સંતુષ્ટતા થી પ્રસન્નતા અને પ્રશંસા ની પ્રાપ્તિ
આજે બાપદાદા પોતાનાં વિશ્વ માં ચમકવા વાળી મણિઓ ને જોઈ રહ્યાં છે. દરેક મણિ ની પોત-પોતાની ચમક છે. દરેક મણિ પોતાનાં દ્વારા બાપ નાં ગુણો અને કર્તવ્ય ને નંબરવાર પ્રત્યક્ષ કરી રહી છે. દરેક મણિ દ્વારા બાપદાદા દેખાઈ આવે છે. આ વિચિત્ર રંગત ને ભક્તોએ “જ્યાં જુએ ત્યાં તું જ તું” કહી દીધું છે. મહારથી માં પણ બાપદાદા દેખાઈ આવશે અને લાસ્ટ સો ફાસ્ટ (છેલ્લાં તે પહેલાં) માં પણ બાપદાદા જ દેખાઈ આવશે. દરેક નાં મુખ થી એક જ બાબા-બાબા શબ્દ નું ગીત સંભળાય છે. સર્વ બ્રાહ્મણ આત્માઓનાં નયનો માં એક બાપ, નૂર નાં સમાન સમાયેલાં છે - એટલે બ્રાહ્મણ સંસાર માં જ્યાં જુઓ ત્યાં તું જ તું નો પ્રેક્ટિકલ અનુભવ થાય છે. આ અનુભવ ને ભક્તો એ સર્વવ્યાપી શબ્દો માં કહ્યું છે - બાળકો ને વર્તમાન સમય નો અનુભવ પરમધામ નિવાસી બાપ છે અથવા દરેક સંકલ્પ અને કર્મ માં સદા સાથી બાપ અનુભવ થાય છે! શું અનુભવ થાય છે સાક્ષી કે સાથી? સર્વ નાં સાથી છે તો સર્વવ્યાપી ન થયાં? ભક્તોએ શબ્દ કોપી (નકલ) કર્યો છે, પરંતુ ક્યારે અને કેવી રીતે નો ભાવાર્થ ભૂલી જવાનાં કારણે ગાયન બદલી ગ્લાનિ થઈ ગઈ.
બાપદાદા સર્વ બાળકો નાં વર્તમાન સ્વરુપ થી ધારણા સ્વરુપ ને જોતાં વિશેષ એક વાત જોઈ રહ્યાં છે. કઈ? બધાં બાળકો માંથી સદા સંતુષ્ટ મણિઓ કેટલી છે. સૌથી વિશેષ ગુણ, જે ચહેરા થી ચમકે તે સંતુષ્ટતા છે. સંતુષ્ટતા ત્રણેય પ્રકારની જોઈએ. એક બાપ થી સંતુષ્ટ. બીજું સદા પોતાનાં થી સંતુષ્ટ. ત્રીજું સર્વ સંબંધ અને સંપર્ક થી સંતુષ્ટ. આમાં ચૈતન્ય આત્માઓ અને પ્રકૃતિ બંને આવી જાય છે. સંતુષ્ટતા ની નિશાની પ્રત્યક્ષ રુપમાં પ્રસન્નતા દેખાઈ આવશે. સદા પ્રસન્નચિત. આ પ્રસન્નતા નાં આધાર પર પ્રત્યક્ષ ફળ એવી આત્માની સદા સ્વતઃ જ સર્વ થી પ્રસન્નતા થશે. વિશેષતા છે સંતુષ્ટતા, એની નિશાની પ્રસન્નતા, એનું પ્રત્યક્ષ ફળ પ્રસંશા. હવે સ્વયં પોતાને જુઓ. પ્રસંશા ને પ્રસન્નતા થી જ પ્રાપ્ત કરી શકો છો. જો સદા સ્વયં સંતુષ્ટ કે પ્રસન્ન રહે છે, એની પ્રસંશા દરેક અવશ્ય કરે છે. ચાલતાં-ચાલતાં પુરુષાર્થી જીવનમાં સમસ્યાઓ કે પરિસ્થિતિઓ તો ડ્રામા અનુસાર આવવાની જ છે. જન્મ લેતાં જ આગળ વધવાનું લક્ષ રાખવું અર્થાત્ પરીક્ષાઓ અને સમસ્યાઓનું આહવાન કરવું. પોતાનાં કરેલાં આવાહન ને ભૂલી જાઓ છો! જ્યારે રસ્તો નિશ્ચિત કરવો છે તો રસ્તા નાં દૃશ્ય ન હોય એ થઈ શકે? દૃશ્ય ને જોતાં થોભી જાઓ છો એટલે મંઝિલ દૂર અનુભવ કરો છો. દૃશ્યો ને જોતાં પાર કરતાં જવાનું છે. પરંતુ દૃશ્ય ને જોઈ આ કેમ, આ શું, આ આમ નહીં - આ તેમ નહીં આ વાતો માં અટકી જાઓ છો. દરેક દૃશ્ય નો સુધારો કરવા લાગી જાઓ છો. પાર કરવાની જગ્યાએ સુધારો કરવામાં વ્યસ્ત થઈ જાઓ છો. એટલે બાપ ની યાદ નું કનેક્શન (જોડાણ) ઢીલું કરી દો છો, મનોરંજન નાં બદલે મન ને મૂરઝાવી દો છો. વાહ દૃશ્ય વાહ. વાહ-વાહ ની બદલે અઈ બહુ કહો છો. અઈ અર્થાત્ આશ્ચર્યજનક એટલે ચાલતાં-ચાલતાં અટકી જાઓ છો. થાકવાનાં કારણે ક્યારેક બાપ થી મીઠી-મીઠી ફરિયાદ કરતાં રોયલ રુપ માં બાપ થી પણ અસંતુષ્ટ થઈ જાઓ છો. ઘણાં બાળકો કહે છે આટલું પહેલાં કેમ નહીં કહ્યું! સહજ માર્ગ કહ્યો, સહન માર્ગ તો કહ્યો નહીં. સહજ માર્ગ નાં બદલે સહન કરવાનો માર્ગ અનુભવ કરે છે. પરંતુ સહન કરવું જ આગળ વધવું છે. હકીકત માં સહન કરવાનું નથી હોતું પરંતુ પોતાની કમજોરી નાં કારણે સહન અનુભવ થાય છે. જેમ આગ નો ગુણ છે બાળવું પરંતુ એનાં ગુણ નું જ્ઞાન ન હોવાનાં કારણે એનો લાભ લેવાનાં બદલે નુકસાન કરી દે છે તો સુખ નાં બદલે સહન કરવું પડે છે, કારણ કે વસ્તુ નાં બદલે સ્વયં ને જ બાળી દે છે. ગુણ નું જ્ઞાન ન હોવાનાં કારણે સુખનાં બદલે સહન કરવું પડે છે. એમ સમસ્યાઓ કે પરિસ્થિતિ આવવાનું કારણ, એનું જ્ઞાન ન હોવાનાં કારણે આગળ વધવાનાં સુખ નાં અનુભવ નાં બદલે સહન કરવાનો અનુભવ કરે છે. એટલે સહજ માર્ગ નાં બદલે સહન કરવાનો માર્ગ અનુભવ કરે છે. એવાં બાળકો બાપ થી અર્થાત્ બાપ નાં જ્ઞાન થી કે જ્ઞાન ની ધારણા માર્ગ થી અસંતુષ્ટ રહે છે. સાથે-સાથે સ્વયં થી પણ અસંતુષ્ટ રહે છે. સ્વયં થી અસંતુષ્ટ તો સર્વ નાં સંબંધ અને સંપર્ક થી પણ અસંતુષ્ટ. આ કારણે પ્રસન્ન અર્થાત્ સદા ખુશી નથી રહેતી. હમણાં-હમણાં સંતુષ્ટ અર્થાત્ પ્રસન્નચિત. હમણાં-હમણાં અસંતુષ્ટ. એટલે સંગમયુગ નો વિશેષ ખજાનો અતીન્દ્રિય સુખનો અનુભવ નથી કરી શકતાં.
તો આજ થી સદા સંતુષ્ટ અને પ્રસન્નતા નું વિશેષ વરદાન સ્વયં પણ લો અને બીજાઓને પણ આપો. એમ જ બાપની કે સ્વયં પોતાની પ્રસંશા કરી શકશો. પ્રશંસા નું શ્રેષ્ઠ સાધન પણ દરેક બ્રાહ્મણ ની પ્રસન્નતા છે. કોઈ પણ કાર્યની પ્રશંસા સર્વની પ્રસન્નતા પર આધાર રાખે છે. આ યજ્ઞની અંતિમ આહુતી સર્વ બ્રાહ્મણો ની સદા પ્રસન્નતા. પ્રત્યક્ષતા અર્થાત્ પ્રસંશા નો અવાજ ગુંજશે અર્થાત્ વિજય નો ઝંડો લહેરાશે. સમજ્યાં, હવે શું કરવાનું છે? સદા પ્રસન્ન રહો અને સદા સર્વ ને પ્રસન્ન કરો. અચ્છા.
એવાં સદા બાપ નાં આજ્ઞાકારી સદા સંતુષ્ટ અને પ્રસન્ન રહેવા વાળા, સર્વ ને સદા પ્રસન્નતા નું વરદાન આપવા વાળા મહાદાની, વરદાની બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે!
બોમ્બે નિવાસીઓ ને વિશેષ રુપ થી બાપદાદા યાદ-પ્યાર આપી રહ્યાં છે. બોમ્બે નિવાસીઓમાં હિંમત અને ઉમંગ બહુ સારો છે. બોમ્બે નિવાસીઓ ને જોઈ બાપ ની સાથે પ્રકૃતિ એ પણ સ્વાગત કર્યું છે (કારણ કે ઠંડી બહુ થઈ ગઈ છે) પ્રકૃતિએ અભ્યાસ કરાવ્યો છે. અંત માં આવવા વાળા પેપર નો પહેલાથી જ અનુભવ કરાવી ને પાક્કાં મજબૂત બનાવ્યાં છે એટલે ગભરતાં નહીં. બોમ્બે નિવાસીઓનો બાપ થી પ્રેમ છે ને. બાપદાદા નો પણ બાળકો થી વિશેષ પ્રેમ છે. બોમ્બે નિવાસી હવે સદા સંતુષ્ટતા અને પ્રસન્નતા નું પેપર નંબરવન માં પાસ કરશે, બહુ સારું છે, આપ સાથ છોડો તો પણ બાપદાદા નહીં છોડશે. વિશેષ બોમ્બે અને દિલ્લી માં આદિ રત્ન વધારે છે વિશ્વ સેવા ની સ્થાપના નાં કાર્ય માં બોમ્બે અને દિલ્લી નો વિશેષ સહયોગ છે. સમય પર સહયોગી બનવા વાળાઓનું મહત્વ હોય છે, એટલે સહયોગી બાળકો થી બાપ નો પણ સ્નેહ છે. અચ્છા.
પાર્ટીઓ થી:- સદા “વિજયી ભવ” નાં વરદાની મૂર્ત છો? વરદાતાએ જે વરદાન આપ્યું એ જ વરદાન ને સદા જીવનમાં લાવવું એ દરેકનું પોતાનું કામ છે. આ વરદાન ને જીવનમાં સમાવવું અર્થાત્ વરદાની સ્વરુપ બનવું. એવા બન્યાં છો? મહાવીર ને પણ વરદાની કહે છે અને શક્તિઓને પણ વરદાની કહે છે. હમણાં તમારા જડ ચિત્રો દ્વારા અનેક ભક્ત વરદાન પ્રાપ્ત કરી લે છે તો ચૈતન્યમાં તો વરદાનો થી ઝોલી ભરવા વાળા છો ને? મહાવીર છો ને? મહાવીર અર્થાત્ સદા વિજયી. જ્યારે અવિનાશી બાપ છે તો વરદાન પણ અવિનાશી છે. અલ્પકાળ નાં માટે નથી. ફકત સંભાળવાનું તમારું કામ છે, આપવાનું બાપનું કામ છે. સંભાળતાં આવડે છે ને, કે ચોરી થઈ જાય છે? ફકત એક વાત યાદ રાખો કે લેવતા નથી પરંતુ દાતા છું. હવે લેવાનાં દિવસ સમાપ્ત થઈ ગયાં - હવે દાતાં બની આપવાનો સમય છે. માંગવાનું બાળપણ માં હોય છે, વાનપ્રસ્થી કહે નાનું રમકડું આપી દો - એ સારું લાગશે? થોડી શક્તિ આપી દો, થોડી મદદ કરો - આ રમકડા માંગો છો. હવે સ્વયં તૃપ્ત આત્મા બનો. દાતા નાં બાળકો અને માંગો છો તો જોવા વાળા શું કહેશે? સફળતા નું સાધન છે સ્વયં સદા સફળતા મૂર્ત બનો. સ્વયં ની વૃત્તિ વાઈબ્રેશન ફેલાવે છે અને વાઈબ્રેશન નાં આધાર પર સર્વ ને અનુભૂતિ થશે. એટલે કાર્ય કરવાની પહેલાં વિશેષ સ્વયં ની વૃતિ નાં અટેન્શન (ધ્યાન) ની ભઠ્ઠી જોઈએ. આનાંથી જ વાઈબ્રેશન દ્વારા અનેકો ની વૃત્તિ નું પરિવર્તન કરી શકશો. પહેલાં આ અટેન્શન રાખજો - સદા ખુશી નાં ઝુલા માં ઝુલતાં રહો. હર્ષિત મુખ અનેકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.
કુમારીઓ ને જોતાં:- કુમારીઓ પર બહુ મોટી જવાબદારી છે. એક અનેકો નાં કલ્યાણ પ્રતિ નિમિત્ત બની શકે છે. બ્રહ્માકુમારી એ જે વિશ્વ નાં કલ્યાણ નાં નિમિત્ત બને. બેહદ વિશ્વ નાં કલ્યાણકારી, ન કે હદ નાં. લગન માં કમી છે તો વિઘ્ન પોતાનું કામ કરશે. જો આગ તેજ છે તો કીચડો ભસ્મ થઈ જશે. લગન છે તો વિઘ્ન ન રહી શકે, કર્મયોગ થી કર્મભોગ પણ પરિવર્તન થઈ જાય છે, પરિવર્તન કરવું પોતાની હિંમતનું કામ છે. કુમારીઓમાં તો સદૈવ બાપદાદા ની ઉમ્મીદ છે. અચ્છા.
