Search for a command to run...
3 Dec 1978
પાપ અને પુણ્ય ની ગુહ્ય ગતિ
3 December 1978 · ગુજરાતી
આજે બાપદાદા સર્વ બાળકો ને વિશેષ અભ્યાસ ની સ્મૃતિ અપાવી રહ્યાં છે - એક સેકન્ડમાં આ અવાજની દુનિયા થી પરે થઈ અવાજ થી પરે દુનિયાનાં નિવાસી બની શકો છો? જેટલો અવાજ માં આવવાનો અભ્યાસ છે, સંભળાવવાનો અભ્યાસ છે, અવાજ ને ધારણ કરવાનો અભ્યાસ છે તેવો અવાજ થી પરે સ્થિતિમાં સ્થિત થઈ સર્વ પ્રાપ્તિ કરવાનો અભ્યાસ છે? જેમ અવાજ દ્વારા રમણીકતા નો અનુભવ કરો છો, સુખ નો અનુભવ કરો છો એમ જ અવાજ થી પરે અવિનાશી સુખ-સ્વરુપ રમણીક અવસ્થા નો અનુભવ કરો છો? શાંત ની સાથે-સાથે અતિ શાંત અને અતિ રમણીક સ્થિતિ નો અનુભવ છે? સ્મૃતિ ની સ્વીચ ઓન કરી અને એવી સ્થિતિ પર સ્થિત થયાં. એવી રુહાની લિફ્ટ ની ગિફ્ટ પ્રાપ્ત છે? સદા એવરરેડી છો? સેકન્ડ નાં ઈશારા થી એકરસ સ્થિતિમાં સ્થિત થઈ જાઓ, એવું રુહાની લશ્કર તૈયાર છે? કે સ્થિત થવામાં જ સમય ચાલ્યો જશે? હવે એવો સમય આવવાનો છે જે આવાં સત્ય અભ્યાસ ની આગળ અનેકોનાં અયથાર્થ અભ્યાસ સ્વત: જ પ્રત્યક્ષ થઈ જશે. કહેવું નહીં પડે કે તમારો અભ્યાસ અયથાર્થ છે - પરંતુ યથાર્થ અભ્યાસ નાં વાયુમંડળ, વાઈબ્રેશન દ્વારા સ્વયં જ સિદ્ધ થઈ જશે. એવું સંગઠન તૈયાર છે?
હવે સમય અનુસાર અનેક પ્રકાર નાં લોકો ચેકિંગ કરવા આવશે. સંગઠિત રુપ માં જે પડકાર કરો છો કે અમે બધાં બ્રાહ્મણ એક ની યાદ માં એકરસ સ્થિતિ માં સ્થિત થવા વાળા છીએ તો બ્રાહ્મણ સંગઠન ની ચેકિંગ થશે. ઇન્ડિવિજ્યુઅલ (વ્યક્તિગત) કોઈ મોટી વાત નથી પરંતુ આપ સૌ વિશ્વ કલ્યાણકારી, વિશ્વ પરિવર્તક છો. વિશ્વ કલ્યાણકારી સંગઠન વિશ્વ ને પોતાની વૃતિ કે વાઈબ્રેશન દ્વારા કે પોતાની સ્મૃતિ સ્વરુપ ની સમર્થી દ્વારા કેવી રીતે સેવા કરે છે - એની ચેકિંગ કરવા ઘણાં આવશે. આજ ની સાયન્સ (વિજ્ઞાન) દ્વારા સાયલેન્સ (શાંતિ) ની શક્તિ નું નામ રોશન થશે. યોગ દ્વારા શક્તિઓ કઈ અને ક્યાં સુધી ફેલાય છે, એની વિધિ અને ગતિ શું હોય છે, આ બધું પ્રત્યક્ષ દેખાઈ આવશે. એવું સંગઠન તૈયાર છે? સમય પ્રમાણે હવે વ્યર્થ ની વાતો ને છોડી સમર્થી સ્વરુપ બનો. એવાં વિશ્વ સેવાધારી બનો. આટલું મોટું કાર્ય જેના માટે નિમિત્ત બનેલાં છો એને સ્મૃતિ માં રાખો. આટલાં શ્રેષ્ઠ કાર્ય ની આગળ સ્વયંના પુરુષાર્થ માં હલચલ કે સ્વયં ની કમજોરીઓ નો શું અનુભવ થાય છે? પોતાની કમજોરીઓ, આટલાં વિશાળ કાર્ય નાં આગળ શું અનુભવ કરો છો, સારી લાગે છે? કે સ્વયં થી જ શરમ આવે છે? ચૈલેન્જ (પડકાર) અને પ્રેક્ટિકલ સમાન હોવું જોઈએ. નહીં તો પડકાર અને પ્રેક્ટિકલ માં મહાન અંતર હોવાથી સેવાધારી ની જગ્યાએ કયું ટાઈટલ (શીર્ષક) મળી જશે? આવું કરવા વાળી આત્માઓ અનેક આત્માઓને વંચિત કરવાનાં નિમિત્ત બની જાય, પુણ્ય આત્માની જગ્યાએ બોજ વાળી આત્મા બની જાય છે - આ પાપ અને પુણ્ય ની ગહન ગતિ ને જાણો. પાપની ગતિ શ્રેષ્ઠ ભાગ્ય થી વંચિત કરી દે છે. સંકલ્પ દ્વારા પણ પાપ થાય છે. સંકલ્પ નાં પાપ નું પણ પ્રત્યક્ષ ફળ પ્રાપ્ત હોય છે. સંકલ્પ માં સ્વયં ની કમજોરી, કોઈ પણ વિકાર ની - પાપ નાં ખાતામાં જમા થાય જ છે. પરંતુ અન્ય આત્માઓનાં પ્રતિ સંકલ્પ માં પણ કોઈ વિકાર નાં વશીભૂત વૃત્તિ છે તો એ પણ મહાપાપ છે, કોઈ અન્ય આત્માઓનાં પ્રતિ વ્યર્થ બોલ પણ પાપ નાં ખાતામાં જમા થાય છે. એમ જ કર્મ અર્થાત્ સંબંધ અને સંપર્ક દ્વારા કોઈ નાં પ્રતિ શુભ ભાવનાની જગ્યાએ બીજી કોઈ પણ ભાવના છે તો આ પણ પાપ નું ખાતું જમા થાય છે કારણ કે એ પણ દુઃખ આપવું છે. શુભ ભાવના પુણ્ય નું ખાતું વધારે છે. વ્યર્થ ભાવના, ઘૃણા ની ભાવના કે ઈર્ષા ની ભાવના પાપ નું ખાતું વધારે છે એટલે બાપ નાં બાળકો બન્યાં, વારસા નાં અધિકારી બન્યાં અર્થાત્ પુણ્ય આત્મા બન્યાં, આ નિશ્ચય, આ નશો તો બહુ સારો. પરંતુ નશો અને ઈર્ષ્યા મિક્સ નહીં કરતાં. બાપ નાં બન્યાં પછી પ્રાપ્તિ અગણિત છે પરંતુ પુણ્ય આત્મા ની સાથે પાપનો બોજો પણ સો ગુણા નાં હિસાબ થી છે. એટલે એટલાં અલબેલા પણ નહીં બનતાં. બાપ ને જાણ્યાં અને વારસા ને જાણ્યો, બ્રહ્માકુમાર, કુમારી કહેવાયાં એટલે હવે તો પુણ્ય જ પુણ્ય છે, પાપ તો ખતમ થઈ ગયું અથવા સંપૂર્ણ બની ગયાં એવી વાત નહીં વિચારતાં. બ્રહ્માકુમાર જીવન નાં નિયમો ને પણ ધ્યાન માં રાખો. મર્યાદાઓ સદા સામે રાખો. પુણ્ય અને પાપ બંને નું જ્ઞાન બુદ્ધિ માં રાખો. ચેક કરો પુણ્ય આત્મા કહેવાતા મન્સા-વાચા-કર્મણા કોઈ પાપ તો નથી કર્યુ? કયું ખાતું જમા થયું? કોઈ પણ પ્રકારની ચલન દ્વારા બાપ કે નોલેજ (જ્ઞાન) નું નામ બદનામ તો નથી કર્યુ? બાપ ની પાસે તો દરેક નું ખાતું સ્પષ્ટ છે પરંતુ સ્વયં ની આગળ પણ સ્પષ્ટ કરો. સ્વયં પોતાને ચલાવો નહીં અર્થાત્ છેતરશો નહીં - આ તો થાય જ છે, આ તો બધામાં છે! ભલે બધામાં હોય પરંતુ હું સેફ (સલામત) છું, એવી શુભ કામના રાખો ત્યારે વિશ્વ સેવાધારી બની શકશો. સંગઠિત રુપમાં એકમત એકરસ સ્થિતિ નો અનુભવ કરાવી શકશો. હજી સુધી પણ પાપ નું ખાતું જમા હશે તો ચૂક્તું ક્યારે કરશો? અન્ય આત્માઓને પુણ્ય આત્મા બનાવવાનાં નિમિત્ત કેવી રીતે બનશો? એટલે અલબેલા પણામાં પણ પાપ નું ખાતું બનાવવાનું બંધ કરો. સદા પુણ્ય આત્મા ભવનું વરદાન લો. અજ્ઞાની લોકો આ સ્લોગન કહે છે - ખરાબ ન સાંભળો, ન જુઓ, ન વિચારો - હવે બાપ કહે છે વ્યર્થ પણ ન સાંભળો, ન સંભળાવો અને ન વિચારો. સદા શુભ ભાવના થી વિચારો, શુભ બોલ બોલો, વ્યર્થ ને પણ શુભ-ભાવ થી સાંભળો. જેમ સાયન્સ નાં સાધન ખરાબ વસ્તુ ને પરિવર્તન કરી સારી બનાવી દે છે, રુપ પરિવર્તન કરી દે છે તો આપ સદા શુભચિંતક, સર્વ આત્માઓનાં બોલ નાં ભાવ ને પરિવર્તન નથી કરી શકતાં? સદા ભાવ અને ભાવના શ્રેષ્ઠ રાખો તો સદા પુણ્ય આત્મા બની જશો. સ્વયં નું પરિવર્તન કરો ન કે અન્ય નાં પરિવર્તન નું વિચારો. સ્વયં નું પરિવર્તન જ અન્ય નું પરિવર્તન છે. આમાં પહેલાં હું, એમ વિચારો - આ મરજીવા બનવામાં જ મજા છે, આને જ મહાબલી કહેવાય છે. ગભરાઓ નહીં. ખુશી થી મરો - આ મરવું તો જીવવું જ છે, આ જ સાચું જીવદાન છે.
તમારું પહેલું વચન (વાયદો) શું છે? એક બાપ બીજું ન કોઈ અર્થાત્ મરવું. નામ મરવાનું છે પરંતુ બધું જ પામવાનું છે. નિભાવવું મુશ્કેલ લાગે છે શું? છે સહજ, ફકત પરિવર્તન કરતાં નથી આવડતું - ભાવ અને ભાવના નું પરિવર્તન કરતાં નથી આવડતું. વાહ ડ્રામા વાહ! જ્યારે કહો છો તો આ બધું શું થયું. દરેક વાત વાહ-વાહ થઈ ગઈ ને! હાય-હાય ખતમ કરી દો, વાહ-વાહ આવી જાય છે. વાહ બાપ, વાહ ડ્રામા અને વાહ મારો પાર્ટ. આ જ સ્મૃતિમાં રહો તો વિશ્વ વાહ-વાહ કરશે. મુશ્કેલ ત્યારે લાગે છે જ્યારે બાપ નાં સાથ ને ભૂલી જાઓ છો - બાપને સાથી બનાવી ને મુશ્કેલ ને સહજ કરી શકો છો. એકલા હોવાથી બોજ અનુભવ કરો છો. તો આવી રીતે સાથી બનાવી ને મુશ્કેલ ને સહજ બનાવો. અચ્છા.
સદા સહયોગી, સ્વયં નાં પરિવર્તન દ્વારા વિશ્વ પરિવર્તન કરવાવાળા, દરેક સંકલ્પ અને દર સેકન્ડમાં પુણ્ય નું ખાતું જમા કરવાવાળા, પોતાની સમર્થી દ્વારા વિશ્વ ને સમર્થ બનાવવા વાળા, એવાં મહાન, સદા શ્રેષ્ઠ પુણ્યાત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર નમસ્તે.
પાર્ટીઓ થી મુલાકાત:-
૧. સદા બાપ દ્વારા મળેલો મહામંત્ર યાદ રહે છે? કેટલો સહજ છે મંત્ર. આ જ મંત્ર થી સર્વ દુઃખો થી પાર થઈ સુખ નાં સાગર બાપ સમાન બની જાઓ છો. કોઈ પણ પ્રકાર નું દુઃખ આવે છે તો મંત્ર લીધો અને દુઃખ ગયું. હવે દુઃખ ની લહેર પણ નથી આવી શકતી. સ્વપ્ન માં પણ, જરા પણ દુ:ખ નો અનુભવ ન થાય, તન બીમાર થઈ જાય, ધન ઉપર નીચે થઈ જાય, કાંઈ પણ થાય પરંતુ દુઃખ ની લહેર અંદર આવવી ન જોઈએ. લહેર પાર કરી ચાલી જાય. સાગર માં ક્યારે નહાયાં છો? લહેર આવે છે તો જમ્પ (છલાંગ) મારી પાર કરી જાઓ છો. જો રીત આવડે છે તો એમાં નહાવાનું સુખ લે છે, નહીં તો ડૂબી જાય. તો લહેરો માં લહેરાતા આવડે છે કે ડુબી જાઓ છો? સાગર નાં બાળકો ડૂબી તો નથી શકતાં. લહેર ને પાર કરો જેમ કે ખેલ કરી રહ્યાં છો. દુઃખનાં દિવસો સમાપ્ત થઈ ગયાં.
૨. વિજયી ભવ નાં વરદાન થી માયાને વિદાઈ
બાપદાદા દ્વારા સદા વિજયી ભવ નું વરદાન પ્રાપ્ત થયું છે? જ્યારે અલૌકિક જન્મ લીધો તો સૌગાત (ભેટ) કે જન્મનું વરદાન બાપે “વિજયી ભવ” નું આપ્યું. જ્યારે આ વરદાન યાદ રહે છે તો માયા વિદાઈ લઈ લે છે. માયા મૂર્છિત (બેભાન) બની જાય છે, સામનો નથી કરી શકતી. જેમ વાઘ ની આગળ બકરી શું કરશે? જોતાં જ મૂર્છિત થઇ જશે ને. તો જ્યારે આ વરદાન સ્મૃતિ માં રહે તો માયા સામનો નથી કરી શકતી. માયા નું રાજ્ય તો હવે સમાપ્ત થવાનું છે, આ તો ફકત જેમ કોઈને હઠ (જિદ્દ) થી આગળ કરાય છે તેમ થોડોક શ્વાસ હોવાથી માયા પોતાની હઠ દેખાડી રહી છે. માયા શક્તિશાળી નથી. અને આપ સૌ છો માસ્ટર સર્વશક્તિમાન્. માસ્ટર સર્વશક્તિમાન્ ની આગળ શક્તિહીન માયા શું કરી શકશે? જેમ કલ્પ પહેલાં પણ કહ્યું આ બધાં મરેલા છે, એમ જ આ માયા પણ મરેલી છે, જીવીત નથી, ફકત નિમિત્ત માત્ર વિજયી બનવાનું છે.
૩. વિજયપણા નાં નશા થી સર્વ આકર્ષણો થી પરે
સદા પોતાને રુહાની શસ્ત્રધારી શક્તિ સેના કે પાંડવ સેના સમજો છો? તો સેના ને કે યોદ્ધાઓ ને સદૈવ શું યાદ રહે છે? વિજય. તો સદૈવ વિજય નો ઝંડો પોતાનાં મસ્તક પર લહેરાયેલો અનુભવ કરો છો? સદા વિજય નો ઝંડો લહેરાવવા વાળા વિજયી રત્ન છો ને? એવાં વિજયી રત્ન નું યાદગાર બાપ નાં ગળા નો હાર આજ સુધી પૂજાય છે. દરેક ને આ નશો રહેવો જ જોઈએ કે હું ગળાનો હાર છું. વિજય ની નિશાની સદા હર્ષિત હશે. કોઈ પણ પ્રકાર નાં આકર્ષણ થી પરે હશે. કાંઈ પણ થઈ જાય પરંતુ બાપ જેવું આકર્ષણ સ્વરુપ કોઈ છે શું? તો સૌથી સુંદર કોણ? શિવબાબા છે ને. તો સદૈવ બાપ ની યાદ રહે, એ જ આકર્ષણ માં આકર્ષિત રહો પછી કોઈ આકર્ષણ આકર્ષિત નહીં કરી શકે. જો કોઈ પણ તમને પોતાનું રાજય ભાગ્ય આપવા આવે તો લેશો? (ના) કેમ? કારણ કે આજકાલ નાં પ્રેસિડન્ટ (રાષ્ટ્રપતિ) ની ખુરશી પણ કાંટા ની ખુરશી છે. તાજતખ્ત છોડીને કાંટા ની ખુરશી કોણ લેશે! આજે છે કાલે નથી. સદા આ નશા માં રહો કે અમને જે મળ્યું છે એ કોઈને મળી નથી શકતું. હમણાં આ પ્રેસિડન્ટ ઇચ્છે તો સ્વર્ગ માં આવશે? જ્યાં સુધી બાપ નાં ન બને ત્યાં સુધી સ્વર્ગમાં આવી ન શકે. અહીંયા જ રહી જશે. અમે સ્વર્ગમાં જઈશું, એવો નશો અને ખુશી રહે - અમે વિશ્વનાં માલિક નાં બાળક છે. સદા ભાગ્ય નો સુહાગ પ્રાપ્ત છે - તો સદા સુહાગિન થઈ ગયાં ને.
૪. ચાલતાં-ફરતાં ચૈતન્ય આકર્ષક કરવા વાળું બોર્ડ - “ખુશી નો ચહેરો”
જે ભાગ્યશાળી હોય છે તે સદા ખુશ-આબાદ હોય છે. જે પણ જુએ તે ખુશી નો ખજાનો જોતાં ખજાના ની તરફ આકર્ષિત થઈ જાય, આમ પણ જુઓ કોઈ અમૂલ્ય વસ્તુ રાખી હોય તો ન ઇચ્છતાં પણ સૌ આકર્ષિત થાય છે, તો જેમની પાસે ખુશીનો ખજાનો છે, તો એમની પાછળ તો સ્વત:જ સર્વ આકર્ષિત થશે. ખુશી નો ચહેરો ચાલતાં-ફરતાં ચૈતન્ય આકર્ષિત કરવા વાળું બોર્ડ છે. જ્યાં જશે બાપ નો પરિચય આપશે. ખુશી નો ચહેરો જોશે તો બનાવવા વાળા ની યાદ જરુર આવશે જ્યારે એક બોર્ડ આટલાં ઓ ને પરિચય આપી શકે તો તમે આટલાં ચૈતન્ય બોર્ડ કેટલા ને પરિચય આપતાં હશો? એટલાં આકર્ષણ કરવા વાળા બોર્ડ તૈયાર થઈ જાય તો હજી વધારે જગ્યા મોટી કરવી પડશે.
૫. બાપ-દાદા નો સર્વશ્રેષ્ઠ શૃંગાર - સંતુષ્ટમણી
જે સંતુષ્ટ મણિઓ છે એ જ બાપ નાં શ્રેષ્ઠ શૃંગાર છે. જે સદા સંતુષ્ટ રહે છે એને સંતુષ્ટમણી કહેવાય છે. સદા સંતુષ્ટતા ની ઝલક મસ્તક થી ચમકતી રહે, એવાં જ સાક્ષાત્-મૂર્ત બની શકે છે. બાપદાદા દરેક રત્ન ને પોતાનો શૃંગાર સમજે છે. પોતાને એવાં શ્રેષ્ઠ શૃંગાર સમજીને સદા ખુશનસીબ રહો છો? આવું નસીબ કે આવી તકદીર આખાં કલ્પ માં પણ કોઈની નથી હોઈ શકતી. ભાગ્યવાન તો સદા ખુશી માં નાચતાં રહેશે. બાપદાદા ને જેટલી ખુશી થાય છે એનાથી વધારે બાળકો ને થવી જોઈએ, ભટકતાઓ ને ઠેકાણું મળી જાય કે તરસ્યા ની તરસ છીપાય જાય તો તે ખુશીમાં નાચશે ને. એવી ખુશી માં રહો જે કોઈ ઉદાસ તમને જુએ તો એ પણ ખુશ થઇ જાય, એની ઉદાસી સમાપ્ત થાય.
૬. વિશેષ આત્માઓનું વિશેષ કર્તવ્ય - “દરેક કર્મ પર અટેંશન (ધ્યાન)”
જે કર્મ હું કરીશ મને જોઈ બધાં કરશે એવું અટેંશન દરેક કર્મ પર રાખવું એ જ વિશેષ આત્માઓનું કર્તવ્ય છે. દરેક કર્મ એવું હોય જે બધાં જોઈને “વન્સ મોર” (ફરી એકવાર) કરે. જેમ ડ્રામા માં જે વિશેષ પાર્ટ ધારી હોય, જેને હીરો પાર્ટધારી કહે છે એમનું પોતાની ઉપર કેટલું અટેન્શન રહે છે, દરેક કદમ સમજી-વિચારી ને ઉઠાવશે, કારણ કે બધાની નજર હીરો પર હોય છે. તો એટલું અટેન્શન રાખીને ચાલો.