Search for a command to run...
31 Dec 1970
અમૃતવેલા થી પરિવર્તન શક્તિનો પ્રયોગ
31 December 1970 · ગુજરાતી
આજે બાપદાદા વર્તમાન અને ભવિષ્ય બંને કાળનાં રાજ્ય અધિકારી અર્થાત્ વિશ્વ કલ્યાણકારી અને વિશ્વનાં રાજ્ય અધિકારી, બંને રુપમાં બાળકોને જોઈ રહ્યાં છે. જેટલાં-જેટલાં વિશ્વ-કલ્યાણકારી એટલાં જ વિશ્વ રાજ્ય અધિકારી બને છે. આ બંને અધિકારો ને પ્રાપ્ત કરવા માટે વિશેષ સ્વ પરિવર્તનની શક્તિ જોઈએ. એ દિવસે પણ સંભળાવ્યું હતું કે પરિવર્તન શક્તિ ને અમૃતવેલા થી લઇને રાત સુધી કેવી રીતે કાર્યમાં લગાવો.
પહેલું પરિવર્તન - આંખ ખુલતાં જ હું શરીર નથી આત્મા છું, આ છે આદિ સમય નો આદિ પરિવર્તન સંકલ્પ, આ જ આદિ સંકલ્પની સાથે આખા દિવસની દિનચર્યા નો આધાર છે. જો આદિ સંકલ્પમાં પરિવર્તન નથી થયું તો આખો દિવસ સ્વરાજ્ય અથવા વિશ્વ કલ્યાણમાં સફળ નહીં થઈ શકશો. આદિ સમય થી પરિવર્તન શક્તિ કાર્યમાં લાવો. જે રીતે સૃષ્ટિનાં આદિ માં બ્રહ્મ થી દેવ-આત્મા સતોપ્રધાન આત્મા પાર્ટ માં આવશે, એ જ રીતે દરરોજ અમૃતવેલા આદિ કાળ છે. એટલે આ આદિકાળનાં સમયે પણ ઉઠતાં જ પહેલો સંકલ્પ યાદમાં બ્રાહ્મણ આત્મા પધારી - બાપ થી મિલન મનાવવા માટે. આ જ સમર્થ સંકલ્પ, શ્રેષ્ઠ સંકલ્પ, શ્રેષ્ઠ બોલ, શ્રેષ્ઠ કર્મ નો આધાર બની જશે. પહેલું પરિવર્તન - 'હું કોણ!' તો આ જ ફાઉન્ડેશન (પાયો) પરિવર્તન શક્તિ નો આધાર છે. એના પછી-
બીજું પરિવર્તન 'હું કોનો છું' સર્વ સંબંધ કોનાથી છે! સર્વ પ્રાપ્તિઓ કોનાથી છે! પહેલાં દેહ નું પરિવર્તન પછી દેહનાં સંબંધનું પરિવર્તન, પછી સંબંધ નાં આધાર પર પ્રાપ્તિઓનું પરિવર્તન - આ પરિવર્તન ને જ સહજ યાદ કહેવાય છે. તો આદિ માં પરિવર્તન શક્તિ નાં આધાર પર અધિકારી બની શકો છો.
અમૃતવેલા પછી પોતાનાં દેહ નાં કાર્યક્રમ કરતાં કયા પરિવર્તન ની આવશ્યકતા છે? જેનાથી નિરંતર સહજયોગી બની જશો. સદા આ સંકલ્પ રાખો - 'કે હું ચૈતન્ય સર્વશ્રેષ્ઠ મૂર્તિ છું અને આ મંદિર છે, ચૈતન્ય મૂર્તિનું આ દેહ ચૈતન્ય મંદિર છે. મંદિર ને સજાવી રહ્યો છું. આ મંદિર ની અંદર સ્વયં બાપદાદાની પ્રિય મૂર્તિ વિરાજમાન છે. જે મૂર્તિ નાં ગુણો ની માળા સ્વયં બાપદાદા સિમરણ કરે છે. જે મૂર્તિ ની મહિમા સ્વયં બાપ કરે છે. એવી વિશેષ મૂર્તિનું વિશેષ મંદિર છે.' જેટલી મૂર્તિ વેલ્યુએબલ (મુલ્યવાન) હોય છે, મૂર્તિનાં આધાર પર મંદિરની પણ વેલ્યુ (મૂલ્ય) હોય છે. તો પરિવર્તન શું કરવાનું છે? મારું શરીર નહીં પરંતુ બાપદાદા ની વેલ્યુએબલ મૂર્તિ નું આ મંદિર છે. સ્વયં જ મૂર્તિ, સ્વયં જ મંદિર નાં ટ્રસ્ટી બની મંદિર ને સજાવતાં રહો. આ પરિવર્તન સંકલ્પનાં આધાર પર મારાપણું અર્થાત્ દેહભાન પરિવર્તન થઇ જશે. એનાં પછી - પોતાનું ગોડલી સ્ટુડન્ટ (ઈશ્વરીય વિદ્યાર્થી) રુપ સદા સ્મૃતિ માં રહે. આમાં વિશેષ પરિવર્તન સંકલ્પ કયો જોઈએ? જેનાથી દરેક સેકન્ડ નું ભણતર, દરેક અમૂલ્ય બોલની ધારણા થી, દરેક સેકન્ડ વર્તમાન અને ભવિષ્ય શ્રેષ્ઠ પ્રાલબ્ધ બની જાય. આમાં સદા આ પરિવર્તન સંકલ્પ જોઈએ કે હું સાધારણ વિદ્યાર્થી નથી, સાધારણ ભણતર નહીં પરંતુ ડાયરેક્ટ (સ્વયં) બાપ રોજ દૂર દેશથી અમને ભણાવવા આવે છે. ભગવાનનાં વર્શંસ (મહાવાક્ય) અમારું ભણતર છે. શ્રી-શ્રી ની શ્રીમત અમારું ભણતર છે, જે ભણતર નો દરેક બોલ પદમોની કમાણી જમા કરાવવા વાળો છે. જો એક બોલ પણ ધારણ નહીં કર્યો તો બોલ મીસ નથી કર્યો (છૂટ્યો નથી) પરંતુ પદમો ની કમાણી અનેક જન્મોની શ્રેષ્ઠ પ્રાલબ્ધ અથવા શ્રેષ્ઠ પદની પ્રાપ્તિ માં કમી કરી. એવો પરિવર્તન સંકલ્પ 'ભગવાન બોલી રહ્યાં છે' અમે સાંભળી રહ્યાં છીએ. મારા માટે બાપ ટીચર (શિક્ષક) બની ને આવ્યાં છે. હું સ્પેશિયલ (ખાસ) લાડકો વિદ્યાર્થી છું - એટલે મારા માટે આવ્યાં છે. ક્યાંથી આવ્યાં છે, કોણ આવ્યાં છે, અને શું ભણાવી રહ્યાં છે? આ જ પરિવર્તન શ્રેષ્ઠ સંકલ્પ રોજ કલાસનાં સમયે ધારણ કરીને ભણો. સાધારણ કલાસ નથી, સંભળાવવા વાળા વ્યક્તિને નહીં જુઓ. પરંતુ બોલવા વાળા બોલ કોનાં છે, એમને સામે જુઓ. વ્યક્તમાં અવ્યક્ત બાપ અને નિરાકારી બાપ ને જુઓ. તો સમજ્યાં - શું પરિવર્તન કરવાનું છે. આગળ વધો - ભણવાનું પણ ભણી લીધું - હવે શું કરવાનું છે? હવે સેવા નો પાર્ટ આવ્યો. સેવા માં કોઈપણ પ્રકારની સેવા ભલે પ્રવૃત્તિની, ભલે વ્યવહારની, ભલે ઈશ્વરીય સેવા, પ્રવૃત્તિ ભલે લૌકિક સંબંધ હોય, કર્મબંધન નાં આધાર થી સંબંધ હોય પરંતુ પ્રવૃત્તિમાં સેવા કરતાં પરિવર્તન સંકલ્પ આ જ કરો - મરજીવા જન્મ થયો અર્થાત્ લૌકિક કર્મબંધન સમાપ્ત થયાં. કર્મબંધન સમજીને નહીં ચાલો. કર્મબંધન, કર્મબંધન વિચારવાથી અને કહેવાથી જ બંધાઈ જાઓ છો. પરંતુ આ લૌકિક કર્મબંધન નો સંબંધ હવે મરજીવા જન્મનાં કારણે શ્રીમત નાં આધાર પર સેવાનાં સંબંધ નો આધાર છે. કર્મબંધન નહિં, સેવાનો સંબંધ છે. સેવાનાં સંબંધ માં વેરાઈટી (વિવિધ) પ્રકારની આત્માઓનું જ્ઞાન ધારણ કરી, સેવાનો સંબંધ સમજી ને ચાલશો તો બંધનમાં હેરાન નહીં થશો. પરંતુ અતિ પાપ આત્મા, અતિ અપકારી આત્મા, બગલા ઉપર પણ નફરત નહીં, ઘૃણા નહીં, નિરાદર નહીં પરંતુ વિશ્વ-કલ્યાણકારી સ્થિતિમાં સ્થિત થઈ રહેમદિલ બની દયાની ભાવના રાખતાં સેવાનો સંબંધ સમજી ને સેવા કરશો અને જેટલી હોપલેસ (નિરાશાજનક) કેસ ની સેવા કરશો તો એટલાં જ પ્રાઇઝ (ઇનામ) નાં અધિકારી બનશો. નામીગ્રામી વિશ્વ-કલ્યાણકારી ગવાશો. પીસ મેકર (શાંતિ નિર્માતા) નું પ્રાઈઝ લેશો. તો પ્રવૃત્તિમાં કર્મબંધન નાં બદલે સેવાનો સંબંધ છે - આ પરિવર્તન સંકલ્પ કરો. પરંતુ સેવા કરતાં-કરતાં અટેચમેન્ટ (લગાવ) માં નહીં આવી જતાં. ક્યારેક ડોક્ટર પણ પેશન્ટ (દર્દી) નાં લગાવમાં આવી જાય છે.
સેવાનો સંબંધ અર્થાત્ ત્યાગ અને તપસ્વી રુપ. સાચી સેવાનાં લક્ષણ એ જ ત્યાગ અને તપસ્યા છે. એવી જ રીતે વ્યવહારમાં પણ ડાયરેક્શન (માર્ગદર્શન) પ્રમાણે નિમિત્ત માત્ર શરીર નિર્વાહ પરંતુ મૂળ આધાર આત્માનો નિર્વાહ, શરીર નિર્વાહની પાછળ આત્માનો નિર્વાહ ભૂલી ન જવો જોઈએ. વ્યવહાર કરતાં શરીર નિર્વાહ અને આત્મનિર્વાહ બંને નું બેલેન્સ (સંતુલન) હોય. નહીં તો વ્યવહાર માયાજાળ બની જશે. એવી જાળ જે જેટલી વધારતાં જશો એટલાં ફસાતાં જશો. ધનની વૃદ્ધિ કરતાં પણ યાદની વિધિ ભૂલવી ન જોઇએ. યાદ ની વિધિ અને ધન ની વૃદ્ધિ બંને સાથે-સાથે હોવી જોઈએ. ધનની વૃદ્ધિ ની પાછળ વિધિ ને છોડી નથી દેવાની. આને કહેવાય છે લૌકિક સ્થૂળકર્મ પણ કર્મયોગી ની સ્થિતિ માં પરિવર્તન કરવું. ફક્ત કર્મ કરવાવાળા નહીં પરંતુ કર્મયોગી છો. કર્મ અર્થાત્ વ્યવહાર, યોગ અર્થાત્ પરમાર્થ. પરમાર્થ અર્થાત્ પરમપિતાની સેવા અર્થ કરી રહ્યાં છીએ. તો વ્યવહાર અને પરમાર્થ બંને સાથે-સાથે રહે. એને કહેવાય છે શ્રીમત પર ચાલવા વાળા કર્મયોગી. વ્યવહાર નાં સમયે પરિવર્તન શું કરવાનું છે? હું ફક્ત વ્યવહારી નહિં પરંતુ વ્યવહારી અને પરમાર્થી અર્થાત્ જે કરી રહ્યો છું એ ઈશ્વરીય સેવા અર્થ કરી રહ્યો છું. વ્યવહારી અને પરમાર્થી કમબાઇન્ડ (સંયુક્ત) છું. આ જ પરિવર્તન સંકલ્પ સદા સ્મૃતિમાં રહે તો મન અને તન ડબલ કમાણી કરતાં રહેશે. સ્થૂળ ધન પણ આવતું રહેશે. અને મન થી અવિનાશી ધન પણ ભેગું થતું રહેશે. એક જ તન દ્વારા એક જ સમયે મન અને ધન ની ડબલ કમાણી થતી રહેશે. તો સદા એ યાદ રહે કે ડબલ કમાણી કરવા વાળો છું. આ ઈશ્વરીય સેવામાં સદા નિમિત્ત માત્ર નો મંત્ર અથવા કરનહાર ની સ્મૃતિ નો સંકલ્પ સદા યાદ રહે. કરાવનહાર ભૂલાય નહીં. તો સેવામાં સદા નિર્માણ અને નિર્માણ જ કરતાં રહેશો. અચ્છા….!
હજું આગળ ચાલો, આગળ ચાલી અનેક પ્રકારનાં વ્યક્તિ અને વૈભવ, અનેક પ્રકારની વસ્તુઓ નો સંપર્ક કરો છો. એમાં પણ સદા વ્યક્તિમાં વ્યક્ત ભાવનાં બદલે આત્મિક ભાવ ધારણ કરો. વસ્તુઓ અથવા વૈભવો માં અનાસક્ત ભાવ ધારણ કરો તો વૈભવ અને વસ્તુ અનાસક્ત ની આગળ દાસીનાં રુપમાં હશે અને આસક્ત ભાવ વાળાની આગળ ચુંબક ની જેમ ફસાવવા વાળી હશે. જે છોડાવવા ઈચ્છો તો પણ છૂટી નથી શકતાં. એટલે વ્યક્તિ અને વૈભવમાં આત્મ ભાવ અને અનાસક્ત ભાવનું પરિવર્તન કરો.
હજું આગળ ચાલો - કોઈપણ જૂની દુનિયાનાં આકર્ષણમય દૃશ્ય, અલ્પકાળનાં સુખનાં સાધન યુઝ કરો (વાપરો) છો કે જુઓ છો તો એ સાધનો કે દૃશ્ય ને જોઈ ક્યાંક-ક્યાંક સાધના ને ભૂલી સાધન માં આવી જાઓ છો. સાધનો નાં વશીભૂત થઈ જાઓ છો. સાધનો નાં આધાર પર સાધના - એમ સમજો જે રીતે રેતી નાં ફાઉન્ડેશન (પાયા) ઉપર બિલ્ડીંગ (ઇમારત) ઉભી કરી રહ્યાં છો. એની શું હાલત થશે? વારંવાર હલચલમાં ડગમગ થશે. પડ્યા કે પડ્યા એ જ હાલત થશે. એટલે એ જ પરિવર્તન કરો કે સાધન વિનાશી અને સાધના અવિનાશી. વિનાશી સાધનનાં આધાર પર અવિનાશી સાધના થઈ ન શકે. સાધન નિમિત્ત માત્ર છે, સાધના નિર્માણ નો આધાર છે. તો સાધન ને મહત્વ નહીં આપો સાધના ને મહત્વ આપો. તો સદા એ સમજો કે હું સિદ્ધિ સ્વરુપ છું ન કે સાધન સ્વરુપ. સાધના સિદ્ધિ ને પ્રાપ્ત કરાવશે. સાધનોનાં આકર્ષણ માં સિદ્ધિ સ્વરુપ ને ભૂલી નહિં જાઓ. દરેક લૌકિક વસ્તુ ને જોઈ, લૌકિક વાતો ને સાંભળી, લૌકિક દૃશ્ય ને જોઈ, લૌકિક ને અલૌકિક માં પરિવર્તન કરો અર્થાત્ જ્ઞાન સ્વરુપ થઈ દરેક વાત થી જ્ઞાન ઉઠાવો. વાત માં નહીં જાઓ, જ્ઞાન માં જાઓ તો સમજ્યાં, શું પરિવર્તન કરવાનું છે. અચ્છા….!
હજું આગળ ચાલો - હવે બાકી શું રહી ગયું! હવે સૂવાનું રહી ગયું. સૂવું અર્થાત્ સોના ની દુનિયામાં સૂવું. સૂવા ને પણ પરિવર્તન કરો. પલંગ પર નહીં સૂવો. પરંતુ ક્યાં સુઈ જશો. બાપની યાદનાં ખોળામાં સૂઈ જશો. ફરિશ્તાઓની દુનિયામાં સ્વપ્ન માં ચક્કર લગાવો તો સ્વપ્ન પણ પરિવર્તન કરો અને સૂવાનું પણ પરિવર્તન કરો. આદિ થી અંત સુધી પરિવર્તન કરો. સમજ્યાં - કેવી રીતે પરિવર્તન શક્તિ નો ઉપયોગ કરવો.
આ નવાં વર્ષની ભેટ પરિવર્તન શક્તિ ની ભેટ છે. સ્વ પરિવર્તન અને વિશ્વ પરિવર્તન આ જ ગિફ્ટ (ભેટ) ની લિફ્ટ થી વિશ્વનાં પરિવર્ત નો સમય સમીપ લાવશો. નવાં વર્ષની શુભેચ્છા તો બધાં આપે છે પરંતુ બાપદાદા નવા વર્ષમાં સદા તીવ્ર પુરુષાર્થી બનવાની નવીનતાની ઈન-એડવાન્સ (પહેલે થી) શુભેચ્છા આપી રહ્યાં છે. નવું વર્ષ, નવાં સંસ્કાર, નવો સ્વભાવ, નવો ઉમંગ-ઉત્સાહ, વિશ્વને નવું બનાવવાનો શ્રેષ્ઠ સંકલ્પ, સર્વ ને મુક્તિ જીવનમુક્તિ નું વરદાન આપવાનો સદા શ્રેષ્ઠ સંકલ્પ એવી નવીનતા ની શુભેચ્છા છે, અભિનંદન છે. જૂનાં સંસ્કારો, જૂની ચાલ, જૂની ઢાલ, જૂનાં ની વિદાય નાં અભિનંદન છે. અચ્છા…!
એમ દરેક કર્મ માં પરિવર્તન શક્તિ દ્વારા સ્વ પરિવર્તન અને વિશ્વ પરિવર્તન કરવા વાળા, દરેક સેકન્ડ, દરેક સંકલ્પ, દરેક કર્મ, નવાં અર્થાત્ ગોલ્ડન એજ (સ્વર્ણિમ યુગ) કરવા વાળા શ્રેષ્ઠ અર્થાત્ સતોપ્રધાન કરવા વાળા, નવાં વર્ષમાં સ્વ માં અને વિશ્વ માં નવો ચમત્કાર દેખાડવા વાળા જે હમણાં સુધી અસંભવ સમજી રહ્યાં છે સ્વનાં પ્રતિ કે વિશ્વનાં પ્રતિ, એ અસંભવ ને સહજ સંભવ કરવા વાળા, એવાં સદા સફળતા મૂર્ત શ્રેષ્ઠ સિદ્ધિ સ્વરુપ આત્માઓને બાપદાદાનાં યાદ-પ્યાર અને નમસ્તે.