Search for a command to run...
6 Feb 1969
મહિમા સાંભળવાનું છોડો - મહાન બનો
6 February 1969 · ગુજરાતી
બધા યાદની યાત્રા માં બેઠા છો? અભ્યાસ નો સાર તો સમજ માં આવી ગયો. તે સાર ને જીવન માં લાવીને દુનિયાને એ રહસ્ય સંભળાવવાનું છે. રચયિતા અને રચનાનાં નોલેજ (જ્ઞાન) ને તો સમજી ગયા છો. સાંભળ્યું તો ઘણું છે પરંતુ હવે જે સાંભળ્યું છે તે સ્વરુપ બનીને બધાએ દેખાડવાનું છે. કેવી રીતે દેખાડશો? તમારી દરેક ચલન થી બાપ અને દાદા નાં ચરિત્ર નજર આવે. તમારી આંખોમાં એ જ બાપ ને જુએ. તમારી વાણી થી તેમનું જ જ્ઞાન સાંભળે. દરેક ચલન માં, દરેક ચરિત્ર સમાયેલું હોવું જોઈએ. ફક્ત બાપનું ચરિત્ર નહીં પરંતુ બાપ નાં ચરિત્ર ને જોઈ બાળકો પણ ચરિત્રવાન બની જાય. તમારા ચિત્ર માં એ જ અલૌકિક ચિત્ર ને જુએ. તમારા વ્યક્ત રુપ માં અવ્યક્ત-મૂર્ત નજર આવે. એવો પુરુષાર્થ કરીને, જે બાપદાદા એ મહેનત કરી છે એનાં ફળ સ્વરુપ દેખાડવાનું છે. જેમ અજ્ઞાનકાળ માં પણ કોઈ-કોઈ બાળકોમાં જેમ કે બાપ જ નજર આવે છે. તેમના બોલ-ચાલ થી અનુભવ થાય છે જેમ કે બાપ છે. તેવી જ રીતે જે અનન્ય બાળકો છે તે એક-એક બાળક દ્વારા બાપ નાં ગુણ પ્રત્યક્ષ થવા જોઈએ અને થશે. કેવી રીતે થશે? તેનો મુખ્ય પ્રયત્ન શું છે? મુખ્ય વાત આ જ છે જે સાકાર રુપ થી પણ સંભળાવ્યું છે કે યાદ ની યાત્રા, અવ્યક્ત સ્થિતિમાં સ્થિત થઈને દરેક કર્મ કરવાનું છે. હવે તો બાળકોએ ઘણો સામનો કરવાનો છે. પરંતુ સમર્થ સાથે છે એટલે કોઈ મુશ્કેલ નથી. ફક્ત એક વાત બધા એ ધ્યાન માં રાખવાની છે કે સામનો કરવા માટે વચ્ચે અડચણ પણ આવશે. સામનો કરવામાં કઈ અડચણ આવશે? ખબર છે? (દેહ-અભિમાન) દેહ-અભિમાન તો એક મૂળ વાત છે પરંતુ સામનો કરવા માટે વચ્ચે કામના (ઇચ્છા) વિઘ્ન નાખશે. કઈ કામના? મારું નામ થાય, હું આવો છું, મારા થી સલાહ કેમ નથી લેતાં, મારું મૂલ્ય કેમ નથી રાખતાં? આ અનેક પ્રકાર ની કામનાઓ સામનો કરવામાં વિઘ્ન રુપમાં આવશે. આ યાદ રાખવાનું છે, આપણે કોઈ કામના નથી કરવાની. સામનો કરવાનો છે. જો કોઈ કામના કરી તો સામનો નહીં કરી શકો, અને અવ્યક્ત સ્થિતિ માં મહાન બનવા માટે એક વાત જે કહેતા રહે છે - તે ધારણ કરી લીધી તો ખુબ જલ્દી અને સહજ અવ્યક્ત સ્થિતિમાં સ્થિત થઈ જશો. એ કઈ વાત? આપણે હમણાં મહેમાન છીએ. કારણ કે તમારે બધાએ પણ વાયા સૂક્ષ્મવતન થઈને ઘરે જવાનું છે. આપણે મહેમાન છીએ એવું સમજવાથી મહાન સ્થિતિ માં સ્થિત થઈ જશો. મહેમાન નાં બદલે થોડું પણ એક શબ્દ માં અંતર કરી લીધું તો પતન પણ થઇ જશે. તે કયો શબ્દ? મહેમાન સમજવાનું છે પરંતુ મહિમા માં નથી આવવાનું. જો મહિમા માં આવી ગયા તો મહેમાન નહીં બનો. મહેમાન સમજશો તો મહાન બનશો. છે થોડું એવું અંતર. મહેમાન અને મહિમા. પરંતુ થોડું એવું અંતર પણ અવસ્થા ને ખુબ નીચે ઉપર કરી દે છે.
તમે બધા ને કયું જ્ઞાન આપો છો? ત્રિમૂર્તિ નું. જેમ ત્રિમૂર્તિ નું જ્ઞાન બીજાઓ ને આપો છો તેવી રીતે પોતાની પાસે પણ ત્રણ વાતોનું જ્ઞાન રાખવાનું છે. ત્રણ વાતો છોડો અને ત્રણ વાતો ધારણ કરો. હવે આ ત્રણ વાતો છોડશો ત્યારે જ સ્વરુપ માં સ્થિત થશો. સર્વિસ (સેવા) માં સફળતા પણ થશે. બતાવો કઈ એવી ત્રણ વાતો છોડવાની છે? જે સર્વિસ માં વિઘ્ન નાખે છે, તે છોડવાની છે. એક તો-ક્યારેય પણ કોઈ બહાનું નહીં આપવું. બીજું-ક્યારેય પણ કોઈ થી સર્વિસ માટે કહેવડાવવું નહીં. ત્રીજું-સર્વિસ કરતા ક્યારેય મુરઝાવું (કરમાવું) નહીં. બહાનું, કહેવડાવવું અને મુરઝાવું આ ત્રણેય વાતો છોડવાની છે. અને પછી કઈ ત્રણ વાતો ધારણ કરવાની છે? ત્યાગ, તપસ્યા અને સેવા. આ ત્રણ વાતો ધારણા માં જોઈએ. તપસ્યા અર્થાત્ યાદ ની યાત્રા અને સર્વિસ વગર પણ જીવન નથી બની શકતું. આ બંને વાતો ની સફળતા ત્યાગ વગર નથી થઈ શકતી. એટલે ત્રણ વાતો છોડવાની છે અને ત્રણ વાતો ધારણ કરવાની છે. જો આ ત્રણેય વાતો ની ધારણા થઈ તો શું બની જશો? જે તમારું ગાયન છે ને તે સ્વરુપ બની જશો. અહીંયા આબુ માં પણ તમારું ગાયન છે, કયા રુપ માં અને કયું રુપ યાદગાર નું છે? તપસ્યા ની સાથે-સાથે બીજા પણ કોઈ મુખ્ય રુપ નું યાદગાર છે? જેમણે દેલવાડા મંદિર ધ્યાન થી જોયું હશે એમને યાદ હશે. જેમ તપસ્વી છે, તો ત્રિનેત્રી પણ છે. તપસ્યા ની સાથે-સાથે ત્રિમૂર્તિ ની યાદ છે. તો જેવું ત્રિનેત્રી નું યાદગાર છે, એવું બનવાનું છે. ત્રીજું નેત્ર કયું છે? જ્ઞાન નું. જ્ઞાન નું ત્રીજું નેત્ર જ યાદગાર નાં રુપ માં દેખાડ્યું છે. તપસ્વી અને ત્રિનેત્રી. ત્રીજું નેત્ર કાયમ હશે ત્યારે જ તપસ્વી બની શકશો. જો જ્ઞાન નું નેત્ર ગુમ થઈ જાય છે તો તપસ્યા પણ નથી રહી શકતી. એટલે હવે ત્રિમૂર્તિ શબ્દ ને પણ યાદ કરીને ધારણા માં ચાલશો તો એ બની જશો. જે શક્તિઓ નું ગાયન છે, જે પ્રભાવ છે તે જોવામાં આવશે. હમણાં ગુપ્ત છે. હજી સુધી શક્તિઓ ગુપ્ત કેમ છે? કારણ કે હમણાં સુધી પોતાનાં સ્વમાન, પોતાની સર્વિસ અને પોતાની શ્રેષ્ઠતાઓ પોતાનાથી જ ગુપ્ત છે. પોતાનાથી જ ગુપ્ત હોવાનાં કારણે સૃષ્ટિ થી પણ ગુપ્ત છે. જ્યારે પોતાના માં પ્રત્યક્ષતા આવશે ત્યારે સૃષ્ટિ માં પણ પ્રત્યક્ષતા થશે.
હવે શિવરાત્રી નો જે પર્વ આવી રહ્યો છે તેને હજુ વધારે ધૂમધામ થી મનાવવાનો છે. ખુબ ઉમંગ અને ઉલ્લાસ થી પરિચય આપવાનો છે. કારણ કે બાપ નાં પરિચય માં બાળકો નો પરિચય પણ આવી જાય છે. બાળક બાપ નો પરિચય આપશે તો બાપ પછી અવ્યક્ત માં બાળકો નો પરિચય, બાળકો નો સાક્ષાત્કાર આત્માઓ ને કરાવતાં રહેશે. તો આ શિવરાત્રી પર કંઈક નવીનતા કરીને દેખાડવાની છે. શું નવીનતા કરશો? હમણાં સુધી જે ભાષણ કર્યા છે તે યથાયોગ્ય યથાશક્તિ તો કરતા રહ્યાં છો પરંતુ હવે ખાસ શક્તિ રુપ થી ભાષણ કરવાનું છે. શક્તિ રુપ નું ભાષણ શું હોય છે? લલકાર કરવી. શું લલકાર કરશો? વધારે જોર-શોર થી સમય ની ઓળખ આપો. અને એમને વારંવાર સંભળાવો કે આ બાપનું કર્તવ્ય હવે વધારે સમય નથી. થોડો તો હાથ થી ગુમાવી દીધો પરંતુ જે કંઈ થોડો સમય રહ્યો છે, એને પણ ગુમાવી ન દો. એવાં ફોર્સ થી (તાકાત થી) સમય ની ઓળખ આપો. જેમ આજ-કાલ સાયન્સ (વિજ્ઞાન) વાળા એવા-એવા બોમ્બ બનાવી રહ્યાં છે જે પોતાના સ્થાન પર બેસીને પણ જ્યાં બોમ્બ નાખવો હશે ત્યાંનું નિશાન દૂર બેઠા પણ કરી શકે છે. તો સાયન્સ ની શક્તિ થી તો શ્રેષ્ઠ સાઇલેન્સ (શાંતિ) છે. જેમ એ સાયન્સ વાળા ગોળો બનાવે છે - તેમ હવે શક્તિઓએ સાઈલેન્સ ની શક્તિ થી ગોળા ફેંકવાનાં છે. શરુ-શરુ માં શક્તિઓની લલકાર જ ચાલતી હતી. હવે શરું જેવી લલકાર નથી. હમણાં વિસ્તાર માં પડી ગયા છે. વિસ્તાર માં પડવાથી લલકાર નું રુપ ગુપ્ત થઈ ગયું છે. હવે ફરી થી બીજરુપ અવસ્થા માં સ્થિત થઈને લલકાર કરો. તે લલકાર થી ઘણાં માં બીજ પડી શકે છે. પરંતુ બીજરુપ સ્થિતિ માં સ્થિત રહેશો તો અનેક આત્માઓમાં સમયની ઓળખ અને બાપની ઓળખ નું બીજ પડશે. જો બીજરુપ સ્થિતિ માં સ્થિત ન રહ્યાં, ફક્ત વિસ્તાર માં ચાલ્યા ગયા તો શું થશે? વધારે વિસ્તાર થી પણ વેલ્યુ (કિંમત) નહીં રહે. વ્યર્થ થઈ જશે. એટલે બીજરુપ સ્થિતિ માં સ્થિત થઈ બીજરુપ ની યાદ માં સ્થિત થઈ બીજ નાખો. પછી જુઓ આ બીજ નું ફળ કેટલું સારું અને સહજ નીકળે છે. હમણાં સુધી મહેનત વધારે કરી છે પ્રત્યક્ષ ફળ ઓછું છે. હવે મહેનત ઓછી કરો પ્રત્યક્ષ ફળ વધારે દેખાડો. સ્નેહ તો બધાનો છે જ પરંતુ સ્નેહ નું સ્વરુપ પણ કંઈક દેખાડવાનું છે. આમ તો સદૈવ એવી સ્થિતિ માં રહેવું જોઈએ પરંતુ ખાસ શિવરાત્રી સુધી દરેક બાળકે એવું સમજવું જોઈએ જેમ શરું માં આપ બાળકોની ભઠ્ઠી નો પ્રોગ્રામ ચાલતો હતો, તેવી રીતે દરેકે સમજવું જોઈએ શિવરાત્રી સુધી અમારે યાદ ની યાત્રાની ભઠ્ઠીમાં જ રહેવાનું છે. બિલકુલ અવ્યક્ત સ્થિતિ માં સ્થિત રહેવાનું, પોતાની ચેકીંગ (તપાસ) કરવાનું ધ્યાન રાખો. પછી આ અવ્યક્ત સ્થિતિ નો કેટલો પ્રભાવ નીકળે છે. મુશ્કેલ નથી. ખુબ સહજ છે. કારોબાર માં હોવા છતાં પણ ભઠ્ઠી ચાલી શકે છે. આ તો આંતરિક સ્થિતિ છે. આંતરિક સ્થિતિ નો પ્રભાવ વધારે પડે છે.
બધાં અમૃતવેલા મુલાકાત કરો છો? હમણાં સુધી એવું વાયુમંડળ પહોંચ્યું નથી. હમણાં સુધી મધુબન વાળાઓએ પણ સ્નેહ નું સબૂત નથી આપ્યું. ચારે બાજુ થી ખુબ ઓછા બાળકો છે જેમણે સ્નેહ નું સબૂત આપ્યું છે. બાપ નો બાળકો થી કેટલો સ્નેહ હતો. સ્નેહ નું સબૂત પ્રેકટીકલ (વ્યવહાર) માં કેટલો સમય આપ્યું. શું આપ્યું હતું? યાદ છે? ખાસ પોતાની તબિયત ને પણ ન જોઈને શું સબૂત આપ્યું હતું? પોતાની શારીરિક સ્થિતિ ને ન જોતા પણ કેટલો સમય ખાસ સર્ચલાઈટ (સકાશ) આપતા હતાં. કેટલો સમય સ્નેહ નું સબૂત આપ્યું. તમે કહેતા હતા શરીર પર ઈફેક્ટ (અસર) આવે છે પરંતુ બાબાએ પોતાના શરીર ને જોયું? આ સ્નેહ નું સબૂત હતું. હવે બાળકોએ પણ રિટર્ન (વળતર) માં સ્નેહ નું સબૂત આપવાનું છે. જે કર્મ કરીને દેખાડ્યું તે જ કરવાનું છે. અમૃતવેલા જેમ સાકાર રુપ માં કરીને દેખાડ્યું તેમ જ બાળકોએ કરવું જોઈએ. નહીં તો હમણાં સુધી આ જ રીઝલ્ટ (પરિણામ) જોયું છે, આ વાત માં પોતાના દિલ ને ખુશ કરી લે છે. ઉઠયા અને બેઠા. પરંતુ તે જોશ, શક્તિ સ્વરુપ ની સ્મૃતિ નથી રહેતી. શક્તિ રુપ ને બદલે શું મિક્સ (ભેળ-સેળ) થઇ ગયું છે? સુસ્તી. તો સુસ્તી મિક્સ થવા થી મુલાકાત કરે છે પરંતુ લાઈન ક્લિયર (સ્પષ્ટ) નથી થતી એટલે મુલાકાત થી જે અનુભવ થવો જોઈએ તે નથી કરી શકતાં. મિક્સચર (ભેળ-સેળ) છે. અહીંયા શરું કરશો તો મધુબન-વાસીઓ ને જોઈને બધાં કરશે. મધુબન નિવાસી જે ખાસ સ્નેહી છે એમણે ખાસ સેક્રિફાઈસ (બલિદાન) કરવાનું છે. સ્નેહ માં હંમેશા સેક્રિફાઈસ કરવામાં આવે છે. સારું - ઓમ શાંતિ.