Search for a command to run...
2 Feb 1972
પ્રીત બુદ્ધિ ની નિશાનીઓ
2 February 1972 · ગુજરાતી
બધાં અવ્યક્ત રુપમાં સ્થિત છો? એ તો જાણો છો - અવ્યક્ત મિલન અવ્યક્ત સ્થિતિમાં સ્થિત રહેવાથી જ કરી શકાય છે. સ્વયં સ્વયંથી પૂછો - અવ્યક્ત સ્થિતિમાં સ્થિત રહેવાનાં અનુભવી-મૂર્ત ક્યાં સુધી બન્યાં છો? અવ્યક્ત સ્થિતિમાં રહેવાવાળાઓ નાં સદા દરેક સંકલ્પ, દરેક કાર્ય અલૌકિક હોય છે. એવાં અવ્યક્ત ભાવ માં, વ્યક્ત દેશ અને કર્તવ્યમાં રહેતાં હોવા છતાં પણ કમળ પુષ્પ સમાન ન્યારા અને એક બાપનાં પ્યારા રહે છે. એવાં અલૌકિક અવ્યક્ત સ્થિતિમાં સદા રહેવાવાળા ને કહેવાય છે અલ્લાહ લોક. ટાઈટલ (પદવી) તો બીજા પણ છે. એવા ને જ પ્રીત બુદ્ધિ કહેવાય છે. પ્રીત બુદ્ધિ અને વિપરીત બુદ્ધિ - બંનેનાં અનુભવી છો. એટલે તમે લોકો મુખ્ય સ્લોગન (સુવિચાર) લખો પણ છો - વિનાશ કાળે પ્રીત બુદ્ધિ પાંડવ વિજયન્તી અને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ વિનશયન્તી. આ સ્લોગન આખા દિવસમાં સ્વયં પોતાને લગાવો છો કે કેટલો સમય પ્રીત બુદ્ધિ અર્થાત્ વિજયી બનો છો અને કેટલો સમય વિપરીત થવાથી હાર ખાઈ લો છો? જ્યારે માયાથી હાર ખાઓ છો તો શું પ્રીત બુદ્ધિ છો? પ્રીત બુદ્ધિ અર્થાત્ વિજયી. તો જ્યારે બીજાને સંભળાવો છો કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ નહીં બનો; પ્રીત બુદ્ધિ બનો તો પોતાને પણ જુઓ છો કે આ સમયે અમે પ્રીત બુદ્ધિ છીએ કે વિપરીત બુદ્ધિ છીએ? પ્રીત બુદ્ધિ વાળા ક્યારેય શ્રીમત થી વિપરીત એક સંકલ્પ પણ નહીં ઉઠાવી શકે. જે શ્રીમત થી વિપરીત સંકલ્પ અથવા વચન અથવા કર્મ થાય છે તો શું એને પ્રીત બુદ્ધિ કહેશું? પ્રીત બુદ્ધિ અર્થાત્ બુદ્ધિની લગન અથવા પ્રીત એક પ્રીતમ ની સાથે સદા જોડાયેલી હોય. જ્યારે એક ની સાથે સદા પ્રીત છે તો બીજી કોઈ પણ વ્યક્તિ અથવા વૈભવ સાથે પ્રીત જોડાઈ ન શકે, કારણ કે પ્રીત બુદ્ધિ અર્થાત્ સદા બાપદાદા ને પોતાનાં સમ્મુખ અનુભવ કરશે. જ્યારે બાપ સદા સમ્મુખ છે, તો આવા સમ્મુખ રહેવાવાળા ક્યારેય પણ વિમુખ ન થઈ શકે. વિમુખ થાઓ છો અર્થાત્ બાપ સમ્મુખ નથી. પ્રીત બુદ્ધિ વાળા સદૈવ બાપની સમ્મુખ રહેવાનાં કારણે તેમના મુખથી, તેમના દિલથી સદૈવ આ જ બોલ નીકળે છે - તમારી સાથે જ ખાઉં, તમારી સાથે જ બેસું, તમારી સાથે જ બોલું, તમને જ સાંભળું, તમારી સાથે જ બધાં સંબંધ નિભાવું, તમારાથી જ સર્વ પ્રાપ્તિ કરું. તેમનાં નયન, તેમનો ચહેરો, ન બોલતા હોવા છતાં પણ બોલે છે. તો આવાં વિનાશ કાળે પ્રીત બુદ્ધિ બન્યાં છો અર્થાત્ એકની લગન માં એકરસ સ્થિતિવાળા બન્યાં છો? જેમ સાકાર રુપમાં, સાકાર દેશમાં વરદાન-ભૂમિ પર જ્યારે સમ્મુખ આવો છો, તો જેવું સાંભળ્યું એમ જ સદા પ્રીત બુદ્ધિનો અનુભવ કરો છો ને. અનુભવ સંભળાવો છો ને. એમ જ બુદ્ધિયોગ દ્વારા સદા બાપદાદા ની સમ્મુખ રહેવાનો અભ્યાસ કરો તો શું સદા પ્રીત બુદ્ધિ નહીં બની શકો? જેની સમ્મુખ છે જ સદા બાપદાદા તો જેમ સૂર્યની સામે જોવાથી સૂર્યની કિરણો અવશ્ય આવે છે, એવી રીતે જો જ્ઞાન-સૂર્ય બાપની સદા સમ્મુખ રહો તો જ્ઞાન-સૂર્યનાં સર્વ ગુણોની કિરણો સ્વયં માં અનુભવ નહીં થશે? જ્ઞાન-સૂર્યની કિરણો ન ઇચ્છતાં પણ સ્વયં માં ધારણ થતી અનુભવ કરશો પરંતુ ત્યારે જ્યારે બાપની સદા સમ્મુખ હશો. જે સદા બાપને સમ્મુખ અનુભવ કરે છે, એમના ચહેરા પર શું દેખાશે જેનાથી તમે જાતે જ સમજી જશો કે આ સદૈવ બાપ ની સમ્મુખ રહે છે? જે સાકાર માં પણ સમ્મુખ રહે છે એમના ચહેરા પર શું રહે છે? સાકારમાં સમ્મુખ રહેવાનો તો સરળતા થી અનુભવ કરી શકો છો. ઘણો જૂનો શબ્દ છે. રિવાઇઝ કોર્સ ચાલી રહ્યો છે ને, તો જૂનો શબ્દ પણ રિવાઈઝ થઈ રહ્યો છે. આ પણ બુદ્ધિની ડ્રિલ (કસરત) છે. બુદ્ધિમાં મનન કરવાની શક્તિ આવી જશે. સારું, એક તો તેમનાં ચહેરા પર અંતર્મુખતાની અથવા અંતર્મુખી ની ઝલક રહે છે અને બીજું પોતાનાં સંગમયુગની અને ભવિષ્યની સર્વ સ્વમાન ની ફલક રહે છે. સમજ્યાં? એક ઝલક દેખાય છે, બીજી ફલક દેખાય છે. તો આમ સદૈવ ન ફક્ત ફલક દેખાય પરંતુ ઝલક પણ દેખાય, હર્ષિતમુખની સાથે અંતર્મુખી પણ દેખાય - એવા ને કહેવાય સદા બાપની સમ્મુખ રહેવાવાળા પ્રીત બુદ્ધિ. જો સદા આ સ્મૃતિ રહે કે આ શરીરનો કોઈ પણ સમયે વિનાશ થઇ શકે છે, તો આ વિનાશ કાળ સ્મૃતિ માં રહેવાથી પ્રીત બુદ્ધિ સ્વતઃ બની જ જશો. જ્યારે વિનાશ નો કાળ આવે છે તો અજ્ઞાની પણ બાપને યાદ કરવાનો પ્રયત્ન જરુર કરે છે પરંતુ પરિચય ન હોવાથી પ્રીત જોડાતી નથી. જો આ સદા સ્મૃતિમાં રાખો કે આ અંતિમ ઘડી છે, અંતિમ જન્મ નહીં અંતિમ ઘડી છે, આ યાદ રહેવાથી બીજું કોઈ પણ યાદ નહિં આવશે. તો આવાં સદા પ્રીત બુદ્ધિ છો? શ્રીમત થી વિપરીત તો નથી ચાલતાં? જો મનમાં પણ શ્રીમત થી વિપરીત વ્યર્થ સંકલ્પ અથવા વિકલ્પ આવે છે તો શું પ્રીત બુદ્ધિ કહેશું? આવાં સદા પ્રીત બુદ્ધિ રહેવાવાળા વિજયી રત્ન બની શકશે. વિજયી રત્ન બનવા માટે પોતાને સદા પ્રીત બુદ્ધિ બનાવો. નહીં તો ઉંચ પદ પ્રાપ્ત કરવાની જગ્યાએ નીચું પદ પ્રાપ્ત કરવાનાં અધિકારી બની જશો. તો બધાં પોતાને વિજયી રત્ન સમજો છો? ક્યાંય પણ કોઈ પણ પ્રકાર થી કોઈની સાથે પ્રીત ન હોય, નહીં તો વિપરીત બુદ્ધિની લિસ્ટમાં (યાદીમાં) આવી જશો. જેમ લોકોને પ્રદર્શની માં સંગમનાં ચિત્ર સામે ઉભાં રાખીને પૂછો છો ને કે હમણાં તમે ક્યાં છો અને કોણ છો? સંગમ પર ઉભાં રાખી કેમ પૂછો છો? કારણ કે સંગમ છે ઊંચામાં ઊંચું સ્થાન અથવા યુગ. એ જ પ્રમાણે સ્વયં પોતાને ઉંચા સ્ટેજ પર ઉભાં રાખો અને પછી સ્વયં પોતાને પૂછો કે હું સદા પ્રીત બુદ્ધિ છું? કે નથી અથવા ક્યારેક પ્રીત બુદ્ધિની લિસ્ટમાં આવો છો, ક્યારેક નીકળી જાઓ છો? જો હજું સુધી પણ સદા પ્રીત બુદ્ધિ નથી બન્યાં અર્થાત્ ક્યાંક ને ક્યાંક સૂક્ષ્મ રુપમાં અથવા સ્થૂળ રુપમાં કોઈની પણ સાથે, ક્યાંય પણ પ્રીત લાગેલી છે. તો વર્તમાન સમયે જ્યારે કે અભ્યાસ નો કોર્સ સમાપ્ત થાય અને રિવાઇઝ કોર્સ ચાલી રહ્યો છે, તો આનાથી સમજવું જોઈએ પરીક્ષા નો સમય કેટલો નજીક છે. જેમ આજકાલ કૌરવ ગવર્મેન્ટ (સરકાર) પણ વચ્ચે-વચ્ચે પેપર લઈને એમનાં માર્ક્સ (ગુણ) ફાઇનલ (અંતિમ) પેપરમાં જમા કરે છે, એ જ પ્રમાણે વર્તમાન સમયે જે પણ કર્મ કરો છો, સમજો - પ્રેક્ટિકલ (વ્યવહારિક) પેપર આપી રહ્યાં છીએ અને આ સમયનાં પેપરનું રીઝલ્ટ (પરિણામ) ફાઇનલ પેપરમાં જમા થઈ રહ્યું છે. હવે થોડા સમયમાં આ પણ અનુભવ કરશો - કોઈ પણ વિકર્મ કરવા વાળાને સૂક્ષ્મ રુપમાં સજાઓનો અનુભવ થશે. જેમ પ્રીત બુદ્ધિ હરતાં-ફરતાં બાપ, બાપ નાં ચરિત્ર અને બાપ નાં કર્તવ્યની સ્મૃતિ માં રહેવાથી બાપ ને મળવાનો પ્રેક્ટિકલ અનુભવ કરે છે, એમ વિપરીત બુદ્ધિ વાળા વિમુખ થવાથી સૂક્ષ્મ સજાઓનો અનુભવ કરશે. એટલે તો પણ બાપદાદા પહેલેથી કહી રહ્યાં છે કે સજાઓનો અનુભવ ખુબ જ કડક છે. એમનાં ચહેરા થી દરેક અનુભવ કરી શકશે કે આ સમયે આ આત્મા સજા ભોગવી રહી છે. કેટલું પણ પોતાને છુપાવવાની કોશિશ કરશે પણ છુપાવી નહીં શકે. એ એક સેકન્ડની સજા અનેક જન્મોનાં દુઃખનો અનુભવ કરાવવા વાળી છે. જેમ બાપની સમ્મુખ આવવાથી એક સેકન્ડનું મિલન આત્માની અનેક જન્મોની તરસ છીપાવી દે છે, એમ જ વિમુખ થવાવાળાઓ ને પણ અનુભવ થશે. પછી એ સજાઓથી છૂટીને પોતાની એ સ્ટેજ પર આવવામાં ખુબ મહેનત લાગશે. એટલે પહેલેથી જ વોર્નિંગ (ચેતવણી) આપી રહ્યાં છે કે હવે પરીક્ષાનો સમય ચાલી રહ્યો છે. એમ પછી ઉલ્હના ન આપતા કે અમને શું ખબર કે આ કર્મની આટલી ગુહય ગતિ છે? એટલે સૂક્ષ્મ સજાઓથી બચવા માટે સ્વયં જ સ્વયંને સદા સાવધાન રાખો. હવે ગફલત નહીં કરો. જો જરા પણ ગફલત કરી તો જેમ કહેવત છે - એકનો સો ગણો લાભ પણ મળે છે અને એકનો સો ગણો દંડ પણ મળે છે, આ શબ્દો હવે પ્રેક્ટિકલ માં અનુભવ થવાનાં છે. એટલે સદા બાપ ની સમ્મુખ, સદા પ્રીત બુદ્ધિ બનીને રહો. અચ્છા!
સદા સમ્મુખ રહેવા વાળા લકી (ભાગ્યશાળી) તારાઓને બાપદાદા પણ નમસ્તે કરે છે. અચ્છા!
\\
પ્રીત બુદ્ધિ અર્થાત્ બુદ્ધિની લગન અથવા પ્રીત એક પ્રીતમ ની સાથે સદા જોડાયેલી હોય. જ્યારે એક ની સાથે સદા પ્રીત છે તો બીજી કોઈ પણ વ્યક્તિ અથવા વૈભવ સાથે પ્રીત જોડાઈ ન શકે, કારણ કે પ્રીત બુદ્ધિ અર્થાત્ સદા બાપદાદા ને પોતાનાં સમ્મુખ અનુભવ કરવાં.