Search for a command to run...
16 May 1973
અંતિમ પુરુષાર્થ
16 May 1973 · ગુજરાતી
સર્વશક્તિઓથી સંપન્ન-મૂર્ત શું સ્વયં ને અનુભવ કરો છો? બાપદાદા દ્વારા આ શ્રેષ્ઠ જન્મ નો વારસો શું પ્રાપ્ત થઇ ગયો છે? વારસાનાં અધિકારી અર્થાત્ સર્વશક્તિઓનાં અધિકારી બનવું, સર્વશક્તિઓનાં અધિકારી અર્થાત્ માસ્ટર સર્વશક્તિવાન બન્યાં છો? માસ્ટર સર્વશક્તિવાન બનવાથી જે પ્રાપ્તિ સ્વરુપ અનુભવ કરો છો શું એ જ અનુભવમાં નિરંતર સ્થિત રહો છો, કે એમાં અંતર આવે છે? વારસા નાં અધિકારી બનવામાં ફક્ત જે બે વાતો ને બુદ્ધિમાં રાખવાથી અંતર સમાપ્ત થઇ નિરંતર તે સ્થિતિ બનાવી શકો છો એ બે શબ્દ કયાં છે? એ જાણો પણ છો, અને કરી પણ રહ્યાં છો, પરંતુ નિરંતર નથી કરતાં? એક છે સ્મૃતિ ને યથાર્થ બનાવવી, બીજું છે કર્મ ને શ્રેષ્ઠ બનાવવાં. એ બે શબ્દ કયાં છે? એક છે સ્મૃતિ ને પાવરફુલ (શક્તિશાળી) બનાવવા માટે સદા કનેક્શન (જોડાણ) અને કર્મ ને શ્રેષ્ઠ બનાવવા માટે સદા સ્વયં નું કરેક્શન (સુધાર) જોઈએ. કરેક્શન દરેક કર્મમાં ન હોવાનાં કારણે માસ્ટર સર્વશક્તિવાન્ તથા ઓલમાઇટી ઓથોરિટી (સર્વશક્તિવાન સત્તા) ની સ્ટેજ પર નિરંતર સ્થિત નથી થઇ શકતાં. આ બે શબ્દો કેટલાં સરળ છે. અહીં પણ એટલા માટે જ આવ્યાં છો ને? જે કર્તવ્ય માટે આવ્યાં છો એ કરવું મુશ્કેલ છે શું?
મુશ્કેલ કોને લાગે છે? જે કમજોર હોય છે. તેઓ કેમ મુશ્કેલ અનુભવ કરે છે? કનેક્શન જોડાયેલાં પણ ક્યારેક-ક્યારેક મુશ્કેલ અનુભવ કરે છે. એ મુશ્કેલ એટલે અનુભવ થાય છે, કારણ કે મહેનત નથી કરતાં. જાણે પણ છે, સમજે પણ છે, ચાલે પણ છે પરંતુ ચાલતાં-ચાલતાં પછી આરામ-પસંદ થઈ જાય છે. બાપદાદાનાં પસંદ નહીં, પરંતુ આરામ-પસંદ. એટલે જાણવાં છતાં પણ આવી સ્થિતિ બની જાય છે. તો બાપ-સમાન શ્રેષ્ઠ કર્મ કરવામાં આરામ પસંદીઓ શ્રેષ્ઠ સ્થિતિ ને નથી પામી શકતાં. એટલે દરેક સંકલ્પ અને દરેક કર્મ નું કરેક્શન કરો. અને બાપદાદાનાં કર્મો સાથે કનેક્શન જોડો પછી જુઓ બાપ-સમાન છે? હવે આપ શ્રેષ્ઠ આત્માઓનો લાસ્ટ (અંતિમ) પુરુષાર્થ કયો રહી ગયો છે? લાસ્ટ સ્ટેજ (અંતિમ અવસ્થા) નાં અંતિમ પેપર નાં કવેશ્ચન (પ્રશ્ન) ને જાણો છો? જાણવાં વાળા તો જરુર પાસ થશે ને? આપ સૌ ફાઇનલ (અંતિમ) પરીક્ષાનાં લાસ્ટ કવેશ્ચન ને જાણો છો? આપ નો લાસ્ટ કવેશ્ચન આપ નાં ભક્તોને પણ ખબર છે. તેઓ પણ વર્ણન કરે છે. તમને ભક્ત જાણે છે અને તમે નથી જાણતાં? ભક્ત આપ લોકો થી હોશિયાર થઈ ગયા છે શું?
આજે શ્રેષ્ઠ આત્માઓનું કલ્પ પહેલાનું રિઝલ્ટ (પરિણામ) ભક્તો ને ખબર છે અને આપ લોકો ને પોતાનાં વર્તમાન પુરુષાર્થ ની ફાઇનલ સ્ટેજ (અંતિમ અવસ્થા) ભુલાઈ ગઈ છે. એ અંતિમ અવસ્થા ઘડી-ઘડી સાંભળો છો. ગાયન પણ કરો છો. ગીતા નાં ભગવાન દ્વારા ગીતાજ્ઞાન સાંભળ્યા બાદ અંતિમ અવસ્થા કઈ વર્ણન કરો છો? (નષ્ટોમોહા….સ્મૃતિર્લબ્ધા) ભક્ત તમારી અવસ્થાનું વર્ણન તો કરે છે ને? તો અંતિમ પેપર નો પ્રશ્ન ક્યો છે? સ્મૃતિ સ્વરુપમાં કઈ અવસ્થા સુધી બન્યાં છો અને નષ્ટોમોહા ક્યાં સુધી બન્યાં છો? આ જ છે અંતિમ પ્રશ્ન. આ અંતિમ પ્રશ્ન ને પૂર્ણ રીતે પ્રેક્ટિકલ કરવા માટે આ જ બે શબ્દ પ્રેક્ટિકલમાં લાવવાનાં છે. હવે તો બધાં પાસ વિથ ઓનર (સન્માન સાથે ઉતીર્ણ) બની જશો ને? જ્યારે ફાઈનલ રિઝલ્ટ (પરિણામ) પહેલાં જ પ્રશ્ન એનાઉન્સ (જાહેર) થઈ રહ્યો છે. તો પણ ૧૦૮ જ નીકળશે. એટલું મુશ્કેલ છે શું? પહેલા દિવસથી જ આ પ્રશ્ન મળે છે. જે દિવસે જન્મ લીધો એ જ દિવસે અંતિમ પ્રશ્ન સંભળાવવામાં (કહેવામાં) આવે છે.
હવે તમે લોકો જે શ્રેષ્ઠ આત્માઓ બેઠાં છો એ તો પાસ થવાવાળા છો ને? કહ્યું હતું કે પાસ થવા માટે આ ‘પાસ’ શબ્દ ને બીજા અર્થ થી પ્રેક્ટિકલ માં (પ્રયોગ માં) લાવો. જે કંઈ થયું એ પાસ (ભૂતકાળ) થઈ ગયું. જે વીતી ચૂક્યું એને જો પાસ સમજી ને ચાલતાં જશો તો શું પાસ નહીં થાઓ? આ જ ‘પાસ’ શબ્દ ને હિન્દી ભાષામાં પ્રયોગ કરો તો ‘પાસ’ અર્થાત્ સાથે. બાપદાદાની સાથે છે. તો આ એક શબ્દને ત્રણેય રુપથી સ્મૃતિમાં રાખો. પાસ થઈ ગયું, પાસ (સાથે) રહેવાનું છે અને પાસ (ઉતીર્ણ) થવાનું છે. તો પરિણામ શું નીકળશે? સંગઠન ની યાદગાર જે વિજયમાળા નાં રુપમાં ગવાયેલ છે એ જ વિજયમાળા નાં મણકા અવશ્ય બની જશો. જો બાપદાદા બાળકોને સદૈવ પોતાની પાસે રહેવાનું નિમંત્રણ આપે છે, પોતાની સાથે દરેક ચરિત્ર અનુભવ કરવાનું નિમંત્રણ આપે છે તો એવું શ્રેષ્ઠ નિમંત્રણ સ્વીકાર નથી કરતાં શું? આખાં કલ્પમાં આત્માઓને શ્રેષ્ઠ આત્મા દ્વારા અથવા સાધારણ આત્મા દ્વારા ભિન્ન-ભિન્ન પ્રકારનાં નિમંત્રણ મળતાં રહ્યાં પરંતુ આ નિમંત્રણ હમણાં નહીં તો ક્યારેય નહીં. નિમંત્રણ સ્વીકાર કરવું અર્થાત્ પોતાને બાપની પાસે (સાથે) રાખવું. આ કાંઈ મુશ્કેલ છે? નિમંત્રણ પર ફક્ત સ્વયં ને પહોંચવાનું હોય છે. બાકી બધી જવાબદારી નિમંત્રણ દેવાવાળાની છે. તો પોતાને બાપની પાસે લઈ જવું અર્થાત્ બુદ્ધિ થી બાપની પાસે રહેવું એમાં શું મહેનત છે? જો આજ ની દુનિયામાં કોઈ સાધારણ વ્યક્તિને પ્રેસિડન્ટ (રાષ્ટ્રપતિ) નિમંત્રણ આપે કે આજ થી તમે મારી સાથે રહેજો તો શું કરશો? (સાહસ નહીં રાખો) જો એ સાહસ અપાવે તો શું કરશો? શું વાર લગાડશો? તો બાપનાં નિમંત્રણ ને સદા સ્વીકાર કેમ નથી કરતાં? કોઇ દોરી (બંધન) છે જે ખેંચે છે? બાળકો પાવરફુલ (શક્તિશાળી) છે કે બાપ? પાવરફુલ થી પાવરફુલ કોણ? કોઈ કેટલાં પણ પાવરફુલ હોય પરંતુ એનાથી પ્રાપ્તિ શું? પ્રાપ્તિનાં અનુભવી સ્વરુપનાં આધાર પર તે આકર્ષણ માં આકર્ષિત થવું શું બ્રાહ્મણ આત્માઓને શોભે છે? બ્રાહ્મણ આત્માઓનાં માટે તથા શ્રેષ્ઠ આત્માઓનાં માટે પ્રભાવશાળી માયા પણ કયા રુપમાં દેખાય છે? કાગળ નો વાઘ અનુભવ થાય છે? જે સમજે છે કે આ પ્રભાવશાળી માયા અમારા માટે કાગળ અર્થાત્ રમકડું છે એ પોતાનો હાથ ઉઠાવે.
શું માયાને કાગળનો વાઘ નથી બનાવ્યો? શું એ નિર્જીવ નથી? જે સ્વયં ડેકોરેશન લગાડે છે એ તો ડરશે નહીં, પરંતુ બીજા ડરી શકે છે. હવે એમાં જીવ છે શું? ક્યારેક-ક્યારેક જીવિત થઇ જાય છે શું? હજું એને બેભાન નથી કર્યો? બેભાન થઈ ગયો છે કે હજું જીવિત છે? બેભાન કર્યો છે? તમારા માટે મરી ચુક્યો છે? કઈ અવસ્થા માં છે? મરી ચુક્યો છે, બળી ગયો છે કે બેભાન છે? ૩ અવસ્થા છે. કોઈ નાં માટે બેભાન અવસ્થા માં છે, કોઈ નાં માટે મરી ચુક્યો છે અને કોઈ નાં માટે બળી પણ ગયો છે અર્થાત્ નામનિશાન નથી રહ્યું. તો દરેક પોતાને જુએ કે કઈ અવસ્થા સુધી પહોંચ્યા છે? બેભાન કરવાનાં બદલે સ્વયં તો બેભાન નથી થઈ જતાં? સદા સંજીવની બુટ્ટી સાથે હોય તો ક્યારેય બેભાન નથી થઇ શકતાં. બેભાન કરવાવાળા ક્યારેય બેભાન નથી થતાં. બ્રાહ્મણ જન્મનું કર્તવ્ય જ આ છે. જન્મ લેવા પહેલાં શું પ્રતિજ્ઞા કરી હતી? એ જ પ્રતિજ્ઞા કરી હતી ને કે માયાજીત જગતજીત બનશું. આ તો જન્મનું જ કર્તવ્ય છે. જે જન્મ થી કર્તવ્ય કરતાં આવ્યાં છો એ શું મુશ્કેલ હોય છે? અચ્છા.
સદા સુરજીત રહેવાવાળા, સદા સર્વશક્તિઓથી સંપન્ન રહેવાવાળા, સદા બાપદાદાની સાથે રહેવાવાળા, સદા બાપનાં કર્તવ્યમાં મદદ કરવાવાળા, સદા સહયોગી, સદા વિજયી શ્રેષ્ઠ આત્માઓને બાપદાદાનાં યાદ-પ્યાર અને નમસ્તે!
પાર્ટી ની સાથે
બાપદાદા માટે ગુલદસ્તા (ફૂલદાની) પાર્ટી છે. એમાં જોવાનું છે કે હું કયું ફુલ છું, ગુલાબ છું કે ચમેલી છું? દરેકની વિશેષતા ને તો આપ જાણો છો ને? કમળ અને ગુલાબ માં શું અંતર છે? કમળનું પુષ્પ કમાલ કરવામાં પ્રવીણ (નિપુણ). અનુભવ કરવામાં ગુલાબનું ફૂલ છે. અહીં બાપદાદા સ્વયં દરેક ફૂલ માં સર્વ વિશેષતાઓ ભરી રહ્યાં છે. સાયન્સવાળા (વૈજ્ઞાનિક) પણ એક માં અનેક ચીજો ઉત્પન્ન કરે છે ને? એ ક્યાંથી શીખ્યાં? અહીં એક-એક માં અનેક પ્રકાર નાં ફૂલોનો રસ ભરવો. જે ગાયન છે ‘તુમ્હારી ગત-મત તુમ્હી જાનો’ ક્યા સે ક્યા બના દેના યહી ગત હૈ ના (તમારી ગત-મત તમે જ જાણો, શું થી શું બનાવવાં એ જ ગત છે ને)? એક-એક માં બધાં રસ ભરી દેવા, બધાં ફૂલોની જે પણ વિશેષતાઓ છે એમાં બધાં જ ફૂલોની વિશેષતા ભરવાની છે ત્યારે જ તો કહેવાય છે - સર્વગુણ સમ્પન્ન, સર્વ રસના સમ્પન્ન, નહીં કે ચૌદ કળા. સર્વ ફૂલોની રસના સમાન સમ્પન્ન બનવું એ જ પિતા ને પ્રિય લાગે છે. બાગબાન (માળી) પણ બગીચા ને જોઈ હર્ષિત થાય છે. જ્યાં જુઓ, જે સાંભળો અને જે બોલો એમાં વિશેષતા. સ્વયં માં દરેક વાતની વિશેષતા ભરો. જ્યારે દરેક વાતમાં વિશેષતા ભરશો તો શું બની જશો? વિશેષ આત્મા ક્યારેય કીચડમાં ન ફસાય. સદૈવ હર્ષિત રહે છે. નિશ્ચય બુદ્ધિ ને એક-એક વાતમાં નિશ્ચય હોવો જોઈએ. ચતુર બાપની સંતાન છો. જે બહુરુપી બનવાનું જાણે છે તે દરેક વાતમાં સફળતા-મૂર્ત થશે. અચ્છા!