Search for a command to run...
2 May 1974
હવે બાપ-સમાન સર્વ ગુણ સંપન્ન બનો
2 May 1974 · ગુજરાતી
પોતાને માસ્ટર જ્ઞાનસાગર સમજો છો? જેમ જ્ઞાન-સાગર સર્વ શક્તિઓથી સંપન્ન છે, એવી રીતે શું પોતાને પણ સર્વ પ્રાપ્તિઓથી સંપન્ન અનુભવ કરો છો? આ જે કહેવત છે, કે દેવતાઓનાં ખજાના માં અપ્રાપ્ત કોઈ પણ વસ્તુ હોતી નથી - આ કહેવત બ્રાહ્મણો માટે ગવાયેલી છે કે દેવતાઓ માટે? બધાં સંસ્કાર બ્રાહ્મણ જીવનમાં જ તમે અનુભવ કરો છો, કારણ કે હમણાં તમે બધાં સંસ્કાર પોતાનામાં ભરી રહ્યાં છો. તો આ ગાયનનાં સંસ્કાર હમણાં થી તમે અનુભવ કરો છો? કારણ કે આ સમયે તમે ઊંચે થી ઊંચા બાપ-દાદાનાં બાળકો છો. પરંતુ તમે દેવતાઈ જીવન માં માસ્ટર સર્વશક્તિમાન નહીં કહેવાશો. જયારે કે હમણાં સાગરની સંતાન છો, તો સાગર-સમાન સંપન્ન હમણાં બનશો કે ભવિષ્યમાં બનશો? જ્ઞાન-સાગર બાપ બાળકો ને બધામાં સંપન્ન હમણાં જ બનાવે છે. ત્યારે જ લાસ્ટ સ્ટેજ (અંતિમ સ્થિતિ) નું ગાયન કરવામાં આવે છે - સર્વગુણ સંપન્ન, સોળે કળા સંપન્ન, સંપૂર્ણ નિર્વિકારી અને સંપૂર્ણ અહિંસક. મહિમા માં પણ બધાંની સાથે સંપન્ન તથા સંપૂર્ણ શબ્દ છે. આ સંપન્ન-પણાનો વારસો બાપ દ્વારા આ બ્રાહ્મણ જીવન માં જ મળે છે. હવે પોતાનાં વારસાનાં અધિકારી છો કે બનવાનું છે? જ્યાર થી બાપનાં બન્યાં, ત્યાર થી વારસાનાં અધિકારી બન્યાં. વારસો શું છે? શું વારસામાં સર્વ પ્રાપ્તિ તથા સર્વનો અખૂટ ખજાનો અનુભવ કરો છો?
જ્યારે વારસાનાં અધિકારી છો તો અધિકારીની નિશાની શું છે? અધિકારી બાપ-સમાન સદા કલ્યાણકારી, રહેમદિલ, મહાજ્ઞાની, ગુણદાની, બાપનાં દરેક સંકલ્પ, દરેક બોલ, દરેક કર્મ દ્વારા સાક્ષાત્કાર કરાવવા વાળા, સાક્ષાત્ બાપ-સમાન હશે. એવાં અધિકારીઓનું ગાયન છે કે એમનાં જીવનમાં અપ્રાપ્ત કોઈ વસ્તુ નથી. જે બધામાં સંપન્ન હોય છે, એમની આંખ તથા બુદ્ધિ કોઈ તરફ ડૂબતી નથી. તેઓ સદા રુહાની નજર માં રહે છે, અનેક વ્યર્થ સંકલ્પો તથા અનેક તરફ બુદ્ધિ તથા દૃષ્ટિ જવાથી પરે, સર્વ ફિકરો થી ફારીગ (બેફિકર) અને પોતાનાં બાપ દ્વારા મળેલાં ખજાનામાં હંમેશાં રમણ કરતાં રહે છે. તેમને બીજાં કોઈ અન્ય સંકલ્પ કરવાની પણ ફુરસદ નથી રહેતી, કારણ કે બાપ દ્વારા મળેલાં ખજાનાને પોતાનાં પ્રતિ તથા સર્વ આત્માઓનાં પ્રતિ વહેંચવાં તથા ધારણ કરવામાં તે બહુ જ બીઝી (વ્યસ્ત) રહે છે. સૌથી મોટામાં મોટો ધંધો, સૌથી મોટામાં મોટું દાન તો સૌથી મોટામાં મોટું પુણ્ય, જે પણ કહો, તે આ જ છે. આટલું શ્રેષ્ઠ કાર્ય તથા શ્રેષ્ઠ દાન-પુણ્ય ને છોડીને બીજું શું કરશે? શું ફુરસદ મળે છે, જે અન્ય નાનાં-નાનાં વ્યર્થ કાર્ય કરવાનો સંકલ્પ પણ આવે કે પછી કાર્ય સમાપ્ત કરી લીધું છે શું એટલાં માટે ફુરસદ છે? સમાપ્ત નથી કર્યું, તો પછી ફુરસદ ક્યાંથી આવે છે? આટલાં મોટાં કાર્યમાં બીઝી (વ્યસ્ત) રહેવાવાળા, પછી ઢીંગલીઓની રમતમાં શું કોઈ લક્ષ્ય-ઉદ્દેશ હોય છે? શું કંઈ પરિણામ નીકળે છે? આટલાં મોટાં માણસ થઈને દરેક કદમમાં પદ્મોની કમાણી કરવાવાળા અને આવી ઢીંગલીઓની રમત રમે તો શું એમને મહાન સમજદાર કહી શકાશે? વ્યર્થ સંકલ્પ, ઢીંગલીઓની જ તો રમત (ખેલ) છે. હમણાં સુધી પણ આવાં બાળપણ નાં સંસ્કાર છે શું?
જેમનો પોતાની આવશ્યક અને સમીપની ચેતન શક્તિઓ, સંકલ્પો અને બુદ્ધિ અથવા મન અને બુદ્ધિ ઉપર કંટ્રોલ (નિયંત્રણ) નથી, અધિકાર નથી અથવા વિજય નથી તો શું, વિશ્વનાં સ્વરાજ્ય નાં અધિકારી તથા વિજયી રત્ન બની શકે છે? જે રાજ્યનાં મુખ્ય અધિકારી પોતાનાં અધિકારમાં ન હોય, તો શું તે રાજ્ય અટલ, અખંડ અને નિર્વિઘ્ન ચાલી શકે છે? આ મન અને બુદ્ધિ આપ આત્માની સમીપ ની શક્તિઓ તથા મુખ્ય રાજ્ય અધિકારી છે, તથા કાર્ય અધિકારી છે, જો તે પણ વશમાં નથી તો એવાં ને શું કહેવાશે? મહાન વિજયી કે મહાન કમજોર? તો પોતાની જાતને જુઓ કે શું મારાં મુખ્ય રાજ્ય-અધિકારી મારાં અધિકાર માં છે? જો નથી, તો વિશ્વ રાજ્ય અધિકારી અથવા રાજન (રાજા) કેવી રીતે બનશો? પોતાનાં જ નાનાં-નાનાં કાર્યકર્તાઓ પોતાને દગો આપે, તો શું એવાં ને મહાવીર કહી શકાશે? ચેલેન્જ (પડકાર) તો કરો છો, કે અમે લો અને ઓર્ડર (કાયદો અને વ્યવસ્થા) થી સંપન્ન રાજ્ય સ્થાપન કરી રહ્યાં છીએ. તો ચેલેન્જ કરવા વાળાનાં આ નાનાં-નાનાં કાર્યકર્તા અર્થાત્ કર્મેન્દ્રિયો જો પોતાનાં જ લો અને ઓર્ડર માં નથી, અને તે પોતે જ કાર્યકર્તા ને વશીભૂત હોય તો શું એવી રીતે તે વિશ્વમાં લો અને ઓર્ડર સ્થાપિત કરી શકે છે? દરેક કર્મેન્દ્રિય ક્યાં સુધી પોતાનાં અધિકાર માં છે? એ ચેક કરો અને હમણાંથી જ વિજયીપણા નાં સંસ્કાર ધારણ કરો. બાપદાદાનું નામ રોશન કરવા વાળા જ બાપ સમાન સંપન્ન હોય છે.
અચ્છા! આવાં ઇશારા થી સમજવા વાળા, દરેક કાર્યકર્તા ને પોતાનાં ઈશારા પર ચલાવવા વાળા, દરેક આત્મા ને બાપની તરફ ઈશારો આપવાવાળા, સદા પોતાનાં અધિકાર ને અનુભવમાં લાવવાવાળા, સદા સંપન્ન, અને સદા વિજયી એવાં સમજદાર બાળકો ને બાપદાદાનાં યાદ-પ્યાર, ગુડ-નાઈટ અને નમસ્તે.
આ અવ્યક્ત વાણીનો સાર
* બાપનાં વારસાનાં અધિકારીની નિશાની બાપ-સમાન સદા કલ્યાણકારી, રહેમદિલ, મહાજ્ઞાની, ગુણદાની, બાપનાં દરેક સંકલ્પ, બોલ અને કર્મ દ્વારા સાક્ષાત્કાર કરાવવા વાળા સાક્ષાત્ બાપ-સમાન હશે.