Search for a command to run...
15 Feb 1969
૧૫-૨-૬૯ “શિવરાત્રી નાં અવસર પર અવ્યક્ત બાપદાદા નાં મહાવાક્ય’’
15 February 1969 · ગુજરાતી
(સંતરી દાદી નાં તન દ્વારા)
આજે કોના સ્વાગત નો દિવસ છે? (બાપ અને બાળકોનાં) પરંતુ ઘણા બાળકો પોતાને પણ ભૂલી ગયા છે તો બાપ ને પણ ભુલાવી દીધાં છે. આજ નાં દિવસે એ સ્વાગત છે જેમ પહેલા થતું હતું? કેટલાં તાર (ટપાલ) આવતા હતાં! તો ભૂલ્યા ને. બાપ જ્યારે છે જ તો પછી ભૂલવાનું ક્યાં સુધી! આ છે નિશ્ચય, આ છે ભણતર. જ્યારે ભણતર કાયમ છે તો તે કાર્ય પણ જેમ નું તેમ ચાલતું રહેશે. એ નિશ્ચય નથી તો કાર્ય માં પણ જરા… બાળકો પોતાના મર્તબા (ઋતબા) ને સમજે છે કે હું કોનો બાળક છું? બાપ સદા છે તો બાળકો પણ સદા છે. પરંતુ દેહ અભિમાન પોતાના સ્વધર્મ ને ભૂલાવી દે છે. ભૂલવાથી કાર્ય કેવી રીતે ચાલશે. આગળ કેવી રીતે વધશો? જ્યારે બાપે પોતાનો પરિચય આપ્યો છે, બાળકો ને પણ પોતાનો પરિચય મળેલો છે. કેટલા સમય થી આ જ લક્ષ્ય ને પાક્કું કરાવવા માટે મહેનત કરી છે, તે મહેનત નું ફળ ક્યાં સુધી? ફક્ત યાદ કરાવવા માટે આ કહી રહયો છું, મુરલી તો ચલાવવાની નથી. ફક્ત બાળકો ને મળવા આવ્યો છું. બાળકી એ કહ્યું ખુબ યાદ કરી રહ્યાં છે, બાબા તમે આવશો તો રિફ્રેશ (તાજા) કરશો. રિફ્રેશ તો છો જ - જો નિશ્ચય છે તો. તો પણ બાળકો ને મળવા માટે આવવું પડયું, થોડા સમય માટે. સ્વમાન ની સ્મૃતિ આપવા માટે આવ્યા છે. બાળકો, હંમેશા પોતાને સૌભાગ્યશાળી સમજો. સદા સૌભાગ્યશાળી એમને કહેવાય છે જેમનું બાપ, શિક્ષક અને સદગુરુ સાથે પૂરું કનેક્શન (સંબંધ), પૂરી લગન છે.
કન્યા ની સગાઈ નાં પછી શું થાય છે? પતિ ની સાથે લગન લાગી જાય છે. ત્યારે તેને કહેવાય છે સદા સુહાગણ. પરંતુ તે ક્યાં સુધી સુહાગણ છે? અંદર માં શું ભરેલું છે! કન્યા સો બ્રાહ્મણો થી ઉત્તમ ગણાય છે. સગાઇ કર્યા પછી અશુદ્ધ બનવાનાં કારણે આંતરિક અભાગણ છે. આ કોઈ ને પણ ખબર નથી. બાપ જ બતાવે છે સદા સુહાગણ કોણ છે. સદા નાં માટે પરમાત્મા સાથે પૂરી લગન રહે, તે સદા સુહાગણ છે.
આ તો હમણાં ભણતર નો સમય છે, બાપ પોતાનું કર્તવ્ય કરી રહ્યાં છે, ડાયરેક્શન (માર્ગદર્શન) આપી ભણાવે છે. જ્યાં સુધી ભણાવવાનું છે, ભણાવતા રહેશે. વિનાશ સામે ઊભો છે, એનું કનેક્શન (સંબંધ) બાપ ની સાથે છે. એવું નહીં સમજો બાપ થી જુદાઈ છે. જુદાઈ પણ નહીં વિદાય પણ નહીં. જ્યાં સુધી વિનાશ નથી ત્યાં સુધી બાપ સાથે છે. વતન માં બાપ ગયા છે કોઈ કાર્યનાં માટે. સમય અનુસાર એ બધુ થતું રહેશે. એમાં ન કોઈ વિદાય છે, ન જુદાઈ, જુદાઈ લાગે છે? તમે વિદાય આપી હતી? જો વિદાય આપી હશે તો જુદાઈ પણ હશે. વિદાય નહીં આપી હોય તો જુદાઈ પણ નહીં હશે. આ ડ્રામા ની અંદર પાર્ટ ચાલતો રહે છે. બાપ ની રમત ચાલી રહી છે. રમત માં રમત ચાલતી રહેશે. આગળ તો ઘણી જ રમત જોવાની છે. એટલી હિંમત છે? જ્યારે હિંમત રાખશો ત્યારે ખુબ જોશો. આગળ ઘણું બધું જોવાનું છે. પરંતુ કદમ ને સંભાળી-સંભાળી ને ચલાવવાનાં છે. જો સંભાળી ને નહીં ચાલો તો ક્યાંક ખાડા પણ આવી જશે. એકસીડન્ટ (અકસ્માત) પણ થઈ શકે. બાળકોને મળવા માટે થોડા સમય માટે આવ્યો છું. ઘણા કાર્ય કરવાના છે. વતન થી ઘણું બધું કરવું પડે છે. બાળકો ની પણ ઈચ્છા પૂરી કરવી પડે છે તો ભક્તો ની પણ ઈચ્છા પૂરી કરવી પડે છે. બધાં કાર્ય સંગમ પર જ થાય છે. બાપ નો પરિચય મળ્યો, ખજાનો, લોટરી મળી. હવે બાળકોની સર્વિસ (સેવા) પૂરી કરી. વતન થી હમણાં બધાની કરવાની છે. બાળકો સગા પણ છે તો સાવકા પણ છે. સર્વિસ તો બધાની કરવાની છે. સવારે પણ આવીને દ્રષ્ટિ થી પરિચય આપી દીધો. દ્રષ્ટિ દ્વારા સર્ચલાઈટ (સકાશ) આપી બધાને સુખ આપવું બાપનું કર્તવ્ય છે. હમણાં તો બધાએ મ્યુઝિયમ ની સર્વિસ કરવાની છે. બધાને બાપ નો પરિચય આપવાનો છે. બાપે જે સર્વિસ નાં ચિત્રો બનાવડાવ્યા છે, એના પર સર્વિસ કરવાની છે. આંગળી આપવાથી પહાડ ઉપડાય છે ને. આ જ ગાયન છે, ગોપ ગોપીઓ એ આંગળી થી પહાડ ઉપાડ્યો. આંગળી નહીં આપો તો પહાડ નહીં ઉપડાય. સૃષ્ટિ પર આત્માઓ નો ઉદ્ધાર કરી, તે પહાડ ઉપાડી ને પછી સાથે લઈ જવાનો છે. સમૂહ હોય છે ને. અંત માં સમૂહ બનીને બધાની સાથે રહેવાનું છે. પહેલાં-પહેલાં સાક્ષાત્કાર માં લાલ-લાલ સમૂહ જોયો હતો ત્યારે તો સમજ માં નહોતું આવ્યું પરંતુ હવે એ જ આત્માઓ નો સમૂહ છે, જેમને સાથે લઈ જવાનો ડ્રામાનાં અંદર પ્રોગ્રામ (કાર્યક્રમ) છે. બધાની સર્વિસ કરવાની છે. સારું -
સવારે ઊઠીને બાપ ની યાદ માં રહો, કારણ કે તે સમયે બાપ બધાને યાદ કરે છે. તે સમયે કોઈ-કોઈ બાળક દેખાતાં નથી. શોધવા પડે છે. ભલે એકલા રહીને યાદ કરે છે, પરંતુ સંગઠન ની સાથે પણ જરુર ચાલવાનું છે. જેટલા યાદ માં રહેશો એટલાં જ બાપ ની નજીક જતાં જશો. બાપ ને ભુલવાથી મૂંઝાય છે. બાપ ને હંમેશા સાથે રાખશો તો ભૂલી નહીં શકો.