Search for a command to run...
20 Nov 1972
સ્થિતિ નો દર્પણ - સર્વિસ (સેવા)
20 November 1972 · ગુજરાતી
સદૈવ વિજયી સ્વયં ને અનુભવ કરો છો? જ્યારે વિશ્વ પર વિજયી બની ને રાજ્ય કરવા વાળા છો તો હમણાં સ્વયં સદા વિજયી બન્યાં છો? જે વિશ્વ ઉપર રાજ કરવા વાળા છો એ રાજ્ય નાં અધિકારી સ્વયં ને હમણાં થી સમજો છો? પહેલાં સ્વયં નાં સર્વ અધિકાર પ્રાપ્ત કર્યાં છે કે હજું કરવાનાં છે? જે સ્વયં નાં સર્વ અધિકાર પ્રાપ્ત કરે છે એ જ વિશ્વ નાં અધિકારી બને છે. તો સ્વયં ને પૂછો કે સ્વયં નાં સર્વ અધિકાર ક્યાં સુધી પ્રાપ્ત કર્યાં છે? સર્વ અધિકાર કયા છે? જાણો છો? જે આત્મા ની મુખ્ય શક્તિઓ નું વર્ણન કરો છો મન, બુદ્ધિ અને સંસ્કાર - આ ત્રણેય સ્વયં ની શક્તિઓ ની ઉપર વિજયી અર્થાત્ અધિકારી બન્યાં છો? પોતાની શક્તિઓનાં અધીન તો નથી થતાં ને? જે વિશ્વ ની સેવા નાં નિમિત્ત બનેલાં છે, એમની આ સ્થિતિ તો સહજ અને સ્વતઃ જ હશે ને. કે પુરુષાર્થ કરીને સ્થિત થવું પડે છે? પુરુષાર્થ ની સિદ્ધિ નો અનુભવ પોતાનામાં કરતાં જઈ રહ્યાં છો કે સંગમ નો સમય ફક્ત પુરુષાર્થ નો જ છે અને સિદ્ધિ ભવિષ્ય ની વાત છે? સંગમ પર જ સિદ્ધિ-સ્વરુપ કે માસ્ટર સર્વશક્તિમાન સ્વરુપ અનુભવ કરવાનું છે કે નહીં? હમણાં થી જ અનુભવ કરવાનો છે કે અંત માં થોડો સમય કરવાનો છે? ફક્ત અપેક્ષાઓ નાં તારા જ રહેવાનું છે? હમણાં થી સિદ્ધિ-સ્વરુપ અનુભવ થવું જોઈએ. સિદ્ધિ ત્યારે પ્રાપ્ત થશે જ્યારે સ્વયં નાં સર્વ અધિકાર પ્રાપ્ત હશે. મન, બુદ્ધિ અને સંસ્કાર - ત્રણેય ને સ્વયં જેમ ઈચ્છે તેમ ચલાવી શકે, એવું હમણાં હોય ત્યારે જ અન્ય આત્માઓનાં મન, બુદ્ધિ અને સંસ્કારો ને પરિવર્તન કરી શકશો. જો સ્વયં ને પરિવર્તન કરવામાં સમય લાગે છે કે સદૈવ વિજયી નથી તો બીજા ને વિજયી બનાવવામાં સમય અને શક્તિ વધારે લગાવવી પડે છે. સર્વિસ તમારા બધાની સ્થિતિ નો દર્પણ છે. તો દર્પણ માં શું દેખાય છે? જેમ આપ પુરુષાર્થી આત્માઓની સ્ટેજ (સ્થિતિ) બની છે એવી જેમની સર્વિસ કરો છો એમને અનુભવ થાય છે? પોતાની સ્ટેજ ક્યાં સુધી બનાવી છે - એનો સાક્ષાત્કાર સર્વિસ થી કરતાં જઈ રહ્યાં છો. કઈ સ્ટેજ બનાવી છે? ક્યાં સુધી પહોંચ્યાં છો? સર્વિસ સારી લાગે છે. ખુશ થઈ ને ગયાં ને. સૌથી વધારે ખુશી કોને થઈ? સર્વિસ ની સિદ્ધિ જોઈ ને ખુશી થઇ? બાપ નો પરિચય લઈ ને ગયાં. જેમ બ્રાહ્મણ આત્માઓમાં મેજોરીટી (અધિકાંશ) ની સ્ટેજ માં વિશેષ-વિશેષ ગુણ પ્રસિદ્ધ દેખાય છે - એક પ્યોરિટી (પવિત્રતા) અને બીજો સ્નેહ. આ બે વાતો માં મેજોરીટી પાસ છે. એમ જ સર્વિસ ની રીઝલ્ટ માં સ્નેહ અને પ્યોરિટી સ્પષ્ટ દેખાય છે અથવા આવવા વાળા અનુભવ કરે છે. પરંતુ જે નવીનતા કે નોલેજ માં વિશેષતા છે, એ નોલેજફુલ (જ્ઞાનસ્વરુપ) સ્થિતિ કે માસ્ટર સર્વશક્તિવાન ની સ્થિતિ કે સર્વશક્તિમાન બાપની પ્રેક્ટિકલ કર્તવ્ય ની વિશેષતા વિશેષ રુપ થી જે અનુભવ કરવાની છે, એ હમણાં ઓછી છે. ‘શક્તિ અવતાર’ જે નામ પ્રખ્યાત થવાનું છે એ શક્તિ રુપ નો અથવા સર્વશક્તિમાન બાપ નો પૂરો પરિચય અનુભવ કરે છે? તમારા જીવન થી પ્રભાવિત થયાં, સ્નેહ અને સહયોગ થી પ્રભાવિત થયાં પણ શ્રેષ્ઠ નોલેજ અને નોલેજફુલ ની ઉપર એટલાં પ્રભાવિત થયાં, જેમ નિમિત્ત બનેલાં બ્રાહ્મણ સ્વયં શક્તિ રુપ નો અનુભવ પોતાનામાં પણ પર્સન્ટેજ માં કરે છે, એમ જ સર્વિસ નાં દર્પણ માં શક્તિ રુપ નો અનુભવ સ્નેહ અને સહયોગ ની તુલના માં ઓછો કરે છે. જે કંઈ ચાલી રહ્યું છે, જે કરી રહ્યાં છો એ ડ્રામા પ્રમાણે બહુ સારું છે પરંતુ હવે સમય પ્રમાણે, સમીપતા નાં પ્રમાણે શક્તિ રુપ નો પ્રભાવ સ્વયં શક્તિ રુપ થઈ બીજાનાં ઉપર નાખશો ત્યારે જ અંતિમ પ્રત્યક્ષતા સમીપ લાવી શકશો. શક્તિ નો ઝંડો લહેરાવો. જેમ કોઇ ઝંડો લહેરાવાય છે તો ઊંચે હોવાનાં કારણે બધાની નજર ઓટોમેટિકલી (આપોઆપ) જાય છે. એમ જ શક્તિ નો ઝંડો, પોતાની શ્રેષ્ઠતા અથવા આખી સૃષ્ટિ થી નવીનતા નો ઝંડો હવે લહેરાવો. જે ક્યાંય પણ કોઈ આત્મા ને અનુભવ નથી થઈ શકતો, એવો વિશેષ અનુભવ સર્વ આત્માઓ ને કરાવો. તો સર્વિસ દર્પણ થઈ ને. પોતાનાં સર્વ શક્તિ સ્વરુપ થી સર્વશક્તિવાન બાપ નો પરિચય આપવા વાળા, પોતાની શક્તિ દ્વારા સર્વ શક્તિઓ નો સાક્ષાત્કાર કરાવવા વાળા, વિશ્વ પર શક્તિ નો ઝંડો લહેરાવા વાળા સ્નેહી, સહયોગી અને શક્તિ રુપ શ્રેષ્ઠ આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.