાં કર્તવ્યો નાં સમીપ લાવવા વાળા છે. સમીપ અર્થાત્ ચુંબક સ્વરુપ હશે. ચુંબક સમાન અને ચુંબકનાં સમીપ હોવાનાં કારણે સર્વ શક્તિઓનાં આધાર થી વિશ્વનાં ઉદ્ધાર કરવાનાં નિમિત્ત બને છે. તો સમીપ આત્માઓ વિશ્વનાં આધાર અને વિશ્વનો ઉદ્ધાર કરવાવાળા છે - તે જ મસ્તક મણિ છે. એવાં મસ્તક મણિઓ દરેક સંકલ્પ માં, દરેક કર્મ માં, પોતાને વિશ્વનાં આધાર અને ઉદ્ધાર મૂર્ત સમજીને દરેક કદમ ઉઠાવે છે અર્થાત્ હમણાંથી જ એ તાજ તખ્તનશીન હોય છે. ભવિષ્યનો તાજ અને તખ્ત આ તાજ અને તખ્ત ની આગળ કાંઈ જ નથી. એવી મહાન આત્માઓ જ મહાન તાજ અને તખ્ત ની અધિકારી હોય છે. સદા તાજ અને તખ્તધારી બનીને ચાલવાવાળી હોય છે. ક્યારેક તાજ ઉતારી દે, ક્યારેક તખ્ત છોડી દે, એવું નહીં, દર સમયે તાજ અને તખ્તધારી. તો તાજ અને તખ્ત ને જાણો છો ને? વિશ્વનાં મહારાજા બનવાં કરતાં હમણાનાં તાજ અને તખ્ત સર્વશ્રેષ્ઠ છે. જો સંગમયુગ નાંં રાજા નથી બન્યાં તો ભવિષ્યમાં પણ નથી બની શકતાં. તો એવું સમજે કે આ બધાં મહારાજાઓની સભા લાગેલી છે? ભવિષ્ય તખ્ત પર તો નંબરવાર એક બેસી શકશે, ત્યાં એકનાં બદલે બે નહીં બેસી શકે. યુગલ મૂર્ત તો એક જ યુગલ થઈ ગયાં. પરંતુ સંગમનું તખ્ત એટલું મોટું છે કે જેટલાં પણ ઈચ્છે બેસી શકે છે. સ્થાન છે પણ સ્થિતિ જોઈએ. સ્થિતિ વગર તખ્ત પર સ્થાન નહીં મળી શકે. તો બધાંએ પોત-પોતાનું સ્થાન લઈ લીધું છે કે હમણાં બુકિંગ કરી રહ્યાં છો? જો તાજધારી નહીં હશો તો તખ્તનશીન પણ નહીં બની શકો. આ તખ્ત ની કન્ડિશન (શરત) બહુ જ કડક છે. છે બહુજ મોટું પરંતુ જેટલું મોટું છે તેની એટલી કન્ડિશન પણ મોટી છે.
હું વિશ્વ-કલ્યાણકારી છું. આ જવાબદારી નો તાજ ધારણ કરી લીધો છે? દરેક કાર્યમાં વિશ્વ-કલ્યાણકારી બનીને કાર્ય કરો છો કે પોતાનાં જ કલ્યાણ માં લાગેલાં છો? જેમ પ્રવૃત્તિ માર્ગ વાળા કહે છે - અમે તો અમારી પ્રવૃત્તિમાં જ લાગેલાં છીએ એવી રીતે તમે લોકો પણ પોતાનાં જ પુરુષાર્થ ની પ્રવૃત્તિ માં તો મસ્ત નથી? એટલું જ જમા કરો છો જે સ્વયં ને ખવડાવી શકો, કે સ્વયં નાં માટે પણ બાપ થી આશીર્વાદ કે ઈચ્છા રાખો છો. મદદ કરો, હિંમત આપો એમાં જ લાગેલાં છો. જે હજું સુધી સ્વયનાં પ્રતિ લેવામાં કે કરવામાં લાગેલાં છે તે વિશ્વને આપવાવાળા દાતા ક્યારે બનશે? શું અંતમાં? શું એ સમયે હાઈ જમ્પ (ઊંચી છલાંગ) મારી શકશો? પરંતુ ના. લાંબા સમયનાં સંસ્કાર વાળા ને જ લાંબા સમય નું રાજ્ય ભાગ્ય પ્રાપ્ત થશે. એ સ્લોગન (સુવિચાર) સદા યાદ રાખવાનું છે કે - “અભી નહીં તો કભી નહીં” (હમણાં નહીં તો ક્યારેય નહીં) એવું નહીં કે અંતિમ સમય જ્યારે આવશે ત્યારે કરી લઈશું. ‘ન જબ ન તબ લેકિન અબ’ (નહીં જયારે નહીં ત્યારે પણ હમણાં). તો આવાં તાજ અને તખ્તધારી બનવાનું છે. કયા તખ્તનશીન? તખ્તનશીન તો પોતાનાં તખ્ત ને જાણો છો ને? બાપનાં દિલ-તખ્તનશીન. આ દિલ-તખ્ત ની યાદગાર નિશાની જોઈ છે? દિલ જ તખ્ત છે. આની યાદગાર નિશાની કઈ છે? જ્યાં બેઠાં છો એ જ યાદગાર છે. દિલવાળા છે ને. આ દિલવાળા (દેલવાડા) જ દિલ લેવા અને દેવા વાળાનું યાદગાર છે.
દિલ-તખ્તનશીન કોણ થઈ શકે છે? જે દિલારામ ને દિલ દેવા વાળા અને બાપનું દિલ લેવા વાળા છે. ફક્ત દેવા નું નહીં, જેને લેતાં અને દેતાં બંને આવડે છે તે છે દિલ-તખ્તનશીન. બાપ નું દિલ કેવી રીતે લેશો? કોઈપણ દિલ કેવી રીતે લેવાય છે? જે એમનાં દિલનો શ્રેષ્ઠ સંકલ્પ હોય, એ સંકલ્પ ને પૂરો કરવો અર્થાત્ દિલ લેવું. તો બાપનું દિલ લેવું અર્થાત્ વિશ્વ-કલ્યાણકારી બનવું અને વિશ્વનાં પ્રતિ સર્વશક્તિઓનાં દાતા બનવું. પછી લેતાં પણ આવડે છે કે ફક્ત દઈને જ ખુશ થઈ ગયાં? આપવું સહજ છે કે લેવું સહજ છે? કયો સસ્તો સોદો છે? હકીકતમાં જો દેતા આવડે છે તો લેતાં ઓટોમેટીકલી (આપોઆપ) આવડી જાય છે. દિલ આપ્યું બાપદાદા ને, તો જેને આપી દીધું એનું દિલ થઈ ગયું ને? જે ચીજ આપી દો છો તો તે ચીજ કોની રહે છે-તમારી કે જેને દીધી એની? દઈ તો દીધી ને? પછી પાછી પણ લેતાં રહો છો. થોડાક દિલ નાં ટુકડા રાખી લો છો. હમણાં સુધી પણ એવું છે શું? દિલ દેવા વાળા કોઈ બીજા ને દિલ વેંચી દે, અમાનત ને કોઈ વેંચી દે, તો એ સારું નથી હોતું ને. તો જ્યારે દિલ દઈ દીધું તો દિલ થઈ ગયું દિલારામનું. જે એમનાં દિલ નો સંકલ્પ તે જ તમારાં દિલનો સંકલ્પ હશે કે ફરક હશે ? દિલ લેવું શું છે? જે બાપ નાં સંકલ્પ એ મારાં સંકલ્પ. જ્યારે દિલ જ એમનું થઈ ગયું તો સંકલ્પ પણ એક જ હશે, ફરક નહીં હશે. તો દેવા વાળા ને લેતાં પણ આવડશે કે મુશ્કેલ લાગશે? જો મુશ્કેલ લાગે છે તો એનો અર્થ છે કે દિલ દેવા ની ઈચ્છા જ નથી. પોતાની પાસે કોઈ ટુકડો રાખ્યો છે. જરા પણ ટુકડો છુપાવી ને ન રાખતાં. જેને દેતાં અને લેતાં બંને આવડે એ હોશિયાર થયાં ને. આનાં પર એક વાર્તા પણ છે. ખુબ પ્રસિદ્ધ વાર્તા છે. પોતાની વાર્તા ભૂલી ગયાં છો? જે પોતાનાં દિલનાં ટુકડા છુપાવીને રાખે છે એની વાર્તા છે. સત્યનારાયણ ની કથા છે જેને અમુલ્ય ચીજ સમજીને છુપાવ્યું તે કખપણું થઈ ગયું. અહીંયા પણ સત્ય બાપ જે સત્યનારાયણ બનાવવા વાળા છે એમનાંથી જો જરા પણ દિલ નો ટુકડો છુપાવીને રાખ્યો તો આ જીવનની નાવ ની શું હાલત થશે? કખપણું થઈ જશે અર્થાત્ કાંઈ પણ પ્રાપ્તિ નહીં થશે. હાથ ખાલી રહી જશે. એક પૈસાની ચોરી કરવાવાળા ને પણ ચોર જ કહેશું ને? જો કોઈ હજાર ની ચોરી કરે અને કોઈ એક પૈસાની ચોરી કરે, કહેશું તો બંને ને ચોર ને? નાનો ચોર ઘડી-ઘડી ચોરી કરે છે, મોટો ચોર એક જ વાર કરે છે. તો એટલા માટે દિલ દીધું તો દીધું. એવાં દિલ દેવા વાળા સદા મસ્તક મણિ સમાન લાઈટ હાઉસ, માઈટ હાઉસ હોય છે. અહીંયા ફક્ત લાઈટ હાઉસ નથી બનવાનું, પરંતુ સાથે-સાથે માઈટ હાઉસ પણ બનવાનું છે. એવાં ને જ મસ્તક મણિ કહેવાય છે.
હવે બતાવો મસ્તક મણિ છો? જેમ મસ્તક સ્મૃતિનું સ્થાન છે એમ મસ્તક મણિ ની નિશાની સદા સ્મૃતિ સ્વરુપ છો. મસ્તક મણિ બહુજ સરસ શ્રુંગાર હોય છે. જો મસ્તક પર મણિ ચમકે તો કેટલો સરસ શ્રુંગાર થશે? મસ્તક મણિ સર્વ શ્રેષ્ઠ શ્રુંગાર છે. શ્રુંગારની તરફ આપોઆપ જ બધાંની દૃષ્ટિ જાય છે. એવાં મસ્તક મણિઓની ઉપર વિશ્વની સર્વ આત્માઓની નજર અર્થાત્ આકર્ષણ સ્વતઃ જ થાય છે. એવાં મસ્તક મણી છો? જો અંધકાર ની વચ્ચે મણિ ને રાખી દો તો શું દેખાશે? પ્રકાશ આપવાનું પણ કાર્ય કરશે. તો આ વિશ્વની અંધારી રાત માં ચારે તરફ નાં અંધકાર ની વચ્ચે એવાં મસ્તકમણિ શું કર્તવ્ય કરશે? રસ્તો દેખાડવાનું, મંઝિલ પર પહોંચાડવાનું. દરેક ને લક્ષ્ય સુધી પહોંચાડવાનું. તો એવાં મસ્તકમણિ છો, કે ક્યારેક-ક્યારેક પોતે જ ભટકી જાઓ છો? જે સ્વયં ભટકેલો છે એ શું બીજાઓને નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચાડી શકશે? એવાં મસ્તક મણિ ક્યારેય વ્યર્થ સંકલ્પોની ભિન્ન-ભિન્ન પ્રકારની અનેક નાની-નાની ગલીઓમાં ભટકશે નહીં. આ પણ અનેક પ્રકારની ગલીઓ છે જેમાં જવાથી ગંતવ્ય થી ભટકી જવાય છે. તો ગલીઓમાં હજું ફરતાં તો નથી રહેતાં?
જ્યારે એક બાપની મત અને એક ની જ લગન માં મગન હશો તો શું એક ની મત પર ચાલવાવાળા એકરસ નહીં હોય? જો એકરસ નથી તો અવશ્ય એકમત માં બીજી મત મિક્સ કરો (ભેળવો) છો. જો એકમત છો તો એકરસ જરુર છો. આ જૂનાં સંસ્કાર પણ જો મિક્સ કરો છો તો એ એક ની મત નથી. આ આત્માની મત, આત્માનાં પોતાનાં કર્મો થી બનેલાં સંસ્કાર છે, પરમાત્મા જ્ઞાન દ્વારા બનેલાં સંસ્કાર નથી. તો જો પોતાનાં જૂનાં સંસ્કાર મિક્સ થઈ જાય છે તો અનેક ગલીઓમાં ભટકી જશો, એકરસ નહીં થશો. એક સ્થાન પર સદા સ્થિત નહીં થશો. તો ભટકવાનું બંધ થવું જોઈએ, નહીં કે હમણાં સુધી ભટકતાં રહેશો. માયા નાં ભિન્ન-ભિન્ન આકર્ષણ માં ભટકવાનું પણ પૂરું થયું. આ વ્યર્થ સંકલ્પોની ગલીઓ હવે ફરી પાછી ક્યાંથી કાઢી છે? પોતાનાં જ સ્વભાવની આ ગલીઓમાં ભટકવાનું બંધ થવું જોઈએ. જેમ તમે લોકો સેમિનાર (સંમેલન) કરો છો તો અંતમાં પ્રસ્તાવ પાસ કરો છો ને? એમ આ પણ પ્રસ્તાવ પાસ કરો કે ભટકવાનું બંધ થાય. આ પણ બ્રાહ્મણો નો સંમેલન છે ને? મેળો અર્થાત્ સેમિનાર. જેમ સેમિનાર થી ઘણાં પોઇન્ટ કાઢો છો અને પાસ કરાવવાનો પ્રયત્ન કરો છો. તે ગવર્મેન્ટ તો પાસ કરતી નથી પરંતુ આ પાંડવ ગવર્મેન્ટ પાસ કરી લેશે. તો એકબીજાને મળી ને આ પાસ કરી દેખાડો. ફક્ત એમ જ હાથ ઉપાડી લેવો તો સહજ છે. એ આંગળી થી કાંઈ ન થાય. આ છે દૃઢ સંકલ્પની આંગળી. જ્યાં સુધી આ આંગળી નથી ઉઠાવી ત્યાં સુધી પાસ નથી થઈ શકતું. સમજ્યાં?
એમ એક સેકન્ડ માં દૃઢ સંકલ્પ રુપી આંગળી દેવાવાળા મહાવીર અને મહાવીરનીઓ, સંકલ્પ અને કર્મ માં સમાન રહેવાવાળી શ્રેષ્ઠ આત્માઓ છો ને? એવાં સદા દિલ તખ્તનશીન અને વિશ્વ કલ્યાણકારી નાં સ્મૃતિ રુપ, તાજ-તખ્તધારી બાળકોને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
અવ્યક્ત મુરલી નો સાર
* મસ્તક મણિ ની મુખ્ય બે વિશેષતાઓ છે - સમાનતા અને સમીપતા’. સમાનતા અર્થાત્ બાપ સમાન બનવું અર્થાત્ બાપની જે પણ યોગ્યતાઓ છે એ મારી પણ હોય. સમીપતા અર્થાત્ બાપદાદાનાં સમીપ રહેવું કે વિશ્વની આત્માઓનાં સંસ્કાર અને સ્વભાવ નાં સમીપ રહેવું. સમીપ હોવું એટલે ચુંબક સ્વરુપ હોવું. સ્વયં ને તાજ અને તખ્તધારી બનાવીને ચાલવાનું છે. એવું નહીં કે ક્યારેક તાજ ઉતારી દો, તખ્ત છોડી દો. વિશ્વનાં મહાનરાજન બનવાનાં પહેલાં હમણાંનો તાજ અને તખ્ત લેવું સર્વશ્રેષ્ઠ છે. જો સંગમયુગ નાં રાજા નથી તો ભવિષ્ય નાં રાજા પણ નથી બની શકતાં. ભવિષ્ય તખ્ત પર તો ફક્ત એક બેસી શકશે પરંતુ સંગમયુગ પર જેટલાં પણ ઈચ્છે એટલાં બેસી શકે છે.