Search for a command to run...
4 Mar 1969
હોળીનાં શુભ અવસર પર
4 March 1969 · ગુજરાતી
આજે તમારી ખાસ હોળી છે શું? હોળી કેવી રીતે મનાવાય છે? હોળી મનાવતાં આવડે છે? સંગમ ની હોળી કઈ છે? વર્તમાન પાર્ટ અનુસાર હોળી કેવી રીતે મનાવશો? વર્તમાન સમયે કઈ હોળી મનાવવાની આવશ્યકતા છે? હોળી માં ઘણું બધું કરવાનું હોય છે. રંગવામાં પણ આવે છે. બાળવામાં પણ આવે છે અને સાથે-સાથે શ્રુંગારવામાં પણ આવે છે. અને કંઈક ખતમ પણ કરવાનું હોય છે. જે પણ બધું હોળીમાં કરવાનું છે તે બધું આ સમયે ચાલી રહ્યું છે. બાળવાનું શું છે, ખતમ શું કરવાનું છે, રંગવાનું શું છે અને શ્રુંગારવાનું શું છે? આ બધું કરી લેવું તેને કહેવાય છે મનાવવું. જો આ ચારેય વાતો માંથી કંઈક ઓછું છે તો મનાવવું નહીં કહેશું. હોળીનાં દિવસોમાં ખુબ સુંદર સજે છે. કેવા સજે છે? દેવતાઓનાં સમાન. તમે બધાં સજેલા છો? સજાવટમાં કાંઈ કમી (ઓછું) તો નથી. સજાવટમાં મુખ્ય હોળીનો શ્રૃંગાર કયો હોય છે? સાંગ જે બનાવે છે તેને પહેલાં-પહેલાં મસ્તક પર બલ્બ લગાવે છે. એ પણ આ સમયની કોપી (નકલ) કરેલી છે. તમારો પણ સંગમનો મુખ્ય શણગાર છે મસ્તક પર આત્માનો દીપક પ્રગટાવવો. તેની નિશાની બલ્બ પ્રગટાવે છે. પરંતુ આ બધી વાતો થવા માટે હોળી નો અર્થ યાદ રાખવાનો છે. “હોલી” જે કાંઈ થયું તે થઈ ગયું. કરી લીધું. જે દ્રશ્ય થયું હોલી અર્થાત્ વીતી ચૂક્યું. વર્તમાન સમયે જે પોઇન્ટ ધ્યાનમાં રાખવાનો છે તે છે આ હોળી નો અર્થાત્ ડ્રામાનાં ઢાલ નો. જ્યારે એવાં મજબૂત થશો ત્યારે તે રંગ પણ પાક્કો લાગી શકશે. જો હોળી નો અર્થ જીવનમાં નહીં લાવો તો રંગ કાચ્ચો થઈ જાય છે. પાક્કો રંગ રંગવાનાં માટે દરેક સમયે વિચારો હો લી (વીતી ગયું) . જે વીત્યું તે થઈ ગયું. એવી હોળી મનાવી રહ્યાં છો? કે ક્યારેક-ક્યારેક ડ્રામાનો સીન જોઈને કાંઈક મંથન ચાલે છે? જ્ઞાનનું મંથન બીજી વાત છે. પરંતુ ડ્રામા નાં સીન પર મંથન કરવું કેમ, શું, કેવી રીતે... તે કઈ ચીજ નું મંથન છે? દહીંને જ્યારે મંથન કરાય (વલોવાય) છે ત્યારે માખણ નીકળે છે. જો પાણીને વલોવશો તો શું નીકળશે? કાંઈ પણ નહીં. પરિણામ માં આ જ થશે એક તો થકાવટ, બીજો ટાઈમ વેસ્ટ (વ્યર્થ). એટલે આ થયું પાણીનું મંથન. એવું મંથન કરવાનાં બદલે જ્ઞાનનું મંથન કરવાનું છે. સાકાર રુપમાં છેલ્લા દિવસોમાં સર્વિસ (સેવા) ની મુખ્ય યુક્તિ કઈ સંભળાવી હતી? “ઘેરાવ કરવો” ડબલ ઘેરાવ કરવાનો છે એક તો વાણી દ્વારા સર્વિસનો બીજો - અવ્યક્ત આકર્ષણનો. આ એવો ઘેરાવ કરવાનો છે જે પોતે એમાંથી ન નીકળી શકે, ન બીજા નીકળી શકે. ઘેરાવ કરવાનો ઢંગ હમણાં સુધી પ્રેકટીકલમાં (વ્યવહારમાં) દેખાડયો નથી. મ્યુઝિયમ (સંગ્રહાલય) બનાવવું તો સહજ છે. મ્યુઝિયમ બનાવવું આ કોઈ ઘેરાવ કરવો નથી. પરંતુ પોતાના અવ્યક્ત આકર્ષણ થી તેમને ઘાયલ કરવા આ છે ઘેરાવ કરવો. તે હમણાં ચાલી રહ્યું છે. હવે સર્વિસ નો સમય પણ વધારે નહીં મળે. સમસ્યાઓ એવી ઊભી થઈ જશે જે તમારી સર્વિસમાં પણ બાધા (અડચણ) પડવાની સંભાવના થશે. એટલે જે સમય મળી રહ્યો છે તેમાં જેમને જેટલી સર્વિસ કરવી હોય તે અધિક થી અધિક કરી લો. નહીં તો સર્વિસ નો સમય પણ હો લી થઇ જશે. એટલે કે વીતી જશે. એટલે હવે પોતે પોતાને જ વધુ થી વધુ સર્વિસનાં બંધનમાં બાંધવા જોઈએ. આ એક બંધન થી જ અનેક બંધન ખતમ થઇ જાય છે. પોતાને સ્વયં ઈશ્વરીય સેવા માં લગાવવા જોઈએ બીજાઓનાં કહેવાથી નહીં. બીજાઓનાં કહેવાથી શું થશે? અડધું ફળ મળશે. કારણ કે જેમણે કહ્યું અથવા પ્રેરણા આપી તેમની ભાગીદારી થઈ જાય છે. દુકાનમાં જો બે ભાગીદાર હોય તો ભાગ પડી જાય છે ને! એક છે તો તે માલિક થઈને રહે છે. એટલે જો કોઈનાં કહેવાથી કરે છે તો તે કાર્યમાં ભાગીદારી થઈ જાય છે. અને સ્વયં જ માલિક બનીને કરે છે તો બધી મિલકત નાં અધિકારી બની જાય છે. એટલે દરેકે માલિક બનીને કરવાનું છે પરંતુ માલિકપણા ની સાથે-સાથે બાળકપણું પણ પૂરું હોવું જોઈએ. ક્યાંક-ક્યાંક માલિક બનીને ઉભા થઈ જાય છે, ક્યાંક પછી બાળક થઈ ને છોડી દે છે. તો ના છોડવાનું છે ના પકડવાનું છે. પકડવું અર્થાત્ જિદ થી નથી પકડવાનું. કોઈ વસ્તુને જો ખુબ જોરથી પકડવામાં આવે છે તો તે વસ્તુ નું રુપ બદલાઈ જાય છે ને. ફૂલને જોરથી પકડો તો શું હાલત થશે. પકડવાનું તો છે પરંતુ ક્યાં સુધી, કેવી રીતે પકડવાનું છે, આ પણ સમજવાનું છે. કાં તો પકડતા અટકી જાય છે અથવા છોડે છે તો છૂટી જાય છે. બંને જ સમાન રહે આ પુરુષાર્થ કરવાનો છે. જે માલિક અને બાળક બંને રીત થી ચાલવાવાળા હશે એમની મુખ્ય પરખ આ હશે - એક તો નિર્માણતા હશે તેની સાથે નિરહંકારી, નિર્માણ અને સાથે-સાથે પ્રેમ સ્વરુપ. આ ચારેય વાતો એમના દરેક ચલનથી જોવામાં આવશે. જો ચાર માંથી કાંઇ પણ ઓછું છે તો કંઈક સ્ટેજની ઉણપ છે. સારું-
વતનમાં આજે હોળી કેવી રીતે રમી એ ખબર છે? ફક્ત બાળકોની સાથે જ હતાં. તમે પણ હોળી મનાવી રહ્યાં છો ને! ત્યાં સંદેશી આવી તો એક રમત કરી. કઈ રમત કરી હશે? (તમે લઈ જાઓ તો જોઈએ) બુદ્ધિનું વિમાન તો છે. બુદ્ધિનું વિમાન તો દિવ્ય દૃષ્ટિ થી પણ સારું છે. અહીંયા તો એ થઈ જ ન શકે. એ વસ્તુ જ નથી. આજે સુહેજો નો દિવસ હતો ને! તો જ્યારે સંદેશીઓ વતનમાં આવી તો સાકારને છુપાડી દીધાં. એક ખુબ સુંદર ફૂલો ની પહાડી બનાવી હતી તેની અંદર સાકારને છુપાડેલા હતાં. દૂરથી જોવામાં તો પહાડી જ નજર આવતી હતી. તો જ્યારે સંદેશી આવી તો સાકારને જોયા નહીં. ખુબ શોધ્યા પણ જોવામાં જ નહીં આવ્યાં. પછી અચાનક થી જેમ છુપાવવાની રમત કરીએ છીએ ને! એવી રમત જોઈ. ફૂલોની વચ્ચે સાકાર બેઠેલા નજર આવ્યાં. એ સીન (દૃશ્ય) ખુબ જ સરસ હતો.
પછી અવ્યક્ત બાપદાદા દરેક ને અમૃત પીવડાવી ભોગ આપી રહ્યાં હતાં અને એક-એક થી મુલાકાત પણ કરી રહ્યાં હતાં. ખાસ મ્યુઝિયમ વાળાઓને ડાયરેક્શન (માર્ગદર્શન) આપી રહ્યાં હતાં કે અવ્યક્ત આકર્ષણ થી મ્યુઝિયમ એવું બનાવો જે કોઈ પણ અંદર આવે, જુએ તો એકદમ આકર્ષિત થઈ જાય. સારું.