Search for a command to run...
15 Apr 1971
ત્રિમૂર્તિ બાપનાં બાળકોનું ત્રિમૂર્તિ કર્તવ્ય
15 April 1971 · ગુજરાતી
ત્રિમૂર્તિ બાપનાં બાળકો તમે બધાં પણ ત્રિમૂર્તિ છો? ત્રિમૂર્તિ બની ત્રણેય કાર્ય કરો છો? આ સમયે બે કર્તવ્ય કરો છો કે ત્રણ? કયા કર્તવ્ય કરો છો? કે ત્રણેય કર્તવ્ય સાથે-સાથે કરો છો? ત્રિમૂર્તિ તો બન્યાં છો ને. જેમ ત્રિમૂર્તિ બન્યાં છો તેમ જ ત્રિકાળદર્શી પણ બન્યાં છો? દરેક કર્મ અને દરેક સંકલ્પની જે ઉત્પત્તિ થાય છે એ ત્રિકાળદર્શી બનીને પછી સંકલ્પ ને કર્મમાં લાવો છો? સદૈવ ત્રણેય કાર્ય સાથે-સાથે જરુર ચાલે છે. કારણ કે જો જૂનાં સ્વભાવ અથવા સંસ્કાર અથવા વ્યર્થ સંકલ્પો નો વિનાશ જ નહીં કરશો તો નવી રચના કેવી રીતે થશે. અને જો નવી રચના કરો છો, તેની પાલના નહીં કરશો તો પ્રેક્ટિકલ કેવી રીતે દેખાશો. તો ત્રિમૂર્તિ બાપનાં ત્રિમૂર્તિ બાળકો ત્રણેય કર્તવ્યો સાથે-સાથે કરી રહ્યાં છો. વિનાશ કરો છો વિકર્મો અથવા વ્યર્થ સંકલ્પો નો. આ તો હજું પણ હવે તેજીથી કરવું પડશે. ફક્ત પોતાનાં વ્યર્થ સંકલ્પ કે વિકર્મ ભસ્મ નથી કરવાનાં પરંતુ તમે તો વિશ્વ-કલ્યાણકારી છો. એટલે આખાં વિશ્વનાં વિકર્મો નો બોજ હલ્કો કરવો અથવા અનેક આત્માઓનાં વ્યર્થ સંકલ્પો ને મટાડવાં - એ શક્તિઓનું કર્તવ્ય છે. તો વર્તમાન સમયે આ જ વિનાશનું કર્તવ્ય અને સાથે-સાથે નવાં શુદ્ધ સંકલ્પોની સ્થાપનાનું કર્તવ્ય - બંને ફુલ ફોર્સમાં ચાલવાનાં છે. જેમ કોઈ બહુ તેજ મશીનરી હોય છે તો એક સેકન્ડ માં તે વસ્તુનું રુપ, રંગ, ગુણ, કર્તવ્ય વગેરે બધું બદલાય જાય છે. મશીનરી માં પડયું અને બદલાઈ ગયું! એમ હવે આ વિનાશ અને સ્થાપના ની મશીનરી પણ બહુજ તેજ થવાની છે. જેમ મશીનરી માં પડતાં જ વસ્તુનું રુપ-રંગ બદલાઈ જાય છે, એમ આ રુહાની મશીનરી માં તમારાં લોકોની સામે જે પણ આત્માઓ આવશે, આવતાં જ તેમનાં સંકલ્પ, સ્વરુપ, ગુણ અને કર્તવ્ય બદલાઈ જશે. ન ફક્ત આત્માઓનાં પરંતુ ૫ તત્વોનાં પણ ગુણ અને કર્તવ્ય બદલવાનાં છે. એવી મશીનરી હવે પ્રેક્ટિકલ માં ચાલવાની છે. એટલે કહ્યું છે કે વિનાશ અને સ્થાપના - બંને કર્તવ્ય સાથે-સાથે ચાલી રહ્યાં છે. હવે વધારે તેજીથી ચાલવાનાં છે. મહાદાનીઓની પાસે સદૈવ ભિખારીઓની ભીડ લાગેલી હોય છે, એમ તમારાં બધાંની પાસે પણ ભિખારીઓની ભીડ લાગવાની છે. તમારી પાસે પ્રદર્શની માં જ્યારે ભીડ લાગે છે તો પછી શું કરો છો? ક્યૂ-સિસ્ટમ માં શોર્ટ (ટુંક) માં ફક્ત સંદેશ આપો છો. રચનાની નૉલેજ (જ્ઞાન) નથી આપી શકતાં, ફક્ત રચયિતા બાપનો પરિચય અને સંદેશ આપી શકો છો. એમ જ જયારે ભિખારીઓની ભીડ થશે તો ફક્ત આ જ સંદેશ આપશો. પરંતુ એ એક સેકન્ડનો સંદેશ પાવરફુલ હોય છે, જે તે સંદેશ તે આત્માઓમાં સંસ્કારનાં રુપમાં સમાઈ જાય છે. સર્વ ધર્મની આત્માઓ પણ આ ભીખ માંગવા માટે આવશે. કહેવાય છે ને કે ક્રાઇસ્ટ પણ બેગર (ભિખારી) રુપમાં છે. તો ધર્મ-પિતાઓ પણ તમારાં લોકોની સામે બેગર રુપમાં આવશે. તેમને શું ભિક્ષા આપશો? આ જ સંદેશ. એવો પાવરફુલ સંદેશ હશે જે આ જ સંદેશનાં પાવરફુલ સંસ્કારો થી ધર્મ સ્થાપન કરવાનાં નિમિત્ત બનશે. તે સંસ્કાર અવિનાશી બની જશે. કારણ કે તમારાં લોકોનાં પણ અંતિમ સંપૂર્ણ સ્ટેજ નાં સમયે અવિનાશી સંસ્કાર હોય છે. હમણાં સંસ્કાર અવિનાશી બનાવી રહ્યાં છો. એટલે હવે જેમને સંદેશ આપો છો અને મહેનત કરો છો, તો હમણાં તે સદાકાળ માટે નથી રહેતો. થોડો સમય રહે છે પછી ઢીલા થઈ જાય છે. પરંતુ અંત નાં સમયે તમારાં લોકોનાં સંસ્કાર જ અવિનાશી થઈ જાય છે. તો અવિનાશી સંસ્કારોની શક્તિ હોવાનાં કારણે તેમને પણ એવી શિક્ષા અથવા સંદેશ આપો છો જેથી તેમનાં સંસ્કાર અવિનાશી બની જાય છે. તો હવે પુરુષાર્થ શું કરવો પડે? સંસ્કારો ને બદલવાના તો છે પરંતુ અવિનાશી ની છાપ લગાવો. જેમ ગવર્નમેન્ટ (સરકાર) ની મોહર લાગે છે ને, સીલ કરે છે જે કોઈ ખોલી નથી શકતું. એવી સીલ લગાવો જે માયા અડધાકલ્પ માટે પછી ખોલી જ ન શકે. તો અવિનાશી સંસ્કાર બનાવવાનો તીવ્ર પુરુષાર્થ કરવાનો છે. એ ત્યારે થશે જ્યારે માસ્ટર ત્રિકાળદર્શી બની સંકલ્પ ને કર્મમાં લાવશો. જે પણ સંકલ્પ ઉત્પન્ન થાય છે, સંકલ્પ ને જ ચેક કરો. માસ્ટર ત્રિકાળદર્શી ની સ્ટેજ પર છું? જો તે સ્ટેજ પર સ્થિત થઈને કર્મ કરશો તો કોઈ પણ કર્મ વ્યર્થ નહીં થશે. વિકર્મની તો વાત જ નથી. હવે વિકર્મનાં ખાતા થી ઉપર આવી ગયાં છો. વિકલ્પ પણ ખતમ તો વિકર્મ પણ ખતમ. હવે છે વ્યર્થ કર્મ અને વ્યર્થ સંકલ્પ ની વાત. આ વ્યર્થ ને બદલીને સમર્થ સંકલ્પ અને સમર્થ કાર્ય કરવાનું છે. આને કહેવાય સંપૂર્ણ સ્ટેજ. તો હવે મહાદાની બન્યાં છો?
કેટલાં પ્રકારનાં દાન કરો છો? ડબલ દાની છો કે ટ્રિપલ કે ટ્રિપલ થી પણ વધારે છો? (દરેકે પોતાનો વિચાર કહ્યો) મુખ્ય ત્રણ દાન બતાવ્યાં. જ્ઞાનનું દાન પણ કરો છો, યોગ દ્વારા શક્તિઓનું દાન પણ કરી રહ્યાં છો અને ત્રીજું દાન છે કર્મ દ્વારા ગુણોનું દાન. તો એક છે મન્સા નું દાન, બીજું છે વાચા નું અને ત્રીજું છે કર્મ દ્વારા દાન. મન્સા દ્વારા સર્વ શક્તિઓનું દાન. વાણી દ્વારા જ્ઞાન નું દાન, કર્મ દ્વારા સર્વ ગુણો નું દાન. તો સદૈવ જેવો દિવસ આરંભ થાય છે તેમાં પહેલાં આ પ્લાન બનાવો કે આજનાં દિવસે આ ત્રણેય દાન કયા-કયા રુપ થી કરવાનાં છે અને પછી દિવસ સમાપ્ત થયાં પછી ચેક કરો કે - “અમે મહાદાની બન્યાં? ત્રણેય પ્રકારનું દાન કર્યું?” કારણ કે ત્રણેય પ્રકારનાં દાનની પોત-પોતાની પ્રાલબ્ધ અથવા પ્રાપ્તિ છે. જેમ ભક્તિમાર્ગ માં જે-જે જેવાં પ્રકારનું દાન કરે છે તેને તે પ્રકારની પ્રાપ્તિ થાય છે. એમ જ જે આ મહાન જીવન માં જેટલું અને જેવું દાન કરે છે એટલું અને એવું જ ભવિષ્ય બને છે. ન ફક્ત ભવિષ્ય પરંતુ પ્રત્યક્ષ ફળ પણ મળે છે. જો કોઈ વાણીનું અથવા કર્મનું દાન નથી કરતાં ફક્ત મન્સાનું દાન કરે છે, તો એમને પ્રત્યક્ષ ફળ બીજું મળે છે. હવે તમે લોકો કર્મ ફિલોસોફી ને સારી રીતે જાણી ગયાં છો ને. ત્રણેય દાન ની પ્રાપ્તિ પોત-પોતાની છે. જે ત્રણેય દાન કરે છે તેને ત્રણેય ફળ પ્રત્યક્ષ રુપમાં મળે છે. તમે કર્મોની ગતિને જાણો છો ને. બોલો, મન્સા દાન નું પ્રત્યક્ષ ફળ શું છે? મન્સા મહાદાની બનવા વાળાને પ્રત્યક્ષ ફળ એ જ પ્રાપ્ત થાય છે - એક તો તે પોતાની મન્સા અર્થાત્ સંકલ્પોની ઉપર એક સેકન્ડમાં વિજયી બને છે અર્થાત્ સંકલ્પોની ઉપર વિજયી બનવાની શક્તિ પ્રાપ્ત થાય છે. અને, કેટલું પણ કોઈ ચંચળ સંકલ્પ વાળું હોય એટલે કે એક સેકન્ડ પણ તેમનું મન એક સંકલ્પ માં ન ટકી શકે - એવાં ચંચળ સંકલ્પ વાળાને પણ પોતાની વિજય ની શક્તિમાં ટેમ્પરરી (અલ્પકાળ) સમય નાં માટે શાંત અને ચંચળ થી અચળ બનાવી દેશે. જેમ કોઇ પણ દુઃખ માં તડપતા ને ઇન્જેક્શન દ્વારા બેહોશ કરી દેવાય છે, તો તેમની દુ:ખ ની ચંચળતા ખતમ થઇ જાય છે. એમ જ મન્સા દ્વારા મહાદાની બનવા વાળા પોતાની દૃષ્ટિ, વૃત્તિ અને સ્મૃતિની શક્તિ થી એ જ રીતે એમને શાંતિનાં અનુભવી બનાવી શકે છે પરંતુ ટેમ્પરરી સમય નાં માટે. કારણ કે તેમનો પોતાનો પુરુષાર્થ નથી હોતો. પરંતુ મહાદાની ની શક્તિનાં પ્રભાવ થી થોડાં સમયનાં માટે તે અનુભવ કરી શકે છે. તો જે મન્સાનાં મહાદાની હશે તેમનાં સંકલ્પમાં એટલી શક્તિ હોય છે જે સંકલ્પ કર્યો તેની સિદ્ધિ મળી. તો મન્સા-મહાદાની સંકલ્પોની સિદ્ધિ ને પ્રાપ્ત કરવા વાળા બની જાય છે. જ્યાં સંકલ્પ ને ઈચ્છે ત્યાં સંકલ્પો ને ટકાવી શકે છે. સંકલ્પનાં વશ નહિં થશે પરંતુ સંકલ્પ તેમનાં વશ થાય છે. જે સંકલ્પોની રચના રચવી હોય, તે રચી શકે છે. જ્યારે સંકલ્પ ને વિનાશ કરવાં ઈચ્છે તો વિનાશ કરી શકે છે. તો એવાં મહાદાની માં સંકલ્પો ને રચવાની, સંકલ્પો ને વિનાશ કરવાની અને સંકલ્પો ની પાલના કરવાની ત્રણેય શક્તિ હોય છે. તો આ છે મન્સા નું મહાદાન. એમ જ સમજો કે માસ્ટર સર્વશક્તિવાન નું પ્રત્યક્ષ સ્વરુપ દેખાય છે. સમજ્યાં?
તે થઈ ગયાં માસ્ટર સર્વશક્તિમાન અને જે વાચાનાં મહાદાની છે તેમને શું મળે છે? તે છે માસ્ટર નૉલેજફુલ. તેમનાં એક-એક શબ્દની બહુ વેલ્યુ (મુલ્ય) હોય છે. એક રત્ન ની વેલ્યુ અનેક રત્નો થી અધિક હોય છે. વાચા દ્વારા તમે રત્નો નું દાન કરો છો ને. તો જે જ્ઞાન-રત્નોનું દાન કરે છે તેમનાં એક-એક રત્ન એટલાં વેલ્યુએબલ (મૂલ્યવાન) થઈ જાય છે જે તેમનાં એક-એક વચન સાંભળવાં માટે અનેક આત્માઓ તરસી હોય છે. અનેક તરસી આત્માઓની તરસ બુઝાવવા વાળુ એક વચન બની જાય છે. માસ્ટર નૉલેજફુલ, વેલ્યુએબલ અને ત્રીજું પછી સેન્સીબલ (સમજદાર) બની જાય છે. તેમનાં એક-એક શબ્દ માં સેન્સ (સમજ) ભરેલી હોય છે. સેન્સ અર્થાત્ સાર વગર નો કોઈ શબ્દ નથી હોતો. જ્યારે કોઈ એવાં સેન્સ થી શબ્દ બોલે છે તો કહે છે ને - આ તો બહુ જ સેન્સીબલ છે. વાણી દ્વારા સેન્સ ની ખબર પડે છે. તો બંને સેન્સીબલ પણ બની જાય છે. આ તો થયું લક્ષણ. પ્રાપ્તિ શું થાય છે? વાચાનાં દાની બનવા વાળાને વિશેષ પ્રાપ્તિ એક તો ખુશી રહે છે, કારણ કે ધનને જોઈ હર્ષિત થાય છે ને. અને બીજું તે ક્યારેય પણ અસંતુષ્ટ નહીં થશે. કારણ કે ખજાનો ભરપૂર હોવાનાં કારણે, કોઈ અપ્રાપ્ત વસ્તુ ન હોવાનાં કારણે સદૈવ સંતુષ્ટ અને હર્ષિત રહેશે. તેમનો એક-એક બોલ તીર સમાન લાગશે. જેને જે બોલશે તેમને તે લાગી જશે. તેમનાં બોલ પ્રભાવશાળી હોય છે. વાણીનું દાન કરવાથી વાણીમાં બહુ ગુણ આવી જાય છે. અવસ્થા માં સહજ જ ખુશીની પ્રાપ્તિ થશે. પ્રાપ્તિ કરવાનો પુરુષાર્થ નહીં કરે પરંતુ સ્વતઃ જ પ્રાપ્ત થશે. જેમ કોઇ ખાણ થી ચીજ નીકળે છે તો અખૂટ હોય છે ને. એ જ રીતે અંદર થી ખુશી સ્વતઃ જ નીકળતી રહેશે. આ વરદાન નાં રુપમાં પ્રાપ્ત થાય છે. ખુશીનાં માટે પુરુષાર્થ નથી કર્યો. પુરુષાર્થ તો વાણી દ્વારા દાન કરવાનો કર્યો. પ્રાપ્તિ ખુશી ની થઈ.
કર્મણા દ્વારા ગુણોનું દાન કરવાનાં કારણે કઈ મૂર્ત બની જશો? ફરિશ્તા. કર્મ અર્થાત્ ગુણોનું દાન કરવાથી તેમ ચલન અને ચહેરો - બંનેય ફરિશ્તાનાં જેવાં દેખાશે. બંને પ્રકારની લાઈટ હશે અર્થાત્ પ્રકાશમય પણ અને હલકાપણું પણ. જે પણ પગલું ઉઠશે તે હલકું. બોજ મહેસૂસ નહીં કરે. જાણે કોઈ શક્તિ ચલાવી રહી છે. દરેક કર્મમાં મદદની મહેસૂસતા કરશે. દરેક કર્મમાં સર્વ દ્વારા પ્રાપ્ત થયેલું વરદાન અનુભવ કરશે. બીજું, દરેક કર્મ દ્વારા મહાદાની બનવા વાળા સર્વનાં આશીર્વાદનાં પાત્ર બનવાનાં કારણે સર્વ વરદાનોની પ્રાપ્તિ પોતાનાં જીવનમાં અનુભવ કરશે. મહેનત થી નહીં, પરંતુ વરદાનનાં રુપમાં. તો કર્મમાં દાન કરવાવાળા એક તો ફરિશ્તા રુપ નજર આવશે, બીજું સર્વ વરદાન મૂર્ત પોતાને અનુભવ કરશે. તો પોતાને ચેક કરો - કોઈ પણ દાન કરવામાં કમી તો નથી કરતાં? ત્રણેય દાન કરો છો? ત્રણેનો હિસાબ કોઇને કોઇ રુપ થી પૂરો કરવો જોઈએ. તેનાં માટે યુક્તિ, ચાન્સ (તક) શોધો. એવું નહીં - ચાન્સ મળશે તો કરીશું. ચાન્સ લેવાનો છે, ન કે ચાન્સ મળશે. એવાં મહાદાની બનવાથી પછી લાઈટ અને માઈટનો ગોળો નજર આવશે. તમારાં મસ્તક થી લાઈટનો ગોળો નજર આવશે અને ચલન થી, વાણી થી નૉલેજ રુપી માઈટ નો ગોળો નજર આવશે અર્થાત્ બીજ નજર આવશે. માસ્ટર બીજરુપ છો ને. એવાં લાઈટ અને માઈટનાં ગોળા નજર આવવા વાળા સાક્ષાત્ અને સાક્ષાત્કાર મૂર્ત બની જશે. સમજ્યાં?
અહીંયા આ હૉલમાં એવું કોઈ ચિત્ર છે જેમાં લાઈટ અને માઈટનાં બંને ગોળા હોય? (કોઈએ કહ્યું શ્રી લક્ષ્મી-નારાયણનું, કોઈએ કહ્યું બ્રહ્માનું) જુઓ, ચિત્રને જોવાથી ચેહરો જ જાણે બદલાઈ જાય છે. તો આપ સર્વ પણ એવાં ચૈતન્ય ચિત્ર બનો જે જોતાં જ બધાનાં ચરિત્ર અને નૈન-ચેન બદલાઈ જાય. એવાં બનવાનું છે અને બની પણ રહ્યાં છો. વરદાન ભૂમિમાં આવવું અર્થાત્ વરદાનનાં અધિકારી બનવું. જેમ યાત્રા પર જાઓ છો, કેમ જાઓ છો? (પાપ મિટાવવા) તે ભૂમિમાં આ વિશેષતા છે ત્યારે તો જાઓ છો. આ ભૂમિમાં પછી શું વિશેષતા છે? જે છે જ વરદાન ભૂમિ, ત્યાં વરદાન તો પ્રાપ્ત છે જ. પોતાની જાતે જ વરદાન તો મળશે ને. માંગવાની જરુર નથી. એટલે આજ થી માંગવાનું બંધ. પોતાને અધિકારી સમજો. - અચ્છા?
\\
જેમ કોઇ પણ દુઃખમાં તડપતા ને ઇન્જેક્શન દ્વારા બેહોશ કરી દે છે, તો તેમનાં દુ:ખની ચંચળતા ખતમ થઇ જાય છે. એમ જ મન્સા દ્વારા મહાદાની બનવા વાળા પોતાની દૃષ્ટિ, વૃત્તિ અને સ્મૃતિ ની શક્તિ થી એ જ રીતે એમને શાંતિનાં અનુભવી બનાવી શકે છે.