Search for a command to run...
9 Feb 1975
આધ્યાત્મિક શક્તિઓ દ્વારા વિશ્વ-પરિવર્તન કેવી રીતે?
9 February 1975 · ગુજરાતી
સ્વયં ને અશરીરી આત્મા અનુભવ કરો છો? આ શરીર દ્વારા જે ઈચ્છો એ જ કર્મ કરાવવા વાળા તમે શક્તિશાળી આત્મા છો-એવો અનુભવ કરો છો? આ શરીર નાં માલિક કર્મેન્દ્રિયો દ્વારા કર્મ કરાવવા વાળા, આ કર્મેન્દ્રિયો થી જ્યારે ઈચ્છો ત્યારે ન્યારા સ્વરુપ ની સ્થિતિ માં સ્થિત થઈ શકો છો? અર્થાત્ રાજયોગ ની સિદ્ધિ - કર્મેન્દ્રિયો નાં રાજા બનવાની શક્તિ પ્રાપ્ત કરી છે? રાજા અથવા માલિક ક્યારેય પણ કોઈ કર્મેન્દ્રિય નાં વશીભૂત ન થઈ શકે. વશીભૂત થવા વાળા ને માલિક નથી કહેવામાં આવતું. વિશ્વનાં માલિક નાં સંતાન હોવાનાં કારણે, જ્યારે બાપ વિશ્વનાં માલિક હોય અને બાળકો પોતાની કર્મેન્દ્રિયો નાં માલિક ન હોય, તો શું કહેશો? માલિક નાં બાળક કહેશો? નામ હોય માસ્ટર સર્વશક્તિવાન્ અને સ્વયં ને માલિક સમજીને ચાલી ન શક્યાં તો શું માસ્ટર સર્વશક્તિવાન્ થયાં? અમે માસ્ટર સર્વશક્તિવાન્ છીએ - એ તો પાકો નિશ્ચય છે ને, કે આ નિશ્ચય પણ હવે થઈ રહ્યો છે? નિશ્ચય માં ક્યારેય પર્સન્ટેજ (ટકાવારી) હોય છે શું? બાપ નાં બાળકો તો છો જ ને? એવું થોડી છે કે ૯૦% છે અને ૧૦% નથી. એવો બાળક ક્યારેય જોયો છે? નિશ્ચય અર્થાત્ ૧૦૦% નિશ્ચય.
આવાં ૧૦૦% નિશ્ચયબુદ્ધિ બાળકો ની પહેલી નિશાની શું હશે? નિશ્ચયબુદ્ધિ ની પહેલી નિશાની છે - વિજયી. કહેવત પણ છે - નિશ્ચયબુદ્ધિ વિજયન્તિ. વિજય મળશે કેવી રીતે? નિશ્ચય થી. તો નિરંતર આ નિશ્ચય ની સ્મૃતિ કે - હું માસ્ટર સર્વશક્તિવાન છું આ સ્મૃતિ રહે છે? સ્મૃતિ વગર સમર્થી થોડી આવશે? વિજયી થવાનો આધાર છે - સ્મૃતિ. જો સ્મૃતિ કમજોર હશે, નિરંતર નહિં હશે અને સ્મૃતિ શક્તિશાળી નહિં હશે તો વિજયી કેવી રીતે થશો? તો પહેલાં આ નિશ્ચય ને સદા સ્મૃતિ-સ્વરુપ બનાવવો પડે છે.
જેમ હરતાં-ફરતાં લૌકિક વ્યવસાય અને લૌકિક સંબંધ સદા સ્મૃતિ માં રહે છે ને? એ જ સ્મૃતિ થી સમર્થી આવે છે કે હું આવાં પરિવાર નો, આવાં વ્યવસાય વાળો છું, એ જ રીતે જે મરજીવા બ્રાહ્મણ જન્મ નો સંબંધ અથવા વ્યવસાય છે તથા પોતાનું સ્વરુપ છે, એ સદા સ્મૃતિ માં રહેવું જોઈએ. સ્મૃતિ કમજોર હોવાનાં કારણે વિજય દેખાતી નથી. વિજય થાય એને ફક્ત જોવામાં સમય નહીં વેડફો, પરંતુ વિજય થવાનું જે ફાઉન્ડેશન (પાયો) છે એને મજબૂત રાખો. કોઈ વિચારે કે માર્ગ નક્કી કરવાનાં પહેલા મંઝિલ (લક્ષસ્થાન) પર પહોંચી જઈએ - એવું થઈ શકે છે? માર્ગ તો જરુર નક્કી કરવો જ પડશે. તો વિજય છે મંઝિલ અને માર્ગ છે નિરન્તર સ્મૃતિ. અત: આ માર્ગ ને નક્કી કરી રહ્યાં છો કે રાહ જુઓ છો કે મંઝિલ દેખાય?
સદૈવ એ વિચારવું જોઈએ કે મળેલી ઈશ્વરીય લોટરી જો પૂરી કામ માં નહીં લગાડીએ તો ખુશી અને શક્તિ નો અનુભવ કેવી રીતે કરશું? કેટલું પણ કોઈ ની પાસે ધન હોય પરંતુ સુખ ની પ્રાપ્તિ ત્યારે થશે જ્યારે તેનો પ્રયોગ કરશે. પ્રયોગ નહીં કરે તો જોવાથી ફક્ત ખુશી જ થશે, પરંતુ એનાથી જે સુખની પ્રાપ્તિ થવી જોઈએ તે અનુભવ નહીં કરી શકે. લોટરી તો મળી પરંતુ એનો પ્રયોગ કરવો અર્થાત્ જીવન માં લાવવું - એનાં વગર સુખ નો, આનંદ નો અથવા વિજયી બનવાની ખુશી નો અનુભવ નહીં કરી શકો.
અનુભવી બનવું જોઈએ ને? અનુભવ જીવન નો મુખ્ય ખજાનો છે. લૌકિક વ્યવહાર માં પણ અનુભવી આત્મા મુખ્ય ગવાય છે. આ ઈશ્વરીય માર્ગ માં પણ અનુભવી આત્મા બનવું જોઈએ. જે બોલ્યાં, એ અનુભવ કર્યો? એવું સમજો તો છો કે હું માસ્ટર સર્વશક્તિવાન્ છુ, પરંતુ શું આનો અનુભવ પણ કર્યો છે? એવું નહીં કે અનુભવ તો થઈ જ જશે, ચાલી તો રહ્યાં છીએ. જ્યાં સુધી કોઈ પણ કાર્ય કરવાની તારીખ નક્કી નથી થઈ જતી ત્યાં સુધી પુરુષાર્થ તીવ્ર નથી થઈ શકતો.
કોઈ પણ લૌકિક અથવા અલૌકિક કાર્ય ની તારીખ નક્કી થયાં પછી ઓટોમેટિકલી (આપોઆપ) કર્મ માં પણ બળ આવી જાય છે. ખબર છે ફલાણી તારીખ સુધી આ કાર્ય સંપન્ન કરવાનું છે. તારીખ ને સ્મૃતિ માં રાખવાથી કર્મ ની સ્પીડ (ઝડપ) પણ એવી ચાલે છે. કાલે પૂરું કરવાનું છે તો સ્પીડ એવી રહેશે? આ જ્ઞાન નું મુખ્ય સ્લોગન (સુવિચાર) જ છે કે અભી નહીં તો કભી નહીં. (હમણાં નહીં તો ક્યારેય નહીં). આની તારીખ આવતીકાલ અથવા તો પરમદિવસ નથી હોતી - આની તારીખ હોય છે હમણાં. કલાક પછી પણ નહીં. એટલે જેટલો નિશ્ચય રાખશો કે આ કરવાનું જ છે - કરશું નહીં - કરવાનું જ છે આ છે દૃઢ સંકલ્પ. દૃઢ સંકલ્પ વગર દૃઢતા નથી આવતી. અને પુરુષાર્થ નો સમય બાકી કેટલો ઓછો છે? વધારે સમય દેખાય છે શું? સમય નું ધ્યાન તો રાખવું જોઈએ ને. એ પણ વિચારો કે પ્રાલબ્ધ કેટલાં સમયની છે? બે યુગ ની પ્રાલબ્ધ છે ને. આ પુરુષાર્થ ની પ્રાલબ્ધ નો સમય કેટલો ઓછો રહ્યો? એ સદા સ્મૃતિ માં રહેવું જોઈએ.
લાંબાકાળ ની પ્રાલબ્ધ પામવાની છે, તો પુરુષાર્થ પણ લાંબાકાળ નો જોઈએ ને. જો છેલ્લા સમયે પુરુષાર્થ કરશો તો પ્રાલબ્ધ પણ છેલ્લે ની જ મળશે. પુરુષાર્થ ફર્સ્ટ (પહેલો) નહીં અને પ્રાલબ્ધ ફર્સ્ટ વાળી જોઈએ? છેલ્લે વધ્યું-ઘટ્યું મળવાથી શું થશે? જેમ પ્રાપ્તિ નું લક્ષ ફર્સ્ટ નું છે, એમ પુરુષાર્થ પણ એવો કરો! કોઈ પણ વાત સામે આવે તો એને એક સાઈટ (દર્શન) અને સીન (દૃશ્ય) સમજો જે રીતે રસ્તા માં ચાલતાં અનેક પ્રકાર ની સાઈટ્સ અને સીન્સ આવે છે, પરંતુ જે મંઝિલ ને પામવા વાળા હોય છે, તેઓ એને જોતાં નથી, એમની બુદ્ધિમાં મંઝિલ ની પ્રાપ્તિ જ હોય છે. તો અહીંયા પણ બુદ્ધિમાં મંઝિલ રાખવાની છે, નહીં કે તે વાતો. જો નાની વાત ને જોવામાં જ સમય વેડફી દેશો તો મંઝિલ પર સમય પર પહોંચી નહીં શકો. તો હવે દૃઢતા લાવવાનો સમય છે. નહીં તો થોડા સમય પછી આ સમય ને પણ યાદ કરવો પડશે કે સમય પર જે કરવાનું હતું, એ ન કર્યુ.
પછી વિચારવાની પહેલાં કેમ નહીં સમય ને પરિવર્તિત કરી દો? વિશ્વ નાં પરિવર્તન નાં નિમિત્ત છો તો જે બાપ નું કાર્ય છે, બાપ ની સાથે પોતાને પણ નિમિત્ત સમજો! વિશ્વમાં સ્વયં પણ છો ને? વિશ્વ ને પરિવર્તિત કરવા વાળાઓએ પહેલા સ્વયં ને પરિવર્તિત કરવાં પડે. સદૈવ એ જ વિચારો કે જ્યારે હું છું જ વિશ્વ ને પરિવર્તન કરવાનાં નિમિત્ત, તો સ્વયં ને પરિવર્તન કરવું, શું મોટી વાત છે? તો તરત જ પરિવર્તન કરવાની શક્તિ આવશે. કેવી રીતે થશે, શું થશે, થશે કે નહીં થશે? આ પ્રશ્ન નહીં ઉઠે.
બીજી વાત એ સ્મૃતિમાં રાખો કે આ વિશ્વ-પરિવર્તન નું કાર્ય કેટલીવાર કર્યું છે? અગણિત વાર કર્યું છે, એ તો પાકું છે ને? બાપ ની સાથે હું પણ અનેકવાર નિમિત્ત બન્યો છું. જ્યારે અનેકવાર ની કરેલી વાત હોય છે તો તે મુશ્કેલ લાગે છે શું? અતિ જૂની વાત ને ફક્ત નિમિત્ત બનીને રિપીટ (પુનરાવર્તન) કરી રહ્યાં છો. રિપીટ કરવું સહેજ હોય છે કે મુશ્કેલ? તો આ પણ સ્મૃતિ માં રહેવું જોઈએ. કોઈ થોડો પણ મુશ્કેલી નો સંકલ્પ આવે તો આ હિમ્મત ની વાત યાદ રાખો. ફરીથી અનેકવાર કરેલી વાત ની સ્મૃતિ આવવાથી સમર્થી આવી જશે.
તો આ વરદાન સદા સ્મૃતિમાં રાખજો કે હું બાપ-સમાન શક્તિઓનું સ્વરુપ દેખાડવા વાળો છું - અર્થાત્ શક્તિ સ્વરુપ છું. સંબંધ રહેવાથી અહીંયા સુધી પહોંચી શકો છો. પરંતુ હવે બાપ નો સ્નેહ, બાપ નાં કાર્ય થી સ્નેહ અને બાપ દ્વારા મળેલા જ્ઞાન થી સ્નેહ - આ ત્રણેય નું બેલેન્સ (સંતુલન) રાખો. હમણાં બેલેન્સ માં બાપ નો સ્નેહ વધારે છે, બાકી બે તરફ હલકી છે. જ્ઞાન થી શક્તિ આવશે. એક-એક વર્શન (મહાવાક્ય) પદમપતિ બનાવવા વાળા છે. એટલું મહત્વ રાખતા એ વર્શન્સ ને ધારણ કરો, તો મહત્વ થી સ્નેહ હોય છે. જ્યાં સુધી મહત્વ ને નથી જાણતાં ત્યાં સુધી સ્નેહ નથી હોતો. મહત્વ ને જાણશો તો જ સ્નેહ ઓટોમેટીકલી રહેશે.
નિશ્ચયબુદ્ધિ વિજયન્તિ છો. અલૌકિક જન્મ થયો, નિશ્ચયબુદ્ધિ થયાં કે હું બાપ નો બાળક છું, તો બાપ નો વારસો એ જ વિજય છે. માસ્ટર સર્વ-શક્તિવાન્ નો વારસો શું હશે? શક્તિઓ. તો બાળક બનવું અર્થાત્ વિજયી બનવું. વિજય નું તિલક સ્વતઃ જ લાગી જાય છે, લગાડવું નથી પડતું અને એ અવિનાશી છે. અધિકારી થઈ ગયાં છો ને? સ્નેહી અને સહયોગી બનવાની તકદીર (ભાગ્ય) સારી છે. પરિવાર નાં પરિવાર એકમત થઇ જાય તો એ પણ તકદીર ની નિશાની છે. પરિવાર નાં સર્વ સાથી પુરુષાર્થ ની રેસ માં એક-બીજા થી આગળ નીકળવાની લગન માં લાગેલાં છે. હિમ્મત થી મદદ સ્વતઃ જ પ્રાપ્ત થાય છે. (વીરચન્દ ને) આ મોહ-જીત પરિવાર છે. આવાં મોહ-જીત પરિવાર કેટલાં બનાવ્યાં છે? લક્ષ શ્રેષ્ઠ રાખેલું છે. હવે આવા પરિવારો નો ગુલદસ્તો બનાવો. જો દસ-અગિયાર આવાં પરિવાર થઈ જાય તો અમદાવાદ નો નંબર આગળ થઈ જશે. ગુજરાત ને, પરિવારો ને ચલાવવાનું વરદાન ડ્રામા અનુસાર મળેલું પણ છે. પરંતુ મોહ-જીત પરિવાર અને સર્વ એક લગન માં શ્રેષ્ઠ પુરુષાર્થ ની લાઈન માં હોય. એવો ગુલદસ્તો બનાવો. અચ્છા.