Search for a command to run...
1 Jun 1973
સર્વ શક્તિઓનો સ્ટોક
1 June 1973 · ગુજરાતી
શું પોતાને વિઘ્ન-પ્રૂફ સમજો છો? જ્યારે સ્વયં વિઘ્ન-પ્રૂફ બનશો ત્યારે જ બીજાઓ ને ભિન્ન-ભિન્ન પ્રકારનાં વિઘ્નો થી બચાવી શકશો. સ્વયં માં પણ કોઈ મનસા નું વિઘ્ન છે તો બીજાંઓ ને વિઘ્ન-પ્રૂફ બનાવી નહીં શકો. હવે તો સમય એવો આવી રહ્યો છે કે આખાં ભંભોર ને જયારે આગ લાગશે, તે આગ થી બચાવવા માટે થોડી મુખ્ય વાતો આવશ્યક છે. જેમ ક્યાંય પણ આગ લાગે છે, તો આગ થી બચવા માટે પહેલાં કઈ વસ્તુ ની આવશ્યકતા હોય છે?
જ્યારે આ વિનાશ ની આગ ચારે બાજુ લાગશે, તે સમયે આપ શ્રેષ્ઠ આત્માઓનું પહેલું-પહેલું કર્તવ્ય કયું છે? શાંતિ નું દાન અર્થાત્ શીતળતા નું જળ આપવું. પાણી નાખ્યાં પછી શું-શું કરે છે? જેમની જે કંઈ આવશ્યકતા હોય છે તે તેમની આવશ્યકતા પૂર્ણ કરે છે. કોઈને આરામ જોઈએ, કોઈને ઠેકાણું જોઈએ, અર્થાત્ જેની જેવી આવશ્યકતા હોય છે એ પૂરી કરે છે. તમારે લોકોએ કઈ આવશ્યકતા પૂર્ણ કરવી પડશે, તે જાણો છો? એ સમયે દરેક ને અલગ-અલગ શક્તિની આવશ્યકતા હશે. કોઈને સહનશક્તિ ની આવશ્યકતા, કોઈને સમેટવાની શક્તિની આવશ્યકતા, કોઈને નિર્ણય કરવાની શક્તિની આવશ્યકતા અને કોઈને સ્વયં-પોતાને પારખવાની શક્તિની આવશ્યકતા હશે. કોઈને મુક્તિનાં ઠેકાણાં ની આવશ્યકતા હશે. ભિન્ન-ભિન્ન શક્તિઓની એ આત્માઓ ને તે સમયે આવશ્યકતા હશે. બાપનાં પરિચય દ્વારા એક સેકન્ડમાં અશાંત આત્માઓ ને શાંત કરવાની શક્તિ પણ એ સમયે આવશ્યક છે. તે હમણાંથી જ ભેગી કરવી પડશે. નહીં તો એ સમયે લાગેલી આગ થી કેવી રીતે બચાવી શકશો? જીવ-દાન કેવી રીતે આપી શકશો? આ પોતે-પોતાને પહેલાં થી જ તૈયારી કરવા માટે જોવું પડશે.
જેવી રીતે છ મહિના નો સ્ટોક રાખો છો ને, કે છ મહિનામાં આ-આ વસ્તુ ની આવશ્યકતા હશે. ચેક કરીને પછી ભરી દો છો. એ પ્રમાણે શું આ સ્ટોક પણ ચેક કરો છો? આખાં વિશ્વ ની બધી આત્માઓને શક્તિ નું દાન આપવું પડશે. એટલો સ્ટોક જમા કર્યો છે કે જે સ્વયં પણ પોતાને શક્તિનાં આધાર થી ચલાવી શકો અને બીજાંઓને પણ શક્તિ આપી શકો જેથી કોઇ પણ વંચિત ન રહે. જો પોતાની પાસે શક્તિઓ જમા નથી અને એક પણ આત્મા વંચિત રહી ગઈ તો એનો બોજો કોના પર આવશે? જે નિમિત્ત બનેલી છે. સદૈવ પોતાની દરેક શક્તિનો સ્ટોક ચેક કરો. જેની પાસે સર્વ શક્તિઓ નો સ્ટોક જમા છે એ જ મુખ્ય ગવાય છે.
જેવી રીતે સ્ટાર્સ (તારાઓ) દેખાડે છે એમાં પણ નંબરવાર હોય છે. જેની પાસે સ્ટોક જમા છે એ જ લક્કી (ભાગ્યશાળી) સ્ટાર્સનાં રુપ માં ચમકતાં વિશ્વની આત્માઓની વચ્ચે નજર આવશે. તો એ ચેકિંગ કરવાનું છે કે શું સર્વ શક્તિઓનો સ્ટોક છે? મહારથીઓનું દરેક સંકલ્પ પર પહેલેથી જ અટેન્શન (ધ્યાન) રહે છે. મહારથીઓની ચેક કરવાની રુપ-રેખા જ ન્યારી હોય છે. યોગ ની શક્તિ હોવાનાં કારણે ઓટોમેટિકલી (આપોઆપ) યુક્તિ-યુક્ત સંકલ્પ, બોલ અને કર્મ હશે. હવે આ નેચરલ (સ્વાભાવિક) રુપ થઈ ગયું છે. મહારથીઓનું ચેકીંગ નું રુપ પણ આ છે. સર્વ શક્તિઓમાં કઈ શક્તિ નો કેટલો સ્ટોક જમા છે. એ જમા કરેલાં સ્ટોક થી કેટલી આત્માઓનું કલ્યાણ કરી શકાય છે. જેવી રીતે સ્થૂળ સ્ટોક ની દેખ-રેખ કરવી અને જમા કરવું એ ડ્યુટી (ફરજ) છે; એવી જ રીતે સર્વશક્તિઓનો સ્ટોક જમા કરવાની પણ જવાબદારી છે. દરેક ચીજ નો સ્ટોક આવશ્યકતા પ્રમાણે જમા કરવો, આ હોય છે ઓલરાઉન્ડર (સર્વાધીશ) ની જવાબદારી. અમૃતવેલા ઊઠીને પોતાને અટેન્શન નાં પાટા પર ચલાવો તો પાટા પર ગાડી ઠીક ચાલશે. પછી ઉપર-નીચે થવું સંભવ જ નથી. તો હવે આ સ્ટોક જમા કરવાની ચેકિંગ રાખવાની છે. આખાં વિશ્વની જવાબદારી આપ બાળકો પર છે. ફક્ત ભારતની જ નહીં. મહારથીઓનું દરેક કર્મ મહાન હોવું જોઈએ. કોનાં થી? ઘોડે-સવાર અને પ્યાદા થી મહાન. અચ્છા.
આ મુરલી થી વિશેષ તથ્ય
* જેવી રીતે સ્થૂળ વસ્તુઓનો સ્ટોક રાખો છો ને કે છ મહિના માં આ-આ વસ્તુ ની આવશ્યકતા હશે. ચેક કરીને પછી ભરી દો છો. એવી જ રીતે શક્તિઓનો સ્ટોક પણ ચેક કરતાં રહો. એટલો સ્ટોક જમા હોય જે સ્વયં પણ પોતાને શક્તિનાં આધાર થી ચલાવી શકો અને બીજાંઓને પણ શક્તિ આપી શકો.
* જેવી રીતે સ્ટાર્સ માં પણ નંબરવાર હોય છે, એ પ્રમાણે જ્ઞાન તારાઓમાં પણ નંબરવાર હોય છે. જેમની પાસે શક્તિઓનો સ્ટોક હોય તે જ લક્કી સ્ટાર્સ નાં રુપમાં ચમકતાં વિશ્વની આત્માઓની વચ્ચે નજર આવશે.
* મહારથી તે જે ચેક કરતાં રહે કે સર્વશક્તિઓમાં કઈ શક્તિ નો કેટલો સ્ટોક જમા છે, તે જમા કરેલાં સ્ટોક થી કેટલી આત્માઓનું કલ્યાણ કરી શકીએ છીએ.