Search for a command to run...
21 Jun 1974
મહાન પદની બુકિંગ માટે મહીન (સૂક્ષ્મ) રુપ થી ચેકિંગ આવશ્યક
21 June 1974 · ગુજરાતી
આજે બધાં તકદીરવાન વિશેષ આત્માઓની વિશેષતા ને જોઈ રહ્યાં છે. કોઈ-કોઈ પોતાની વિશેષતા ને પણ યથાર્થ રીત થી નથી જાણતાં, કોઈ-કોઈ જાણે છે પરંતુ તે પોતાની વિશેષતા ને કાર્યમાં નથી લગાવી શકતાં અને કોઈ-કોઈ જાણવાં છતાં પણ તે વિશેષતામાં સદા સ્થિત નથી રહી શકતાં. તે ક્યારેક વિશેષ આત્મા બની જાય છે તો ક્યારેક સાધારણ આત્મા બની જાય છે. કોટો માં કોઈ અર્થાત્ આખાં બ્રાહ્મણ પરિવાર માંથી બહુ જ થોડી આત્માઓ પોતાની વિશેષતા ને જાણે પણ છે, વિશેષતા માં રહે પણ છે અને કર્મમાં પણ લાવે છે. અર્થાત્ પોતાની વિશેષતા થી ઈશ્વરીય કાર્યમાં સદા સહયોગી બને છે. આવી સહયોગી આત્માઓ બાપદાદાની અતિ સ્નેહી છે. આવી આત્માઓ સદા સરળયોગી કે સહજયોગી તથા સ્વત:યોગી હોય છે. તેમની મૂર્ત માં સદા ઓલમાઇટી ઓથોરિટી (સર્વશક્તિવાન સત્તા) ની સમીપ સંતાનની ખુમારી અને ખુશી સ્પષ્ટ દેખાતી હોય છે અર્થાત્ સદા સર્વ-પ્રાપ્તિ સંપન્ન લક્ષણ તેમનાં મસ્તક થી, નયનો થી અને દરેક કર્મમાં અનુભવ થાય છે. તેમની બુદ્ધિ સદા બાપ સમાન બનવાની, એક જ સ્મૃતિમાં રહે છે. આવી આત્માઓનાં દરેક કદમ બાપદાદા નાં કદમ પાછળ કદમ આપોઆપ સ્વતઃ ચાલતાં રહે છે.
આવી આત્માઓમાં મુખ્ય ત્રણ વાતો દેખાશે. કઈ? ત્રણેય સંબંધ નિભાવવા વાળા ત્રિમૂર્તિ સ્નેહી આત્માઓ ત્રણ વાતો થી સંપન્ન હશે. બાપનાં સંબંધ થી તેમનામાં શું વિશેષતા હશે?- ફરમાનબરદાર (હુકમ માનનાર). શિક્ષકનાં રુપથી શું હશે? શિક્ષામાં વફાદાર અને ઈમાનદાર જોઈએ. સદ્દગુરુ નાં સંબંધમાં આજ્ઞાકારી. તો આ ત્રણેય વિશેષતાઓ આવી ત્રિમૂર્તિ સ્નેહી આત્માઓમાં સ્પષ્ટ દેખાશે. હવે આ ત્રણેયમાં પોતાને જુઓ કે કેટલાં પર્સન્ટ (ટકા) છે. શું આખાં દિવસની દિનચર્યામાં ત્રણેય સંબંધોની વિશેષતાઓ દેખાય છે? આનાથી જ પોતાનું પરિણામ જાણી શકો છો. કોઈ-કોઈ તો બાપનાં સ્નેહી અથવા વિશેષ શિક્ષકનાં સ્નેહી અથવા સદ્દગુરુ નાં સ્નેહી બનીને ચાલી પણ રહ્યાં છે, પરંતુ બનવાનું ત્રિમૂર્તિ-સ્નેહી છે. ત્રણેયનાં પરસેન્ટ પાસ હોવાં જોઈએ. એક વાતમાં પાસ વિથ ઓનર (સન્માનનીય પાસ) થઈ જાઓ અને બીજી વાતમાં માર્ક્સ ઓછાં થઇ જાય, તો પરિણામ માં બાપની સમીપ આવવા વાળી આત્માઓમાં નહીં આવી શકો. એટલાં માટે ત્રણેયમાં પોતાનાં પર્સન્ટેજ ને ઠીક કરો.
જ્યારે માસ્ટર ઓલમાઇટી ઓથોરિટી (સર્વશક્તિમાન સત્તાધારી) છો, તો વ્યર્થ સંકલ્પો ને મિટાવવામાં પણ ઓથોરિટી બનો. જ્યારે વર્લ્ડ ઓલમાઇટી (વિશ્વની સર્વ-શક્તિવાન) નાં સંતાન કહેવડાવો છો, તો શું તમે તમારાં સંસ્કાર, સ્વભાવ તથા સંકલ્પો પર વિજયી બનવાની ઓથોરિટી નથી બની શકતાં? ઓથોરિટી જેની અંદર બધાં પર લો અને ઓર્ડર (કાયદો અને આદેશ) હોય ત્યારે જ વિશ્વ પર લો અને ઓર્ડર વાળું રાજ્ય ચલાવી શકશે. વિશ્વની પહેલાં પોતાને લો અને ઓર્ડર માં ચલાવી શકો છો? જો હમણાં થી લો અને ઓર્ડરમાં ચાલવાનાં સંસ્કાર નથી દેખાતાં, તો ભવિષ્યમાં વિશ્વ પર પણ રાજ્ય નથી ચલાવી શકતાં. ચાલવા વાળા જ ચલાવવા વાળા બને છે. ચાલવામાં કમજોર હોય અને ચલાવવાની ઉમ્મીદ રાખે, એ તો સ્વયં ને ખુશ કરવાનું છે. પહેલાં પોતે પોતાને પૂછો: “મારાં સંકલ્પ, મારા લો અને ઓર્ડર માં છે?” મારો સ્વભાવ લો અને ઓર્ડર માં છે? જો લો-લેસ (કાયદા વગર) છે તો શું માસ્ટર ઓલમાઇટી ઓથોરિટી કહેવડાવવા નાં અધિકારી થઇ શકે છે? ઓલમાઇટી ઓથોરિટી ક્યારેય કોઈ થી વશીભૂત નથી થઈ શકતાં. શું એવાં બન્યાં છો?
હમણાં પુરુષાર્થીઓનાં સ્વયંની ચેકિંગ નો સમય ચાલી રહ્યો છે. ચેકિંગનાં સમય પર ચેક (તપાસ) નહીં કરશો, તો પોતાનાં ભાગ્ય ને પરિવર્તન નહીં કરી શકો. જે જેટલું સૂક્ષ્મ રુપ થી સ્વયં ને ચેક કરે છે, તેટલી જ ભવિષ્ય મહાન પદની પ્રાપ્તિની બુકિંગ (નોંધણી) થાય છે. તો ચેકિંગ કરવું-અર્થાત્ બુકિંગ કરવી, આમ કરો છો? કે પછી જ્યારે બુકિંગ સમાપ્ત થઈ જશે પછી કરશો? સૌથી શ્રેષ્ઠ બુકિંગ કઈ છે? અષ્ટ રત્નો ની સીટ કઈ છે? શું એરકન્ડિશન સીટ લીધી છે? એરકન્ડિશન માટે કન્ડીશન (શર્ત) છે. જેમ એરકન્ડિશન માં, જ્યારે જેવી રીતે ઇચ્છો, તેવી રીતે એર (હવા) ને કન્ડિશન (અનુકૂળ) કરી શકો છો. એવી જ રીતે પોતાને, જ્યાં ઇચ્છો, જેવી રીતે ઈચ્છો તેવી રીતે સેટ (સ્થિત) કરી શકો, તો એરકન્ડિશનની સીટ લઈ શકો છો. એનાં માટે સર્વ ખજાના જમા છે? કયાં સર્વ ખજાના? ખજાના સંભળાવવામાં તો બધાં હોશિયાર છો, જેમ સંભળાવવામાં હોશિયાર છો, એમ જ જમા કરવામાં પણ હોશિયાર થઈ જાઓ. બધાં ખજાના જમા જોઈએ. જો એક ઓછો છે, તો એરકન્ડિશન સીટ નહીં મળે, પછી તો ફર્સ્ટ ડિવિઝન (પ્રથમ શ્રેણી) માં આવી શકો છો. હવે તમારું બુકિંગ જુઓ. હજી તો તમને તો પણ ચાન્સ (તક) છે. પરંતુ જ્યારે ચાન્સ સમાપ્ત થઈ જશે, તો પછી શું કરશો? એટલાં માટે હવે મુખ્ય પુરુષાર્થ જોઈએ. દરેક સમય, દરેક વાતમાં, દરેક વિષયમાં, અને દરેક સંબંધની વિશેષતામાં, સ્વયં ને ચેક કરવાનું છે. સમજ્યાં?
એવાં ત્રિમૂર્તિ સ્નેહી, સ્વયંનાં અને વિશ્વનાં નોલેજમાં ત્રિકાળદર્શી, ત્રીજા નેત્ર દ્વારા સ્વયંની સૂક્ષ્મ ચેકિંગ કરવાવાળા, બાપદાદાની સદા સમીપ, સ્નેહી અને સદા સહયોગી રહેવાવાળા, લો અને ઓર્ડર માં સદા ચાલવાવાળા, વિશેષ આત્માઓને બાપ-દાદા નાં યાદ-પ્યાર, ગુડનાઈટ અને નમસ્તે. ઓમ શાંતિ.
આ અવ્યક્ત વાણીનો સાર
* ભાગ્યવાન વિશેષ આત્માઓ પોતાની વિશેષતાઓને જાણતાં હોવાથી, ઈશ્વરીય કાર્યમાં સદા સહયોગી બને છે. તેમની બુદ્ધિ સદા બાપ-સમાન બનવાની એક જ સ્મૃતિમાં રહે છે.
* ત્રિમૂર્તિ સ્નેહી આત્મા બાપનાં સંબંધમાં ફરમાનબરદાર (હુકમ માનનાર), શિક્ષકનાં રુપમાં વફાદાર તથા ઈમાનદાર અને સદ્દગુરુ નાં સંબંધમાં આજ્ઞાકારી હશે.
* વર્તમાન સમયે સ્વયં ને લો અને ઓર્ડર માં ચલાવી શકવા વાળા માસ્ટર ઓલમાઇટી ઓથોરિટી (સર્વશક્તિમાન સત્તાધારી) જ ભવિષ્યમાં વિશ્વ પર લો અને ઓર્ડર વાળું રાજ્ય ચલાવી શકે છે.
* સૂક્ષ્મ રુપ થી પોતાની ચેકિંગ કરવા વાળા જ, ભવિષ્યમાં મહાન પદ નું બુકિંગ (નોંધણી) કરાવી શકે છે.
* અષ્ટ રત્નો ની એરકન્ડિશન સીટની બુકિંગ માટે, સર્વ-શક્તિઓ તથા સર્વ-વિશેષતાઓ રુપી ખજાના જમા હોવાં જરુરી છે.