Search for a command to run...
25 Jan 1969
સમર્પણની ઊંચી સ્ટેજ (અવસ્થા) - શ્વાંસો શ્વાંસ સ્મૃતિ
25 January 1969 · ગુજરાતી
અવ્યક્ત સ્થિતિમાં સ્થિત થઈને અવ્યક્તને વ્યક્તમાં જુઓ. આજે એક પ્રશ્ન પૂછી રહ્યાં છે. સર્વ સમર્પણ બન્યાં છો? (સર્વ સમર્પણ છે જ) આ બધાનો વિચાર છે કે બીજા કોઈનો કોઈ બીજો વિચાર છે? સર્વ સમર્પણ કોને કહેવાય છે? સર્વમાં આ દેહનું ભાન પણ આવે છે. દેહ લઈ લેશો તો આપવું પણ પડશે. પરંતુ દેહનું ભાન તોડીને સમર્પણ બનવાનું છે. તમે શું સમજો છો? દેહનાં અભિમાનથી પણ સંપૂર્ણ સમર્પણ બન્યાં છો? મરી ગયાં છો કે મરતા રહો છો દેહનાં સંબંધ અને મનનાં સંકલ્પો થી પણ? તમે દેહી છો? આ દેહનું અભિમાન બિલકુલ જ તૂટી જાય, ત્યારે કહેવાય સર્વ સમર્પણમય જીવન. જે સર્વ ત્યાગી, સર્વ સમર્પણ જીવનવાળા હશે તેમની જ સંપૂર્ણ અવસ્થા ગવાશે અને જ્યારે સંપૂર્ણ બની જશો તો સાથે જશો. તમે શરુમાં સંકલ્પ કર્યો હતો ને કે બાબા જશે તો અમે પણ સાથે જઈશું. પછી એવું કેમ નથી કર્યુ? આ પણ એક સ્નેહ છે. બીજા સંગ તોડી એક નો સંગ જોડવાની આ ચેન (સાંકળ) છે જે અંત સમયની નિશાની છે. જ્યારે કહ્યું હતું તો કેમ નથી શરીર છોડ્યું? છોડી શકો છો? હમણાં છુટી પણ ન શકે? કારણ કે જ્યાં સુધી હિસાબ-કિતાબ છે પોતાનાં શરીર થી, ત્યાં સુધી છૂટી નથી શકતું. યોગથી કે ભોગથી હિસાબ-કિતાબ ચૂકતું જરુર કરવો પડે છે. કોઈ પણ આકરો હિસાબ-કિતાબ રહેલો છે તો આ શરીર રહેશે. છૂટી નહીં શકે.
આમ તો સમર્પણ છો જ, પરંતુ હવે સમર્પણની સ્ટેજ ઊંચી થઈ ગઈ છે. સમર્પણ તેને કહેવાય છે જે શ્વાસો-શ્વાસ સ્મૃતિમાં રહે. એક પણ શ્વાસ વિસ્મૃતિનો ન હોય. દરેક શ્વાસમાં સ્મૃતિ રહે અને એવાં જે હશે તેમની નિશાની શું છે? તેમના ચહેરા પર શું નજર આવશે? શું તેમના મુખ પર હશે, ખબર છે? (હર્ષિતમુખ) હર્ષિતમુખતા નાં સિવાય બીજુ પણ કાંઈ હશે? જે જેટલાં સહનશીલ હશે એમનામાં એટલી શક્તિ વધશે. જે શ્વાંસો શ્વાંસ સ્મૃતિમાં રહેતા હશે તેમનામાં સહનશીલતાનો ગુણ જરુર હશે અને સહનશીલ હોવાનાં કારણે એક તો હર્ષિત હશે અને શક્તિ દેખાશે તેમનાં ચહેરા પર, નિર્બળતા નહીં. આ જે ક્યારેક-ક્યારેક મુખ થી નીકળે છે કે કેવી રીતે કરીએ, શું થશે….. આ શબ્દો નિર્બળતાનાં છે, તે ન નીકળવા જોઈએ. જ્યારે મનમાં આવે છે તો મુખ પર આવે છે. પરંતુ મનમાં જ ન આવવું જોઈએ. મનમનાભવ મ્ધ્યાજી ભવ. મનમનાભવ નો અર્થ બહુજ ગુહ્ય છે. જેમ ડ્રામાની સેકન્ડ બાય સેકન્ડ જેવી રીતે થી, જેવી ચાલે છે - તેની સાથે-સાથે મનની સ્થિતિ એવી ડ્રામાની પટરી પર સીધી ચાલતી રહે, જરા પણ હલે નહીં - ભલે સંકલ્પ થી, ભલે વાણી થી. એવી અવસ્થા હોય. ડ્રામાની પટરી પર ચાલી રહ્યાં છો. પરંતુ ક્યારેક-ક્યારેક ઉભા રહી જાઓ છો. મુખ ક્યારેક-ક્યારેક હલી જાય છે, મનની સ્થિતિ હલે છે - પછી તમે પકડો છો. આ પણ જેમ એક ડાઘ પડી જાય છે.
તો પણ એક વાત હમણાં સુધી પણ કંઈક વાણી સુધી આવી છે, પ્રેક્ટિકલમાં નથી આવી. કઈ વાત વાણી સુધી આવી છે પ્રેક્ટિકલમાં નહીં? આજ ડ્રામાની ઢાલ જે સંભળાવી. પરંતુ બીજી વાત પણ બતાવી રહ્યાં હતાં. તે આ છે - હવે સમય નજીક છે, તેમ સમયનાં અનુસાર જે અંતર્મુખતાની અવસ્થા, વાણીથી પરે અંતર્મુખ થઈને કર્મણા માં અવ્યક્ત સ્થિતિ ધારણ કરવાની અવસ્થા દેખાવી જોઈએ, તે કંઈક હમણાં પણ ઓછી છે. કારોબાર પણ ચાલે અને આ સ્થિતિ પણ રહે - આ બંનેવ સાથે એક સમાન રહે, હમણાં એમાં કમી છે. હવે સાકાર તો અવ્યક્ત સ્થિતિ સ્વરુપમાં સ્થિત છે. પરંતુ આપ બાળકો પણ અવ્યક્ત સ્થિતિ માં સ્થિત હશો તો અવ્યક્ત મુલાકાતનો અલૌકિક અનુભવ કરી શકો છો. એક મુખ્ય વાત બીજી પણ છે, વર્તમાન સમયે ધ્યાન પર અપાવે છે, જે તમારામાં હોવી જોઈએ. તે કઈ? કોઈને આવડે છે? જે મુખ્ય સાકાર રુપમાં પણ કહેતાં હતાં - અમૃતવેલા ઉઠવું. અમૃતવેલાનું વાયુમંડળ એવું જ રહેશે. સાકારમાં અમૃતવેલાએ બાળકોથી દૂર રહેતાં પણ મુલાકાત કરતાં હતાં. પરંતુ હમણાં જયારે અમૃતવેલા ચક્ર લગાવવા બાબા આવે છે તો તે વાયુમંડળ જોયું નથી. કેમ, થાકી ગયાં? આ અમૃતવેલાનાં અલૌકિક અનુભવમાં થકાવટ દૂર થઈ જાય છે. પરંતુ આ કમી જોવામાં આવે છે. આ બાપદાદા ની શુભ ઈચ્છા છે કે જલ્દી થી જલ્દી આ અવ્યક્ત સ્થિતિ નો દરેક બાળક અનુભવ કરે. આમ તો તમે જ્યારે સાકાર થી સાકાર રીત થી મળતા હતાં, તો તમારી આકારી સ્થિતિ બની જતી હતી. હવે જેટલાં-જેટલાં અવ્યક્ત આકારી સ્થિતિમાં સ્થિત થશો એટલો જ અલૌકિક અનુભવ કરશો.