Search for a command to run...
28 Apr 1974
સ્થૂળની સાથે-સાથે સૂક્ષ્મ સાધનો દ્વારા ઈશ્વરીય સેવામાં સફળતા
28 April 1974 · ગુજરાતી
આજ નાં આ સંગઠનને કયું સંગઠન કહેશે? આ સંગઠન ની જવાબદારીની વિશેષતા શું છે? શું તમે આ બધી વાતો ને તમારાં સંગઠનમાં સ્પષ્ટ કરી છે? શું જવાબદારી મળી છે કે લીધી છે? શું પોતાની સ્થિતિ ને ઉંચ અને પરિપક્વ બનાવવાની જવાબદારી મળી છે કે લીધી નથી? શું એવું માનો છો કે મેમોરેન્ડમ (યાદીપત્ર) બનાવવાની જવાબદારી લીધી છે અને પોતાની સ્થિતિ બનાવવાની જવાબદારી મળી છે.
આજકાલનાં સમય અનુસાર મુખ્ય જવાબદારી કઈ છે? ઈશ્વરીય સેવાનાં તો ભિન્ન-ભિન્ન સાધન અને સ્વરુપ થતાં જઈ રહ્યાં છે અને આગળ ચાલીને વધારે પણ થશે. પરંતુ ‘લાસ્ટ ઈઝ ફાસ્ટ’ (છેલ્લું એ ઝડપી) નું સાધન અને સ્વરુપ કયું છે? વિચાર તો બહુ સારાં નીકાળ્યાં છે - બોર્ડ પણ લગાવશો, ફિલ્મ પણ બનાવશો, મેમોરેન્ડમ પણ બનાવશો, સ્મશાન અને ગામડાંઓમાં પણ જશો-આ બધાં જ જ્ઞાપન (યાદી) તો કરશો જ પરંતુ પોતાનાં મસ્તક ઉપર કયું બોર્ડ લગાવશો? પોતાનાં આ મુખ દ્વારા તથા સ્વરુપ દ્વારા વિશ્વની દરેક આત્માઓને કયો અને કેવી રીતે મેમોરેન્ડમ (જ્ઞાપન) આપશો? પોતાનાં દિવ્ય અલૌકિક ચરિત્ર અને શુભ ચિંતન દ્વારા અને હર્ષિત ચહેરાનાં ચિત્ર દ્વારા કઈ અલૌકિક ફિલ્મ બતાવશો? શું તમે એક જ ફિલ્મ તૈયાર કરશો કે પછી આટલાં બધાં (સંગઠનમાં આવેલા બ્રહ્માકુમાર) મધુબન વરદાન ભૂમિ થી ચૈતન્ય અને અલૌકિક ફિલ્મ બનીને નીકળશો? જો આટલી બધી ફિલ્મ દરેક સ્થળ પર લોકોને દેખાડી શકો તો શું આ જ લાસ્ટ સો ફાસ્ટ (છેલ્લી અને ઝડપી) સર્વિસ (સેવા) નથી? ગામડે-ગામડે અથવા દરેક સ્થાનમાં હંમેશાની શાંતિ અને આનંદ નો અનુભવ એક સેકન્ડમાં પોતાની અનુભવી મૂર્ત દ્વારા બતાવો અથવા કરાવો તો શું આ ‘કમ ખર્ચ બાલાનશીન’ (ઓછા ખર્ચે, નામ રોશન) સર્વિસ નથી? સપૂત બાળકોનાં, સહયોગી બાળકોનાં અને સેવાધારી બાળકોનાં દરેક સંકલ્પ, દરેક બોલ અને દરેક કર્મમાં આ જ ફરજ અને આ જ સૌથી મોટી જવાબદારી છે. આપ પાંડવોનું સંગઠન અથવા નિમિત્ત બનેલી દરેક આત્માઓનું સંગઠન માત્ર સ્થૂળ સર્વિસનાં સાધનો એકત્રિત કરવાનું અથવા એમને પ્રેક્ટિકલ જીવનમાં લાવવાં સુધીનું જ નથી. સ્થૂળ સાધનોની સાથે-સાથે સૂક્ષ્મ સાધન અને પ્લાન ની સાથે-સાથે પ્લેન (સરળ) સ્થિતિ અને સ્મૃતિ રહે-આ વાતોને પોતાની જવાબદારી સમજીને ચાલવું અર્થાત્ કર્મ કરવું છે. જે પણ અહીંયા બેઠાં છે-તે બધાં જ આ વાતની જવાબદારી પોતાને નિમિત્ત સમજીને ઉઠાવશે તો શું વિહંગ માર્ગની સેવાનું રુપ નહીં દેખાશે?
જેમ ઈશ્વરીય સેવા-કેન્દ્રો ઉપર ટીચર્સ (શિક્ષિકાઓ) અને મુખ્ય આત્માઓ દરેક કાર્યની જવાબદારીનાં માટે નિમિત્ત છે, તેવી રીતે શું તમે પણ પોતાને એટલી જવાબદારીનાં નિમિત્ત સમજો છો? જેમ કે દરેક ઈશ્વરીય મર્યાદાનું પાલન કરવું અને કરાવવું એ ટીચર્સ ની એક જવાબદારી છે તો શું તમે પણ પોતાને દરેક ઈશ્વરીય મર્યાદાની અંદર ચાલવાનાં નિમિત્ત સમજો છો કે એવું માનો છો કે આ તો ટીચર્સ અને દાદી-દીદી નું જ કામ છે? ટીચર્સ ની પણ પહેલાં આ જવાબદારી આપ નિમિત્ત બનેલ પાંડવોની છે કારણ કે વિશ્વની સામે તમે પડકાર કર્યો છે, ઘર-ગૃહસ્થમાં રહીને કમળ પુષ્પ સમાન ન્યારાં અને પ્યારાં રહેવાનો. કીચડમાં રહેતાં અથવા કળયુગી સંપર્કમાં રહેતાં બ્રાહ્મણો આ પડકાર ને વ્યવહારિક રુપમાં લાવવા માટે નિમિત્ત છે; નહીં કે ટીચર્સ. આ પાર્ટ પાંડવોનો છે અથવા તો પ્રવૃત્તિમાં રહેવાવાળાનો છે. ટીચર્સની પાસે પહોંચતાં પહેલાં સેમ્પલ (ઉદાહરણ) નાં રુપમાં તમે છો. સેમ્પલને જોઈને જ વેપાર કરવાની હિંમત અથવા તો ઉલ્લાસ આવે છે. એવી જ રીતે દરેક વાતમાં નિમિત્ત બનીને ચાલવાનો શું પોતાનો પાર્ટ સમજીને ચાલો છો? કોઈ ટીચર્સની પાસે આવે છે, સાંભળ્યા પછી પૂછે છે કે એવું કોઇ પ્રત્યક્ષ રુપ બતાવો, આ સંભવ છે કે નહીં, એનું ઉદાહરણ માંગે છે. તો ટીચર્સ થી વધારે જવાબદાર કોણ થયું? ટીચર્સની મર્યાદાઓ પોતાની છે, પરંતુ તમારાં બધાંની મર્યાદાઓ ટીચર્સ થી કોઈ ઓછી નથી. અમૃતવેલા થી લઈને જે બધી જ મર્યાદાઓ સ્મૃતિ, વૃતિ, દૃષ્ટિ અને કૃતિ બધાનાં માટે બની છે તે શું બધાંની બુદ્ધિમાં સદા સ્પષ્ટ રહે છે? શું દરેક વિચાર ને મર્યાદા પ્રમાણે વ્યવહારિક જીવનમાં લાવો છો? આ છે પ્રેક્ટિકલ સ્વરુપ માં લાસ્ટ અને ફાસ્ટ (છેલ્લું અને ઝડપી) સેવાનું સાધન.
પહેલી-પહેલી ચેલેન્જ (પડકાર) જે આજ સુધી નથી કોઈ કરી શકતાં અને નહીં કરશે, તે પહેલી ચેલેન્જ કઈ છે? પહેલી ચેલેન્જ છે પ્યોરિટી (પવિત્રતા) ની. સંપર્ક અને સંબંધમાં રહેતાં સંકલ્પમાં પણ આ પહેલી ચેલેન્જ ની કમજોરી ન હોય. પહેલો વાયદો કયો છે? તે આ જ છે ને કે “બીજા સાથે નો સંબંધ તોડીને એક સાથે જોડીશું અથવા તમારી સાથે જ ખાઈશું, તમારી સાથે જ… અથવા મારાં તો એક, બીજું ન કોઈ.” વાત તો એક જ છે. જે ફર્સ્ટ (પહેલો) વાયદો અને પહેલો પડકાર છે એ બંને એકબીજા સાથે સંબંધ રાખે છે. આ બંનેની ઉપર કેટલું ધ્યાન રહે છે? આ પહેલી વાતની જ ચિંતા રહે છે. આ યુદ્ધમાં તો મહારથી નથી ને? મહારથી નો અર્થ ટેન્શન (ચિંતા) માં નથી રહેવાનું, પરંતુ સદા એટેંશન (ધ્યાન) રહે. સૌથી પહેલો પ્રભાવ આ વિશેષ વાત પર છે, કારણ કે આ જ અસંભવ ને સંભવ કરવા વાળી એક વાત છે. શું પહેલો પ્રભાવ પાડવાનાં પોઈન્ટ્સ (મુદ્દાઓ) મજબૂત છે? કે હજું સુધી પણ સંસ્કારો થી મજબૂર છો? જે પોતાનાં પણ સંસ્કારો થી મજબૂર છે તે બીજાંઓને તેમની મજબૂરી થી સ્વતંત્ર કરી શકે, એ હંમેશ માટે નથી બની શકતું. ટેમ્પરરી (અલ્પકાળ) માટે પ્રભાવ તો પડી શકે છે. પરંતુ ચાલતાં-ચાલતાં પછી તે આત્માઓમાં પણ મજબૂરીઓની લહેર ઉત્પન્ન થશે. એટલાં માટે આ સંગઠનની જવાબદારી સૌથી પહેલી એ છે કે બધી જ મજબૂરીઓને દૂર કરવી - પહેલાં પોતાની અને પછી સંસારની, પહેલી ચેલેન્જ માં ઇન્ચાર્જ બનો. આ છે જવાબદારી. બાપદાદા પણ અને સંસારની બધી આત્માઓ પણ આ નવીનતા અને વિશેષતા જોવાં ઈચ્છે છે.
આગળ જઈને જેટલાં સર્વિસનાં સાધનો દ્વારા સર્વિસ ને વધારશો અથવા મેદાનમાં પ્રસિદ્ધ થતાં જશો, એટલાં દરેક પ્રકારનાં લોકો તમારી દરેક વાતને મંત્રો દ્વારા અથવા પોતાની સિદ્ધિઓ દ્વારા ચેક (તપાસ) કરવાનો પડકાર કરશે. સંકલ્પો અથવા કર્મો ને પણ ચેક કરવા માટે તમારી પાછળ સી.આઈ.ડી.(ગુપ્તચર) હશે. એમ સહજ થોડી માનશે? પ્રૂફ અને પ્રમાણ વગર બુદ્ધિવાન લોકો માનવા માટે તૈયાર નથી થતાં. પડકાર કરવાની સાથે-સાથે તથા સેવાનાં સ્થૂળ સાધનોની સાથે-સાથે શું આવી તૈયારી કરી રહ્યાં છો? માઇન્ડ-કન્ટ્રોલ (મન ઉપર નિયંત્રણ) ની પરીક્ષા લેશે. એવું નહીં કે યોગમાં બેઠાં હોય તે સમયે ચેક કરશે (તપાસશે), વિશેષ પરિસ્થિતિનાં સમયે માઇન્ડ-કન્ટ્રોલ અથવા તો સ્થિતિની ચેકિંગ કરશે. માયાનાં સી.આઇ.ડી. ઓફિસર કાંઈ ઓછાં નથી હોતાં. તો આવી તૈયારી કરવાની જવાબદારી અને સ્વરુપ બની ને સેમ્પલ (ઉદાહરણ) રુપમાં આગળ આવવાની જવાબદારી આ ગ્રુપની છે. ત્યારે જ તો પાંડવોની યાદગાર ઉંચી બતાવી છે. ઉંચી સ્થિતિનું પ્રમાણ-યાદગાર છે. બીજી વાર જ્યારે આવો ત્યારે આ વાતમાં પાસ વિથ ઓનર (સન્માન પૂર્વક ઉત્તીર્ણ) બનીને આવો, ત્યારે કહેવાશે - પાંડવસેના. હમણાં તો એક જ ટોપીક અને એક જ વિષય આપી રહ્યાં છે. આને જ એકરસ સ્થિતિ સુધી લાવો તો આફરીન (શાબાશી) આપશે. સહજ છે ને?
કેટલાં સમય થી મહેનત કરી રહ્યાં છો?- જન્મ થી? જે જન્મથી જ પ્રયત્નમાં લાવવા વાળી વાત છે શું તે મુશ્કેલ લાગે છે? બીજાંઓને કહો છો તમારો જન્મસિધ્ધ અધિકાર પ્રાપ્ત કરવાનું શું મુશ્કેલ છે? એવી જ રીતે બ્રાહ્મણ નો પહેલો ધર્મ અને કર્મ જે છે તે કરવાનું શું બ્રાહ્મણો માટે મુશ્કેલ છે? મરજીવાં થઈ ગયાં છો ને, કે પછી મરીને જીવિત થઇ જાઓ છો? મરવાનું શૂદ્ર થી છે, જીવવાનું બ્રાહ્મણ બનીને છે. આ બ્રાહ્મણોનું અલૌકિક જીવન છે. બ્રાહ્મણો ને કાંઈ મુશ્કેલ હોય છે શું? બ્રાહ્મણ જીવનનાં જીવ-દાન નો આધાર શું છે?- મુરલી. ભણતર નો પણ આધાર છે મુરલી. તો જીવ-દાનનો આધાર સારી રીતે સ્નેહ થી પ્રયત્નમાં લાવો છો. નિયમ પ્રમાણે નહીં, પરંતુ જીવ-દાનનો આધાર સમજી ને સ્નેહરુપ માં સ્વીકાર કરો છો. જેટલો સ્નેહ જીવ-દાન થી હશે તેટલો જ સ્નેહ, જીવનદાતા થી હશે. એવાં સ્નેહી, બીજી આત્માઓને પણ સદા સ્નેહી તથા નિર્વિઘ્ન બનાવી શકશે. હવે એવાં આધાર રુપ સમજી ને બધાંની સામે ઉદાહરણ રુપ બનો. આ પણ જવાબદારી છે. પાંડવોનાં મુખથી હરતાં-ફરતાં મુરલીની રુહ-રુહાન તથા ચર્ચા ઓછી સાંભળવામાં આવે છે. ગોપીઓનાં મુખે થી મુરલીની ચર્ચા વધારે સાંભળવામાં આવે છે. કેમ? આપસમાં જ્ઞાનની ચર્ચા કરવી એ તો બ્રાહ્મણોનું કર્તવ્ય છે. જે વાત માં જેની જે લગન હોય છે, તેનાં માટે સમયની કમી ક્યારેય નથી થઈ સકતી.
તો આ બે વાતો પર ધ્યાન રાખો, એક તો છે- પવિત્રતા, બીજી જીવ-દાનનું મહત્વ. સૂક્ષ્મ સાધન માટે અલગ સમયની આવશ્યકતા નથી. જેમ દુનિયાનાં લોકોએ ગૃહસ્થ અને આશ્રમ ને અલગ કરી દીધાં છે અને તમે લોકો બંનેને મેળવીને એક કરો છો, તેમ સ્થૂળ અને સૂક્ષ્મ સાધનો ને અલગ કરો છો, એટલાં માટે પ્રત્યક્ષ ફળ નથી મળતું. બંને સાથે-સાથે હોવાંથી જ પ્રત્યક્ષ ફળ દેખાશે. વાણીની સાથે-સાથે મન્સા જોઈશે અને કર્મની સાથે-સાથે પણ મન્સા જોઈશે કારણ કે હવે છેલ્લો સમય છે ને? અંતિમ સમયમાં જે પણ શ્રેષ્ઠ અસ્ત્રો-શસ્ત્રો હોય છે, તે બધાં જ વાપરવામાં આવે છે. જો આ બધું જ પાછળ થી કરશો તો સમય વીતી જશે. જ્યારે અષ્ટ શક્તિઓને સાથે-સાથે સેવામાં લગાવશો ત્યારે જ અષ્ટદેવતા (ઇષ્ટદેવ) પ્રસિદ્ધ થઈ જશે અર્થાત્ સ્થાપનાનું સ્વરુપ સ્પષ્ટ જોવામાં આવશે. એવું નહીં કે પહેલાં સ્થૂળ કરીએ અને પછી સૂક્ષ્મ કરીશું. ના, સાથે-સાથે નાં સિવાય સફળતા નથી. અચ્છા.
આ અવ્યક્ત વાણીનો સાર
* સ્થૂળ સાધનોની સાથે-સાથે સૂક્ષ્મ સાધનો અપનાવવાથી અને પ્લાન ની સાથે સાથે પ્લેન (સરળ) સ્થિતિ અને સ્મૃતિ રહેવાથી લાસ્ટ ઈઝ ફાસ્ટ (છેલ્લા એ જ ઝડપી) જઈ શકશે. ઈશ્વરીય મર્યાદાઓનું પાલન કરવાની અને કરાવવાની જવાબદારી ટીચર્સ (શિક્ષકો) ની સાથે-સાથે બ્રાહ્મણો અર્થાત્ પાંડવોની પણ છે.