Search for a command to run...
24 Jun 1974
રાજયોગી જ વિશ્વ-રાજ્ય નાં અધિકારી
24 June 1974 · ગુજરાતી
શું તમે બધાં પોતાને યોગી સમજો છો? શું યોગીનું ટાઇટલ (શીર્ષક) તમને બધાંને મળી ગયું છે? યોગી હોવાં છતાં પણ તમે બધાં એક સમાન યોગી તો નથી પરંતુ નંબરવાર છો. જેમ કોઈ પણ ભણતર ભણ્યાં પછી પરીક્ષા પાસ કરવાનું સર્ટિફિકેટ (પ્રમાણપત્ર) મળે છે, અને ડિગ્રી નું સર્ટિફિકેટ મળે તો કહેવામાં પણ એ જ નામ આવે છે, જેમ કે વકીલ છે કે ડોક્ટર છે. એવી જ રીતે અહીંયા પણ, જ્યારે નોલેજફુલ (જ્ઞાનસ્વરુપ) બાપનાં દ્વારા યોગી અને ભોગી જીવનનું નોલેજ (જ્ઞાન) મળ્યું છે, તો ભોગી નાં પછી મરજીવાં બન્યાં તો અહીંયા પણ બ્રહ્માકુમાર તથા બ્રહ્માકુમારીનું ટાઈટલ મરજીવાં બન્યાં પછી સ્વતઃ મળી જાય છે અને તેવી જ રીતે યોગીનું પણ ટાઈટલ, પરંતુ નંબરવાર મળે છે. બાકી આમાં પણ શું ફરક છે? જેવી રીતે યોગની મહિમા કરાય છે કે તે સહજયોગ, નિરંતર યોગ, કર્મયોગ, તથા જ્ઞાનયોગ અને બુદ્ધિયોગ છે. પછી તેની પણ ઉપમા કરે છે ને? જેમ ડોક્ટરોમાં અને મિલિટરીમાં પણ ભિન્ન-ભિન્ન પ્રકારની ગ્રેડ (કક્ષા) હોય છે. તે જ રીતે અહીંયા પણ યોગીઓમાં કર્મયોગી અને બુદ્ધિયોગી છે. અહીંયા પણ કોઈ તો સર્વ લક્ષણધારી છે અને કોઇ એક અથવા બે, પરંતુ બધાં નહીં. જેમ કે કોઈનો બુદ્ધિનો યોગ છે પરંતુ તેનો કર્મયોગ નથી અથવા પછી કોઈનો કર્મયોગ છે તો તે સહજયોગી નથી. અથવા જે જ્ઞાનમાં સદા નથી રહેતાં તો તેમને જ્ઞાનયોગી નહીં કહેવાશે. અહીંયા પણ એક જ ટાઇટલ મળશે તો તમે જે યોગની મહિમા બીજાં ને સંભળાવો છો, તો તે સ્વયંમાં ધારણ કરો. જેમ કે રાજયોગ અર્થાત્ જે કર્મેન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરી તેનાં પર રાજ્ય કરે છે, તો તે ભવિષ્ય માં પણ શ્રેષ્ઠ પદને પામે છે. રાજયોગીનો જો પાવરફુલ (શક્તિશાળી) યોગ છે, તો જ તેને રાજયોગી કહેશું, અન્યથા (નહીં તો) તેને યોગી જ કહેશું, પરંતુ રાજયોગી નહીં કહેશું. હવે તો આ ચેક કરો કે શું હું બધાં જ ટાઇટલ ધારણ કરવાવાળો યોગી બન્યો છું? કોઈનાં આઠ-દસ તો કોઈનાં એક-બે.
જેમ ડોક્ટર, વકીલ અને એન્જિનિયર, મિલિટરીમાં આ બધાં હશે, ત્યાં કર્નલ પણ હશે પરંતુ તેમનું લિસ્ટ (યાદી) તો અલગ-અલગ હશે. જેમ બનારસ માં પણ યુનિવર્સિટી (મહાવિદ્યાલય) દ્વારા ટાઇટલ મળે છે, કોઈને એક-બે કે છ અને કોઈને આઠ-દસ, તેવી જ રીતે અહીંયાં પણ ટાઇટલ લે છે. માત્ર એમાં જ ખુશ નથી થવાનું કે હું યોગી છું. જે મહિમા, યોગની ગાવામાં આવે છે, જો એ બધી પોતાનાં જીવનમાં ધારણ કરી છે, તો તેનું જેટલું અહીંયા ગાયન હશે તો તે એટલાં જ ત્યાં પૂજનીય હશે. જેમ લૌકિક રીત માં પણ બાળક બાપની પૂજા નથી કરતો, પરંતુ બાપ ને પૂજનીય તો કહે છે ને! એવી જ રીતે જે સતયુગમાં પ્રજા હશે, તે પૂજા તો નહીં કરશે, પરંતુ પૂજનીય તો કહેશે અર્થાત્ રીગાર્ડ (સન્માન) તો આપશે. હવે લિસ્ટ (યાદી) બનાવો કે તમે તમારામાં કેટલાં ટાઇટલ ધારણ કર્યાં છે અને પછી ચેક કરો કે તમારામાં કેટલી કમી છે. ટાઇટલ પણ ત્યારે મળે છે કે જ્યારે તેમાં પાસ થાઓ છો. તો જ્યારે તમને પણ તમારી સહજયોગી ની સ્થિતિ દેખાય અને બધાંને એ લાગે કે તમારો સહજયોગ છે, ત્યારે જ પાસ કહેશે. એવી જ રીતે જ્ઞાનયોગ માં પણ જે જ્ઞાનની મહિમા છે અથવા તેની ઉપમાઓ છે, શું તે બધી જ મેં મારામાં ધારણ કરી છે? તો પછી તમે સ્વયં જ તમારાં નંબરને જાણી શકો છો. જેમ કે કોઈ કહે કે ભણતર પાવરફુલ છે, તો આ જ્ઞાનની મહિમા થઈ ને, નહીં કે તમારી. તો હવે જુઓ કે જ્ઞાનનાં જેટલાં પણ નામ છે, શું તે બધાં મેં ધારણ કર્યા છે?
જો જ્ઞાન અને યોગનાં બધાં ટાઇટલ ધારણ નથી કર્યા, તો વિશ્વ-મહારાજા તથા વિશ્વ-મહારાણી બની નહીં શકો. ચાલો, પાસ વિથ ઓનર (સન્માનનીય પાસ) નહીં પરંતુ પાસ તો થવાનું છે, પછી પાસ થવાં માટે પણ તો ૭૫ ટકા માર્ક્સ જોઈએ. અર્થાત્ આ બધી જ ધારણાઓ તથા યોગ્યતાઓ બધાંએ પોતાનામાં દેખાવી જોઈએ. આખાં દિવસનાં ચાર્ટમાં જેમ ૨૪ કલાક હોય છે, તો તેમાં પણ આઠ કલાક આરામનાં, પછી તેમાં બચ્યાં ૧૬ કલાક, તો ૧૬ નાં પોણા ૧૨ કલાક, પરંતુ જેમને ખૂબ જ બુદ્ધિનું કામ હોય છે, તો ત્રણ કલાક તેમને છુટ્ટી (રજા) આપે છે. અને બાપ હોવાનાં સંબંધ થી એક કલાક એમ પણ છોડે છે. તો આવી રીતે આઠ કલાક બચ્યાં. તો સહજયોગી, રાજયોગી વગેરે જે પણ જ્ઞાન અને યોગનાં ટાઇટલ છે, તે તમારામાં આઠ કલાક તો પૂર્ણ રુપથી હોવાં જ જોઈએ કે જેથી અન્ય આત્માઓ પણ એ મહેસૂસ કરે તથા પ્રમાણપત્ર પ્રદાન કરે કે હા, આ બધાં લક્ષણ તેમનામાં છે, ત્યારે જ એમાં ૭૫ ટકા માર્કસ મળી શકશે.
જે મહારથી છે અર્થાત્ ‘પાસ વિથ ઓનર’ થવાવાળા છે, તો તેમની નીંદર નો સમય પણ યોગ-યુક્ત સ્થિતિમાં ગણવામાં આવે છે. તેમની સ્ટેજ (સ્થિતિ) એવી હશે, જેમ કે પાર્ટ સમાપ્ત કરીને તે પોતે પરમધામ માં છે અને તેમને યોગની જ મહેસૂસતા થશે. જેમ કે ગાયન છે ને કે બ્રહ્મા થી બ્રાહ્મણ બન્યાં. અહીંયા તો બ્રાહ્મણ થી દેવતા બને છે. પરંતુ આ બ્રહ્મા થી બ્રાહ્મણ અર્થાત્ રાત્રે સૂતી વખતે બસ આ જ સંકલ્પ હશે, કે હવે હું પોતાનો પાર્ટ પૂરો કરીને કર્મેન્દ્રિયો થી અલગ થઈને જાઉં છું મારાં પરબ્રહ્મ માં અને જ્યારે અમૃતવેલા ઉઠશે તો મહેસૂસ (અનુભવ) કરશે કે મેં આ આધાર લીધો છે, પાર્ટ નિભાવવાં માટે, એટલે તો બ્રહ્મ થી બ્રાહ્મણ બનીને આવ્યાં છે. અહીંયા થી જઈને તેઓ સીધા દેવતા બનશે. પરંતુ આ હમણાં નાં સમયનાં જ અષ્ટ રત્નોનું ગાયન છે. જેમ સાકારમાં બાપ અને માં સરસ્વતી ને જોયાં - તેમને પહેલો, બીજો નંબર કયાં આધાર પર મળ્યો? તેમની વધારે સમયની કમાણી તો નિંદર ની જ જમા થઈને? ભલે તે સૂતાં પણ હતાં, પરંતુ એવો અનુભવ કરતાં કે નિંદ્રામાં નથી, એનાં બદલે અમે તો જાગી રહ્યાં છીએ અને પછી તેમનો થાક પણ દૂર થઈ જતો હતો કારણ કે જ્યારે આત્મા કમાણી માં જાગૃત હોય છે, તો તેને થાક પણ નથી લાગતો. તો જેમ માં-બાપે નિંદ્રાને યોગમાં બદલી તો તમારે પણ પહેલી કક્ષાનાં મહારથીઓએ આમ જ અનુસરવાનું છે. હવે એવો અનુભવ તો કરો છો ને કે નિંદર ઓછી થતી જાય છે, પરંતુ એવી અવસ્થા બનાવવાની છે. નિંદર ને યોગમાં બદલો અને ફોલો ફાધર કરો (બાપ ને અનુસરો). આખો દિવસ તો તેઓ તમારી જેમ જ સાધારણ હતાં ને? આ છે પહેલી કક્ષાની નિશાની - અષ્ટ રત્નોમાં આવવાવાળા ની. બીજા છે સો વાળા અને પછી ત્રીજા છે ૧૬૧૦૮ માં આવવાવાળા. પરંતુ અહીંયા મહારથી તો બધાં જ છે, ઘોડેસવાર કોઈ નથી. પરંતુ પહેલો, બીજો અને ત્રીજો નંબર હોય છે.
એવી જ રીતે, જેમ કોઈએ કર્મેન્દ્રિયોને હુકમ કર્યો અને તેણે એવું જ કર્યું, તો સમજો કે તે કર્મયોગી છે પરંતુ જે બીજી કક્ષા વાળા હશે, તો તેમને આમાં ક્યારેક-ક્યારેક સફળતા તથા કર્મયોગી ની મહેસૂસતા આવશે અને ક્યારેક-ક્યારેક નહીં અને બાકી ત્રીજી કક્ષાવાળા ને તો તમે જાણી જ શકો છો. તો જ્યારે તમારે પહેલી કક્ષાનાં બનવું છે, તો પહેલાં યાદી બનાવો કે જ્ઞાનયોગ નાં કેટલાં ટાઇટલ્સ છે અને તમે તેમાંથી કેટલાં ધારણ કર્યાં છે. આ ક્લાસ કરાવજો. બ્રહ્માકુમાર તથા બ્રહ્માકુમારીનું ટાઇટલ તો બધાંને મળી ગયું પરંતુ એમાં જ ખુશ નથી થવાનું, પરંતુ બધાં જ ટાઇટલ્સ ને પૂરે-પુરા ધારણ કરવાનાં છે. અચ્છા!
અવ્યક્ત બાપ-દાદા ની વાતો
શું પોતાને બેગમપુરનાં બાદશાહ સમજો છો? બેગર (કંગાળ) ની સાથે બાદશાહ પણ. બેગર બનવાની વાતોમાં બાદશાહ નહીં અને ન તો બાદશાહ બનવાની વાતોમાં બેગર બનવાનું છે. આ જ બુદ્ધિની કમાલ જોઈએ. જેવો સમય, તેવી વાત અને તેવું પોતાનું સ્વરુપ બનાવી લો. એનાં માટે મુખ્ય શક્તિ કઈ જોઈએ? એમાં જોઈએ - નિર્ણયની શક્તિ. જયારે પહેલાં એ જાણો કે યથાર્થ નિર્ણય કરવાનો કયો સમય છે, તો તે પ્રમાણે કયું સ્વરુપ જોઈએ, ત્યારે જ તો વિજયી બની શકશો ને? નિર્ણય શક્તિ પોતાનામાં લાવવાં માટે મુખ્ય પુરુષાર્થ કયો જોઈએ? એનાં માટે મુખ્ય વાત, પોતાની બુદ્ધિની તથા લગન ની સચ્ચાઈ અને સફાઈ જોઈએ. કોઈ પણ ચીજ જેટલી સાફ હોય છે તો તેટલું જ એમાં બધું સ્પષ્ટ દેખાય છે. અર્થાત્ નિર્ણય સહજ થઈ શકે છે, પરંતુ અહીંયા માત્ર સફાઈ જ નહીં, પરંતુ સફાઈ પણ કઈ?- સચ્ચાઈ ની. જેટલી-જેટલી બુદ્ધિની લગનની સ્વચ્છતા અર્થાત્ સચ્ચાઈ અને સફાઈ ધારણ કરી છે તો તેટલી જ નિર્ણય શક્તિ સહજ આવી જશે. શું પોતાનામાં આવી ચેકિંગ કરો છો? યાદમાં રહેવું ખૂબ સહજ છે. યાદનું સાકાર સ્વરુપ નું સુખ લેવા માટે જ તો અહીંયા આવો છો ને? પરંતુ પછી પણ નંબરવાર કયાં આધાર પર હોય છે? આ જ છે સચ્ચાઇ અને સફાઈ અને આનાંથી જ નિર્ણય-શક્તિ શ્રેષ્ઠ થશે. જેટલી નિર્ણય-શક્તિ, તેટલી સફળતા થશે. સચ્ચાઈ અને સફાઈ છે-આ કોઈ મોટી વાત નથી પરંતુ કેટલી પરસન્ટેજ (ટકાવારી) માં છે, આ ચેક કરવાથી નંબર સ્વતઃ નીકળી આવશે. અચ્છા!