Search for a command to run...
1 Dec 1978
સર્વ ખજાનાઓની ચાવી - એકનામી બનવું
1 December 1978 · ગુજરાતી
બાપદાદા સદા બાળકોની તકદીરને જોઈને હર્ષિત થાય છે. વાહ તકદીર વાહ! એવી શ્રેષ્ઠ તકદીર જે બાપને પણ પોતાનાં સ્નેહ સંબંધ થી નિરાકાર થી સાકાર બનાવી લે છે. અવાજ થી પરે બાપ ને અવાજ માં લાવે. સ્વયં ભગવાન ને જેમ ઇચ્છે તેવાં સ્વરુપ માં લાવી ને માલિક ને સેવાધારી બનાવી લે છે. બાપ નાં સર્વ ખજાનાઓ નાં અધિકારી બનવાની કે બાપ ને સ્વયં પર સમર્પણ કરાવવાની ચાવી બાળકો નાં હાથમાં છે. જેનાં હાથમાં આવી ચાવી હોય એનાંથી શ્રેષ્ઠ બીજું કોઈ હોઈ શકે છે? આવી ચાવી સંભાળવા વાળા નોલેજ ફુલ અને સેન્સિબલ બન્યાં છો? ચાવી તો બાપે આપી દીધી, જે ચાવી દ્વારા જે ઈચ્છો એ સેકન્ડમાં પ્રાપ્ત કરી શકો છો. જ્યારે રચયિતા જ સેવાધારી બની ગયાં તો સર્વ રચના આપ શ્રેષ્ઠ આત્માઓ ની આગળ સેવા માટે બંધાયેલી છે. જ્યારે આસુરી રાવણ પોતાની સાયન્સની શક્તિ થી પ્રકૃતિ અર્થાત્ તત્વો ને આજે પણ પોતાનાં વશ માં રાખી રહ્યાં છે તો આપ ઈશ્વરીય સંતાન માસ્ટર રચતા, માસ્ટર સર્વશક્તિમાન ની આગળ આ પ્રકૃતિ અને પરિસ્થિતિ દાસી નથી બની શકતી! પોતાની સાયલેન્સ ની શક્તિ ને સારી રીતે જાણો છો? કે અનેક શક્તિઓ મળવાનાં કારણે એનું મહત્વ ભૂલી જાઓ છો? જ્યારે સાયન્સ ની અણુ શક્તિ મહાન કર્તવ્ય કરી શકે છે તો આત્મિક શક્તિ, પરમાત્મ-શક્તિ શું ન કરી શકે છે? એનો અનુભવ હજી ખૂબ ઓછો અને ક્યારેક-ક્યારેક કરો છો. પરમાત્મ-શક્તિ ને પોતાની બનાવી શકો, રુપ પરિવર્તન કરી શકો તો પ્રકૃતિ અને પરિસ્થિતિ નાં રુપ અને ગુણ પરિવર્તન નથી કરી શકતાં? તમોગુણી પ્રકૃતિ ને સ્વયં ની સતોગુણી સ્થિતિ થી પરિવર્તન નથી કરી શકતાં? પરિસ્થિતિ પર સ્વ-સ્થિતિ થી વિજય નથી પામી શકતાં? એવાં માસ્ટર રચતા શક્તિશાળી બન્યાં છો?
બાપદાદા બાળકોની શ્રેષ્ઠ પ્રાપ્તિ ને જોઈ એ જ કહે છે કે એક-એક બાળક એવી શ્રેષ્ઠ આત્મા છે જે એક બાળક પણ ખુબ કમાલ કરી શકે છે! તો આટલાં શું કરશે? ચાવી તો બહુ સરસ મળી છે, લગાવવા વાળા લગાવતાં નથી. બધાને ચાવી મળી છે, ન કે કોઈ કોઈને. નવાં-જૂના નાના-મોટા બધાં અધિકારી છે જેમ આજ-કાલ ની દુનિયામાં પણ સ્વાગત અથવા કોઈ મહેમાન નું રિસેપ્શન કરે છે તો સીટી (રુમ) ની ચાવી આપે છે ને. બાપદાદાએ પણ દરેક બાળક નાં રિસેપ્શન માં બાળકો ને સ્વયં ની અને ખજાનાઓ ની ચાવી આવતાની સાથે જ આપી દીધી છે. એવી જાદુ ની ચાવી જેનાથી જે શક્તિનું આહવાન કરો તે શક્તિ સ્વરુપ બની શકો છો. એક સેકન્ડ માં આ જાદુ ની ચાવી દ્વારા જે લોક માં જવા ઈચ્છો એ લોક નાં વાસી બની શકો છો. જે કાળ ને જાણવા ઇચ્છો એ કાળ ને જાણવા વાળા રુહાની જ્યોતિષ બની શકો છો. સંકલ્પ શક્તિ ને જે ગતિ થી જે માર્ગ પર લઈ જવા ઇચ્છો એ જ રીતે સંકલ્પ શક્તિ નાં અધિકારી બની શકો છો. તો આવી ચાવી કામમાં કેમ નથી લગાવતાં? મહત્વ ને નથી જાણ્યું છે શું? કિનારે રાખવાનાં સંસ્કાર ઈમર્જ (જાગૃત) થઈ જાય છે. સારી વસ્તુ ને સંભાળીને કિનારે રાખો છો ને કે સમય પર કામ માં લાવશું, પરંતુ આ ચાવી દરેક સમયે કાર્યમાં લાવો. ચાવી લગાવો અને ખજાનો લો. આમાં ઈકોનોમી (કરકસર) નહીં કરો પરંતુ એકનામી બનો. એકનામી બનવું જ ચાવી ને લગાવવાની રીત છે. તો આ કરતાં નથી આવડતું? આજકાલ તો ચાવી સાથે રાખવાની ફેશન છે. ભેટ માં પણ કિચેન આપે છે. આ સંભાળવું મુશ્કેલ લાગે છે શું? કોઈ પણ કર્મ શરુ કરતાં પહેલાં જેવું કર્મ એવી શક્તિ નું આહવાન આ ચાવી દ્વારા કરો, તો દરેક શક્તિ આપ માસ્ટર રચતા ની સેવાધારી બની સેવા કરશે. આહવાન નથી કરતા પરતું કર્મ ની હલચલ માં આહવાન નાં બદલે આવાગમન નાં ચક્ર માં આવી જાઓ છો. સારું-ખોટું, સફળતા-અસફળતા આ આવાગમન ના ચક્રમાં આવી જાઓ છો. આહવાન કરો અર્થાત્ માલિક બની ઓર્ડર કરો. આ સર્વ શક્તિઓ તમારી ભુજાઓ સમાન છે, તમારી ભૂજાઓ તમારા ઓર્ડર (આદેશ) વગર કાંઈ કરી શકે છે? ઓર્ડર કરો સહન શક્તિ કાર્ય સફળ કરો તો જુઓ સફળતા સદા થયેલી છે. ઓર્ડર નથી કરતાં પરંતુ શું કરો છો? જાણો છો? ઓર્ડર નાં બદલે ડરો છો - કેવી રીતે સહન થશે કેવી રીતે સામનો કરી શકશું! કરી શકશું કે નહીં કરી શકશું. આ પ્રકારનો ડર ઓર્ડર નથી કરી શકતો. હવે શું કરશો? ડરશો કે ઓર્ડર કરશો? મહાકાળ નાં બાળકો પણ ડરે તો બીજું કોણ નિર્ભય હશે? દરેક વાત માં નિર્ભય બનો. અલબેલા અને આળસ પણામાં નિર્ભય નહીં બનતાં. માયાજીત બનવામાં નિર્ભય બનો. તો સાંભળ્યું જાદુ ની ચાવી. ભેટ ને સંભાળતા શીખો અને સદા કાર્ય માં લગાવો. અચ્છા.
આવાં શ્રેષ્ઠ તકદીરવાન રુહાની શક્તિ સ્વરુપ માસ્ટર રચતા, પ્રકૃતિ અને પરિસ્થિતિઓનાં અધિકાર થી વિજય પામવા વાળા, સદા વિજયી બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
દીદીજી થી વાતચીત:- સંગમયુગ નાં રાજાઓનો સાક્ષાત્કાર થાય છે? રાજ્યવંશ અહીંયા થી જ આરંભ થાય છે. હમણાં રાજા અને પ્રજા બંને નાં જ સંસ્કાર પ્રત્યક્ષ રુપમાં દેખાઈ રહ્યાં છે? પ્રજા અર્થાત્ સદા દરેક વાતમાં અધીનતા નાં સંસ્કાર. એમને કેટલું પણ અધિકારી-પણા ની અવસ્થા નું તખ્ત આપો પરંતુ તખ્તનશીન બની નથી શકતાં. સદા નિર્બળ અને કમજોર આત્મા દેખાઈ આવશે. સ્વયંની હિંમત નહીં હશે પરંતુ બીજા ની હિંમત અને સહયોગ થી કાર્ય સફળ કરી શકે છે. સહયોગ અલગ વસ્તુ છે અને હિંમત વધારવા માટે સહયોગ અલગ વસ્તુ છે. હિંમત આપશો તો કરી શકશે. આ અધિકારીપણા ની નિશાની નથી. હિંમત રાખવાથી સહયોગ નાં પાત્ર સ્વતઃ જ બનશે. તો એટલે પૂછ્યું કે રાજ્યવંશ દેખાઈ રહ્યો છે? જ્યારે હમણાનો રાજ્યવંશ પ્રત્યક્ષ હોય ત્યારે પ્રત્યક્ષતા થાય. કેટલાં પ્રત્યક્ષ થયાં છે? કેટલાં રાજા, કેટલી રાણીઓ બની છે? રાજા અને રાણી માં પણ ફરક હશે - એક અને બે નું અંતર તો હશે. હવે આનાં પર રુહ-રુહાન કરજો. રાજા ની નિશાની શું હશે અને બાળ-બાળકો ની ક્વોલિફીકેશન (લાયકાત) શું હશે? રાજ્યવંશ નાં બાળકો માં પણ વંશ નાં સંસ્કાર તો હશે ને. આનાં ઉપર રુહ-રુહાન કરજો. અચ્છા.
કુમારો ની સાથે:- કુમારો નું ચિત્ર સદા બાપની સાથે રહેવાનું દેખાડ્યું છે, તમારી સાથે રમું, તમારી સાથે ખાઉં - આ ચિત્ર દેખાડ્યું છે સખા રુપ થી. સખા અર્થાત્ સાથ. તો કુમારો ને સખા રુપ થી સાથી રુપ માં દેખાડ્યાં છે, ગ્વાલ બાલ (ગોવાળિયો) નાં રુપમાં દેખાડ્યાં છે ને. તો પોતાને સદા બાપનાં સાથી સમજીને તમારાથી જ ખાઉં, તમારાથી જ બેસું… બધાં કુમાર યુગલમૂર્ત થઈ ચાલો છો? યુગલ છો કે એકલા છો? ક્યારેય એકલા નો સંકલ્પ નહીં કરતાં. સાથી ને સદા સાથે રાખો તો સદા ખુશ રહેશો અને દિવસ-રાત ખુશી માં નાચતાં પોતાનું અને બીજાઓ નું ભવિષ્ય બનાવશો. એકલા ક્યારેય નહીં સમજતાં. એકલા સમજ્યાં અને માયા આવી. કુમારો ની આ જ ફરિયાદ છે કે અમે એકલા છીએ. આ સાથ તો દુઃખ સુખ નાં સાથી છે. તે સાથ તો માથુ ખરાબ કરી દે છે. તો યુગલ છો ને! પ્રવૃત્તિ વાળા નથી, સુખ ની પ્રવૃત્તિ મળી જાય બીજું શું જોઈએ. અમારા જેવાં સાથી કોઈને મળી ન શકે. સાથી ને સાથે રાખજો - સાથે રાખશો તો મન સદા મનોરંજન માં રહેશે. અચ્છા.
માતાઓ થી:- નિર્મોહી છો? નષ્ટોમોહા છો ને. માતાઓને વિશેષ વિઘ્ન મોહ નું જ આવે છે. નષ્ટોમોહા અર્થાત્ તીવ્ર પુરુષાર્થ. જો જરા પણ મોહ ભલે દેહ નાં સંબંધ માં છે તો તીવ્ર પુરુષાર્થ ને બદલે પુરુષાર્થી માં આવી જાઓ. તીવ્ર પુરુષાર્થી છે પહેલો નંબર, પુરુષાર્થી છે બીજો નંબર. કેવું પણ હોય, કાંઈક પણ હોય ખુશી માં નાચતાં રહો, “મીરુઆ મોત મલૂકા શિકાર” આને કહેવાય છે નષ્ટોમોહા. નષ્ટોમોહા વાળા જ વિજય માળા નાં દાણા બને છે. મોહ પર વિજય પ્રાપ્ત કરી લીધી તો સદા વિજયી. પાસ છો કે ફુલ પાસ છો? પેપર બહુ જ આવશે, પેપર આવવું અર્થાત્ ક્લાસ (ધોરણ) આગળ વધવું. જો પરીક્ષા જ ન હોય તો ક્લાસ બદલી કેવી રીતે થશે! એટલે ફુલ પાસ થવાનું છે, ન કે પાસ થવાનું છે. અચ્છા.
યુગલો થી:- સ્મૃતિ થી જૂના સોદા રદ કરી સિંગલ બનો પછી યુગલ બનો. જૂના હિસાબ-કિતાબ બધાં ચૂક્તું અને નવાં શરું. માયા નાં સંબંધ ને ડાયવોર્સ (તલાક) આપી દીધો. બાપ નાં સંબંધ થી સોદો કરી દીધો, આનાંથી માયાજીત, મોહજીત વિજયી રહેશો. સહયોગી ભલે રહો - કમ્પેનિયન (સાથી) નહીં. કમ્પેનિયન એક છે, કમ્પેનિયન પણા નું ભાન આવ્યું અને ગયાં.
જે બાપ ની યાદ માં રહે છે એમનાં ઉપર સદા બાપ નો હાથ છે. બધાં મોસ્ટ લકી (ખુબ ભાગ્યશાળી) છો. ઘરે બેઠા ભગવાન મળી ગયાં તો આનાંથી મોટું ભાગ્ય બીજું શું જોઈએ? જે સ્વપ્ન માં પણ ન હોય અને સાકાર થઈ જાય તો શું જોઈએ? બાપ તમારી પાસે પહેલાં આવ્યાં, પછી તમે આવ્યાં છો. આ જ પોતાના ભાગ્ય નું વર્ણન કરતાં સદા ખુશ રહો ભગવાન ને મેં પોતાના બનાવી દીધાં. ક્યાંય પણ રહો પરંતુ દરેક કર્મ, દરેક દિનચર્યા માં સદા બાપ નો સાથ અનુભવ કરો. અચ્છા.