Search for a command to run...
11 Apr 1973
પરિવર્તન
11 April 1973 · ગુજરાતી
વર્તમાન સમય ને પરિવર્તન નો સમય કહેવાય છે. આ સમય અનુસાર જે નિમિત્ત બનેલાં છે, તેમનામાં પણ અવશ્ય દરેક સમય પરિવર્તન થતું જઈ રહ્યું છે, ત્યારે જ તો તેમનાં આધાર પર સમય પરિવર્તન થાય છે. સમય એક પરિવર્તન નો આધાર છે. પરિવર્તન કરવા વાળાઓ ઉપર અર્થાત્ જે પરિવર્તન કરવા માટે નિમિત્ત બનેલાં છે, તેઓ પોતાનામાં એવો અનુભવ કરે છે કે દરેક સમયે મનસા, વાચા અને કર્મણા બધાં રુપમાં પરિવર્તન થતું જઈ રહ્યું છે. આને કહેવામાં આવે છે ચઢતી કળાનું પરિવર્તન. પરિવર્તન તો દ્વાપરમાં પણ થાય છે, પરંતુ એ છે ઉતરતી કળાનું પરિવર્તન. હમણાં સંગમ પર છે ચઢતી કળાનું પરિવર્તન. તો જ્યારે સમય અનુસાર પણ ચઢતી કળાનું પરિવર્તન છે, આધાર મૂર્તિઓ છે તેઓ માં પણ અવશ્ય એવી જ રીતે પરિવર્તન છે. એવો અનુભવ કરો છો કે પરિવર્તન થતું જઈ રહ્યું છે? પરિવર્તનની સ્પીડ (ગતિ) ને ચેક કરી છે? પરિવર્તન તો એક સપ્તાહમાં પણ થાય છે, એક દિવસમાં અને એક કલાકમાં પણ થાય છે. હાં, સરવાળે કહેશું કે પરિવર્તન થઈ રહ્યું છે. પરંતુ હમણાનાં સમય પ્રમાણ પરિવર્તનની સ્ટેજ (અવસ્થા) શું હોવી જોઈએ, એ અનુભવ કરો છો? જે મુખ્ય નિમિત્ત બનેલાં મહાવીર છે, જો તેમને કોઈ પણ વાતમાં પરિવર્તન લાવવામાં સમય લાગે છે, તો ફાઇનલ (અંતિમ) પરિવર્તન માં પણ અવશ્ય સમય લાગશે.
નિમિત્ત બનેલાં મહાવીર જે છે, એ સમજો કે સમયની ઘડિયાળ છે. જેમ ઘડિયાળ સ્પષ્ટ સમય દેખાડે છે, એ જ પ્રકારે મહાવીર જે બને છે, નિમિત્ત બનેલાં છે, તે પણ ઘડિયાળ છે, તો ઘડિયાળ માં સમય નજીક દેખાય છે કે દૂર? સ્વયં ઘડિયાળ છો અને સ્વયં જ સાક્ષી બની સમય ને ચેક કરવા વાળા છો, તો પરિવર્તન ની પ્રગતિ ફાસ્ટ (તીવ્ર) છે? અંતિમ પરિવર્તન, જેનાથી સૃષ્ટિનું પણ અંતિમ પરિવર્તન થાય. હમણાં તો થોડું-થોડું પરિવર્તન થાય છે, તો સૃષ્ટિની હાલતમાં પણ થોડું-થોડું પરિવર્તન છે. પરંતુ અંતિમ સંપૂર્ણ પરિવર્તન ની નિશાની શું છે જેનાથી સમજાય કે આ પરિવર્તન ની સંપૂર્ણ સ્ટેજ છે ?
હમણાંની જે પરિવર્તન ની અવસ્થા, સંપૂર્ણ પરિવર્તન ની નિશાની, વર્ષ ગણતરી કરતાં-કરતાં હવે કેટલો સમય બાકી રહ્યો છે? પરિવર્તન એવું હોય જે બધાનાં મુખ થી નીકળે કે આમનામાં તો પુરું જ પરિવર્તન આવી ગયું છે. પોતાનાં પરિવર્તન ની વાત પૂછે છે, સદાકાળ માટે નેચરલ (સ્વાભાવિક) રુપમાં દેખાઈ આવે, એ કેવી રીતે થશે? હમણાં નેચરલ રુપમાં નથી. હમણાં પુરુષાર્થ થી થોડાં સમય માટે એ ઝલક દેખાઇ આવે છે, પરંતુ નેચરલ રુપ સદાકાળ રહે છે? તો સંપૂર્ણ પરિવર્તન ની નિશાની આ છે. દરેક માં જે કમજોરી નો મૂળ સંસ્કાર છે એ તો દરેક પોત-પોતાનો જાણે છે. ક્યારેય પણ કોઈ સ્ટેજમાં સંપૂર્ણ પાસ નથી થતાં, પરસેન્ટેજ માં પાસ થઈ જાય છે, આનું કારણ આ છે. તો દરેક વાતમાં દરેકમાં વિશેષ રુપથી જે મૂળ સંસ્કાર છે, જેને તમે નેચર (સ્વભાવ) કહો છો તો એ દેખાઈ આવે કે પહેલાં આમનો આ સંસ્કાર હતો હવે તે નથી. પરસ્પર એકબીજાનાં મૂળ સંસ્કાર વર્ણન પણ કરે છે. આ પુરુષાર્થમાં બહુ સારા છે પરંતુ આ સંસ્કાર એમને સમય પ્રતિ સમય આગળ વધવામાં અવરોધ લાવે છે. તે મૂળ સંસ્કારોમાં જ્યાં સુધી પૂરું પરિવર્તન નથી થયું ત્યાં સુધી સંપૂર્ણ વિશ્વનું પરિવર્તન થઇ નહીં શકે. બધામાં સંપૂર્ણ પરિવર્તન થાય તે તો બીજી વાત છે. તે તો નંબરવાર પરિણામ માં પણ હોય છે. પરંતુ જે પરિવર્તન નાં મૂળ આધાર-મૂર્તિઓ છે, જેમને મહાવીર અને મહારથી કહેવામાં આવે છે તેમનાં માટે આ પરિવર્તન આવશ્યક છે. જેથી કોઈ પણ એવી રીતે વર્ણન ન કરે કે આમનાં આ સંસ્કાર તો શરુઆત થી જ છે. એટલાં માટે હમણાં પરસેન્ટેજ માં પણ દેખાઈ આવે છે. આવું વર્ણન કરવામાં ન આવે, ન દેખાઈ આવે, એને કહેવામાં આવે છે - સંપૂર્ણ પરિવર્તન. જો જરા અંશમાત્ર પણ છે તો તેને સંપૂર્ણ પરિવર્તન નહીં કહેવામાં આવે. સાધારણ પરિવર્તન મહારથીઓથી થોડી પૂછશે? જે વિશ્વ પરિવર્તનનાં નિમિત્ત બન્યાં છે તેમની પરિવર્તનની અવસ્થા પણ બીજાઓથી ઊંચી હશે, તો આ ચેકિંગ થવી જોઈએ. રાત-દિવસ નું અંતર દેખાઈ આવે, આનાં પર થી જ લકી સ્ટાર્સ (ભાગ્યશાળી તારાઓ) નું ગાયન છે. જ્ઞાન સૂર્ય, જ્ઞાન ચંદ્રમાં તો પોતાની જગ્યા પર છે, પરંતુ સંપૂર્ણ પરિવર્તનમાં લકી સ્ટાર્સ નું નામ પ્રચલિત છે. વર્તમાન સમય સાકાર રુપમાં ફોલો (અનુકરણ) તો બધાં તમને લોકોને જ કરે છે ને? બુદ્ધિયોગ થી શક્તિ લેવી, બુદ્ધિ યોગ થી શ્રેષ્ઠ કર્મ ને ફોલો કરવું - એ તો માતપિતા નિમિત્ત છે. પરંતુ સાકાર માં હવે કોને ફોલો કરશે? જે નિમિત્ત છે. તો પરિવર્તન નું એવું ઉદાહરણ બનો. વર્ષ માં એક બે વાર પણ એવું સંગઠન બની જાય. દરેક સમય નાં સંગઠન માં પોતાની ચઢતી કળાનું પરિવર્તન છે. જેમ જે વર્ષ વીતી ચુક્યું છે, તેમાં સ્નેહ, સંપર્ક, સહયોગ, આમાં ચઢતી કળા અને પરિવર્તન છે. હવે સંપૂર્ણ અવસ્થા પ્રત્યક્ષ રુપ માં દેખાઈ આવે. આ વર્ષ માં આ પરિવર્તન વિશેષ રુપ માં થવું જરુરી છે.
હવે ધીરે-ધીરે પ્રત્યક્ષતાનાં માટે જાણી-જોઈ ને બોમ્બ લગાડવાનાં શરુ કર્યાં છે ને? જયારે ધર્મ યુદ્ધ ની સ્ટેજ પર આવવાનું છે. તમે લોકો એક જ વાતમાં હાર ખવડાવી શકો છો, ધર્મ અને ધારણા તે લોકોની પ્રેક્ટિકલ (વ્યવહાર) નથી અને પરમાત્મ જ્ઞાનની સાબિતી તમારું વ્યવહારિક જીવન છે. એક તરફ ધર્મ યુદ્ધ ની સ્ટેજ બીજી તરફ વ્યવહારિક ધારણામૂર્ત સ્ટેજ. જો આ બંને નો સાથ નહીં હશે તો તમારા લોકોની જે ચેલેન્જ (પડકાર) છે વ્યવહારિક જીવન ની - એ પ્રત્યક્ષ રુપ માં દેખાશે નહીં. જેમ-જેમ આગળ જાઓ છો, તેમ આ વાત પર પણ ધ્યાન આપવાનું છે. વ્યવહાર માં જ્ઞાન અર્થાત્ ધારણા મૂર્ત, જ્ઞાન મૂર્ત કે ગુણ મૂર્ત. મૂર્ત થી પણ એ જ્ઞાન અને ગુણ દેખાઈ આવે. આજકાલ ડિસ્કસ (ચર્ચા) કરવાથી પોતાની મૂર્ત ને સિદ્ધ નથી કરી શકતાં, પરંતુ મૂર્ત થી એક સેકન્ડ માં તેમને શાંત કરી શકો છો. એક તરફ ભાષણ હોય અને બીજી તરફ પછી પ્રેક્ટિકલ મૂર્ત પણ હોય. ત્યારે ધર્મ યુદ્ધ માં સફળ થશો. એટલાં માટે જેમ સેવા નો પ્રોગ્રામ બનાવો છો, સાથે-સાથે પોતાનાં પ્રોગ્રામ માં પણ પ્રોગ્રેસ (પ્રગતિ) કરો. આ પણ થવું જરુરી છે. પોતાનાં પુરુષાર્થ ની પ્રગતિ નો, પોત-પોતાનાં પુરુષાર્થ નાં ભિન્ન-ભિન્ન અનુભવ ની લેણ-દેણ કરવાનો પણ પ્રોગ્રામ સાથે-સાથે હોવો જોઈએ. બંનેનું સંતુલન સાથે-સાથે હોય. અચ્છા.
આ મુરલી નો સાર
* બાબા કહે છે તમે બાળકો સમય ની ઘડિયાળ છો. ચેક કરો તમારાં પરિવર્તન ની ગતિ તીવ્ર છે? સંપૂર્ણ પરિવર્તન ની નિશાની એ છે કે જે સંસ્કાર પહેલાં હતાં, તે બિલકુલ દેખાઈ ન આવે. પરિવર્તન એવું હોય જે બધાનાં મુખ થી નીકળે કે આ તો બિલકુલ જ બદલાઈ ગયાં છે.
* હવે ધર્મ યુદ્ધ ની સ્ટેજ પર આવવાનું છે. તમે લોકો એમને એક જ વાત માં હાર આપી શકો છો કે ધર્મ અને ધારણા જેમનાં વ્યવહાર માં નથી. તમારી મૂર્ત માં પણ જ્ઞાન અને ગુણ દેખાઈ આવવાં જોઈએ. ચર્ચા કરવાથી નહીં પરંતુ તમારી મૂર્ત થી જ તમે એમને શાંત કરાવી શકો છો.