Search for a command to run...
21 Jan 1971
અવ્યક્ત વતન નું અલૌકિક નિમંત્રણ
21 January 1971 · ગુજરાતી
આજે મળવા માટે બોલાવ્યાં છે. આ અવ્યક્ત મિલન અવ્યક્ત સ્થિતિમાં સ્થિત થઈને જ મનાવી શકો છો. સમજી શકો છો? આજે જોઈ રહ્યાં છે - કોણ-કોણ કેટલાં શક્તિ-સ્વરુપ બન્યાં છે? તમારાં લોકોનાં ચિત્રોમાં નંબરવાર શક્તિઓનાં યાદગાર દેખાડયાં છે. શક્તિઓની પરખ કયા ચિત્રો દ્વારા કરી શકો છો, ખબર છે? તમને તમારી શક્તિઓને પારખવાનું ચિત્ર ખબર નથી! ભિન્ન-ભિન્ન નંબરવાર શક્તિઓનાં યાદગાર બનેલાં છે. પોતાનું ચિત્ર ભૂલી ગયાં છો! શક્તિઓનાં ચિત્રમાં ભિન્ન-ભિન્ન રુપથી અને પછી ભુજાઓનાં રુપમાં નંબરવાર શક્તિઓનું યાદગાર છે. એ ચિત્રોમાં ક્યાંક કેટલી ભુજાઓ, ક્યાંક કેટલી દેખાડે છે. કોઈ અષ્ઠ શક્તિઓને ધારણ કરવા વાળી બને છે, કોઈ તેનાથી વધારે, કોઈ તેનાથી ઓછી. ક્યાંક ૪ ભુજાઓ, ક્યાંક ૮ ભુજાઓ, ક્યાંક ૧૬ પણ દેખાડે છે, નંબરવાર. તો આજે જોઈ રહ્યાં છે - દરેકે કેટલી શક્તિઓની ધારણા કરી છે. માસ્ટર સર્વશક્તિવાન કેહવડાવો છો ને. માસ્ટર સર્વશક્તિવાન અર્થાત્ સર્વ શક્તિઓને ધારણ કરવા વાળા. પોતાની શક્તિ-સ્વરુપ નો સાક્ષાત્કાર થાય છે? અવ્યક્ત વતનમાં દરેકનું શક્તિરુપ જુએ છે તો શું દેખાતું હશે? વતનમાં પણ બાપદાદાની અલૌકિક પ્રદર્શની છે. તેનાં ચિત્ર કેટલાં હશે? તમારાં ચિત્રો ગણતરી માં આવી શકે છે પરંતુ બાપદાદાની પ્રદર્શની નાં ચિત્રો ગણી શકો છો? બાપદાદા નિમંત્રણ આપે છે. નિમંત્રણ આપવા વાળા તો નિમંત્રણ આપે છે, આવવા વાળાનું કામ છે પહોંચવાનું. બાપદાદા તમારાં બધાંથી કરોડ ગણી વધારે ખુશીથી નિમંત્રણ આપે છે. દરેકને અનુભવ થઈ શકે છે. અવ્યક્ત સ્થિતિનો અનુભવ થોડોક સમય સતત કરો તો એવાં અનુભવ થશે જેમ સાયન્સ (વિજ્ઞાન) દ્વારા દૂરની વસ્તુ સામે દેખાય છે, એમ જ અવ્યક્ત વતનની એક્ટિવિટી (પ્રવૃત્તિ) અહીંયા સ્પષ્ટ દેખાશે. બુદ્ધિબળ દ્વારા પોતાનાં સર્વશક્તિવાન નાં સ્વરુપનો સાક્ષાત્કાર કરી શકો છો. વર્તમાન સમયે સ્મૃતિ ઓછી હોવાનાં કારણે સમર્થી પણ નથી. વ્યર્થ સંકલ્પ, વ્યર્થ શબ્દ, વ્યર્થ કર્મ થઈ જવાનાં કારણે સમર્થ નથી બની શકતાં. વ્યર્થને મિટાવો તો સમર્થ થઈ જશો. પુરુષાર્થ નાં ભિન્ન-ભિન્ન સ્વરુપ વતનમાં દરેકનાં જોતાં રહે છે. ખૂબ સારું લાગે છે. દરેક પોત પોતાને એટલું નહીં જોતાં હોય જેટલું વતન માં દરેકનાં અનેક રુપ જુએ છે. તમે લોકો પણ એક દિવસ ખાસ અટેન્શન (ધ્યાન) આપીને જોજો કે આખા દિવસમાં મારા કેટલાં અને કેવાં રુપ થયાં. પછી ખૂબ હસવું આવશે - ભિન્ન-ભિન્ન પોઝ (સ્વરુપ) જોઇને. આજકાલ એકનાં જ ઘણાં પોઝ નીકાળે છે. તો પોતાનાં પણ જોજો. પોતાનાં બહુ રુપો નો સાક્ષાત્કાર કરજો. વતનમાં આવવાનું દિલ તો બધાનું થાય છે પરંતુ પોતે પોતાને જ પૂછો - જે બ્રાહ્મણપણાં નાં કર્તવ્ય કરવાનાં છે તે બધાં કર્યા છે? સર્વ કર્તવ્ય સંપન્ન કર્યા પછી જ સંપૂર્ણ બનશો. હમણાં નો સમય એવો ચાલી રહ્યો છે જે એક-એક પગલું અટેન્શન (સાવધાની) રાખીને ચાલવાનું છે. અટેન્શન ન હોવાનાં કારણે પુરુષાર્થ નાં પણ ટેન્શનમાં રહો છો. એક તરફ વાતાવરણ નું ટેન્શન રહે છે, બીજી તરફ પુરુષાર્થ નું પણ ટેન્શન રહે છે. એટલે ફક્ત એક શબ્દ ઍડ (ઉમેરો) કરો - અટેન્શન. પછી આ બહુરુપ એક જ સંપૂર્ણ રૂપ બની જશે. એટલે હવે કદમ-કદમ પર અટેન્શન. જણાવ્યું હતું કે આજકાલ સર્વ આત્માઓ સુખ અને શાંતિનો અનુભવ કરવા ઈચ્છે છે. વધારે સાંભળવાં નથી ઇચ્છતી. અનુભવ કરાવવા માટે સ્વયં અનુભવ-સ્વરુપ બનશો ત્યારે સર્વ આત્માઓ ની ઈચ્છા પૂર્ણ કરી શકશો. દિન-પ્રતિદિન જોશો - જેમ ધનનાં ભિખારી ભિક્ષા લેવા માટે આવે છે તેમ શાંતિનાં અનુભવની ભિખારી આત્માઓ ભિક્ષા લેવા માટે તડપશે. હવે ફક્ત એક દુઃખની લહેર આવશે તો જેમ લહેરોમાં લહેરાતી આત્માઓ અથવા લહેરોમાં ડૂબતી આત્મા એક તિનકા (તણખલાં) નો પણ સહારો શોધે છે, એમ તમારાં લોકોની સામે અનેક ભિખારી આત્માઓ આ ભીખ માંગવા માટે આવશે. તો એવી તડપતી અથવા ભિખારી તરસી આત્માઓની તરસ મટાડવાં માટે પોતાને અતીન્દ્રિય સુખ અથવા સર્વ શક્તિઓથી ભરપૂર કર્યાનો અનુભવ કરો છો? સર્વ શક્તિઓનો ખજાનો, અતીન્દ્રિય સુખનો ખજાનો એટલો ભેગો કર્યો છે જે પોતાની સ્થિતિ તો કાયમ રહે પરંતુ અન્ય આત્માઓને પણ સંપન્ન બનાવી શકો. સર્વની ઝોલી ભરવા વાળા દાતાનાં બાળકો છો ને. હવે આ દૃશ્ય બહુ જ જલ્દી સામે આવશે.
ડૉક્ટર લોકો પણ કોઈને આ બીમારીની દવા નહીં આપી શકે. ત્યારે તમારાં લોકોની પાસે આ ઔષધિ લેવાં માટે આવશે. ધીરે-ધીરે આ અવાજ ફેલાશે કે સુખ-શાંતિનો અનુભવ બ્રહ્માકુમારીઓની પાસે મળશે. ભટકતાં-ભટકતાં અસલી દ્વાર પર અનેકાનેક આત્માઓ આવી પહોંચશે. તો એવી અનેક આત્માઓને સંતુષ્ટ કરવા માટે સ્વયં પોતાનાં દરેક કર્મ થી સંતુષ્ટ છો? સંતુષ્ટ આત્માઓ જ અન્ય ને સંતુષ્ટ કરી શકે છે. હવે એવી સર્વિસ કરવા માટે પોતાને તૈયાર કરો. એવી તડપતી આત્માઓ સાત દિવસનાં કોર્સ માટે પણ થોભી નહીં શકે. તો એ સમયે તે આત્માઓને કાંઈ ને કાંઈ અનુભવની પ્રાપ્તિ કરાવવી પડશે. એટલે કહ્યું કે હવે પોતાનાં બ્રાહ્મણપણાં નાં કર્તવ્યને સંપન્ન કરવાં માટે પોતાને સંપૂર્ણ બનાવતાં રહો. હવે સમજ્યાં કઈ સર્વિસ કરવાની છે? જ્યાં સુધી તમે વ્યક્તમાં બિઝી (વ્યસ્ત) છો, બાપદાદા અવ્યક્તમાં પણ મદદગાર તો છે ને. હિંમતે બચ્ચે મદદે બાપ. તો બતાવો વધારે બિઝી કોણ હશે? જેમ શરુઆતમાં વતન નો અનુભવ કરાવતાં હતાં ને. એવો અનુભવ કરતાં હતાં કે ધ્યાનમાં જવાવાળા થી પણ સારો થતો હતો. (બાબા તમે હમણાં પણ અનુભવ કરાવો) અનુભવ કરો. બુદ્ધિનું વિમાન તો છે જ. કોઈ-કોઈ બાળકો કોઈ વાતની જીદ્દ્ કરે છે તો બાપને કહેવું માનવું પડે છે. હવે અનુભવ કરવાની જીદ્દ્ કરો. અચ્છા.
(જેમ ધનનાં ભિખારી ભિક્ષા લેવા માટે આવે છે તેમ શાંતિનાં અનુભવ ની ભિખારી આત્માઓ ભિક્ષા લેવાં માટે તડપશે. જેમ લહેરોમાં લહેરાતી આત્માઓ અથવા લહેરોમાં ડૂબતી આત્મા એક તિનકાનો પણ સહારો શોધે છે, એમ તમારાં લોકોની સામે અનેક ભિખારી આત્માઓ આ ભીખ માંગવા માટે આવશે. તો એવી તડપતી તરસી આત્માઓની તરસ મટાડવાં માટે પોતાને અતીન્દ્રિય સુખ અથવા સર્વ શક્તિઓથી ભરપૂર કરો.)
પાર્ટીઓ થી મુલાકાત
પ્રજા તો ત્રેતાનાં અંત વાળી જોઈએ. દ્વાપર યુગ માટે ભક્ત જોઈએ. ભક્ત પણ બનાવો અને પ્રજા પણ બનાવો. હવે તો એવો સમય આવશે - દેતા જાઓ, ઝોલી ભરતાં જાઓ. એટલી તડપતી આત્માઓ આવશે, તેમને બુંદ (ટીપું) પણ આપશો તો ખુશ થઈ જશે. એવો સમય હવે આવવાનો છે. જેમ તેઓ કહે છે મિનિટ મોટર (સિક્કા પર છાપની મશીન), એવી મશીનરી ચાલશે. દૃષ્ટિ, વૃત્તિ, સ્મૃતિ, વાણી બધાંથી સર્વિસ ચાલશે. તમારું ઘર પણ આશ્રમ છે. એમાંથી જે પણ નીકળશે તે સ્વયં સેવાકેન્દ્ર પર જવાં માટે રોકાઇ નહીં શકે. આમણે તો સર્વિસની સ્થાપનામાં ધક્કા ખાધાં છે. તમે લોકો તો બન્યું-બનાવેલાં પર આવ્યાં છો. આમણે મહેનત કરી માખણ કાઢ્યું, તમે ખાવા પર આવી ગયાં પરંતુ માખણ ખાવા વાળા કેટલાં શક્તિશાળી હોવાં જોઈએ? સદૈવ આ ખ્યાલ રાખો કે જે પણ આત્માઓ સંપર્કમાં આવે છે તેમને જે આવશ્યકતા છે તે મળે. રોટલી ની આવશ્યકતા વાળાને પાણી આપી દો તો… કોઈને માન આપવું પડે છે, તેમને કહો જઈને દરી (શેતરંજી) પર બેસો તો કેવી રીતે બેસશે! કોઈકને દરી પર બેસાડીને કોર્સ કરાવાય છે કોઈને સોફા પર. હમણાં ગવર્નર આવ્યાં તો શું કર્યું? રિગાર્ડ (આદર) આપ્યો ને. જો રિવાજી રીતેથી ચલાવો તો ચાલી ન શકે. ક્યાંક રિગાર્ડ આપીને લેવું પડે છે. બધાંને એક જેવો ડોઝ આપવાથી બીમાર પણ પડી જાય છે. આજકાલ ડૉક્ટરોની પાસે પેશન્ટસ (દર્દી) જાય છે તો લાંબો કોર્સ નથી ઈચ્છતાં. આવ્યાં ઈન્જેક્શન લગાવ્યું અને ખલાસ. અહીંયા પણ એવું છે, આવ્યાં અને એમને ઉડાવ્યાં. એવી સર્વિસ (સેવા) કરો છો? સ્વભાવ થી પણ સર્વિસ કરી શકો છો. ડ્રામા અનુસાર કોઈને સ્વભાવ પણ સારો મળે છે તો તે સ્વભાવની પણ મદદ છે. સહેલી (સખી) બનાવીને કોઈને અનુભવ થી પણ પ્રભાવિત કરી શકો છો. છોડી ન દો કે આ જ્ઞાન સાંભળતાં નથી. પહેલાં સંપર્ક માં લાવીને પછી સંબંધમાં લાવો. સ્વભાવ થી પણ કોઈને સમીપ લાવી શકો છો. આનો પ્રયોગ કરો.
તમે બધાં વિશ્વનાં કલ્યાણનાં આધારમૂર્ત છો. પોતાને આધારમૂર્ત સમજશો તો અનેકોનું ઉદ્ધાર કરી શકશો. જે આવી સર્વિસ કરે છે તે એ ખાતામાં, જેમ બેંકમાં ભિન્ન-ભિન્ન ખાતા હોય છે, જે જે જેની સર્વિસ કરવાનાં નિમિત્ત બને છે તે એ સમયે એવાં જ ખાતામાં જમા થાય છે. ફાઉન્ડેશન (પાયો) જેટલો ઊંડો નાખશો એટલું મજબૂત થશે. ફાઉન્ડેશન તો નાખો છો પરંતુ ઊંડાણ માં નાખવાથી, જેમ કહ્યું કે સંપર્ક માં તો લાવ્યાં છો પરંતુ સંબંધમાં લાવવાનાં છે. જે અનેકોને સંબંધમાં લાવે છે તે નજીકનાં સંબંધમાં આવશે. જે અનેકોને સંપર્કમાં લાવે છે તે ત્યાં પણ નજીક સંપર્કમાં આવશે.
૨. આખા દિવસનાં પોતામેલ ને સારી રીતે કાઢી શકો છો? એ ખબર પડે છે કે મેલ ગાડીની રફતાર છે? બાપદાદાનાં સંસ્કારો થી મેળ કરવાનો છે. આપ સૌએ, જેઓએ સાકાર રુપથી સાથે રહીને સેકન્ડનાં સંકલ્પ, સંસ્કાર નો અનુભવ કર્યો છે, તેનાથી મેળ કરવાનો છે. બીજાઓને બુદ્ધિયોગ થી ખેંચવાં પડે છે. આપ સૌને ફક્ત સામે લાવવાં પડે છે. એટલે સંકલ્પ, સંસ્કાર ને મળાવતાં જવાનું છે. સમય નષ્ટ નથી કરવાનો, તુંરત નિર્ણય કરવાનો છે કે શું કરવાનું છે, શું નથી કરવાનું? એમાં સમયની પણ બચત છે અને બુદ્ધિની શક્તિ પણ જે નષ્ટ થાય છે તેની પણ બચત છે. પોતાનાં પુરુષાર્થ થી સંતુષ્ટ છો? સંપૂર્ણ થવાનો શું પ્લાન (યોજના) બનાવ્યો છે? પોતાને જ્યારે બદલશો ત્યારે બીજાઓની સર્વિસ કરશો. સંતુષ્ટતા માં સર્ટીફિકેટ મળ્યું છે? મનપસંદ ની સાથે-સાથે લોકપસંદ બનવાનું છે. સર્ટીફિકેટ એક તો જે રિસ્પોન્સિબલ (જવાબદાર) છે તેમણે આપ્યું તો લોકપસંદ થયાં, રચના ને પણ સંતુષ્ટ રાખવાની છે. તેમની ચલનથી જ કેચ કરવાનું છે કે સંતુષ્ટ છે? જ્યારે કોઈ મધુબનમાં આવે છે તો નિમિત્ત બનેલી બહેનો દ્વારા પોતાનું સર્ટીફિકેટ લઇ જાય. આ બધાં સર્ટીફિકેટ ધર્મરાજપુરી માં કામ આવશે. જેમ રસ્તા પર ગાડી ચલાવવા વાળાને સર્ટીફિકેટ હોય છે તો દેખાડી દેવાથી રસ્તો પાર કરી લે છે. એમ ધર્મરાજપુરી માં પણ આ સર્ટીફિકેટ કામમાં આવશે. એટલે જેટલું બની શકે સર્ટીફિકેટ લેતાં જાઓ. કારણ કે ટ્રિબ્યુનલ માં પણ આ જ મહારથી બેસે છે. આમનાં સર્ટીફિકેટ કામમાં આવશે. અહીંયાથી સર્ટીફીકેટ લઇ જવાથી બીજી આત્માઓને સેટિસ્ફાય (સંતુષ્ટ) કરવાની વિશેષતા આવશે. અનુભવી બહેનો અનેકોને સેટિસ્ફાય કરવાની શિક્ષા આપે છે. એનેકોને સેટિસ્ફાય કરવાની યુક્તિ છે સર્ટીફિકેટ.
સ્નેહી બનતાં આવડે કે શક્તિ બનતાં આવડે છે? શક્તિ ભરવા વાળા જે રચયિતા છે તેમની રચના પણ શક્તિશાળી હોવાનાં કારણે પુરુષાર્થ માં ક્યારે કેવી રીતે, ક્યારે કેવી રીતે ડગમગ નહીં થશે. જો વિદ્યાર્થી ડગમગ થાય છે તો તેનાથી પારખી શકાય છે કે શક્તિ ભરવાની યુક્તિ નથી. સમીપ લાવવું એ જ વિશેષતા છે. શક્તિશાળી બનાવજો જે માયાથી મુકાબલો કરી લે. આ એડ (ઉમેરી) કરી દેજો. વિઘ્ન આવે પણ પરંતુ વધારે સમય ન ચાલે. આવ્યું અને ગયું - આ છે શક્તિરુપ ની નિશાની. જે પોતાનાથી સંતુષ્ટ હોય છે તે બીજાઓથી પણ સંતુષ્ટ રહે છે. બીજા કોઈ અસંતુષ્ટ કરે પણ પરંતુ સ્વયં સંતુષ્ટ છે, તો બધાં તેનાથી સંતુષ્ટ થઇ જશે. બીજા ની કમીને પોતાની કમી સમજીને ચાલશો તો પોતે પણ સંપૂર્ણ બની જશો. આ કયારેય નહીં વિચારો કે આ કારણથી મારો પુરુષાર્થ ઠીક નથી ચાલતો. મારી કમજોરી છે, એવું સમજવાથી ઉન્નતિ જલ્દી થઈ શકે છે. નહીં તો બીજાઓની કમીનાં નિર્ણય માં જ સમય બહુ જાય છે.
સાકાર સ્નેહી છો કે નિરાકાર સ્નેહી છો? નિરાકાર સ્નેહી જે હોય છે તેમની એ વિશેષતા વધારે હોય છે કે તે નિરાકારી સ્થિતિમાં વધારે સ્થિત થશે, સાકાર સ્નેહી ચરિત્રવાન હશે. તેમનું એક-એક ચરિત્ર સર્વિસેબલ હશે. બીજું તે બીજાઓને પણ સ્નેહમાં વધારે લાવી શકશે. નિરાકારી, નિરહંકારી બન્ને સમાન જોઈએ.
બાળક બનવું સારું છે કે માલિક બનવું સારું છે? જેટલું થઈ શકે સર્વિસનાં સંબંધમાં બાળકપણું, પોતાનાં પુરુષાર્થની સ્થિતિમાં માલિકપણું. સંપર્ક અને સર્વિસમાં બાળકપણું, યાદની યાત્રા અને મંથન કરવામાં માલિકપણું. સાથીઓ અને સંગઠનમાં બાળકપણું અને વ્યક્તિગત માં માલિકપણું - આ છે યુક્તિયુક્ત ચાલવું.
સદા ઉમંગ-ઉલ્લાસ માં એકરસ રહેવાં માટે કઈ પૉઇન્ટ (વાત) યાદ રહે? એનાં માટે જે સદૈવ સંબંધમાં આવે છે - ભલે સ્ટુડન્ટ, ભલે સાથી બધાંને સંતુષ્ટ કરવાની ઉત્કંઠા હોય. ઉત્સાહ માં રહેવાથી જે ઈશ્વરીય ઉમંગ-ઉત્સાહ છે તે સદા એકરસ રહેશે. જેને જુઓ એનાથી દર સમયે ગુણ ઉઠાવતાં રહો. સર્વનાં ગુણોનું બળ મળવાથી સદાકાળ નાં માટે ઉત્સાહ રહેશે. ઉત્સાહ ઓછો થવાનું કારણ બીજાઓનાં ભિન્ન-ભિન્ન સ્વરુપ, ભિન્ન-ભિન્ન વાતો જોવી, સાંભળવી. ગુણ જોવાની ઉત્કંઠા હોય તો એકરસ ઉત્સાહ રહે. ગુણ ચોર બનવાથી બીજાં ચોર ભાગી જશે. સર્વ પર વિજયી બનવાની યુક્તિ શું છે? વિજયી બનવા માટે દરેકનાં દિલનાં રાઝ (રહસ્ય) ને જાણવું. જયારે દરેકનાં મુખનાં અવાજને જુઓ છો, તો અવાજ જોવાથી તેના દિલનાં રાઝને નથી જાણી શકતાં. દિલનાં રાઝને જાણવાથી સર્વનાં દિલનાં વિજયી બની શકો છો. દિલનાં રાઝને જાણવા માટે અંતર્મુખતા જોઈએ. જેટલું રાઝને જાણશો એટલાં સર્વને રાજી કરી શકશો. જેટલું રાજી કરશો એટલાં રાઝ ને જાણશો. ત્યારે વિજયી બની શકશો.
સરળચિત્તની નિશાની શું છે? જે સ્વયં સરળચિત્ત રહે છે તે બીજાઓને પણ સરળચિત્ત બનાવી શકે છે. સરળચિત્ત એટલે જે વાત સાંભળી, જોઈ, કરી, તે સારયુક્ત હોય અને સાર ને જ ઉઠાવે અને જે વાત અથવા કર્મ સ્વયં કરે તેમાં પણ સાર ભરેલો હોય. તો પુરુષાર્થ પણ સરળ થશે અને જે સરળ પુરુષાર્થી હોય છે તે બીજાઓને પણ સરળ પુરુષાર્થી બનાવી દે છે. સરળ પુરુષાર્થી બધી વાતોમાં ઑલરાઉન્ડર હશે. કોઈ પણ વાતની કમી દેખાશે નહીં. કોઈ પણ વાતમાં હિંમત ઓછી નહીં હશે. મુખ થી એવો બોલ નહીં નીકળશે કે આ હમણાં નહીં કરી શકાય. આ એક મુખ્ય અભ્યાસ પ્રેક્ટિકલમાં લાવવાથી બધી વાતોમાં સેમ્પલ બની શકો છો. સર્વ વાતોમાં સેમ્પલ બનવાથી પાસ વિથ ઑનર બની શકાય છે. એવું ક્યારેક કોઈ વાતમાં કહો છો, અભ્યાસ નથી. ઑલરાઉન્ડ બનવું બીજી વાત છે, આ થઈ કમાણી. ઑલરાઉન્ડ એક્ઝામ્પલ (ઉદાહરણ) બનવું બીજી વાત છે. દરેક વાત બીજાની આગળ સેમ્પલ બનીને દેખાડવી. દરેક વાતમાં કદમ આગળ વધારવાં પોતાનાં દ્વારા બધાંને કમાણીમાં ઉલ્લાસ અપાવવો - આ છે ઑલરાઉન્ડ એક્ઝામ્પલ બનવું.
સેન્સમાં વધારે રહો છો કે ઈસેન્સ (સાર) માં? સેન્સિબલ (સમજદાર)જે હોય છે તે એટલાં સફળતા મૂર્ત નથી બની શકતાં, ઈસેન્સમાં રહેવાવાળા ની સુગંધ અધિક સમય ચાલે છે. એમનો પ્રભાવ સદાકાળ ચાલે છે. જે ફક્ત સેન્સ માં રહે છે તેમનો પ્રભાવ તો રહે છે પરંતુ દરેક સમય નહીં. બધાનાં ગળામાં વિજય માળા છે પરંતુ નંબરવાર. કોઈનાં ગળામાં મોટી તો કોઈનાં ગળામાં નાની. તેનું કારણ શું છે? જેટલાં-જેટલાં શરુંથી લઈને મન્સામાં, વાચામાં, કર્મણામાં આવેલી સમસ્યાઓ અથવા વિઘ્નોની ઉપર વિજયી બન્યાં છે, એ અનુસાર વિજયમાળા દરેકની બને છે. શરુંથી લઈને જુઓ તો ખબર પડી શકે છે કે મારી વિજયમાળા કેટલી મોટી છે! આજકાલ નાની માળા પણ બનાવે તો મોટી પણ બનાવે છે. જે જેટલાં-જેટલાં વિજયી બને છે એટલી જ મોટી વિજયમાળા પહેરે છે. આ જે ચતુર્ભુજ માં વિજય માળાની નિશાની છે ફક્ત એકની નથી, આ વિજયી રત્નોની નિશાની છે. તો દરેક પોત-પોતાની વિજય માળાનો સાક્ષાત્કાર કરી શકો છો. જેટલાં વિજયમાળા પહેરવાનાં અધિકારી બનશો તેટલાં જ તાજ તખ્ત એ પ્રમાણે પ્રાપ્ત થશે. તો આ સમયે વિજયમાળા નાં પ્રમાણે પોતાનું ભવિષ્ય તખ્ત પણ સમજી શકો છો. અહીંયા જ હવે બધાને સાક્ષાત્કાર થવાનાં છે. સાક્ષાત્કાર ફક્ત દિવ્ય દૃષ્ટિ થી નહીં, પ્રત્યક્ષ સાક્ષાત્કાર પણ થવાનાં છે. પ્રત્યક્ષનું પ્રમાણ આ પણ સાક્ષાત્કાર છે. એટલે પૂછ્યું કે કેટલી મોટી છે - વિજય માળા. એક છે સર્વિસનું બળ, બીજું છે સ્નેહનું બળ, એટલે એક્સટ્રા બળ મળવાનાં કારણે વિશેષ સર્વિસ થઈ રહી છે. જે સ્વયં માં શારીરિકનાં હિસાબ થી શક્તિ નથી સમજતાં પરંતુ આ બળ હોવાનાં કારણે જાણે બીજું કોઈ ચલાવી રહ્યું છે. એવો અનુભવ કરે છે. નિમિત્ત બનવાથી ખુબ એક્સ્ટ્રા બળ મળે છે. જેમ સાકાર રુપમાં નિમિત્ત બનવાથી એક્સ્ટ્રા બળ હતું. એવું આમાં પણ છે. અતીન્દ્રિય સુખનો અનુભવ થવાથી શું થાય છે? અતીન્દ્રિય સુખ મળવાથી જે ઇન્દ્રિયોનાં સુખનું આકર્ષણ છે તે સમાપ્ત થઈ જાય છે. જે દુઃખ આપવાવાળી વસ્તુ છે, તે કઈ છે? ઇન્દ્રિયોનું આકર્ષણ, સંબંધનું આકર્ષણ, અથવા કોઈપણ કર્મેન્દ્રિયો નાં વશ થવાથી જે ભિન્ન-ભિન્ન આકર્ષણ થાય છે તે અતીન્દ્રિય સુખ અથવા હર્ષ અપાવવામાં બંધન નાખે છે. એક ઠેકાણે બુદ્ધિ ટકી જવાથી એકરસ અવસ્થા રહે છે. એટલે સદૈવ બુદ્ધિને એક ઠેકાણા પર ટકાવવાની જે યુક્તિ મળી છે તે સ્મૃતિમાં રાખો. હલવા નહીં દો. હલવું અર્થાત્ હલચલ પેદા કરવી. પછી સમય પણ બહુ વ્યર્થ જાય છે. યુદ્ધમાં સમય બહુ જાય છે. શક્તિઓનાં ચિત્રમાં શક્તિઓની નિશાની શું દેખાડે છે? એક તો તે અલંકારી છે, બીજી સંહારની પણ છે. અલંકાર શેના માટે છે? સંહાર કરવા માટે. એમ જ અલંકારી સંહારકારી મૂર્ત પોતાને સમજીને ચાલતાં ચાલો. જ્યારે આ સ્મૃતિમાં રહેશે કે હું સંહાર મૂર્ત છું તો એ માયાને વશ ક્યારેય નહીં થશે. સદૈવ એ ચેક કરજો છે કે અલંકાર બધાં સારી રીતે ધારણ કરેલાં છે! કોઈપણ અલંકાર જો ધારણ નથી કર્યા તો વિજયી ન બની શકાય. જેમ સુહાગન હોય છે, તે સદૈવ પોતાનાં સુહાગ ની નિશાની ને કાયમ રાખે છે. જેમ જુઓ કે ક્યારેય પણ પોતાનો સ્થૂળ શ્રૃંગાર ઓછો થઈ જાય છે, નીચે ઉપર થાય છે તો તેને વારંવાર ઠીક કરે છે. એટલે કોઈપણ અલંકાર રુપી શ્રૃંગાર બગડેલો છે તો તેને ઠીક કરવાનો છે. જે અતિ જૂનાં હોય છે તેમને પૂરો અધિકાર લઈને જવાનું છે. અધિકાર લેવા માટે જ પોતાનાં ઉપર છાપ લગાવવા માટે મધુબનમાં આવે છે. આ મધુબન છે ફાઇનલ થપ્પો અથવા છાપ લગાવવાનું સ્થાન. જેમ પોસ્ટ ઓફિસ હોય છે, તેમાં જ્યારે ફાઇનલ થપ્પો લગાવે છે ત્યારે ચિઠ્ઠી જાય છે. આ પણ સ્વર્ગનાં અધિકારી બનવાની છાપ મધુબન છે. મધુબન માં આવવું અર્થાત્ કરોડ ગણી કમાણી કરવી. જે વિઘ્ન-વિનાશક હોય છે તે વિઘ્નહાર નથી બની શકે. કમ્બાઈન્ડ (સંયુક્ત) પોતાને સમજો. બાપદાદા તો સેકન્ડ, સેકન્ડનાં સાથી છે. જ્યાર થી જન્મ લીધો છે ત્યાર થી લઈને સાથે છે. અહીંયા જન્મ પણ આ સમયે થાય છે, સાથી પણ આ સમયે મળે છે. લૌકિક માં જન્મ પહેલાં થાય છે અને સાથી પછી. અહીંયા હમણાં-હમણાં જન્મ, હમણાં-હમણાં સાથી.
મુંબઈ નગરીમાં રહીને પણ પ્રૂફ છો? જે સ્વયં પ્રૂફ નથી તે બીજાઓની આગળ પ્રૂફ (સબૂત) પણ નથી બની શકતાં. ધારણા વાળી જીવન બીજાઓની આગળ પ્રૂફ બની જાય છે. પ્રૂફ કોણ બની જાય છે? જે પ્રૂફ છે. મુંબઈ માં વધારે પૂજા કોની થાય છે? ગણેશ ની. તેને વિઘ્ન-વિનાશક કહે છે, ગણેશ નો અર્થ છે માસ્ટર નોલેજ ફુલ, વિદ્યાપતિ. માસ્ટર નોલેજફુલ ક્યારેય હાર ન ખાઈ શકે. કારણ કે નોલેજને જ લાઈટ-માઈટ કહે છે. પછી મંઝિલ પર પહોંચવું સહજ થઈ જાય છે. મંઝિલ પર પહોંચવા માટે લાઈટ-માઈટ બન્ને જોઈએ. પોતાની ચહેરા ને એવો કરવાનો છે - જે તમારાં ચહેરા થી બાપદાદા બંને દેખાય. જે પણ કર્મ કરો છો તે દરેક કર્મમાં બાપદાદા નાં ગુણ પ્રત્યક્ષ થાય. બાપદાદાનાં મુખ્ય ગુણ કયા વર્ણન કરો છો? જ્ઞાન, પ્રેમ, આનંદ, સુખ-શાંતિ નાં સાગર. જે પણ કર્મ કરો તે બધાં જ્ઞાન સહિત હોય. દરેક કર્મ દ્વારા સર્વ આત્માઓને સુખ-શાંતિ, આનંદ નો અનુભવ થાય. આને કેહવાય બાપનાં ગુણોની સમાનતા. તમારે સમજાવાની આવશ્યકતા નથી. તમારાં કર્મ જોઈ તેમનાં દિલમાં સંકલ્પ ઉઠે કે આ કોનાં બાળકો, કોનાં દ્વારા આવાં બન્યાં. સ્ટુડન્ટ પણ જો ભણવામાં સારી સ્કોલરશીપ લેવા વાળા હોય છે તો તેને જોઈ શિક્ષક ની યાદ આવે છે. એટલે કહેવત છે સ્ટુડન્ટ શોઝ ટીચર આ પણ સર્વિસ (સેવા) કરવાની રીત છે. અલૌકિક જન્મનું દરેક કર્મ સર્વિસ પ્રતિ હોય. જેટલી સર્વિસ કરશો એટલું ભવિષ્ય ઊંચુ. જેટલાં પોતાને સર્વિસમાં બિઝી રાખશો એટલાં માયાનાં વાર થી બચી જશો. બુદ્ધિ ને એન્ગેજ (વ્યસ્ત) કરી દીધી તો કોઈ ડિસ્ટર્બ નહીં કરશે. આ પણ સંગમયુગ નું વરદાન છે - એકરસ અવસ્થા, એકનું જ ધ્યાન, એકની જ સર્વિસ માં જેટલાં જે કોઈ વરદાન લે. જેમ કોઇ નશામાં રહે છે તેને બીજું કઈ સુઝતું નથી, એમ આ ઈશ્વરીય નશામાં રહેવાથી બીજી દુનિયાની આકર્ષણ થી પરે થઈ જશો.
(કોઈ બાંધેલીએ પૂછ્યું - બાબા હું બાંધેલી છું, મારાં સંકલ્પ ચાલે છે કે હું સર્વિસ નથી કરતી?)
બાંધેલી સ્વતંત્ર રહેવા વાળા કરતાં સારી છે. સ્વતંત્ર અલબેલા રહે છે. બાંધેલી ની લગન સારી રહે છે. યાદ ને પાવરફુલ બનાવો. યાદ ઓછી હશે તો શક્તિ નહીં મળે. યાદમાં રહેતાં આ વ્યર્થ ન વિચારો કે સર્વિસ નથી કરતી. તે સમયે પણ યાદમાં રહો તો કમાણી જમા થશે. આમ વિચારવાથી યાદની પાવર (શક્તિ) ઓછી થશે. બંધન થી મુક્ત કરવા માટે પોતાની ચલનને ચેન્જ (પરિવર્તન) કરો. જે ઘરવાળા જુએ કે આ ચેન્જ થઈ ગઈ છે. જે કઠોર સંસ્કાર છે તે ચેન્જ કરો. તે પોતાનું કામ કરે તમે તમારું કામ કરો. એમનાં કામને જોઈ ગભરાશો નહીં. જેટલું તે પોતાનું કામ ફોર્સ થી કરી રહ્યાં છે, તમે તમારું (કામ) ફોર્સ થી કરો. એમનાં ગુણ ઉઠાવો કે તે કેવી રીતે પોતાનું કર્તવ્ય કરી રહ્યાં છે, તમે પણ કરો. આખી સૃષ્ટિની આત્માઓની તુલનામાં કેટલી આત્માઓ ને આ ભાગ્ય પ્રાપ્ત થયું છે. તો કેટલી ખુશી હોવી જોઈએ. ખુશી તો નયનોમાં, મસ્તકમાં, હોઠોમાં ઝલકતી રહેવી જોઈએ. જે છે જ ખુશીનાં ખજાનાનાં માલિક, એમનાં બાળક છો. તો ખજાનાનાં અધિકારી તો છો ને. ૫,૦૦૦ વર્ષ પહેલાં પણ આવ્યાં હતાં, એ અનુભવ છે? સ્મૃતિ આવે છે? સ્પષ્ટ સ્મૃતિની નિશાની શું છે? સ્પષ્ટ સ્મૃતિની નિશાની એ છે - કે કોઈને મળશો તો પોતાનાપણું મેહસૂસ થશે અને પોતાનાં સ્થાન પર પહોંચી ગયો છું, આ એ જ સ્થાન છે, જેને શોધી રહ્યો હતો. જેમ કોઇ વસ્તુ શોધ્યા પછી મળે છે, એ રીતે આ ભાસના આવે કે અસલી પરિવારને મળ્યાં છીએ અને પોતાપણા નો અનુભવ થાય. આને કહેવાય છે સ્પષ્ટ અનુભવ. બીજી વાત કે જે વાત સાંભળશે તે તેને સહજ સ્પષ્ટ સમજ માં આવશે. જેમ પવિત્રતાની વાત લોકોને મુશ્કેલ લાગે છે પરંતુ જે કલ્પ પહેલા વાળા હશે, અધિકારી એ તો સમજશે કે અમારો સ્વધર્મ જ છે. તેમને સહજ લાગશે. જેમ કોઇ જાણીતી-ઓળખીતી મૂર્તિઓ હોય છે તેમને જોવાથી એવો અનુભવ થાય છે કે આ તો આપણાં છે. જેટલાં સમીપ સંબંધમાં આવવા વાળા હશે તે સ્પષ્ટ અનુભવ કરશે. એવી અનુભવી આત્માઓને કર્મબંધન તોડવામાં વાર નહીં લાગશે. નકલી ચીજને છોડવી મુશ્કેલ નથી હોતું. અચ્છા -